Header Ads

સારા અને ખરાબ વ્યવસાય કેવા હોય છે

      સારા અને ખરાબ વ્યવસાય કેવા હોય છે

     ધંધારોજગારની મનુષ્યના આયુષ્ય પર પ્રબળ અસર થતી હોવાથી તરુણ પુરૂષોએ સૌથી પ્રથમ એ ખાત્રી કરી લેવી જોઈએ કે, તે જે ધધો પસંદ કરે છે તે આરોગ્યદયક છે કે નહિ ? રાજદ્વારીઓ, ન્યાયાધીશો અને ધર્માચાર્યો ઘણા વર્ષ જીવે છે એ વાત સુપ્રસિદ્ધ છે. વ્યાપારમાં કટ્ટી હરિફાઈથી જે સંઘર્ષણ થાય છે તેને લીધે શરીર ઉતાવળે ઘસાય છે; પરંતુ ઉપર કહ્યા પ્રમાણે તે પ્રકારના માણસોમાં તેમ બનતું નથી. દૂર દૂરની ફરતી મહાન સૂર્યમાલાઓ વિષે નિરંતર ચિંતન કર્યા કરનારા ખગોળવેત્તાઓ પણ ઘણું લાંબુ જીવન ભોગવે છે. ગેલીલિયો, બેકન, ન્યુટન, યુલર, ડાલ્ટન વગેરે તત્વવેત્તાઓ તથા વૈજ્ઞાનિકો, ગણિતશાસ્ત્રીઓ અને ધર્મશાસ્ત્રોના અભ્યાસીઓ સાધારણ ધંધાદારી મનુષ્યોના ઘણાં સંકતોથી મુક્ત જણાય છે. વનસ્પતિવિધાના મહાન અભ્યાસીઓએ પણ સાધારણ રીતે ઘણા લાંબા સમય સુધી સુખી જીવન ગાળ્યું છે. ઈંગ્લેંડની ઉતિહાસની શોધખોળ કરનારી એક સુપ્રસિદ્ધ મંડળીના ચૌદ સભ્યો ૧૮૭૦માં મરણ પામ્યા તેમાંના બે નેવું કરતાં વધારે વયના હતા; પાંચ એંશી કરતાં વધારે ઉમરના હતા અને બે સિત્તેર કરતાં વધુ ઉમરનાં હતા. 
Good and bad businesses
Image Source – Google image by Richard Ruff https://salestrainingconnection.com/2015/04/22/pipeline-management-not-all-business-is-good-business/
      માનસિક કાર્યથી શરીરના આરોગ્ય પર ઘણી મોટી અસર થાય છે. વિજ્ઞાનનો અભ્યાસ શાંતિનું વાતાવરણ ઉત્પન્ન કરી આયુષ્યમાં વૃદ્ધિ કરે છે. 
     સોય અને કાંટા બનાવવાનો ધંધો કરનાર માણસોના પેટમાં પોલાદની જે બારીક રજકણો જાય છે તેથી ભયંકર રોગ થાય છે અને તેઓ ચાળીસ વર્ષના થવા પહેલાં તો અવશ્ય મરણ પામે છે. ભારે પગારને લીધે આ ધંધામાં પડવાને ઘણા માણસો લલચાય છે એટલું જ નહિ પરંતુ તેમના મસ્તક પરનો ભય ઓછો કરવાને માટે જે યોજનાઓ ઘડવામાં આવે છે તેની સામે પણ તેઓ પોતાના સમગ્ર બળથી થાય છે. કારણ કે તેમને એવો ભય રહ્યા કરે છે કે તેથી કદાચ ઘણા માણસો આ ધંધામાં પડશે અને તેમનો પગાર ઓછો કરી નાખશે . ફ્રાન્સનાં દીવાસળીના ઘણા કારખાનાંમાં કામ કરતાં માણસોના આરોગ્ય પર તે કામની કેવી અસર થાય છે તેની ઘણા વૈધોએ તપાસ કરી છે અને સર્વ એકમને જણાવે છે કે તેના પરિણામે એ લોકોના દાંત વહેલા ખવાય જાય છે; જડબાનું હાડકું સદી જાય છે; ગળા પર સોજો ચઢી આવે છે અને બીજા ઘણા રોગો લાગુ પડે છે ! 
