Header Ads

કુદરત હિસાબ તો લે જ છે કેવી રીતે

કુદરત હિસાબ તો લે જ છે કેવી રીતે

 તમે જે દિવસે પ્રકૃતિના નિયમોનો ભંગ કરો તે જ દિવસે તો તે ભાગ્યે જ તેનો હિસાબ લે; પરંતુ જો તમે પેઢીમાંથી વિશેષ નાણાં ઉપાડો અને તમારી જાતને ગીરવી મૂકો તો તે ખાત્રીપૂર્વક માનજો કે, તે તમારી જાતને છોડવાની જ નથી. તમને જેટલું જોઈએ તેટલું તે ધીરશે, પરંતુ શાઈલોકની પેઠે તે તમારું માંસ માગશે. હેલો દોસ્તો હું  આ લેખમાં તમને કુદરત હિસાબ તો લે જ છે કેવી રીતે તેના વિષે કેટલાક ઉદાહરણ જણાવીશ. તેનો દેવાદાર ચાલીસ વર્ષનો થાય તે પૂર્વે તેને માટે ભાગ્યે જ પોતાના હિસાબના ચોપડા ખોલે છે ! જો તેના આસામીએ દારૂ પીધો હોય તો તેનું યૌવન વીતી ગયા પછી જ તે તેની ધીમે ધીમે જમા થયેલી મૂડી તરીકે કલેજાનો રોગ, હ્રદયની નબળાઈ વગેરે સાદર કરે છે ! પીઠાવાળાને અપાતું નાણું તો તમારા ખર્ચનો માત્ર નાનામાં નાનો અંશ હોઈને તે ઉપરાંત તમારે કુદરતનો હિસાબ ચૂકવવાનો હોય છે ! દુર્બળતા, નાલાયકી અથવા અજ્ઞાનને માટે કુદરત ક્ષમા કરતી નથી. તે તો એટલી જ માગણી કરે છે કે, મનુષ્યે હમેશાં પોતાની સ્થિતિના શિખર પર રહેવું જોઈએ. 
કુદરત હિસાબ તો લે જ છે કેવી રીતે


     આપણે ઘણી વાર લોકોને એમ બોલતા સાંભળીએ છીએ કે, ચમત્કારનો જમાનો વહી ગયો છે; હાવર્ડમાં આવેલા નાસ્તાના ટેબલ પર ખવાતો એકાદ કોળિયો વિચારના રૂપમાં ફેરવાઇ જાય અને બીજા દિવસની રાત્રે તો તે ગ્લેડસ્ટનની આક્ષણશકતીરૂપે પાર્લમેન્ટને ધ્રુજાવી મૂકે એ શું ઓછું ચમત્કારિક છે ? જ્યારે દિવસમાં ત્રણ વાર ખુદ આપણી આંખ આગળ કુદરત મુએલાંને સજીવન કરવાના ચમત્કાર કરતાં પણ વિશેષ મોટા ચમત્કાર કરી બતાવે ત્યારે શું ચમત્કારોનો યુગ વીતી ગયો કહેવાય ?

