Header Ads

સ્વર્ગ કોને કહેવાય

 સ્વર્ગ કોને કહેવાય 

નમસ્તે મિત્રો હું અહિયાં તમને સ્વર્ગ વિષે થોડી જાણકારી આપવાનો છુ કે સ્વર્ગ કોને કહેવાય છે. 
     `અહો ! ઈશ્વરની શ્રુષ્ટિનો એકાદ ખૂણો પણ વિશેષ ફળદ્રુપ, સુંદર અને ઈશ્વરને વધુ પ્રિય બનાવવો; કોઈ મનુષ્યને વિશેષ બુદ્ધિમાન, વિશેષ હિંમતવાન, વિશેષ સુખી અને અધિક વૈભવશાળી બનાવવો; તેનું થોડું પણ દુઃખ ઓછું કરવું; એ મહાન કાર્ય છે અને એના જેવી બીજી કોઈ મહત્તા નથી.`                                                       -કાર્લાઈલ
     `પરિશ્રમમાંથી આરોગ્ય અને આરોગ્યમાંથી આનંદ પેદા થાય છે.`                                            -બીટી  
સ્વર્ગ કોને કહેવાય


     `જો એક મનુષ્યને પોતાના અંતરમાંથી શાંતિ મળતી ન હોય તો પણ તેને બહાર તો કદી પણ શાંતિ મળનાર નથી`                                                                                                                                    -ફ્રેંચ કહેવત
     `સત્યના પાયા પર ઊભા રહેવાથી જે આનંદ મળે છે તેની તુલના બીજા કોઈ પ્રકારના આનંદ સાથે કરી શકાય નહિં
                                                                                                              -બેકન
     `જગતના સૌથી કિંમતી સ્થાનામાં અને બરાબર યોગ્ય સમયે મારો જન્મ થયો છે તે જોઈ મને જે આશ્ચર્ય ઉત્પન્ન થયું છે તેમાંથી હું હજી પણ મુક્ત થઈ શક્યો નથી.`                                                     --થોરો
    `તમારા હ્રદયમાં લખી રાખો કે, પ્રેત્યેક દિવસ એ વર્ષનો ઉત્તમોત્તમ દિવસ છે. દિવસ એ મલમલ કરતાં પણ વિશેષ સુંદર કાપડ છે. જે યંત્ર તેને બનાવે છે તે અનંતગણી વિશેષ યુક્તિવાળું છે અને તમે લુચ્ચાઈ, ઠગાઇ કે આળસના જે કલાકો તેમાં ઘુસાડી દીધા હોય તેને તમે છુપાવી શકતા નથી.`                                              -એમર્સન
સ્વર્ગ કોને કહેવાય


    `ખરું સુખ અત્યંત સસ્તું હોય છે; છતાં નકલી સુખની આપણે કેટલી બધી કિંમત આપીએ છીએ!`      -હોસિયા બેલાઉ
     `માત્ર આ એકજ સત્ય જાણ અને જાણવા જેવુ સત્ય પણ એ જ છે કે `જગતમાં માત્ર સદગુણ એ જ સુખ છે.`   -પોપ
     `પ્રભુ પ્રાથના એ જ આનંદ છે.`     -જીન ઈન્જેલો
     `આરોગ્ય એ આનંદનો મુખ્ય સિદ્ધાંત છે.`                                                               -ટોમ્સન
 મારુ મન એ મારુ સામ્રાજ્ય છે.`    -રોબર્ટ સાઉથવેલ
     `આનંદી મનુષ્યને અજીર્ણ કદી સતાવતું નથી.`
     એક ગૃહસ્થને કોઈ એ એક વાર પ્રશ્ન કર્યો કે `તમારા જીવનમાં તમને સૌથી વિશેષ આનંદ ક્યાં કાર્યથી થયો હતો ?` તેણે ઉત્તર આપ્યો કે `એક વિધવા ઘરનું ભાડું ભરી ન શકવાથી તેના રાચરચીલા વેચવાની તૈયારીમાં હતાં, એવામાં હું ત્યાં જઈ ચડ્યો અને ભાડાની નાની રકમ આપી દઈને તે વેચાતાં અટકાવ્યા ત્યારે મને સૌથી વિશેષ આનંદ થયો હતો !`