     ચોત્રીસ વર્ષ અને આઠ માસ દરમ્યાન મેસેચ્યુસેટસ પરગણામાં વીસ કરતાં વધારે વર્ષની વયના એક લાખ સડસઠ હજાર માણસો મરણ પામ્યા ! તેમના રોગનાં ખાનાંઓમાં તેમના ધંધાઓ નોંધેલા હતા. બધાની સરાસરી વય એકાવન વર્ષની આવી હતી. ખેતીનો ધંધો કરનારાઓની સરાસરી ઉમર સૌથી વિશેષ એટલે કે સાડી પાંસઠ વર્ષની આવી હતી. 
     બીજા ધંધાઓમાં રોકાયલા માણસો કરતાં અને શહેરીઓ કરતાં ખેડૂતો વધુ જીવે છે અને વૃદ્ધ માણસોનું પ્રમાણ તેમનામાં વધુ જણાય છે તેનાં ઘણાં કારણો છે. તેમણે સ્વચ્છ હવા મળે છે તેથી તેમને ભૂખ સારી પેઠે લાગે છે અને ઊંઘ પણ ખૂબ આવે છે; જ્યારે શહેરના વસતા માણસો ભાગ્યે જ સારી ઊંઘ અને ગાઢ નિદ્રા ભોગવે છે. વળી ખેડૂતોને બીજો લાભ એ છે કે શહેરમાં સખ્ત હરીફાઈ ચાલતી હોવાથી ત્યાનાં લોકોને જે ઘસારો, ચિંતા અને મનોવેદના ભોગવવી પડે છે તેથી તેઓ મુક્ત હોય છે. 
     `પ્રકૃતિએ તમને જે બનાવવાની ઈચ્છા રાખી હોય તે બનો એટલે તમે સફળતા મેળવશો; જો કોઈ પણ બીજા બનવા જશો તો તમને નિષ્ફળતા જ મળશે.`                                                       -સિડનિ સ્મિથ
     `સફળતાને ખરીદવા માટે ઘણા માણસોને પોતાના શરીરનો એકાદ ટુકડો કાપી આપવો પડે છે.` 
     `કોઈ પણ માણસ પણ પોતાની પ્રકૃતિથી વિરુદ્ધનો પ્રયાસ નિરંતર કરી શકતો નથી અને સફળતા મેળવી શકતો નથી; જીવનનું સાફલ્ય કરવાના નિયમો પૈકી એક નિયમ એ છે કે, આપણા જીવનને એવી રીતે યોજવું જોઈએ, કે જેથી આપણે શારીરિક બંધારણ અને આપણી સ્વાભાવિક વૃતિનો નિરોધ કરવા પાછળ આપણુ બળ ખરચી દેવું પડે નહિ અને તેના સદુપયોગ વડે આપણે સફળ થઈ શકીએ.`                                             -બલ્વર 
     `જે માણસ પાસે એક ધંધો છે તે માણસની પાસે એક જાગીર છે.`                                               -ફ્રેંકિલન 
       `પ્રકૃતિ પોતાના દરેક સંતાનને બનાવતી વખતે તેને કોઈ ને કોઈ કામે માટે લાયકાત અવશ્ય આપે છે.` '     -લોવેલ  
    બીજી રીતે જોતાં ખેડૂતો પણ કેટલાક મહાન દોષોથી અને દીર્ઘાયુષ્યના કેટલાક શત્રુઓના પંજામાંથી મુક્ત હોતા નથી. મનુષ્ય કાંઇ માત્ર રોટલાથી જ જીવતો નથી પણ શરીરને નીરોગી રાખવામાં મન સૌથી અગત્યનો ભાગ ભજવે છે. શહેરોનું સામાજિક જીવન; તેમ જ પુસ્તકાલયો, વ્યાખ્યાનો, મહાન ઉપદેશકો વગેરેનો લાભ લેવાની મનને મળતી તકો અને બુદ્ધિમાન પુરુષોનો નિરંતર સહવાસ; એ વસ્તુઓ કૃષિકારના જીવનના ઉપર જણાવેલા ઘણાં લાભોનો બદલો વાળી આપે છે. 
