Header Ads

મુશ્કેલીઓમાંથી વિજય કેવી રીતે પ્રાપ્ત કરશો?

મુશ્કેલીઓમાંથી વિજય કેવી રીતે પ્રાપ્ત કરશો?      

How to win overcome difficulties
Image Source – Google image by Tony Fahkry https://medium.com/the-mission/these-6-powerful-ways-will-help-you-overcome-obstacles-and-reclaim-your-power-b1fabdb8e074

ઇ. સ. ૧૮૧૩માં બ્રિટિશ નૌકાઓ તરફથી ન્યુયોર્ક પર હુમલો થવાની બીક રહેતી હતી; ત્યારે કોર્નેલિયસ સિવાય સઘળા ખલાસીઓએ લશ્કરી થાણાં તાર ખોરાક ઈત્યાદી વસ્તુઓ પહોંચાડવા માટે ઘણા જ ઓછા ભાવે માગણી કરી. વેન્ડરબિલ્ટે પ્રત્યુતર આપ્યો કે ‘એમ કરવું તદન નકામું છે. કારણ કે પેલા લોકો તો અર્ધા દરે કામ કરવાને તૈયાર થયા છે. અને એ ભાવે એ કાર્ય થઈ શકે એમ મને લાગતું નથી.’ તેના પિતાએ કહ્યું: પણ માગણી કરવામાં આપનું જાય છે શું ?’ આથી ફક્ત પિતાને પ્રસન્ન કરવા માટે અને સફળતાની કાઈ પણ આશા વિના જ વ્યાજબી ભાવે તેણે પણ માગણી કરી અને તેનું પરિણામ સાંભળવા પણ ગયો નહીં. પછી જ્યારે તેણે પોતાના સાથીઓ વિલે મોઢે પાછા ફરતા જોયા ત્યારે તે એ ખાતાના અમલદારની ઓફિસે ગયો અને પૂછ્યું કે ‘ કોન્ટ્રાક્ટ અપાઈ ગયો ?. જવાબ મળ્યો  ‘ હા,’ સાટું નક્કી થઈ ગયું છે; કોર્નેલિયસ વેન્ડરબિલ્ટન નામના માણસને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ` જાણે વ્રજપાત થયો હોય તેમ વેન્ડરબિલ્ટને આશ્ચર્યચકિત થયેલો જોઈ તે અમલદાર બોલ્યો: શું તે માણસ તમે પોતે જ કે? ` તેણે જવાબ આપ્યો ‘ હા જી મારું જ નામ કોર્નેલિયસ વેન્ડરબિલ્ટ છે.` તે અમલદારે પૂછ્યું : ઠીક, પણ કોન્ટ્રાક્ટ તમને જ શા માટે આપવામાં આવ્યો છે તે તમે જાણો છો કે ?` તેણે કહ્યું ‘ ના ` અમલદારે કહ્યું: ` કારણ કે અમે તે કામ સંપૂર્ણ રીતે પાર પડેલું જોવા ઈચ્છીએ છીએ; અને અમને ખાત્રી છે કે, તમે જ તે કરી શકશો.` આ પ્રમાણે ચારિત્ર્યબળ સામા માણસમાં શ્રદ્ધા ઉત્તપન્ન કરે છે. ` 

મિલ્ટને પોતાનું ‘પેરેડાઈઝ લોસ્ટ ` નામનું પુસ્તક પોતાની સંપૂર્ણ તન્દુરસ્તી, જીવનના પુરબહાર અને રાજકીય સત્તાના સમયમાં લખ્યું ન હતું; પરંતુ જ્યારે તે અંધ, અશક્ત અને પ્રતિસ્પર્ધીઓના હાથે પરાજિત થઈને રાજકીય સત્તાવિહીન બની ગયો હતો ત્યારે રચ્યું હતું. ઘણાખરાં મહાન પુરૂષોને પોતાના વિજયને માટે કોઈ પણ તૈયાર રાજમાર્ગ મળી શક્યો નથી. તેમને હમેશાં ઉધોગ અને ખંતના સનાતન માર્ગે જ પ્રયાણ કરવું પડ્યું છે. 