     `જો તમે દુઃખી માણસના ગાલ પર એક અશ્રુબિંદુ ઓછું પડવા  દીધું હોય; જો તમે કોઈ મનુષ્યના મુખારવિંદ પર એક સ્મિત વધારે પ્રકટ કર્યું હોય; તો ઑ મિત્ર ! તમારું જીવન અફળ ગયું નથી.`
     એડિસને કહ્યું હતું કે `મારે એક વાર એક રોસીકૃશિયનની સાથે `મહાન ગૃહ્ય` વિષે વાત થઈ હતી. તે બોલ્યો `આ મહાન ગૃહ્ય તેની નજીકની પ્રત્યેક વસ્તુને સર્વથી સંપૂર્ણ બનાવી દે છે. તે સૂર્યને પ્રકાશ આપે છે અને હીરાને પાણીદાર બનાવે છે. તે પ્રત્યેક ધાતુને પ્રકાશમાન બનાવે છે અને સીસામાંથી સુવર્ણ બનાવે છે. તે ધુમાડામાંથી જ્વાળા બનાવે છે; જ્વાળાનો પ્રકાશ બનાવે છે અને પ્રકાશમાંથી મહાપ્રકાશ પ્રકટાવે છે. તેનું માત્ર એક જ કિરણ જે મનુષ્ય પર પડે છે તેનું દુઃખ અને ચિંતા નષ્ટ થઈ જાય છે.` ત્યાર પછી મને સમજાયું કે `સંતોષ` એ જ તેનું `મહાન ગૃહ્ય` હતું.`
    સર્વ માણસો સુખ શોધે છે; અને સમાજ તો પોતાના વ્યવસ્થિત સ્વરૂપમાં તેણે એટલા વિશાળ પ્રમાણમાં શોધે છે કે ઘણા તત્વવેતાઓએ જાહેર કર્યું છે કે, `સુખ એ જ સર્વ કાર્યનું અંતિમ લક્ષ્ય છે અને બીજા સઘળા લક્ષ્યો માત્ર એ સર્વવ્યાપક લક્ષ્યનાં જ સ્વરૂપ છે.
     પરંતુ અફસોસ ! આપણે સુખને કઈ કઈ દિશામાં શોધીએ છીએ? કેટલાક માણસો તેને માટે ઊંચે જુએ છે; કેટલાક પૈસામાં, કેટલાક સ્ત્રીમાં તો કેટલાક સ્થૂળ ઇન્દ્રિઓમા તેને શોધે અને જ્યાં જ્યાં રહેલું તેને માને છે ત્યાં ત્યાં તેમની કલ્પનાશક્તિ તેને ભભકાભર્યા રંગો વડે શણગારે છે. પુષ્કળ માણસો તે જ્યાં રહેલું છે તે ખરી જગ્યાએ તેની શોધ કરતાં નથી તેથી તે મેળવવામાં નિષ્ફળ જાય છે, બીજા પુષ્કળ લોકો તેના શુદ્ધ સ્વરૂપને ઓળખાતા નહિં હોવાથી સુખને બદલે દુઃખ જ મેળવે છે –અમર ફળને બદલે ઇન્દ્રવરણાનું (દૂરથી સુંદર લાગતું પણ ખાધે કડવું ઝેર જેવું) ફળ જ મેળવે છે.
     જ્યોર્જ મેકડોનલ્ડ જણાવે છે કે `એક કીલ્લામાં એક વૃદ્ધ મનુષ્ય, પોતાના પુત્ર સાથે રહેતો હતો. તેઓ એ કિલ્લાના માલિક હતા તો પણ એટલા બધા ગરીબ હતા કે રોટલો પણ ભાગ્યે જ મળી શકતો. તે કીલ્લામાં તેમના અતિ પ્રાચીન કાળના પૂર્વજોએ ભવિષ્યમાં જરૂર પડે ત્યારે વાપરવાને માટે અતિ મૂલ્યવાન અલંકારો દાટી રાખ્યા હતા. તેઓ એ અગાધ ભંડારની નજીક હોવા છતાં પોતાની સંપતિની વાત જાણતા નહિં તેથી ભૂખે મારતા હતા !` આ જ પ્રકારે માણસ વિશ્વની સર્વ સંપતિની વચ્ચોવચ્ચ બેઠો હોય છે તો પણ તેણે પોતાની અવલોકનશક્તિ કેળવેલી નહિં હોવાથી અથવા પોતાની આસપાસસ્નિ અવર્ણનીય સંપતિને જોવાની અને ભોગવાની તેનામાં શક્તિ નહિં હોવાથી તે ભૂખે મરે છે. સારંગીઓના દિવ્ય સંગીત નીકળતું હોય છતાં બહેરો અને મૂંગો તેનો શું ઉપભોગ લઈ શકે ?