    એ તો જાણે શક વગરની વાત છે કે, મહત્વાકાંક્ષા અને સફળતા, મનુષ્યના આયુષ્યને દીર્ઘ બનાવવાની શક્તિ ધરાવે છે. જો આપણને દ્રવ્યની પાછળ અત્યંત ત્વરાથી દોડીને આપણાં જીવનને ઘસી નાખીને નહિ તો સફળતાથી આપણને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે. ટોમસ ડબલ્યુ. હિગિન્સને ગઈ સદીના સૌથી વિશેષ પ્રસિદ્ધ ઉપદેશકો પૈકી ત્રીસ જણાની યાદી બનાવી; તો તેને જણાયું કે તેમનું સરકારી સરાસરી આયુષ્ય ઓગણોસિંતેર વર્ષનું હતું ! 
     જે ધંધાઓમાં કામ કરનારાઓને શ્વાસમાં લેવાની ફરજ પડે છે તે સંબંધે વૈધશાસ્ત્રી બેનોયસ્ટન તથા લોમ્બાર્ડ ઘણી તપાસ કરી છે. તે પરથી જણાય છે કે ખાણમાંના રજકણો આરોગ્યને સૌથી વિશેષ નુકસાન કરે છે; પ્રાણીઓના રજકણો એથી ઓછું નુકસાન કરે છે અને વનસ્પતિના રજકણો એથી પણ થોડું નુકસાન કરે છે. 
    ધંધાની પસંદગી કરતી વખતે સ્વચ્છતા, શુદ્ધ હવા, સૂર્યપ્રકાશ તથા નુકસાનકારક રજકણો અને વિષમય હવાથી મુક્તિ એ બાબતોને સૌથી વિશેષ મહત્વ આપવું જોઈએ. જે માણસ ગમે તેવડી રકમને માટે પોતાના જીવનનું એકાદ વર્ષ વેચી દેવાને તૈયાર થાય તેને આપણે ગાંડો ગણીએ છીએ અને તે છતાં આપણે એવા ધંધાઓ પસંદ કરીએ છીએ કે જે આંકડાઓ અને ડોકટરોના જણાવ્યા મુજબ આપણા જીવનના પાંચથી લઈને પચ્ચીસ, ત્રીસ અને ચાલીસ વર્ષો સુધી કાપી નાખે છે ! 
     મનુષ્યની ઇન્દ્રિયો અને બીજા અવયવો પરસ્પર એવી રીતે જોડાયેલાં હોય છે કે એકને ઇજા થતાં તેની અસર સ્રાવ પર થાય છે. કસરતબાજો પોતાના શરીરને ઘણું મજબૂત બનાવે છે તેઓ પણ શારીરિક, માનસિક અને નૈતિક લાભોના ભોગે જ તેમ કરે છે. આ એક પ્રકૃતિનો નિયમ છે કે, કોઈ પણ શક્તિ અથવા અવયવ પર વિશેષ દબાણ અથવા શ્રમ પહોંચાડીને જો તમે તેનો અતિશય વિકાસ કરશો તો તે પાયમાલ થશે એટલુ જ નહિ પણ તે બીજી સર્વ શક્તિઓ અને અવયવોને નુકસાન પહોંચાડશે. 