   મિચલ એન્જેલો નામનો એક નાનો બાળક ઘડો, બ્રશ, ડોલ, સ્ટૂલ વગેરેના ચિત્રો કાઢતો હતો તે જોઈને એક વૃદ્ધ ચિત્રકાર બોલ્યો: `એક દિવસ આ છોકરો મને પરાજિત કરશે. ‘તે ઉઘાડપગા છોકરાએ ખંત અને ઉધોગથી અંતે પ્રત્યેક મુશ્કેલી સામે વિજય મેળવ્યો અને ચિત્રકારોનો શિરોમણી બન્યો.`

      અબ્રહામ લિંકનના કરતાં વિશેષ અસરકારક ઉદાહરણ આપણને ક્યાં મળશે ? પ્રાચીન કાળના એક ગ્રીક મહાપુરુષોના જેવુ જ તેનું જીવન, તેની કારકિર્દી અને તેનું મરણ હતું. તેના માબાપ ગરીબ હતા તેણે પ્રકાશના એક પણ કિરણની ઝાંખી ન હતી; તેની જુવાની નિષ્ફળ કલ્પના અને તરંગોથી ભરેલી હતી; તેનામાં નૈસર્ગિક સૌંદર્ય ભાગ્યે જ હતું; તેનો સ્વભાવ અત્યંત વિચિત્ર હતો; પણ તેજ માણસ પોતાના જીવનના પાછલા ભાગમાં અપ્રસિદ્ધાવસ્થામાંથી મુક્ત થયો; ઉન્નત થઈને સર્વોચ્ચ સ્થાને પહોંચ્યો અને મહાન પ્રજાનું ભાગ્ય તેના હાથમાં સોપાયું. તેના પક્ષના મહાન નેતાઓ એક બાજુએ ઊભા રહ્યા ! તે સમયના સૌથી વિશેષ અનુભવી અને વિદ્ધાન માણસો સિવાર્ડ ચેઝ અને સુમ્ન્રરના જેવા સુપ્રસિદ્ધ અને કેળવાયેલા રાજદ્દ્રારીઓ તેની પાછળ જઈને ઊભા રહ્યા અને આ અપરિચિત માણસને અદ્રશ્ય સત્તાને મોખરે આણીને તેના હાથમાં સત્તા સોંપી દીધી !

‘જે વિજયો સહેલાઇથી મળે છે તે સસ્તા હોય છે; અને સખ્ત લડતને પરિણામે જે વિજય મળે છે તે જ મેળવાને યોગ્ય છે.                                                                      -બીચર 

પ્રબળ લડત કે જેને આપણે ‘પ્રત્યન’ કહીએ છીએ તેનાથી જ ઘણું કરીને મનુષ્યની ઉન્નતિ થાય છે; અને ઘણીએ વાર અશક્ય જણાતા કર્યોને જ્યારે આપણે એ પ્રકારે સિદ્ધ થતાં જોઈએ છીએ ત્યારે આપણે આશ્ચર્યચકિત થઈએ છીએ

                                                            -એપ્સ સાજૈન્ટ 

    ‘સાથીઓ, કે મિલકત જવાથી પણ ઉદેશો પાર પાડવાની ચીવટનો ઉત્તમ ગુણ બદલાતો નથી; અથવા હિંમત અને આશામાં પણ ઘટાડો થતો નથી; વિરોધને થક્વી નાખીને પોતાના લક્ષ્યસ્થાને પહોચવાના સ્વભાવવાળા વીર મનુષયોમાં એ ચીવટ ના ગુણ જેવુ બીજું કોઈ સચોટ લક્ષણ હોય એમ હું માનતો નથી.                                                             -ઇમર્સન 

દુર્બળ મગજના માણસો જ સંકટોથી શિથિલ બની તેને તાબે થઈ જાય છે; પણ મનોબળ ધરાવનાર માણસો તો તેમને ડાબી દઈ તેમના પર સવાર થાય છે. ‘                -વોશિંગ્ટન ઇવિંગ 