     હજારો માણસોએ જીવનરૂપી મધપૂડામાંથી મધમાંખીઓના ડંખ ખાધા વિના મધ મેળવવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ તેમણે સફળતા મળી નથી. `નંદ રાજાએ ધનમાં સુખ શોધ્યું; એન્ટનીએ લોકપ્રેમમાં સુખ શોધ્યું; બ્રૂટસે કીર્તિમાં તે શોધ્યું; સિઝરે રાજ્યવૃદ્ધિમાં શોધ્યું; પણ એનામાં પહેલાને વિનાશ મળ્યો અને બીજાને અપમાન મળ્યું; ત્રીજાને તિરસ્કાર મળ્યો અને છેલ્લાને અકૃતજ્ઞતા મળી; છેવટે પ્રત્યેકનો નાશ થયો !`
     જેને કંઈ પણ દુઃખ ન હોય એવો સુખી માણસ કોણ છે ? શું તમે એમ ધારો છો કે, સૌથી શ્રીમંત સુખી હોય છે ? શું પેલો મહાન શાહુકાર રોથ્સાચાઈલ્ડ સુખી હતો ? સમસ્ત જગતનું નાણાં બજાર તેના હાથમાં છતાં પણ તે સુખી થઈ શક્યો ન હતો. તેને મળવા આવનાર એક માણસ તેની શ્રીમંતાઈ જોઈને બોલ્યો કે `આપ તો સુખી હોવા જોઈએ.` તે વૃદ્ધ શાહુકાર તીક્ષ્ણ દ્રષ્ટિ ફેંકતા બોલ્યો કે `હું સુખી ? હું ? પાછલા મહોલ્લામાં રહેતા કોઈ બદમાસ તરફથી હમણાં જ મને એક પત્ર મળ્યો છે તેમાં એ જણાવે છે કે `જો તમે કાળ રાત પહેલા મારા પર પચાસ પૌડ મોકલી નહિં આપો તો હું તમારું` ખૂન કરીશ` બોલો, હવે હું સુખી છુ ?`
     સેંકડે નવ્વાણું માણસો જગતમાં એમ જ માને છે કે અને માથે છે કે, સર્વ સુખ પૈસામાં જ રહેલું છે; પરંતુ જગતના શ્રીમંતમાં શ્રીમંત લોકો આથી ઊલટો જ અભિપ્રાય દર્શાવે છે.
     શ્રીમંત મનુષ્ય ક્વચિત જ સુખી હોય છે. દ્રવ્યમાં સુખ ઉપજાવવાની કાંઈ પણ શક્તિ નથી. પ્રથમ તો મનુષ્યની શક્તિનો વિકાસ કરવાનું મહાન સાધન કે જેનું નામ આવશ્યકતા છે, તેનો દ્રવ્ય શ્રીમંતોના સંતાનોમાંથી નાશ કરે છે. કેમ કે તે આત્મસંયમ કરાવનારી વસ્તુઓને દૂર કરે છે; આત્મવિજયને અટકાવે છે અને મોજશોખ, વ્યસન, દુરાચાર તથા પ્રલોભનોના દ્વાર ખુલ્લાં કરી દે છે. ઉધોગ કે જે ટન તથા માંની શક્તિઓનો સુવ્યવસ્થિત તથા આરોગ્ય રાખે છે અને પ્રમાદને દૂર કરે છે તેનો શ્રીમંતાઈ નાશ કરે છે. શ્રીમંતો આળસના ભોગ થઈ પડે છે.  
    લોભ આપણી ઉપયોગિતા, શિક્ષણ, ચારિત્ર્ય, પૌરૂષ અને જીવનની સમસ્ત ખરેખરી ઇચ્છવા યોગ્ય વસ્તુઓ ખૂંચવી લે છે.