       મગજની ક્રિયા બંધ રહેવાથી કાંઇ મગજને વિશ્રાન્તિ મળતી નથી; આ વાત મહાન વિચારકોનો મોટો ભાગ જાણે છે. જે માણસો મગજનું કામ સૌથી વિશેષ કરે છે તેઓ વહેલા યા મોડા-દુર્ભાગ્યવશાત મોડા જ-વારાફરતી એક પ્રકારની શક્તિઓને વિશ્રાન્તિ આપી બીજા પ્રકારની શક્તિઓનો ઉપયોગ કરવાનું શીખે છે. એક કાર્યમાં તેમને કંટાળો આવે છે ત્યારે તેને પડતું મૂકીને બીજા કાર્ય  હાથમાં લે છે અને આ રીતે તેઓ પોતાના પુષ્કળ માનસિક કાર્યથી જગતને છક્ક કરી નાખવાને શક્તિમાન થાય છે. મગજમાંથી અમુક શક્તિઓને વિશ્રાન્તિ આપીને અને અમુક શક્તિઓને આરોગ્યદાયક કસરત આપીને તેમનો એક પછી એક ઉપયોગ કરવાના ચાતુર્યનું જ આ પરિણામ હોય છે. કોઈ પણ મહત્વાકાંક્ષી કાર્યકર્તા જો એક જ પ્રકારની શક્તિઓનો નિરંતર ઉપયોગ કર્યા કરશે તો તેને થોડાક જ સમયમાં પશ્ચાતાપ કરવો પડશે. મગજના કોઈ પણ પ્રકારના અણુઓ, તેમનામાં જેટલું માનસિક બળ હોય તે કરતાં વધુ બળ વાપરી શકે નહી. કંટાળી ગયેલા મગજને વિશ્રાંતિ આપવી જ જોઈએ; નહીં તો તે રોગી અને અશક્ત બની જશે. 
     દ્રઢ શરીરના પ્રતાપે થનારા ઘણાં કાર્યોનું માન મગજ ખાટી જાય છે. જ્યારે વેસ્લીએ પોતાના ૮૨મા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે કહ્યું કે, `ચાળીસ વર્ષ પહેલા હું કામ કરવાને અને શારીરિક તથા માનસિક કસરત કરવાને સશક્ત ને લાયક હતો, તટેલો જ સશક્ત અને લાયક હું હમણાં પણ છું !` ૮૩માં વર્ષે તે બોલ્યો કે `હું મને પોતાને એક અદભૂત માણસ જણાઉં છું. જે સમયે મને કંટાળા જેવુ કંઈક લાગતું હતું તેને આજે બાર વર્ષ વહી ગયા છે !` મેથ્યુઝ કહે છે કે, બળવાન હાથ અને બળવાન મગજ, શક્તિમાન ફેફસાં અને મજબૂત શરીર પર જ ભારે બોજાઓ આવી પડે છે અને હંમેશાં પડ્યા કરવાના. ખાત્રી રાખજો કે જ્યાં ભારે બોજાઓ પડે છે ત્યાં ભારે પરિતોષિકો પણ પડે છે જ. 
     દુર્બળ શરીરમાં રહેલા બળવાન મગજને નિર્બળ હાથાવાળી સુંદર છરીની ઉપમા આપવામાં આવી છે. છરી ચકચકિત અને સારી ધાતુની હોય તથા તેની ધાર તીક્ષ્ણ હોય, તો પણ જો તેને પકડવાનો હાથો ન હોય તો તેની ઉત્તમતા કશા ઉપયોગમાં આવતી નથી. મજબૂત સ્નાયુ, દ્રઢ અવયવો અને સશક્ત શરીરમાં સ્વાભાવિક રીતે જ બળવાન ઈચ્છાશક્તિ, સ્પષ્ટ ધ્યેય, ચપળતા, ટકી રહેવાની શક્તિ અને નિશ્ચય બળ હોય છે. 
જીકી કહે છે કે `તમે પૈસાનો લાભ મેળવશો તો બીજી દિશામાં તમને હાનિ થઈને એ લાભ અત્યંત મોંઘો પડી જશે. તમે તેને માટે તમારા આરોગ્યનો ભોગ આપો એ કંઇ લાભકારક સોદો કર્યો કહેવાય નહિં તમે તેને માટે તમારી સ્વતંત્રતા વેચી દો તો તમે પરપોટાને બદલે મોટી આપી દીધા બારોબાર જ છે. યાદ રાખજો કે, તમે તેને માટે તમારો આત્મા આપો; તમારું આત્મમાન, તમારી શાંતિ, તમારું પૌરૂષ કે તમારું ચારિત્ર્ય આપો, તો તમે તેની ઘણી જ મોટી કિંમત આપો છો.`
      આપણાં મોટાં શહેરોમાંના હજારો માણસોને પૈસાની આવશ્યકતાને લઈને એવી પરિસ્થિતીમાં અને એવા ધંધામાં પાડવાની ફરજ પડે છે કે જે તેમના સ્વભાવને અને ચારિત્ર્યને નષ્ટભ્રષ્ટ કરી દે છે. 