આર્થર કેવાનધ એમ. પી. હાથ અથવા પગ વિના જન્મ્યો હતો છતાં એમ કહેવાય છે કે, તે ઘણી સારી રીતે બંધુક ચલાવી શક્તો. માછલાં પકડવામાં અને નૌકા ચલાવવામાં તે ઉસ્તાદ હતો અને આયર્નલેંડના ઉત્તમોત્તમ ઘોડેસવારો પૈકી તે એક હતો. વક્તૃત્વશક્તિમાં તે પારંગત હતો અને પાર્લામેન્ટનો તે એક સમર્થ સભ્ય હતો. તે પોતાના એક ઠૂઠા હાથ વડે કાંટો પકડીને ખાતો અને દાંતમાં કલમ પકડીને લખતો. અશ્વારૂઢ થઈ પોતાના મુખમાં તે ઘોડાની લગામ પકડતો અને તેના શરીરને જીનની સાથે બાંધી લેવામાં આવતું. એકવાર હિંદુસ્થાનમાં તેણે પોતાના નિર્વાહના સાધનો ગુમાવી દીધા હતા; પરંતુ તે પોતાના હમેશના ઉધોગ સહિત કામ કરવા લાગ્યો ને તેણે ટપાલ લઈ જનાર તરીકે નોકરી મેળવી.  ગ્લેડસ્ટને અંધ હેન્રી ફોસેટને ગ્રેટબ્રિટનના પોસ્ટ માસ્તર જનરલ તરીકે નિયુક્ત કર્યો તે લોકોને ઘણું વિચિત્ર લાગ્યું; પરંતુ પૂર્વે કદી કોઈએ તેના જેવુ સરસ કામ કર્યું ન હતું.

સફળતાના મંદિરનું કોઈ પણ દ્વાર ઉઘાડું રહેતું નથી. પ્રત્યેક જણ પોતાના બળથી જ તેનું દ્વાર ઉઘાડે છે અને તેનો પ્રવેશ થતાંની સાથે જ બીજા સઘડાઓને માટે એવું તો બંધ થઈ જાય છે કે પછી તેમાં તેના પોતાના સંતાનો પણ પ્રવેશ કરી શકતા નથી.           

આધુનિક લેખક જણાવે છે કે, ઈશ્વરની ઉત્તમોત્તમ બક્ષિસ જે બુદ્ધિ, તેને ગરીબાઈથી પોષણ મળે છે. બુદ્ધિના મહાનમાં મહાન કામો જગતના દુ:ખી માણસોએ જ અશ્રુપાત અને નિરાશાની વચ્ચે કર્યા છે. સાધારણ રીતે મોટા મોટા મહાલયો, મોટા પુસ્તકભંડારો તથા સુખ અને દ્રવ્યની રેલછેલ વચ્ચે કાઈ બુદ્ધિમાન મનુષ્યો જન્મતા અને ઉછરતા નથી. દેશના ઉદ્ધારકો, સુધારકો, કાર્યગ્રાહી પુરુષો, મહાત્માઓ અને વીર જનો કાઈ મશરૂની ગાદી પર જન્મતા નથી. 

એક સંત જણાવે છે કે, જે માણસે સંકટ સહન કર્યું નથી તે માણસ દુનિયામાં જાણે છે જ શું ? 

