Aalasthi Hamesha Dur Raho
Aalasthi Hamesha Dur Raho
આળસથી હંમેશાં દૂર રહો
![]() |
| Image Source – Google image by MEGAN FENNO https://www.simplemost.com/why-people-are-lazy-and-5-ways-to-overcome-laziness/ |
લોર્ડ ચેસ્ટરફીલ્ડે પોતાના પુત્રને લખ્યું હતું કે `આળસને હું એક પ્રકારનો આપઘાત ગણું છુ, કારણ કે તે દ્વારા મનુષ્યત્વનો સંપૂર્ણ નાશ થાય છે. પછી ભલેને પશુવૃતિ વિધમાન રહેતી હોય.`
`આળસ એ જીવતા મનુષ્યની કબર છે.` `ધંધાની ગેરહાજરી એ કાંઈ વિશ્રાંતિ નથી.` -કાઉપર
ગુમાઈ ગયેલું દ્રવ્ય ઉધોગથી મળશે; ગયેલું આરોગ્ય મિતાહારથી પુનઃ મળશે; ભુલાઈ ગયેલું જ્ઞાન અભ્યાસથી તાજું થશે; પરંતુ ગુમાઈ ગયેલો કલાક કોણે ફરીથી જોયો છે ? ખોવાયેલી તક કોણે પાછી મેળવી છે ?` -મિસિસ સિગુનિ `આળસુ માણસ બંને કાંટા વિનાના ઘડિયાળ જેવો છે; કાંટા વિનાનું ઘડિયાળ ચાલુ હોય કે બંધ હોય તોપણ તે એકસરખું જ નિરુપયોગી છે.` -કાઉપર
`કાંઈ પણ ન કરવું એ ખોટું કૃત્ય કરવાની શરૂઆત અથવા ઉમેદવારી છે.` -ડબલ્યુ. એફ. ક્રેકટસ
`કાટનાં લોખંડની પેઠે મનુષ્યઆળસથી વહેલો ખવાઈ જાય છે.` -ફ્રેકિલન
`જો તમે પ્રમાદી હો તો તમે વિનાશના માર્ગ પર છો અને તેની ઉપર અટકાવનાં સાધન
થોડાં હોય છે.તે રસ્તો નથી પણ ખાઈ છે.` -એચ. ડબલ્યુ. બીચર
`ઘંટીનો પથ્થર અને મનુષ્યનું હ્રદય હમેશાં ચક્રાકાર ફર્યા જ કરે છે. જો
તેમની પાસે બીજું કાંઈ દળવાનું હોતું નથી તો તો તેઓ પોતાના અંગને જ દળી નાખે છે. –વોન
લોગો
`કામ એ પ્રત્યેક મનુષ્યનો પ્રાણરક્ષક છે.` -જ્યોર્જ બી. એમર્સન
`પરિશ્રમ એ જીવન છે. ગોંધઈ રહેલું પાણી બગડી જાય છે. આળસુ માણસો નિરાશ થયા
કરે છે; શોક કર્યા કરે છે.ઘડિયાળને બંધ રાખશો તો તેની ઉપર કાળાકાટનો હુમલો થશે`. -મિસિસ
ઓસ્ગુડ
`દક્ષિણ તરફના પ્રદેશમાં એક જાતનું પતંગિયુ થાય છે. તે જ્યારે ઊડતું હોય
ત્યારે જ માત્ર પ્રકાશે છે. મનના સંબંધમાં પણ વસ્તુસ્થિતિ આવી જ છે. એક વાર આપણે
આળસ કર્યું કે આપણાં આત્મા પર અંધકારનું આવરણ ચ ઢેછે .` -બેઈલી
એક આળસુ માણસની ખરાબ આદતો ગણી બતાવવાનું
જ્યારે સ્પર્જિયનને કહેવામાં આવ્યું ત્યારે તે કહેવા લાગ્યો તે તો બહુ જ એદી છે-`જે વૃદ્ધ ધર્માચાર્ય
પાસે તે આ વાત કરતો હતો તે આ સાંભળીને વચ્ચે જ પોકારી ઊઠયો : `બસ ! આ એક જ પાપમાં સર્વ પ્રકારનાં પાપોનો સમાવેશ થયો છે.
`આળસુ મગજ એ સેતાનનું કારખાનું છે.` ખરેખર `બીજા માણસોને સેતાન લલચાવે છે, ત્યારે આળસુ માણસ
સેતાનને લલચાવે છે.` બીજી કોઈ પણ વસ્તુ કરતાં આળસને લીધે
ગુના વધારે થયા છે અને વધુ દરિદ્રતા આવી
છે.