     ઝાઝું દ્રવ્ય ન મેળવો તેની ચિંતા નહિં, પરંતુ તમારે ઝાઝું મનુષ્યત્વ તો મેળવવું જોઈએ. કારણ કે મનુષ્યત્વ એ દ્રવ્ય અને ખિતાબ (ડિગ્રી) કરતાં પણ મોટું છે અને ચારિત્ર્ય એ કારકિર્દી કરતાં પણ મહાન છે. 
     અનેક માણસોએ માત્ર દ્રવ્યલોભથી કોઈ સંકુચિત હલકા ધંધામાં પડીને પોતાના પૌરુષને સંકુચિત કરી નાખ્યું છે; પોતાની બુદ્ધિનો વિકાસ થતો અટકાવ્યો છે; પોતાની મહત્વાકાંક્ષા કાચરી નાખી છે અને પોતાની સૂક્ષ્મ મનોવૃતિઓને બુઠ્ઠી કરી નાખી છે. 
     મહાન વકીલ, વૈધ, વ્યાપારી, પદાર્થજ્ઞાની, સરકારી નોકરીવાળા, કારખાનાવાળા કિંવા પંડિત તરીકે પ્રખ્યાત થવાની મહત્વાકાંક્ષા રાખશો નહિં પણ એક ચારિત્ર્યવાન મહાપુરુષ યાને મનુષ્યોના અંતઃકરણોના રાજા થવાની મહત્વાકાંક્ષા રાખજો.  
     કેટલા બધા માણસો વકીલ, વૈધ, સરકારી નોકરી અને ધર્માચાર્યનાં ધંધા, માત્ર `માનવંત ધંધા` ગણાતા હોવાથી જ પસંદ કરીને જીવનપર્યત ઉપહાસને પાત્ર બન્યા છે ! એવા માણસો માનવંત ખેડૂતો અથવા વ્યાપારીઓ બન્યા હોત; અને ઉપરોક્ત ધંધાઓમાં તો તેમને કોઈ તૂણની તોલે પણ ગણાતું નથી અને ઊલટી તેમની દુર્બળતાને જ તે ધંધાઓએ ખુલ્લી કરી આપી છે !`
     ધંધો પસંદ કરવાનો ઉત્તમૌત્તમ માર્ગ એ છે કે, તમારા મનને આ પ્રશ્ન પૂછો : `જો લોકો મારા ગુણો અને મારી લાયકાત ધ્યાનમાં લે અને જે દ્વારા તમને વિશેષ લાભ થાય એવા સ્થાનમાં મને મૂકે તો તેઓ મારી સાથે કેવો વ્યવહાર કરે ? આ સંબંધમાં એક નોર્વેજિયન કહેવત ઘણી સારી છે : `તારું સમગ્ર જીવન તારા માનવબંધુઓને સમર્પણ કાર; તેઓ અતિ શીઘ્ર તેનો બદલો વાળી આપશે.` જ્યારે આપણે બીજાઓને પુષ્કળ કામ કરતાં હોઈએ છીએ ત્યારે આપણી જાત માટે પણ પુષ્કળ કામ કરતાં હોઈએ છીએ. યુવાવસ્થામાં જ્યારે આપણે આપણી ઉત્તમોત્તમ શક્તિઓની મોટામાં મોટી સંખ્યાનો ઉપયોગ કરી શકવાની સ્થિતિમાં હોઈએ છીએ ત્યારે જ આપણે આપણી જાતને માટે તેમ જ બીજાઓને માટે સૌથી વિશેષ કામ કરી શકીએ છીએ. વળી જ્યારે  આપણી બીજાઓને સૌથી વિશેષ લાભ કરીએ છીએ ત્યારે જ આપણેને સર્વોત્તમ સફળતા પ્રાપ્ત થાય છે. માત્ર સ્વાર્થની જ દ્રષ્ટિથી ધંધો પસંદ કરવાનો આપણને કંઈ પણ અધિકાર નથી. આપણે જ્યારે બીજાઓને છેતરીએ છીએ ત્યારે આપણે આપણી જાતને જ ઠગીએ છીએ.   