     પુષ્કળ દ્રવ્ય સંપાદન કરવું અને મોજવિલાસ ભોગવવો એ કાંઈ હાલના માણસોની વૃતિ નથી પણ સર્વ યુગોના માણસો દ્રવ્ય દ્વ્રારા સુખ મેળવવાનો વ્યર્થ પ્રત્યન કરતાં રહ્યા છે. જેવી રીતે સૂર્યનો પ્રકાશ પુષ્પોને વિકસાવે છે અને ફળોને પરિપકવ બનાવે છે; તેવી રીતે અંતરાત્માનો પ્રકાશ જીવનસુખનાં પુષ્પોને વિકસાવે છે અને તેના ફળોને પરિપકવ કરે છે. જે આત્મા હતાશ, ઉદાસ, નિરાશ થઈ ગયેલો હોય છે ; જે માણસને પોતાની પવિત્રતા પરથી શ્રદ્ધા ઉઠી ગયેલી હોય છે; જે માણસ પોતાની શક્તિ પોતાના ઉદેશ પર વિશ્વાસ હોતો નથી અને જે માણસ શંકાશીલ અને ઉદેશરહિત બની જાય છે ; તેનું જીવન સંકુચિત અને નિરુપયોગી થઈ જાય છે . ક્રોધી માણસ પેટ ચોળીને શૂળ ઉપજાવે છે `જો માણસ ગુલાબમાંના કાંટા જ લઈને તે વડે પોતાના શરીર પર ઉઝરડા પાડે છે અને ગુલાબની સુગંધ લેવાની ના પાડે છે તે માણસ ઈશ્વર પ્રત્યે અકૃતજ્ઞ નીવડે છે અને પોતાને પણ દુઃખી કરે છે .`
     જો એક માણસ સૌંદર્યને ચાહતો હોય અને તેની જ શોધ કરતો હોય તો પ્રત્યેક સ્થળે તેને એ મળે છે. જો તેના આત્મામાં  સંગીત વિધમાન હોય તો તે પ્રત્યેક સ્થળે સંગીત જ શ્રવણ કરશે; પ્રકૃતિમાંનો પ્રત્યેક પદાર્થ તેની આગળ ગીત ગાશે. બે માણસો કે જે એક જ ઘરમાં વસે છે અને એક જ કામ કરે છે તેમની પણ દુનિયા ભિન્ન ભિન્ન હોય શકે છે. જોકે તેઓ એક જ ઘરમાં વસતા હોય છે તો પણ તો પણ તેઓમાંનો એક માત્ર કુરૂપતા અને બેડોળપણું જ જુએ છે. તેને જગત પ્રતિકુળ અને ખરાબ જ લાગે છે; ત્યારે બીજાને સર્વત્ર સૌંદર્ય અને શાંતિ જ દેખાય છે. પ્રત્યેક જાણ તેના પર મર્યા કરે છે; હેત દાખવે છે અને કોઈ પણ માણસ તેને નુકસાન પહોંચાડવા ઈચ્છતો નથી. આ માણસો એકજ પદાર્થ જુએ છે, પરંતુ તેઓ એક જ ચશ્માંથી જોતાં નથી. એક માણસ મેષવાળાં ચશ્માંથી જુએ છે તેથી તેને સર્વ જગત શોકગ્રસ્ત લાગે છે અને બીજો માણસ ગુલાબી ચશ્માંથી જુએ છે તેથી તેને સર્વ પદાર્થો સુંદર અને મોહક લાગે છે. તેને આલ્પ્સ પર્વતોનું દર્શન કરવાને માટે સ્વિટઝરલેંડમાં જવાની જરૂર પડતી નથી. વાદળ તરફ જોતાં કલ્પના દ્વ્રારા જ તેને આલ્પ્સનું દર્શન થાય છે. જ્યારે પેલો માણસ સદા અસંતુષ્ટ જ રહે છે. આવો એક સંતુષ્ટ માણસ આ (અમેરિકન) લેખકના જોવામાં આવ્યો હતો. તે એક ખેડૂત હતો અને ઘણી જાતના પાક ઉગાડતો હતો. આ લેખકે તેને કહ્યું કે `મહાશય ! આ વરસાદ ઘાસને માટે અતિ ઉત્તમ થઈ પડશે.` તેણે પ્રત્યુતર આપ્યો કે `હા , કદાચ તેમ થાય ખરું; પરંતુ અનાજને એથી નુકસાન જશે. અનાજનો અર્ધો પાક ઉતરશે એમ મને લાગતું નથી.` થોડા દિવસ પછી હું તેને ફરી મળ્યો અને કહ્યું કે `મહાશય ! આ તડકાથી અનાજને સારો ફાયદો થશે.` તે બોલ્યો `હા, પરંતુ જવને એથી ભયંકર હાનિ થશે. જવને શીતળ હવાની જરૂર છે.` ત્યાર પછી અલ્પ સમયમાં એક ઠંડા દિવસના પ્રાતઃકાળે હું તેને પુનઃ મળ્યો અને કહ્યું કે `આ હવાથી જવને ઘણો સારો ફાયદો થશે.` તેને કહ્યું : `હા પરંતુ એથી બીજી જાતના અનાજ અને ઘાસને અત્યંત હાનિ થશે; તેમણે તડકાની જરૂર છે.`
     પોતાના સુખને માટે ફાંફાં મારતો હોય એવા કોઈ પણ માણસને તમે ખરેખરો સુખી થયેલો કદી જોયો છે ? અને જે માણસ બીજાઓના સુખને માટે પરિશ્રમ કરતો હોય એવા કોઈ પણ માણસને તમે દુઃખી થયેલો જોયો છે ?
     કોઈક માણસે ઠીક જ કહ્યું છે કે બે વસ્તુઓ વિષે આપણે કદિ પણ આકુળવ્યાકુળ થવું જોઈએ નહિં. જેમાં આપણો ઉપાય ચાલી શકતો હોય તે અને જેમાં આપણો ઉપાય ચાલી શક્તો ન હોય તે. 