     બ્રેડફર્ડના કારાગૃહમાં રોટલાનો એક ટુકડો ફેંકવામાં આવે છે; એક ગરીબ, કુશ થઈ ગયેલો કંસારો તે ખાય છે; તેને એ તોડી, ચાવી, લોટ કરીને ગળી જાય છે; નસો તેને આમ તેમ મોકલે છે; શરીરમાંની ધાતુઓ અને રસો તેને પિગળાવી નાખે છે; તે જીવનની ભેદ ભરેલી લોહીની નદીમાં મળી જાય છે. પ્રકૃતિના આ લોહીના વિચિત્ર ઝરા આગળના આ રોટલાના ટુકડાની રાહ જોતાં નાનાં નાનાં કુદરતી કારખાનાં, તે પસાર થતો હૂય ત્યારે જાણે જાદુથી ન કરતાં હોય તેમ તેને કોઈ સ્થળે હાડકાના રૂપમાં તો કોઈ સ્થળે પાચક રસના રૂપમાં, કોઈ સ્થળે પિત્તશાયના અણુરૂપે તો કોઈ સ્થળે મગજના અણુરૂપે ફેરવી નાખે છે ! તે સૂકા રોટલાનો એક ફેંકાયેલો ટુકડો આ પ્રમાણે કઈ ક્રિયાથી સ્નાયુની પાસે કામ કરે છે તથા મગજની પાસે જઈને વિચાર કરે છે તે આપણે પણ જાણી શકતા નથી બનિયનના ભાગ્યરૂપી વસ્ત્રને વણનારા કાંઠલાને આમતેમ ફેંકનારા કુદરતના એ અદ્રશ્ય હાથને આપણે જોઈ શકતા નથી; તેમ આ કારાગૃહમાં આવી પડેલા રોટલાના ટુકડાને જગતની સુંદરમાં સુંદર રૂપકમય કથા `પિલગ્રમ્સ પ્રોગ્રાસ`માં પરીવર્તન કરી નાખનાર ભેદભરેલી કીમિયાનું રહસ્ય પણ આપણે જાણી શકતા નથી ! છતાં આપણે એટલું તો અવશ્ય જાણીએ છીએ કે, જઠર જ્યારે અન્ન માગે અને તેને માટે બૂમ પાડે ત્યારે જો આપણે તેને એ આપીએ નહિ તો મગજ અને સ્નાયુઓ કામ કરી શકતાં નથી. વળી આપણે એ પણ જાણીએ છીએ કે જો આપણે યોગ્ય ખોરાક પસંદ કરીએ નહિં જો આપણે તેને યોગ્ય રીતે ખાઈએ નહિ અને જો આપણે માનસિક અને શારીરિક વ્યાયામથી તેનું યોગ્ય રીતે પાચન કરીએ નહિ તો તે એકાદ ગ્લેડસ્ટનના વ્યાખ્યાનને કે એકાદ બનિયનની રૂપકમય કથાને ઉપજાવી શકશે નહિં.

`જો કે ઈશ્વરની ઘંટી ધીમેથી દળે છે પણ એ અત્યંત જીણું દળે છે.`                                           -ફેડરિક વોન લાગો 

     `કુદરત કુકર્મની સજા તુરંત કરતી નથી તેથી જ માણસો કુકર્મ કરવાને પ્રવુત થાય છે.`           -એકલિઝિયેસ્ટિસ   

     `ગયા રવિવારે અહીનો એક યુવક પચીસ વર્ષની અત્યંત વૃદ્ધ વયે મરણ પામ્યો!`                      -જોન ન્યુટન 

     `જો તમે બુદ્ધિની વાત સાંભળશો નહિ તો તે અવશ્ય તમારા વેઢા ભાંગી નાખશે.`                       -રિચર્ડ

     `આ વિશ્વમાં સર્વથી વધારે અદભૂત એવી જે આપણી જાત તેને બરાબર ઓળખવી એ જ આપણું સર્વથી પહેલું અને સર્વથી ઉત્તમ કર્તવ્ય છે.`                             -કોલરિજ