    એક સમય એવો આવશે કે જ્યારે છોકરા અને છોકરીની સ્વાભાવિક વૃતિ નિશ્ચિત કરવાને માટે સંસ્થાઓ સ્થાપન કરવામાં આવશે. આવી સંસ્થાઓમાં ઓમાં બહોળો અનુભવ અને શૂક્ષ્મ અવલોકનશક્તિ ધરાવનાર માણસો તરુણ સ્ત્રીપુરુષોની સ્વાભાવિક વૃતિનો અભ્યાસ કરશે અને ક્યાં ધંધામાં તેઓ સંપૂર્ણ સામર્થ્યનો ઉપયોગ કરી શકે એમ છે. એ શોધી કાઢવામાં તેમણે સહાય કરી તેમના સામર્થ્યનો ઉત્ત્મૌત્તમ ઉપયોગ કેવી રીતે કરવો એ તેમને શીખવશે. પોતે જે ધંધામાં પોતાને સંપૂર્ણ સામર્થ્યનો પ્રયોગ કરી શકે તે ધંધો વહેલો ય મોડો શોધી કાઢવાને પ્રેત્યેક તરુણ શક્તિમાન થતો નથી; તો પણ ધારો કે તે તેમ કરવાને શક્તિમાન થાય અને દુર્બળતાને બદલે સબળતાપૂર્વક કામ કરીને પોતાનો નિર્વાહ કરે તો પણ ઘણી વાર તે શોધ એટલી બધી મોડી થાય છે કે તેથી મહાન વિજય મળવો તો સર્વજ્ઞા અશક્ય જ થઈ પડે છે. ઉક્ત પ્રકારની સંસ્થાઓ છોકરાઓને અને છોકરીઓને તરુણાવસ્થાના પ્રારંભમાં જ યોગ્ય ધંધામાં પાડવાની સહાય કરશે. વહેલી પસંદગી કરવાથી માર્ગ ટૌકો થાય છે. માણસો પોતાના જીવનના પ્રારંભમાં જ યોગ્ય દિશા ગ્રહણ કરે તેના કરતાં વિશેષ મહાતવાની ઘટના બીજી કઈ હોઈ શકે? ખોટી દિશામાં જન્મભર વૈતરું અને મહાન પ્રયત્ન કરવા છતાં પણ નિષ્ફળતા મળે છે; ત્યારે ખરી દશામાં સહજ પ્રયત્ન કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે. એક માણસ જ્યારે પોતાના યોગ્ય સ્થાનમાં હોય છે ત્યારે ક્વચિત જ નિષ્ફળ અથવા દુઃખી થાય છે.  
    પરંતુ એક વાર યોગ્ય ધંધો પસંદ કર્યા પછી કદી પણ પાછું વળીને જોતાં નહિ. તેને સંપૂર્ણ ચીવટથી વળગી રહેજો. કોઈ પણ વસ્તુથી લોભાતા નહિં; અથવા તમારા લક્ષ્યથી એક તસુ પણ ચ્યુત થતાં નહિં; એટલે એમાં તમને અવશ્ય સફળતા  મળશે. પ્રત્યેક ધંધામાં વિઘ્નો તો હોય છે જ અને તેથી ક્ષણિક નિરાશા પણ પ્રાપ્ત  થાય છે; પરંતુ તેથી તમે તમારા હેતુને છોડી દેતા નહિં. જો તમારો ધંધો વેઠ સમાન  લાગતો હોય; જો તમને નિરંતર આવો જ વિચાર આવ્યા કરતો હોય કે આ કરતાં બીજા ધંધામાં પડત તો સારી સફળતા મળત; તો તમે કદી પણ વિજય મેળવી શકશો નહિં. ચીવટ પૂર્વક તમે તમારા ધંધાને  વળગી રહેશો તો જ તમે તે