     કેટલાક માણસો જીવનના કેટલાંક દુઃખોને સાથે લીધા વિના સુખ ભોગવી શકતા નથી. તેઓ ભોગ વિનાની મીઠાઈ ખાઈ શકતા જ નથી. અને સુખના પ્યાલામાં કડવાશ ઉમેર્યા વિના તેનો સ્વાદ જ લઈ શકતા નથી. આ જગતમાં માત્ર તેજ માણસ સુખ રૂપી છે કે જે આદર્શભૂત સ્થિતિમાં નહિં પણ પ્રાપ્ત સ્થિતિમાં સુખ ભોગવવાનું શીખ્યો હોય  -જે માણસ મધમાખીની પેઠે કેટલી માખીઓ અને ડાંસો ભમતા હોય તોપણ સાધારણમા સાધારણ પુષ્પમાંથી મધુ ખેંચવાને શીખ્યો હોય. જે માણસે સુખનો મર્મ સંપૂર્ણ રીતે જાણ્યો હશે તે માણસ આદર્શભૂત સંયોગોની વાટ જોયા કરશે નહિ. તે પોતાને દ્રવ્ય મળે; પરદેશમાં પ્રયાસ કરવાની સંધિ મળે; મહાન કલાવિધાયકો કામો ખરીદવાનું સામર્થ્ય પ્રાપ્ત  થાય ત્યાં સુધી થોભશે નહિ પરંતુ તે પોતાનાં પ્રાપ્ત સાધનોનો જ સૌથી વિશેષ લાભ લેશે.
     મે કેટલાંક આદર્શ ગૃહો જોયાં છે. કેટલાંક ગૃહો તો એવાં જોયા છે કે જેમાં જ્ઞાન, શાંતિ અને સ્વાસ્થ્યનો નિવાસ છે; પરંતુ તે સર્વ ગૃહ ગરીબ લોકોના જ છે. તેમના ગૃહમાં ફરસબંધી પર ઉત્તમ શેત્રંજીઓ બિછાવેલી હોતી નથી કે તેમની દીવાલો પર કોઈ કિંમતી ચિત્રો હોતા નથી; પરંતુ તેમાં સંતોષી માણસો-સેવાતત્પર અને નિઃસ્વાર્થ માણસો વસે છે. તેમાંનો પ્રત્યેક જણ સર્વને સુખી કરવાને બનતી સહાય કરે છે. અને ગરીબાઈની ખોટ જ્ઞાન અને માયાળુપણાથી પૂરે છે. જે માણસ પોતાને સુખી ધારતો નથી તે કદી પણ સુખી થઈ શકતો નથી. જ્યાં સુધી તમે તમારી જાતને દુઃખી માનો નહિ ત્યાં સુધી કોઈ પણ વસ્તુ તમને દુઃખી બનાવી શકતી નથી.
      કોઈ પણ માણસની ઇચ્છાનુસાર આખું જગત કદી પણ ચાલ્યું નથી. જો તમે હઠી જશો નહિ તો બીજા માણસોના બોજા અવશ્ય તમારા પર લાદવામાં આવશે; પરંતુ તેથી બડબડશો નહિં જો અમુક કાર્ય કરવાની જરૂર હોય અને તમે તે કરી શકતા હો તો બીજા માણસે તે કામ કેમ કર્યું નહિં એવું કદી પણ મનમાં નહિં લાવતા તે કામ તમે પોતે જ કરજો.જે માણસો ખાડા પૂરી દે છે અને ઢેકાઢળિયાવાળી જમીનને સપાટ બનાવે છે તથા બીજાઓના અપૂર્ણ કામ સંપૂર્ણ કરે છે તેઓ જ શાંતિદાતા છે અને બડબડાટ કરનારાઓની એક પલટણ કરતાં તેઓ એક મનુષ્યની પણ કિંમત વિશેષ છે.