  ખરેખર આપણાં શરીરની રચના અદભૂત  છે ! જરા ખ્યાલ તો કરો કે, એક શહેરની ગંદકીને એક પળમાં શુદ્ધ પાણી બનાવી દેનારું એકાદ તળાવ કે ટાંકી હોય તો તે જોઈને આપણને કેટલો બધો આનંદ થાય ! પરંતુ આપણા શરીરમાં એવું જ એક તળાવ છે. મસ્તકના, ભસ્મીભૂત થયેલા અણુઓની રાખ અને ખવાઇ ગયેલા ભાગોનો કચરો લઈને પાછું ફરતું કાળું લોહી ફેફસાંમાં પ્રત્યેક શ્વાસની સાથે  સ્વચ્છ રાતા લોહીમાં ફેરવાઈ જાય છે ! તે જાદુઈ ઝરામાંના રક્તનું પ્રત્યેક બિંદુ કોઈ એક દિવ્ય રસાયણશાસ્ત્રીનું બનાવેલું હોઈ તેની અંદર જ આપણી સર્વ સફળતા અથવા નિષ્ફળતા સમાયેલી હોય છે. તેમાં આપણી શક્તિઓનો વિસ્તાર અથવા મર્યાદા રહેલી હોય છે. તેમાં આપણી તંદુરસ્તી અને દીર્ઘાયુષ અથવા રોગ અને અકાળ મૃત્યુ રહેલાં હોય છે. તેમાં આપણી આશા અને આપણા ભયો, આપણી હિંમત અને આપણી ભીરુતા, આપણી સબળતા અથવા નિર્બળતા  અને આપણી સફળતા કે નિષ્ફળતા રહેલી હોય છે; તેમાં ઉચ્ચ અને વિસ્તુત શિક્ષણ અથવા તો વારસામાં મળેલી સંકુચિત  શક્તિઓ રહેલી હોય છે. આપણાં અસ્થિ અને આપણી નસો, આપણાં સ્નાયુઓ અને મગજ, આપણી સુરૂપતા અથવા કુરૂપતા, એ સર્વનો તેમાથી જ ઉદભવ થાય છે. તેમાં સદગુણી અથવા દુર્ગુણી જીવનના તત્વો અને અપરાધીની કે મહાત્માની વૃતિઓ ભરેલી હોય છે. માટે આપણને આરોગ્યના નિયમોને આધીન રહેવાની અને તેમ કરીને આપણી આ ભૌતિક જીવનરૂપી નદીની સ્વચ્છતા અને શક્તિ જાળવી રાખવાની કેટલી બધી જરૂર છે ! 

     જે માણસની પાસે કાંઈક સંપતિ હોય છે તેને જ કુદરત બીજી સંપતિ આપે છે. તે તેને માટે પોતાના વિશાળ ભંડાર ખુલ્લા મૂકી દે છે અને તેને જે પણ જોઈએ તે લઈને સુખી થવાને કહે છે. જે વસ્તુને તે વાપરતો નથી તે વસ્તુ ઘણા વર્ષો સુધી તેને એ રાખવા દેતી નથી ! વાપરો અથવા ગુમાવો, એ તેનો મૂળ મંત્ર છે. જે પરમાણુને આપણને ઉપયોગમાં લાવતા નથી તે સર્વને, કારકસરની કિંમત  સારી પેઠે સમજનારી એ દેવી પાસેથી ખૂંચવી લે છે. `જે માણસની પાસે હશે તેને આપવામાં આવશે; અને જેની પાસે નહિ હોય તેની પાસેથી હોવા સમાન લાગતી વસ્તુ પણ ખૂંચવી લેવામાં આવશે !` 

     જો તમે તમારો હાથ ઝોળીમાં રાખશો અને તેને વાપરશો નહિં તો પ્રકૃતી છેક હાડકાં સુધીનો સ્નાયુ લઈ લેશે અને હાથ નિરુપયોગી બની જશે; પરંતુ ફરીથી તેને જ ઉપયોગમાં કરવાનો પ્રયત્ન કરશો તો તમારા ઉધોગના પ્રમાણમાં તે લઈ લીધેલી વસ્તુ તે ધીરે ધીરે પાછી આપશે. જો તમે તમારા મસ્તકને આળસ અથવા પ્રમાદરૂપી ઝોળીમાં નાખશો તો તે પ્રમાણે તે તમારી બુદ્ધિને ખૂંચવી લઈ તમને મૂર્ખ બનાવી દેશે. લુહારને ઍક મજબૂત હાથ જોઈએ છે અને તેથી તે એને આપે છે; પરંતુ બીજા હાથને તે ન વાપરે તો તે સૂકવી નાખે છે.  જો તમારી ઈચ્છા હોય તો તમે તમારા જીવનની સમગ્ર શક્તિઓને એક જ આંગનો વિકાસ કરવા પાછળ યોજી શકો પરંતુ બીજા અંગો દુર્બળ થઈ જશે. 