એક સૂક્ષ્મ દૃષ્ટિનો અવલોકન કરનાર ચીનાં લોકોના સંબધમાં જણાવે છે કે, ‘તેઓ અપરિચિત ભૂમિમાં પગ મૂકે છે કે તરત જ કામ કરવા મંડી જાય છે. તેઓ ગમે તેવું હલકું કિંવા ગમે તેવું હલકું કષ્ટદાયક કામ કરતાં કદી પણ પાછા હઠ્તા નથી. તેઓ પૈસા પેદા કરવા આવે છે અને અવશ્ય તેઓ પેદા કરે છે. વળી કરકસરને લીધે તેમને બહુ ચીજોની જરૂર પડતી નથી. તેઓ ખાવાપીવામાં ભાગ્યે જ પૈસા ખર્ચે છે અને જેટલું કમાય તેટલું સંગ્રહી રાખે છે. તેઓ નાનામાં નાના પાયા પર વ્યાપાર શરૂ કરી શકે છે અને પોતાના સંગ્રહમાં સતત ઉમેરો કર્યે જાય છે. આ પ્રમાણે ચીનાં લોકો ધૈર્યપૂર્વક પરિશ્રમ કર્યે જાય છે અને તેથી તેઓ શ્રીમંત બને છે. થોડા વર્ષ વિત્યા પછી તેઓ વખારોના માલિક બને છે; ઇજારાઓ રાખે છે; પરદેશી માલ ખરીદે છે અને પોતાની માફક ભાગ્યોદય કરવાની ધારણાથી તરત જ આવેલા પોતાના સ્વદેશબાંધવોને નોકરીએ રાખી લે છે. મતની બાબતમાં તેઓ કદી ચોક્કસ હોતા નથી. તેઓ રાજદ્વારી બાબતોમાં કદી માથું મારતા નથી. પોતાના ધારવા પ્રમાણે જો પોતાની ઉન્નતિ થવાનો કઈ પણ સંભવ હોય તો તેઓ ગમે તે મત પણ ધારણ કરશે અને ગમે તેના અનુયાયી બનશે. તેઓ સ્પેનિયાર્ડ લોકોની વચ્ચે એકદમ ઉન્નત દશાને પ્રાપ્ત થાય છે; કારણ કે સ્પેનિયાર્ડો જ્યારે નિંદ્રા લે છે ત્યારે તેઓ કામ કરે છે. ડચ લોકો કરતાં પણ તેઓ ઘણા ચપળ હોય છે અને બીડી પીતા પીતામાં જ માલની ખરીદી કરી લે છે. અંગ્રેજોની હરીફાઈ વચ્ચે તેમને અધિક પરિશ્રમ કરવો પડે છે; પણ તેમના કરતાં વિશેષ ઉધોગી હોય છે, તેથી તેઓ સફળતા અવશ્ય પ્રાપ્ત કરે છે. આબોહવાની પણ તેમના પર કાઈ જ અસર કરતી નથી. આબોહવા જ્યાં સુધી તેમને મારી નાખે નહીં ત્યાં સુધી તે હાથોને કામ કરતાં અટકાવી શકતા નથી અને સંયોગોવશાત તે મરણ પામે ત્યારે પૈસાને માટે છેવટ સુધી યુદ્ધ કરતાં સશસ્ત્ર જ મરણ પામે છે.તેઓ ગમે તે સ્થિતિમાં હોય અને સ્વદેશમાં હોય કે વિદેશમાં હોય તો પણ તેઓ ઉધોગી, મિતાહારી અને શાંત હોય છે. તેઓ બોલેલું વચન પાળે છે; પોતાનું દેણું ભરે છે અને ઉદારતભર્યા કામો કરી શકે છે; ચીના લોકોની નિંદા કરવાનો ને પરદેશી લોકોના સંસર્ગથી જેમની નીતિરીતિ સુધરી નથી એવા થોડાએક બંદરોમાં વસતા હરામખોરો ઉપરથી આખી પ્રજા વિષે અભિપ્રાય બાંધી લેવો જે સાધારણ રિવાજ પડી ગયો છે તે ઠીક નથી.એક નિશ્ચયવાળા મનુષ્યને સફળતા પ્રાપ્ત કરતાં તમે અટકાવી શકશો નહીં. તેને ગોથાં ખવરાવવાને માટે તેના માર્ગમાં વિઘ્નો નાખશો તો એ વિઘનોને તે પોતાના પગથિયાં બનાવશે અને એના દ્વારા ઊંચે ચઢીને મહત્તા પ્રાપ્ત કરશે. તેના પૈસા લઈ લેશો તો તે પોતાની ગરીબાઈને પોતાની આગળ ઘસાવનારી એડ બનાવશે. જો તેને અશક્ત બનાવી દેશો તો તે `વેવલિ નોવેલ્સ’ લખશે તેને કારાગૃહમાં બંધ કરશો તો તે અમર ‘ પ્લિગ્રમ્સ પ્રોગ્રેસ ` કે ‘ ગીતા રહસ્ય ` રચશે; અને અમેરિકાના જંગલમાં લાકડાના ઝૂંપડામાં મુકશો તો તે થોડાં જ વર્ષમાં તમને પાટનગરમાં એક મહાન પ્રજાનું પ્રમુખપદ પામેલો જણાશે. 

યુવકોના મગજમાં આ વાત ઠસાવવાની ઘણી જ જરૂર છે કે, જગતમાં જે જે મહાન ઉદાત્ત કર્યો તથા સત્કાર્યો થયા છે તે નિરંતર સેવાયેલા કઠિન પરિશ્રમ અને સતત ઉધોગનું પરિણામ છે. 

     પ્રતિકૂળ સંયોગોમાં વિજય પ્રાપ્ત કરવા માટે કરેલું સતત યુદ્ધ એ સમસ્ત મહાન કાર્યોની કિંમત છે.

How to win overcome difficulties
Image Source – Google image by Tony Fahkry https://medium.com/the-mission/these-6-powerful-ways-will-help-you-overcome-obstacles-and-reclaim-your-power-b1fabdb8e074

No comments