કંઈ પણ ધંધારોજગાર વિનાના માણસોથી જ ઘણેભાગે
કેદખાનાં ભરાય છે. કહેવાય છે કે, મેસેચયુસેટસના કારાગૃહમાંનાં કેદીઓમાં નેવું ટકા ધંધા વિનાના હતા.
૧. વિલંબ કરવો, ૨. અર્ધુ કામ કરવું, ૩. ધ્યાન આપ્યા વિના કામ કરવું, ૪. દુર્બળતાપૂર્વક કામ કરવું, ૫. ઝાઝી નિંદ્રા લેવી, ૫. મોડા ઊઠવું, ૬. વિના કામે મુલાકાત લેવી-ભટકવું, ૭. કામને ધિક્કારવું, ૮. માત્ર કામને ખાતર જ કામ કરવું, ૯. બહુ વધારે કામ કરવું, ૧૦. મગજ અશક્ત અને કંટાળેલું હોય ત્યારે અભ્યાસ કરવો, ૧૧. કામ વિના પત્રો લખવા, ૧૨. આરોગ્ય અથવા વિશ્રાંતિને માટે જરૂરની ન હોય એવી ગમ્મતો ઉડાવવી, ૧૩. મુલાકાત લેવા આવનારાઓની સાથે કલાકોના કલાકો સુધી ગપ્પાં માર્યા કરવાં, ૧૪. કલ્પનાઓ કર્યા કરવી, મિથ્યા તડાકા માર્યા કરવાં, ૧૫. હવામાં કિલ્લા બાંધ્યા કરવાં, ૧૬. બગાસાં ખાધા કરવાં, ૧૭. ઉદેશ વિના મુસાફરી કરવી,૧૮. મૂર્ખાઈ ભરેલી વાતો વાંચવી, ૧૯. કામને મુલતવી રાખવું, ૨૦. અધૂરું કામ કરવું ઈત્યાદી ઈત્યાદી.
જો તમે તમારા મગજ તરફ દુર્લક્ષ્ય કરશો તો તે અશક્ત થઈ જશે.
જો તમે તમારા હાથ તરફ બેદરકાર થશો તો તમે કંગાલ બની જશો.
જો તમે તમારા પાડોશી પ્રત્યે દુર્લક્ષ્ય કરશો તો તમે સ્વાર્થી બની જશો.
જો તમે તમારા આત્મા પ્રત્યે બેદરકારી કરશો તો તમે સેતાન બની જશો.
કાર્લાઈલ કહે છે કે `કામમાં અમર ઉચ્ચતા અને પવિત્રતા છે. જો પ્રમાણિકપણે અને આતુરતાપૂર્વક કામ કરનાર માણસનું હ્રદય પોતાની ઉચ્ચતાનું વિસ્મરણ કરતું નથી તો તેનામાં હમેશાં આશા રહે છે. માત્ર આળસુ માણસમાં જ સદાસર્વદા નિરાશાનો વાસ હોય છે.`
`મારા
પુત્ર ! કામ કર, કામ કર, ડર નહી. મજૂરીની સામે હિંમતભરી દ્રષ્ટિએ જો; હથોડો
અથવા કોદાળી લે અને તારી હલકી જગ્યાને માટે બિલકુલ શરમાયા વિના કામ કર્યે જા.`
`પરિશ્રમથી આપણને શોકમાં શાંતિ મળે છે; નાની વ્યથાઓમાં વિશ્રાન્તિ મળે છે; હમેશાં પાપની લાલચોમાંથી બચી શકીએ છીએ અને સાંસારિક ઉપાધિઓમાંથી આરામ મળે છે. કામ કરશો એટલે તમને ઘસઘસાટ નિદ્રા આવશે અને કામ કરશો એટલે તમારી સર્વ ચિંતાઓ ટળી જશે. માટે નિરાશ બનીને સૂતા સૂતા આંસુ પાડ્યા ન કરતાં મજબૂત હ્રદય અને દ્રઢ ઇચ્છાથી ઊઠીને કામ કરો.` -એફ. એસ. ઓસ્ગુડ.
![]() |
| Image Source – Google image by MEGAN FENNO https://www.simplemost.com/why-people-are-lazy-and-5-ways-to-overcome-laziness/ |

No comments