    તમારી ઈચ્છા હોય તો પૈસા ભેગા કરવા તરફ જ તમારી સર્વ શક્તિઓ વાળો અને તમારી આસપાસનાં ગરીબ અને અજ્ઞાન લોકોનાં રુદનથી પીગળે નહીં એવું વ્રજામય અંતઃકરણ બનાવી લો તથા તમારી પરમાર્થવૃતિનો ઉપયોગ ન કરો; પણ પછી જુઓ કે કુદરત તમારા કમ્બખ્ત લોભી આત્માને કેવો સંકોચી નાખે છે !   

     એક મહાન શસ્ત્રવૈધ પોતાના વિધાર્થીઓની સમક્ષ એક શસ્ત્રક્રિયા કરવાને ઊભો રહ્યો. આ શસ્ત્રક્રિયા ઉત્તમ શસ્ત્રો અને આધુનિક વિજ્ઞાનના સૂક્ષ્મ જ્ઞાનથી જ બની શકે એવી ગંભીર હતી. દ્રઢ અને હલકા હાથે તેણે એ ભયંકર કાર્યમાં પોતાને જેટલો ભાગ ભજવવાનો હતો તેટલો સફળતા પુરવેક ભજવ્યો અને ત્યાર પછી વિધાર્થીઓ તરફ ફરીને તે બોલ્યો કે `બે વર્ષ પૂર્વે એક ઇજારહિત અને સાદી શસ્ત્રક્રિયાથી આ રોગ સારો થયો હોટ અને છ વર્ષ પૂર્વે જો ડહાપણપૂર્વક જીવન ગાળ્યું હોત તો એ થતો જ અટક્યો હોત-બિલકુલ થયો જ ન હોત, હમણાં આ કેસ જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં જે કાંઈ બની શકેતેમ હતું તે આપણે યથાશક્તિ કર્યું છે; પરંતુ હવે મામલો કુદરતને હાથ છે. તે હમેશાં મોતની સજા રદ કરવાને સંમત થતો નથી.` બીજે જ દિવસે તે દરદી મરણ પામ્યો !

     ઈમર્સને પોતાના મોજશોખમાં ઉછરેલા નાના પુત્ર તરફ જોઈને પોતાના મનમાં કહ્યું કે `નિર્ભાગી બાળક ! મને યુવાવસ્થામાં જે સંકતો સહન કરવાં પડ્યા છે તેનો અનુભવ એને ન મળવાથી કેટલું અહિત થશે ?` 

    આરોગ્ય, બળ, અને દીર્ઘાયુષ્યનો આધાર અવિનાશી કાયદાઓ પર રહેલો હોય છે. તેને `દૈવયોગ`ની સાથે કંઈ પણ સંબંધ નથી. પ્રથમ આપણાં માતાપિતા અને આપણે પોતે તેને માટે જવાબદાર હોઈએ છીએ. વ્યાધિઓ જીવનનો ઘણો મોટો ભાગ પૂર્ણ કર્યા વિના બચપનમાં જ મરણ પામે છે; માટે ઈશ્વર જરા પણ જવાબદાર નથી. જો તેને એ બાબતમાં જવાબદાર ઠરાવવામાં આવે તો મનુષ્યો ગજવાં કાતરે છે અને ઘોડા ચોરે છે. તેને માટે પણ એને જ જવાબદાર ગણવો જોઈએ! 

     અકસ્માતોને બાદ તો આપણે ઘણે અંશે આપણી ઇચ્છાનુસાર જ જીવી શકીએ તેમ છીએ. દરેક દેશમાં હજારો અને લાખો વૈધોની શી જરૂર છે ? તેમાંનો દશમો ભાગ પણ માનપૂર્વક નિર્વાહ કરતો હોય તો તેમાં દોષ આપણો પોતાનો જ છે. ઊગતા જ અટકાવી શકાય એવા રોગોથી દરવર્ષે કામમાં કામ એક કરોડ માણસો મારી જાય છે. એ આધુનિક સંસ્કૃતિ પર કેવું મોટું કલંક છે !