     કોઈ પણ માણસે એવી કલ્પના કરવી નહિં કે વિલાસોથી ભરેલું જીવન સુખી હોય છે. રસલ સેઈજ કે જેની પાસે દોઢ કરોડ પૌડ ની સંપતિ હતી તેણે પંચતોર વર્ષની વયે કહ્યું હતું કે `હું શા માટે કામ કરતો અટકતો નથી એમ તમે મને પૂછો છો ને ? જો તમે મને આ એક પ્રશ્નનો ઉત્તર આપશો તો હું તેમ કરીશ `મને આટલો લાભ કરનાર અને આવી સારી સ્થિતિમાં રાખનાર બીજું ક્યું કામ હું કરી શકું ?` અને આ પ્રશ્નનો ઉત્તર તમે આપી શકતા નથી અને કોઈ પણ માણસ એનો ઉત્તર આપી શકતો નથી.`
     બતક જેમ પોતાની પીઠ પરથી પાણી ખંખેરી નાખે છે તેવી રીતે ચિંતાને ખંખેરી નાખનાર અને ધંધાને દુકાનમાં જ મૂકી આવનાર ફિલિપ આર્મરના જેવા માણસો જ ખરા સુખી હોય છે અને તેમણે જ સૌથી વિશેષ સફળતા મળે છે.  આપણે જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં જો ધંધાનો બોજો હમેશાં વહન કરતાં જઈએ તો તેથી આપણાં સઘળા મિત્રો અને સંબંધીઓને ખોટું લાગે છે અને તેઓ કંટાળે છે. દુઃખનું નિરંતર ચિંતન કરવાથી આપણાં ચહેરા પર તેની છાપ પડી જાય છે અને તેની સુંદરતા નષ્ટ થઈ જાય છે. તમે ઘરમાં જે જે ચિંતા લઈને ફરો છો તેથી તમે વિશેષ નાના, વિશેષ હલકા, વિશેષ સંકુચિત અને વિશેષ પ્રતિકૂલ બની જાઓ છો, આ સર્વ ચિંતાથી તમારો ધંધો એક ઈંચ પણ આગળ વધતો નથી. ઊલટું તેથી તમારા આરોગ્યનો નાશ થવાને લીધે તમારા ધાંધની પ્રગતિને પ્રતિકૂળતા નડે છે. આરોગ્ય તથા મગજની સ્થિતિસ્થાપકતા વિના કોઈ પણ સત્કાર્ય સિદ્ધ થઈ શકતું નથી અને તમને ચિંતાતુર જોઈને તમારા મિત્રો તથા તમારા ગ્રાહકો પણ ત્યાગ કરી જાય છે.
    હસતાં વદને તમારુ કામ કરજો; ઉદાસીનતા કોઈ પણ માણસને પસંદ પડતી નથી. જ્યારે તમારા કુટુંબમાંનું કોઈ મરી જાય છે ત્યારે તમારા મિત્રો આવે છે અને તમને આશ્વાસન આપી જાય છે; પરંતુ મરેલા માણસના ઘરમાં રહેવાનુ કોઈ પસંદ કરતાં નથી. તરુણાવસ્થાથી જ ધંધાને કાર્યાલયમાં અથવા દુકાનમાં બંધ કરી દેતા શિખજો. માણસો કામ કરતી વખતે નહિં પરંતુ કામ કરી રહ્યા પછીના જ સમયમાં હ્રદયભગ્ન થઈ જાય છે.
     નાની નાની વ્યગ્રતાઓ, ક્ષુદ્ર ચિંતાઓ, દરરોજના નાનાં નાનાં સ્મરણો કે જે આપણાં જીવનને દુઃખી બનાવે છે તે આપણાં જીવનના પ્રકાશને જેટલો આચ્છાદિત કરી નાખે છે તેટલો આચ્છાદિત મોટી ચિંતાઓ, મોટા બોજાઓ, મોટી મુશ્કેલીઓ અને મહાન વિપતિઓ કરી નાખતી નથી. નાની નાની તકરારો, નાની ફરિયાદો, નાના આરોપો, નાની ટીકાઓ, ક્રોધ, ગુસ્સા, અધૈર્ય, નાની નાની અમાયાળુતા, નિંદા, નાના અવિનય અને ચિઢિયો સ્વભાવ, એ લોકોના ઘરમાં ઘણી અશાંતિ અને દુઃખ ઉત્પન્ન કરે છે. ઊલટપક્ષે નાનાં માયાળું કામો, વિનયો, તથા સમયાનુકુળ વર્તવાની, સહાયક થવાની, નિઃસ્વાર્થ થવાની, કોઇની લાગણી નહિં દુઃખવાની, સંભાળ લેવાની, છિદ્રો ખુલ્લાં નહિં કરવાની, બીજાઓના દોષ તરફ દુર્લક્ષ્ય કરવાની અને વિચારવંત થવાની વૃતિ-આવાં આવાં નાનાં સત્કાર્યો જ મનુષ્યને સુખી કરે છે.
     ચેમ્ફર્ટે કહ્યું હતું કે `જે દિવસે આપણે હસ્યા ન હોઈએ તે દિવસને આપણે વ્યર્થ ગુમાવી દીધેલો સમજાવો.` ઓલિવર વેન્ડેલ હોમસે કહ્યું હતું કે `હાસ્ય એ દિવ્ય ઔષધિ છે; પ્રત્યેક માણસે તેનું સેવન કરવું જોઈએ.` હ્યુમને ઈંગ્લેન્ડના રાજા બીજા એડવર્ડના એક પ્રાચીન હસ્તલિખિત લેખમાં નીચે લખેલ શબ્દો પ્રાપ્ત થયા હતા : `રાજાને હસાવનાર રાજમુકુટ.` લાઈકર્ગસે સ્પાર્ટોનાં પ્રત્યેક ભોજનગૃહને હાસ્યદેવતાઓની એક એક નાની મુર્તિ અર્પણ કરી હતી. હાસ્યના જેવુ ભોજન એકેય નથી. હાસ્ય એ અજીર્ણનો મહાન શત્રુ છે, લિંકન હાસ્યને પોતાના પ્રાણસંરક્ષક ગણતો હતો અને બીજા પણ અનેક માણસોનો તે પ્રાણસંરક્ષક છે. લિંકન કહેતો હતો કે `જો પ્રસંગોપ્રાત હું હસુ નહિં તો હું મરણ પામું.` એડિસન કહે છે કે `આનંદ એ રોગ, ગરીબાઈ અને દુઃખનો બોજો ઓછો કરે છે; અજ્ઞાનને નમ્રતાયુક્ત સાદાઈમાં ફેરવી નાખે છે અને ખુદ કુરૂપતાને પણ રોચક બનાવે છે.`
     બહાર દ્રષ્ટિ ફેંકો વિશ્વકર્તાએ પોતાનાં સંતાનોની ખરેખરી આવશ્યકતાઓને પહોંચી વળવાને કેટલા વિવિધિ અને પુષ્કળ સાધનો તૈયાર કર્યા છે તે જુઓ. ઈશ્વર આપણને એટલી બધી પૂરતી અને એટલી બધી વિશેષ વસ્તુઓ આપી છે કે તેમને ભરવાને માટે અમર્યાદ અવકાશની જરૂર પડી છે; અને તે એટલી વિવિધ છે તથા એટલે ઊંચે સુધી એક ઉપર એક ગોઠવાયેલી છે કે આ ઉજાણી ભોગવવાને માટે આપણને અનંતકાળ જોઈએ છીએ.   
     આપણે વિજયોની વચ્ચે દુઃખી અથવા પરાભાવોની વચ્ચે સુખી થઈ શકીએ છીએ. તે જ માણસ સુખી છે કે જેના સુખનો ઝરો તેના અંતરમાં હોય છે અને જેના સુખનો આધાર પોતાનાં સાથીઓના તરંગો પર અથવા અધિકારીઓની કૃપા પર રહેતો નથી.
     એક માણસનું મન તેણે એક ઝૂપડામાં પણ રાજા બનાવે છે; જ્યારે બીજા માણસનું મને તેણે રાજમહાલયમાં રહેવા છતાં પણ કંગાળ બનાવે છે. આનંદી અને ઉત્સાહી મન ઉદાસીન જગતને સુંદર સ્વર્ગમાં ફેરવી નાખે છે. માણસ જ્યારે પોતાના પ્રકાશમાં ઊભો રહે છે ત્યારે તેની છાપ સૌથી વિશેષ કાળી થાય છે.`
     પ્રાચીન કાળના એક ધર્માચાર્યે કહ્યું હતું કે`કેટલાકો આપણને સ્વર્ગ તરફ લઈ જાય છે, પરંતુ તેઓ આખે રસ્તે આપણા શરીરમાં ટાંકણી ખોસ્યા કરે છે.`
     જે વસ્તુ તમારા ચારિત્ર્યને ઉદાર બનાવતી નથી કે તમારા આત્મભંડારમાં જરા પણ વધારો કરતી નથી તેને માટે ફાંફાં મારશો નહિં. તેમજ તમારા હ્રદયમાંથી આનંદ અને ઉલ્લાસને કદી પણ રુખસદ આપશો નહિં.
     `સારી વસ્તુઓ ઉપભોગ માટે જ બનાવવામાં આવી છે.` આપણે ગમે તે સ્થાનમાં વસતા હોઈએ પણ પૃથવિપત પર એવો કોઈ પણ પ્રદેશ નથી કે જ્યાં કુદરત ખુદ આપણી દ્રષ્ટિ સન્મુખ નિરંતર ચમત્કારિક કાર્યો ન કરતી હોય; એવું કાઇ પણ ઉજ્જડ સ્થાન નથી કે જ્યાં વિચારોનો વિકાસ ન થતો હોય અને જ્યાં પ્રેમ ને મોહકતા ન માલતિ હોય. એવો કોઈ પણ પદાર્થ કુરૂપ નથી કે સંપૂર્ણ સૌંદર્ય ભરેલું ન હોય; એવી કોઈ પણ સત્વહીન ભૂમિ નથી કે જ્યાં વિકાસ પામેલા મનુષ્યો ન વસતા હોય એવું કાઇ પણ ભયંકર સ્થાન નથી કે જેમાં ગુપ્ત ભેદો અને આહલાદકારક વસ્તુઓ ભરેલી ન હોય; પરંતુ તેમને સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવાની જરૂર છે. શુષ્કમાં શુષ્ક કામોમાં પણ કાંઈક મોહકતા હોય છે તેથી તેથી તેમનું વિકર્ષણ દૂર થાય છે.