ધંધામાં જણાતા વિઘનોને ઉલ્લંઘીને અંતે વિજય મેળવશો. આ દ્રઢતા આ નિશ્ચયબળથી મોટો લાભ તો એ થાય છે કે, બીજા લોકોને આપણા પર શ્રદ્ધા બેસે છે અને તેમ થયું એટલે પછી બીજું શું શું સિદ્ધ નથી થતું ? તેથી આપણી આંટ વધે છે અને આપણને નૈતિક ટેકો મળે છે. નિશ્ચિત ઉદેશવાળા  માણસો પર લોકો હમેશાં શ્રદ્ધા રાખે છે અને અસ્થિરતા તથા બેદરકારીપૂર્વક કામ કરનાર તથા કોઈ પણ સમયે એક ધધો છોડી બીજો પકડવાની અથવા નિષ્ફળ થવાની શંકા ઉત્પન્ન કરનાર માણસને તેઓ જેટલી સહાય કરે તેથી બમણી સહાય તેઓ નિશ્ચિત ઉદેશવાળા માણસને કરે છે. પ્રત્યેક માણસ જાણે છે કે, દ્રઢ નિશ્ચયવાન માણસો નિષ્ફળ થાય એવો સંભવ થોડો જ છે: તમની ચપળતા, સ્થિરતા અને તેમનો દ્રઢ નિશ્ચય તેમની સફળતા વિષે લોકોના હ્રદયમાં દ્રઢ વિશ્વાસ ઉત્પન્ન કરે છે. 
    નિર્વાહ માટે તમે ગમે તે ધંધો કરો તોપણ તમારા ચારિત્ર્ય કરતાં તો તેને હલકો જ ગણજો. દરજ્જો, દ્રવ્ય, ધંધો  અને ખિતાબ, એ સર્વ કરતાં મનુષ્યત્વને જ વિશેષ મહત્વ આપજો. ખરું જોતાં તો ધંધારોજગારમાં પણ ધાર્મિક વૃતિ દાખલ થવી જોઈએ અને ધર્મમાં ધાંધરોજગારનું નિયમિતપણું અને ખંત દાખલ થવા જોઈએ.
     ધંધો ઊંચો પસંદ કરજો અને જે ધંધો કરવાની તમારી ઈચ્છા હોય તે ધંધામાં પડેલા માણસોનો અભ્યાસ કરજો. તમારા મનને આ પ્રશ્નો પૂછજો કે, `તે ધંધામાં જે માણસો પડેલા છે તેમનું ચારિત્ર તે ધંધો ઉન્નત બનાવે છે ? શું તેઓ વિશાળ અને ઉદાર હ્રદયના તથા બુદ્ધિમાન છે ? શું સમાજમાં કંઈ પણ દરજ્જો ધરાવે છે ? તેઓ સમાજને કાંઈ ઉપયોગી થઈ શકે છે ? એમ કદી પણ ધારતા નહિ કે અમુક અયોગ્ય ધંધામાં પાડવા છતાં તમે એક ખાસ અપવાદરૂપે તેની કનિષ્ઠ અસરોમાંથી બચી જશો; અને તે ધંધામાં દાખલ થયા પછી તેની અનેકો પર થતી કનિષ્ઠ અસર તમારા પર નહિ થાય. જે પણ ધંધો તમે પકડશો તે ધંધાના અને ધંધામાં પડેલા અનેકોના સંસર્ગથી તમારે પણ બીજા અનેકોની પેઠે તે ધંધામાં આતપ્રોત અને તેના ગુલામ બની જવું પડશે. તે ધંધો અવશ્ય તમને પકડી લેશે, તમારું સ્વરૂપ ઘડશે અને તમારી ઉપાર પોતાની અનિવાર્ય છાપ પાડશે તે સર્વથી બચવાનો તમે ગમે તેવો દ્રઢ નિશ્ચય કર્યો હશે તોપણ તમને છોડશે નહિં.