     માનવ શરીરની રચના અને ધાતુઓ વિષે આપણે  જેટલા અજ્ઞાન છીએ તેટલા અજ્ઞાન બીજી કોઈ પણ બાબતમાં નથી. હજાર માણસે એક પણ માણસ પોતાના શરીરની અંદરના મુખ્ય અવયવોનું શુદ્ધ જ્ઞાન ધરાવતો નથી અથવા તેમનો શું ઉપયોગ છે તે કહી શકતો નથી ! કુદરત આપણાં સઘળાં શારીરિક, માનસિક અને નૈતિક કાર્યોની નોંધ લે છે. યાદ રાખજો કે, મનની ખૂબ ઉશ્કેરણીને પરિણામે શોક, પાશ્ચાતાપ અને લાજજા સિવાય બીજું પરિણામ આવતું નથી. ખત્રિ રાખજો કે, તમારો દરેક અયોગ્ય આહારવિહાર કુદરતના ચોપડમાં તમારે ખાતે ઉધરતો રહીને એક યા બીજારૂપે, વહેલો યા મોડો, તમારે હિસાબ આપવો જ પડશે.`

     `કુદરત ન્યાયી છે અને તે આપણાં ક્ષણિક આનંદ આપનારા દુર્ગુનોને જ આપણો નાશ કરવાના સાધન બનાવે છે.` 

     આશ્ચર્યની વાત છે કે, આપણે જીવીએ છીએ ! આપણે આપણાં જીવનના પ્રત્યેક નિયમનો ભંગ કરીએ છીએ અને તે છતાં પણ આપણે વૃદ્ધાવસ્થા પર્યત જીવવાની આશા રાખીએ છીએ ! એક માણસની પાસે એક સુંદર નાજુક ઘડિયાળ હોય, તે તેને રસ્તા પર ખુલ્લુ મૂકી દે અને તેમાં ધૂળ અને વરસાદ પાડવા દે અને તે છતાં પણ તે સારી રીતે ચાલીને યોગ્ય વખત આપે એવી ઈચ્છા રાખે તો તેને વિષે તમે શું ધારશો ? કોઈ કોઈ ગૃહસ્થ પોતાની હવેલીના બારી-બારણાં ભામટાઓ અને ચોરોને તથા પવન, ધૂળ અને વરસાદને માટે ખુલ્લા મૂકી દે અને તે છતાં તેમાંય સર્વ વસ્તુઓને સારી અને સુરક્ષિત રહેવાની આશા રાખે તો તેને વિષે શું ધારશો ? 

     આપણું શરીર એ પણ ઈશ્વર રચિત ઘડિયાળ જ છે. તેને સો વર્ષ સુધીની ચાવી આપી મૂકેલી છે અને તેને ઠંડી તથા ગરમીને અનુકૂળ દરવાને તેમાં આવું નાજુક યંત્રકામ ગોઠવ્યું છે કે આપણે નિરંતર બરફવાળા પરદેશમાં જઈને વસીએ કે ગરમ પરદેશમાં બાલી નાખતાં સૂર્યકિરણો વચ્ચે વસીએ તો પણ આપણા શરીરમાં કંઈ પણ ફેરફાર થતો નથી. ધૂળની એકાદ રાજકણથી અથવા સહેજ પણ ઇજા થવાથી આ અદભૂત ઘડિયાળ અસ્વસ્થ થઈ અને અનિયમિત થઈ જાય છે અને છતાં પણ આપણે ઘણી વાર તેમાં નાશકારક તત્વો ભર્યા જ જઈએ છીએ ! આપણે વારંવાર સ્નાન કરીને ચામડીના અસંખ્ય છિદ્રો ખુલ્લાં રાખતા નથી અને શરીરનાં નાજુક ચાદરોમાં આનંદનું તેલ ક્વચિત પુરીએ છીએ ! ઉલટા બિનજરૂરી, હદથી વધુ આહારવિહારરૂપ કચરો જ ભર્યા જઈએ છીએ ! 