    વિશેષ બળતણ ઉમેરવામાં નહિં પરંતુ થોડોક અગ્નિ લઈ લેવામાં સંતોષ રહેલો છે. દ્રવ્ય વધારવામાં નહિં પરંતુ કામનાને ઓછી કરવામાં સંતોષ રહેલો છે. રોટલી પર એટલું બધુ ઘી ચોપડશો નહિં કે એ જેથી તમે તે ખાઈ જ ન શકો.
     આપણે ઘણા ચહરાઓ પર ભય અને ચિંતાની રેખાઓ જોઈએ છીએ; યુક્તિપ્રયુક્તિથી દ્રવ્ય મેળવવામાં વિચારોની રેખાઓ જોઈએ છીએ; પરંતુ કેટલા થોડા ચહેરાઓ ઉપર સુખ અને આનંદની રેખાઓ જોઈએ છીએ ! `સફળ` કહેવાતા સો માણસોમાં પણ ખરેખરો સફળ યાને સંતોષી માણસ તો માત્ર એકાદ જ હોય છે.
     જે લોકો હમેશાં સુખ મેળવવાને ફાંફાં મારે છે તેમને કદી પણ મળતું નથી. `સ્વર્ગનું સામ્રાજ્ય આપણા અંતરમાં જ રહેલું છે` એ વાત તેઓ ભૂલી જાય છે. સ્વર્ગનું સામ્રાજ્ય બીજે ક્યાંય નથી, તે દ્રવ્યમાં નથી , મકાનમાં નથી, ભૂમિમાં નથી તેમજ કીર્તિમાં પણ નથી. સ્વાર્થી શોધકને તે પોતાના ભંડાર આપતું કે બનાવતું નથી. તેમજ અશુદ્ધ હાથો સ્વર્ગના સામ્રાજ્યને સ્પર્શ કરી શકતા નથી. કોઈએ કહ્યું છે કે સુખ એ અતિ નાના પથ્થરોનું બનેલું જડાવકામ છે. જો એમાંથી એકાદ પથ્થરને છૂટો લેવામાં આવે તો તેનું કાંઇ પણ મૂલ્ય નથી; પરંતુ જ્યારે સઘળા પથ્થરોને એકઠા કરી યોગ્ય રીતે ગોઠવવામાં આવે ત્યારે તેનો મહામૂલ્યવાન અલંકાર બને છે. સ્વર્ગ અહીં જ છે બીજે ક્યાંય નથી. તેને શોધવા ઘર બહાર જશો નહિં. જો તમારા મનમાં ઉદાસીનતા અને દુઃખ હશે તો તમે ત્યાં ચાલી જશો તો પણ તમને આનંદ મળશે નહિં. એક કવિ કહે છે કે `પક્ષીઓ અને સૂર્યપ્રકાશ તમારા જ હ્રદયમાં છે અને તમારા પોતાના વિચારમાં ઝરાઓ વહે છે.`
    માત્ર તે જ માણસ સુખી છે, કે જે આજના દિવસને પોતાનો દિવસ કહી શકે છે; જે પોતાના અંતરમાં સુરક્ષિત હોવાથી કહી શકે છે કે `આવતી કાલ ! તારી મરજી પડે એટલું મારુ અહિત કર તેની હું દરકાર કરતો નથી. કારણ કે આજનો દિવસ હું જીવ્યો છુ.`
    હાથ તો માત્ર સોનારૂપાનું દાન કરી શકે છે પરંતુ હ્રદય તો એવી વસ્તુનું દાન કરી શકે છે કે જે વસ્તુ સોનારૂપાથી ખરીદી જ શકાતી નથી. ભલમનસાઈ, આનંદી સ્વભાવ, સહાનુભૂતિ, સંપૂર્ણ આશા, એ ગુણોથી એક મનુષ્ય સમાજને એટલો ઉપયોગી થઈ પડે છે કે જેટલો ઉપયોગી સમુદ્રમાં અંધારી રાતે ભ્રમમાં પડેલા નાવિકોને તારાઓ થઈ પડે છે.   
Heaven,
Image Source – Google image by  https://wels.net/


No comments