      ખુલ્લા અને ઉદાર હ્રદયના ચપળ તરુણ પુરુષો મોટી આશાઓ અને ઉચ્ચ ઉદેશો સહિત મહાશાળામાંથી બહાર પાડવા છતાં તેઓ શંકાસ્પદ ધંધામાં દાખલ થઈને થોડાં વર્ષમાં એવો તો બદલાય જાય છે કે તેઓને ભાગ્યે જ ઓળખી શકાય છે. એક વારનું તે વિશાળ અને ઉદાર હ્રદય હવે સંકુચિત અને સ્વાર્થપ્રિય બની જઈને, તે ઉચ્ચ ભાવનાવાળો માણસ હવે લોભી, લાલચુ, કંજૂસ, નીચ અને સખ્ત બની ગયેલો હોય છે. આપણને નવાઈ લાગે છે કે, માત્ર થોડાં જ વર્ષોમાં એક વિશાળ અને ઉદાર હ્રદયનો તરુણ આટલો બધો કેવી રીતે ફેરવાઈ ગયો હશે ? હવે તે તપો માત્ર `ધનસંચય` કરવાની જ વાત જાણે છે ! તેની દ્રવ્ય મેળવવાની ક્ષુદ્ર યોજનાઓમાં જ તેનો સર્વ જાહેર જુસ્સો અને તેની ઉદારતા નષ્ટ થઈ જાય છે અને તે સદગુણ કે એવી બીજી કોઈ પણ વસ્તુની દરકાર કરતો નથી ! 
     `વ્યાપક જ્ઞાન અને પ્રેમ. એ મનુષ્યનો શુંગાર છે અને ઉચ્ચ ઉદેશ એ કાર્યનો શુંગાર છે`
     રુચતો ધંધો કરનાર મનુષ્ય, વ્યવહારકુશળ મનુષ્ય, બળવાન અને ઉધોગિ મનુષ્ય જમીન પર ઘર બાંધે છે અને તરંગી મનુષ્ય હવામાં કિલ્લા બાંધે છે. તરંગી મનુષ્યો જ્યારે લાખો રૂપિયા મેળવવાની માત્ર કલ્પના જ કર્યા કરે છે ત્યારે વ્યવહારકુશળ મનુષ્ય થોડાક હજાર રૂપિયા બેંકમાં મૂકે છે. તરંગી મનુષ્યના ગજ્વાં સ્વપ્નદશામાં તર હોય છે, પરંતુ જ્યારે તે જાગ્રત થાય છે ત્યારે તેના ખિસ્સા ખાલી હોય છે. લાખોના સ્વપ્ન જોવા સહેલ છે, પરંતુ એક રૂપયો કમાવો મુશ્કેલ છે. 
     તમે જે પણ કાર્ય ઉત્તમ રીતે કરી શકતા હો તેને જ તમારું જીવન, તમારું બળ, તમારો ઉત્સાહ અને તમારું સર્વસ્વ અર્પણ કરો, કેપ્ટન ફેરાર કહે છે કે, જીવનમાં માત્ર એક જ નિષ્ફળતા શક્ય છે. અને તે આપણે જે કામ જાણતા હોઈએ તે કામ ઉત્તમ રીતે ન કરીએ એ છે. 
     પ્લેટો કહે છે કે : `સફળતા અથવા યશ મળે કે  ન મળે પણ સર્વ પંક્તિઓના માણસોએ પોતપોતાનું કર્તવ્ય કરવું જ જોઈએ. અક્ષય કીર્તિ મેળવવા માટે મારે શું કરવું જોઈએ? તારે હમેશા તારું કર્તવ્ય બજાવવું જોઈએ.
     જ્યોર્જ મેકડોનાલ્ડ કહે છે કે, `એ એક સુભાગ્યાની વાત છે કે, ` હવે પછી શું કરવું` એ એકજ પ્રશ્ન આપણે આપણી જાતને પુછવાનો છે. દરેક માણસ એટલું જ કરી શકે છે; બીજું કાંઈ પણ થઈ શકતું નથી.`
     યંગ કહે છે કે, જે માણસ હાથ ધારેલું એક જ કામ જેવુ સારું કરી શકે છે તેવું દેવદૂતો પણ કરી શકે નહિં.` 
 

Good and bad businesses
Image Source – Google image by Richard Ruff https://salestrainingconnection.com/2015/04/22/pipeline-management-not-all-business-is-good-business/

   

No comments