     નાજુક, પાચનક્રિયા કરવામાં નિમગ્ન થયેલા જઠરમાં આપણે અકાદ પ્યાલો બરફવાળું પાણી નાખી દઈને તેને ગભરાવી તથા ઠંડુ પાડી દઈએ છીએ ! પરંતુ આપણે એ વાત તો લક્ષ્યમાં પણ નથી રાખતા કે, એ નુકસાનમાથી મુક્ત થઈ જઠરમાંથી પાચકરસ ઉત્પન્ન કરવાને બીજી અઠ્ઠાણું ડિગ્રીની ગરમી મેળવતા આપણને બીજા અર્ધા કલાકનો વિલંબ થશે ! અરે, એટલામાં તો બરફના પાણીનો બીજો પ્યાલો પણ આપણે ઢીંચ્યો જ હોય છે ! 

     દારૂ પીનારાઓના જઠરની પાતળી ચામડી જાડી બની જાય છે. તેની અંદર મૃદુ ભાગો સખ્ત બની જાય છે. તેમના જ્ઞાનતંતુઓનું પાતળું આવરણ અને મગજનું શ્વેત તત્વ કઠણ બની જાય છે. લોકો શરીરનાં અત્યંત નાજુક યંત્રકામમાં શાક, કંદ, મૂળ, રાઈતા, અથાણાં, દારૂ, માંસ, મદકપદાર્થો, તંબાકુનો રસ, અથવા ધુમાડો, ઈત્યાદી પદાર્થ ઠાંસી ઠાંસીને ભરે છે અને પછી એક પણ શબ્દ બોલ્યા વિના આ વિવિધ પ્રકારના અને અસંબદ્ધ બોજાની સંભાળ એ નાજુક યંત્ર લે એવી આશા રાખે છે ! આ સર્વ દુરુપયોગ કર્યા પછી પણ આપણે લોહીને જઠર આગળ જય તેને તેના સંકટમાંથી બહાર ખેંચી કાઢવાની તક જ મળવા દેતા નથી; પણ ઊલટા તેને મગજ અને સ્નાયુઓની આગળ બોલાવી છીએ ! (એટલે કે જમ્યા પછી તરત જ કામ પર ચઢીએ છીએ !) આ વાત આપણે જરાયે ધ્યાનમાં લેતા નથી કે, પ્રકૃતિ જઠરને સહાય કરવાં માટે વિશેષ લોહીનો જથ્થો પૂરો પાડવાનું કામ કેટલું મહત્વનુ ગણે  છે, કે જેણે ત્યાં આગળ લોહીની નસોને આખા શરીરની નસો કરતાં અનેકગણું લોહી સમાવી શકે એવી બનાવી છે ! 

     જો કે હ્રદયનું વજન વીસ પચીસ ટોળાં જેટલું જ છે તોપણ તે પોતાનામાંથી અઢાર શેર જેટલું લોહી કાઢીને માત્ર બે મિનિટમાં જ શરીરનાં પ્રેત્યેક ખૂણાખાંચરામાં ફેરવીને પાછું શુદ્ધ કરવાં માટે ખેંચી લે છે કે જેટલા શ્રમ વડે એકસો ચોવીસ ટનના વજનનો પથ્થર એક ફીટ ઊંચો થઈ શકે ! જગતનું આ સૌથી સંપૂર્ણ એન્જિન, એક મજબૂત માણસ સખ્ત મજૂરી કરવાં પાછળ એક દિવસમાં જેટલી શક્તિનો વ્યય કરે છે તેથી ત્રીજા ભા જેટલી જ શક્તિ ઉપલા કાર્યમાં ખર્ચે છે ! જો એ હ્રદય પોતાનું સમગ્ર બળ પોતાના અંગને ઊંચે ચઢાવવામાં ખર્ચે તો તેને એ એક કલાકમાં લગભગ વીસ હજાર ફૂટ ઊંચે લઈ જાય-અર્થાત આબુના પહાડ કરતાં પાંચગણી ઊંચાઈએ લઈ જાય ! હવે પોતાની ખુશીથી આટલું બધુ વૈતરું કર્યા કરનારા આ વફાદાર નોકરને વિશેષ પરિશ્રમ કરવાની ફરજ પાડવી એ કેવી મૂર્ખાઈ છે ! 

     પોતાની મરણપથારીની આસપાસ બેસીને વૈદકના ધંધાને પોતાના મરણ થનારી હાનિ વિષે પેરિસના આગેવાન વૈદકશાસ્ત્રીઓ શોક કરતા હતા ત્યારે ફ્રાન્સના સૌથી વિશેષ પ્રસિદ્ધ એક વૈધ એમ બોલેલો કહેવાય છે કે `હું મારા કરતાં અતિ મહાન એવા ત્રણ વૈધરાજોને મારી પાછળ મૂકી જાઉં છે. આ ત્રણ વેધો તે પાણી, કસરત, અને ખોરાક છે. પાણીનો ઉપયોગ છૂટથી કરજો, કસરતનો ઉપયોગ નિયમિત રીતે કરજો અને ખોરાકનો ઉપયોગ સાધારણ રીતે કરજો. એટલે તમને મારી સલાહની આવશ્યકતા રહેશે નહિ. મારી જીવંત દશામાં હું તેમના વિના કાંઈ પણ કરી શક્યો ન હતો. અને મારા મરણ પછી પણ મારા આ પ્રમિક સહાયકોની સાથે જો તમે મૈત્રી કરશો તો તમને મારી ખોટ જણાશે નહીં. `

     આરોગ્યને સંચય કરી શકાય છે; તેની થાપણ કરી શકાય છે; તેનું ચક્રવૃદ્ધિ વ્યાજ ઉપજાવી શકાય છે અને એ રીતે તેને બમણું ત્રણ ગણું કરી શકાય છે ! જેવી રીતે એક શ્રીમંત એક જ સટ્ટામાં પોતાની સમગ્ર સંપતિ ગુમાવી દે છે તેવી રીતે આપણા આરોગ્યનો પણ માત્ર એક જ ખરાબ વર્તનથી નાશ થાય છે. 

    આળસુપણાથી નહિ પણ ઉધોગથી જ આપણને દીર્ઘજીવનની પ્રાપ્તિ થાય છે. બંદરમાં પડી રહેલું-અને નહિ કે સમુદ્રમાં ફરતું વહાણ-સૌથી વહેલું ખવાય જાય છે. ફ્રાંકિલન કહે છે તેમ `વપરાતી ચાવી જ ચળકતી રહે છે` અને `વહેતું જળ જ સ્વચ્છ રહે છે ,` આજ પ્રમાણે ખરા અને આતુર હ્રદયથી પ્રયત્ન કરવાથી શરીર, મન અને આત્મા નીરોગી થાય છે. કસરત પિતના પ્રવાહને નિયમિત કરે છે અને આપણામાંના ઘણા જણ પોતાના પિત્તાશયમાં જ પોતાના વિચાર લઈને ફરે છે. જો આપણે નીરોગી હોઈએ છીએ તો આશાવાદી હોઈએ છીએ અને રોગગ્રસ્ત હોઈએ તો અવશ્ય નિરાશાવાદી હોઈએ છીએ. 

    જે માણસનું સમગ્ર જીવન વિષયના વિચારો અને વિષયી કાર્યોથી કાલંકિત બનેલું હોય છે. એથી જેની બુદ્ધિ જડ બની હોય છે; જેના જ્ઞાનતંતુઓ બહેર મારી ગયેલા હોય છે અને જેનું અંતર સંકુચિત બની ગયેલું હોય છે, તેને પ્રકૃતિ ભયંકર શિક્ષા કરે છે . વિષયાસક્તિ મનુષ્યના સમગ્ર શરીરને જડ અને હ્રદયને પાષાણવત બનાવી દે છે.

     કંટાળો આવવો એ પ્રકૃતિના ઘણા ભયસૂચક ચિહનો પૈકી એક છે. શરીર અને મનને ઉશ્કેરીને આપણે જે જે કરીએ છીએ તે ન કરવા કરતાં પણ ખરાબ છે લાંબા સમય સુધી નિદ્રા ન લેવાથી ઘણીવાર માણસ ગાંડો બની જાય છે.   

प्रकृति हिसाब तो लेती ही है कैसे
Image Source – Google image by https://thriveglobal.com/stories/reap-the-benefits-of-nature

1 comment: