ઈચ્છા હશે તો માર્ગ અવશ્ય મળવાનો
ઈચ્છા હશે તો માર્ગ અવશ્ય મળવાનો
Image Source – Google image by https://www.canva.com/design/DAEJYetURGI/qpCP4Kp5dSZFSbguwoFIlg/edit?category=tACFakiSKJ8 |
પ્રત્યેક વિધાર્થી જાણે છે કે સંયોગો પણ વકીલોને અસીલ અને વૈધોને દરદી લાવી આપે છે; પરિસ્થિતી પણ સાધારણ આચાર્યને અસાધારણ ધર્માસન પર ગોઠવી દે છે અને શ્રીમંત માણસોના પુત્રોને કે જેમનામાં શક્તિ છેક સાધારણ હોય છે અને અનુભવ તો જરા પણ ભાગ્યે જ હોય છે તેમને મોટાં મંડળો અને મોટી પેઢીઓના પ્રમુખ બનાવી દે છે; જ્યારે બીજી બાજુએ અસાધારણ શક્તિ, ઉત્તમ શિક્ષણ, શ્રેષ્ઠ ચારિત્ર્ય અને બહોળો અનુભવ ધરાવતા ગરીબ યુવાન પુરૂષોને ઘણીવાર છેક સાધારણ જગ્યા મેળવવાને માટે પણ વર્ષોના વર્ષો સુધી મુશ્કેલીઓ વેઠવી પડે છે. આપણે સર્વ કોઈ જાણીએ છીએ કે, શહેરોમાં અને ગામડાંમાં ઊંચિ શક્તિ ધરાવનારા હજારો યુવાનો સંયોગોવશાત થોડા સરખા પગારની સાધારણ જગ્યામાં રહવાની ફરજ પડે છે; જ્યારે તેમની આસપાસના બીજા યુવાનો દ્રવ્ય કે બાપદાદાની વગથી ઇચ્છિત ઉચ્ચ જગ્યાઓમાં ગોઠવાય જાય છે. એટ્લે કહવાનું એ કે બધા જાણીએ છીએ કે, જગતમાં કાંઇ બધા જ ઉત્તમ માણસોને હમેશાં ઉત્તમ જ સ્થાનો પ્રાપ્ત થાય છે એવું નથી. પરિસ્થિતી એટ્લે બાહ્ય સંયોગો પણ આપણાં દરજ્જા, આપણાં પગાર અને આપણાં સામાજિક સ્થાનની સાથે ખાંસ સંબંધ ધરાવે છે.
ચોખ્ખી વાત તો એ જ છે કે, એક માણસને, તેનાથી સર્વશે-સર્વથા દૂર નહીં હોય એવી વસ્તુસ્થિતિઓને માટે સતત પ્રત્યન કરતો બનાવીને તેની બળવાન ઈચ્છાશક્તિ જ યોગ્ય સમયે તેને તેના ઇચ્છિત લક્ષ્યની નજીક જ લઈ જશે.
આ વિશ્વમાં એક માણસ મોટામાં મોટું કાર્ય એ જ કરી શકે કે, તે પોતાને મળેલી શક્તિનો પ્રકુતિનો પૂરેપૂરો જ્ઞાતા બનીને તેનો વધુમાં વધુ સદુપોયાગ કરે. આનું નામ જ સફળતા છે અને એના જેવી સંગીન, વિશાળ અને ઉચ્ચ સફળતા આ જગતમાં બીજી કોઈ પણ નથી.
‘દ્રઢ ઈચ્છા હશે તો માર્ગ અવશ્ય જડવાનો ’.
માર્ગને કાં તો હું શોધી કાઢીશ કાં તો તેને બનાવી લઇશ ‘.
દ્રઢ ઈચ્છા કરી શકનારને માટે કોઈ પણ કર્યા અશક્ય નથી ‘. _મીરાબો
‘દુર્બળતા અને શિથિલતાપૂર્વક સત્યનું પ્રતિપાદન કરનાર મનુષ્ય ચીવટથી અને ધીરતાપૂર્વક અસત્યનું પ્રતિપાદન કરનાર મનુષય સાથેની હરીફાઈમાં ટકી શકતો નથી. ‘ _ઈ. પી. વ્હીપલ
‘ એક મજબૂત અંતઃકરણની ઈચ્છા હજારો માણસને થરથર ધ્રુજવી મૂકે છે. એક સુકલકડી ઠિંગુજી પોતાની દ્રઢ ઇચ્છાથી સઘડી બાજી ફેરવી નાખે છે અને પલાયન થઈ ગયેલા માણસોને પાછા એકત્ર કરીને તેમની પાસે ઉત્તમ યુદ્ધ કરાવે છે.’ _ટપર
‘ જે માણસો એમ ધારે છે કે, અમે અમુક કાર્ય કરવાને શક્તિમાન છીએ, તેઓ જ તે કાર્ય કરી શકે છે.
ચારિત્ર્યબળ એ સંપૂર્ણ વિકાસ પામેલી ઈચ્છા જ છે. ‘ઈચ્છાશક્તિનો વિકાસ કરવો એ આપણાં જીવનનો ઉદેશ છે. દ્રઢ ઈચ્છા અને દ્રઢ નિશ્ચય ધરાવનાર માણસને માટે આ વિશ્વમાં સમય અને તક છે , છે ને છે જ.’ _ઇમર્સન
‘ અડગ નિશ્ચય અને સત્યમાર્ગનું અવલંબન એ વિશ્વને હલાવી નાખનાર શક્તિઓ છે. ‘ -પ્રેસિડેન્ટ પૉર્ટર
‘ જળકતી કારકિર્દીવાળા યુવાનના શબ્દકોષમાં નિષ્ફળતા જેવો કોઈ શબ્દ જ હોતો નથી . ‘ _બલ્વર
‘ નિરંતર આગળ ધસવાની ટેવ અને શ્રદ્ધા એ સઘડી મુશ્કલીઓને હંફાવી નાખે છે .’ _જેરેમી કોલીઅર
‘ મારા હ્રદયમાં અજેય ઇચ્છાનો તારો ઊગ્યો છે; અહો ! તે કેવો ગંભીર, નિશ્ચયી અને નશ્ચલ છે. ; _લોંગફેલો
લોઢાની આગબોટ બાંધવાની દરખાસ્ત રજૂ થઈ ત્યારે પણ ઘણા લોકો કહેવા લાગ્યા કે, લોઢું તો ડૂબી જાય માત્ર લાકડું જ તરી શકે. પણ અનુભવે સિદ્ધ કર્યું કે, લોઢાને પણ તરતું રાખવાનો ચમત્કાર માણસ કરી શકે છે અને હાલમાં માત્ર લડાઈની માનવારો જ નહીં, પણ વ્યાપારી આગબોટો પણ લોઢાની કે પોલાદની બનાવવામાં આવે છે. આમ લોઢાને તરતું રાખવાનો માર્ગ પણ ‘પ્રબળ ઇચ્છાએ જ શોધી કાઢ્યો હતો.મિલ્ટન કહે છે કે, ‘ સંયોગોએ પ્રસિદ્ધ પુરુષો પર ભાગ્યે જ કૃપા કરી છે. તેમણે તો સર્વે પ્રકારના અંતરાય અને વિઘ્નોમાંથી જ પોતાનો માર્ગ કાઢીને વિજય પ્રાપ્ત કર્યો છે.
સંયોગોને જીતવાનો સાચો ઉપાય તમારી જાતને બળવાન સંયોગરૂપ બનાવવી એ છે.
આ પ્રમાણે સફળતા પ્રાપ્ત કરવાને માટે ઈચ્છાશક્તિ એ જોકે બહુ જ આવયશ્યક સાધન છે; પણ તેની સાથે જો બીજી વસ્તુઓ પણ હોય તો તે ઈચ્છા અધિક મહાન બનીને તેના વડે અધિક મહાન કામે અને અધિક સફળતા પ્રાપ્ત કરી થાય છે.’ અમને મૂર્ખાઈ ભરેલો સિંદ્ધાંત તો માન્ય જ નથી કે સંયોગો અથવા પરિસ્થિતી કાંઈ હિસાબમાં જ નથી. ‘અને કોઈ પણ માણસ માત્ર પોતાની દ્રઢ ઇચ્છાથી જ રામ, ક્રુષ્ણ, બુદ્ધ, શંકરાચાર્ય, દયાનંદ, ગાંધી, નેપોલિયન, પિટ્ટ, વેબસ્ટર, બીયર, અથવા લિંકન જેવા બની શકે છે.`
આપણે આપણાં નિશ્ચયનો ઉપયોગ વિવેકથી જ કરવો જોઈએ અને તેને જ્ઞાન અને સાદી સમજની મદદ આપવી જોઈએ. નહીં તો આપણે માત્ર આપણાં મસ્તકોને ભીંતમાં જ ભટકાવીશું. આપણે દ્રઢ ઇચ્છાથી દ્રઢ પ્રકૃતિના નિયમને પણ જીતી લઈશું. ‘એવી આશા ન જ રાખવી જોઈએ. આપણે માત્ર એટલું જ માનવાનો હક્ક ધરાવીએ છીએ કે, અમે અમારા વિશેષમાં વિશેષ સામર્થ્ય, મનોબળ અને સહનશક્તિના પ્રમાણમા જ કોઈ પણ કાર્ય કરી શકીશું. ‘
જો કે આપણી પ્રકૃતિ તથા આપણાં બાહ્યસંયોગો અથવા પરિસ્થિતીની અસર અવશ્ય થાય છે; પણ ઘણી બાબતોમાં તે આપણાં વિકાસને પ્રતિબાધ કરતી નથી. સંયોગો અથવા પરિસ્થિતિઓ મકાઈમથી ઘઉં કે ઘઉંના બીજમાંથી બાજરી બનાવી શકતાં નથી. છતાં આપણે આપણાં પુરુષાર્થબળ વડે આપણી પરિસ્થિતિમાં ઘણો ફેરફાર કરી શકીએ અને તેનો ઘણો લાભ પણ લઈ શકીએ તેમ છીએ, અને આપણી કુદરતી પરિસ્થિતી કરતાં અતિ ઉચ્ચ સ્થિતિએ પહોચી શકીએ તેમ છીએ; અને તે પણ એટલી બધી હદ કે તે ઉચ્ચ સ્થિતિએ પહોંચવાનો તૈયાર માર્ગ આપણને ન મળે તો આપણને ચાલવા માટેનો ખાસ માર્ગ આપણે પોતે પણ બાંધી શકીએ છીએ.
પ્રત્યેક યુવાન પુરુષે, બીજા વિષે વિચાર કરવાનો નથી; પણ પોતાની શક્તિ વિષે વિચાર કરવાનો છે અને પોતાની જાતને સવાલ પૂછવાનો છે કે, ‘હું મહાન પુરુષ કેવી રીતે થઈ શકું ?’
દ્રઢ ઈચ્છાશક્તિ અદભૂત કર્યો કરી શકે છે; એ વાત સમસ્ત ઇતિહાસ સિદ્ધ કરે છે. શેક્સપિયર જણાવે છે કે, માણસ હમેશાં પોતાના ભાગ્યનો સ્વામિ છે. પ્રિય બ્રુટસ ! આપણે ક્ષુદ્ર પ્રાણી હોઈએ તો તેમાં આપણાં ભાગ્યનો નહીં પણ આપણો જ દોષ હોય છે.
ડિઝરાયલી કહે છે કે, મનુષ્ય સંયોગોનો ગુલામ નથી, પણ સંયોગો જ મનુષ્યના ગુલામ છે.
માત્ર અજ્ઞાન અને મૂર્ખ લોકો જ ભાગ્યને માને છે અને નમે છે. વિચારના સામ્રાજ્યમાં પ્રવેશ કરતાં જ આપણને પ્રતીત થાય છે કે, આપણું વર્તમાન ભાગ્ય એ તો માત્ર આપણી આગલી ઈચ્છાઓ અને કર્મનું ફળ છે; તેથી વર્તમાનના ગમે તેવા દુર્ભાગ્યમાં પણ આપણો મોટો ફેરફાર કરી શકવા સાથે આપણું’ હવે પછીનું ભાગ્ય પણ જેવુ રચવું હોય તેવું રચવાને શક્તિમાન છીએ. કારણ કે ભાગ્ય એ પુરુષાર્થને જ આધીન છે.
જે માણસ પુરુષાર્થથી દૈવનો પરાભવ કરવા ઈચ્છે છે તે માણસના આ લોકમાં અને પરલોકમાં સઘળા મનોરથો સંપૂર્ણ થાય છે.
અજેય ઈચ્છાશક્તિ અને નિશ્ચિત લક્ષ્ય પોતાની મેળે જ પોતાનો માર્ગ શોધી કાઢશે અથવા તેને બનાવશે.
ગેટે કહે છે કે, ‘ જે માણસ દ્રઢ ઈચ્છા ધરાવે છે તે વિશ્વને પોતાને અનુકૂળ બનાવે છે.’
વિકટર હ્યુગો જણાવે છે કે, ‘ લોકોમાં બળની ન્યૂનતા હોતી નથી, પરંતુ ઉચ્ચ સમજણ અને ઇચ્છાઓની જ ન્યૂનતા હોય છે. ‘
જે મનુષ્ય પોતાની પ્રગતિમાં સહાય કરી શકે એવા પ્રત્યેક ધ્વનિને માટે પોતાના કાન સદા ખુલ્લા રાખે છે; પ્રત્યેક તકને પકડી લેવા જે પોતાના હાથ તૈયાર રાખે છે; પોતાને ઉન્નતિપથમાં સહાય કરી શકે એવી પ્રત્યેક વસ્તુને જે તાપાસતો રહે છે; જે જીવનના પ્રત્યેક અનુભવને પકડી લઈ તેનો પોતાની ઉન્નતિને માટે ઉપયોગ કરે છે; જે પ્રત્યેક ઉત્તમ વિચારને પ્રોત્સાહન આપનારી પ્રત્યેક વસ્તુને ગ્રહણ કરવાને માટે પોતાનું અંત:કરણ સદા ખુલ્લુ રાખે છે; તે મનુષ્ય અવશ્ય પોતાનું જીવન અસમાન્ય અને સફળ બનાવશે. ગમે તેવા દુ:ખદાયક સંયોગો પપ્ન દ્રઢ ઇચ્છાને સદાકાળ માટે દબાવી રાખી શકશે નહીં.
કોન્ફુશિયસે કહ્યું છે કે, ‘એક મોટી સેનાના સેનાધિપતિને તમે જીતી શકશો; પણ એક ગામડિયાના દ્રઢ નિશ્ચયને તમે જીતી શકશો નહીં. ‘
પેલો ગરીબ, બહેરો, કંગાલ કિટો કે જે ધર્મશાળામાં જોડા સીવવાનું કામ કરતો હતો અને તે છતાં પણ જે બઈબલનો મોટામાં મોટો પંડિત બન્યો હતો; તેણે યુવાનીનાં દ્વારમાં પ્રવેશ કરતાં જ પોતાની રોજનીશીમાં લખ્યું હતું કે, ‘ હું કોઈ પણ કાર્યને અશક્ય માનતો નથી. હું ધારું છુ કે, પ્રત્યેક મનુષ્ય પોતાની તક અને ઉધોગના પ્રમાણમાં પ્રાય: પોતે ધારે તેવો બની શકે છે. ‘
જીવનની સફળતા ઘણે ભાગે ઈચ્છાશક્તિ પર જ આધાર રાખે ચ્હે; અને જે જે વસ્તુ ઇચ્છાશક્તિને દુર્બળ કરે છે અથવા તેણે અડચણ કરે છે, તે તે સફળતામાં ન્યૂનતા જ આણે છે.
ઇચ્છાશક્તિને કેળવી શકાય છે અને ઈચ્છાશક્તિ સૌથી વિશેષ સરળતાથી આપણો સ્વભાવ બની જાય છે; એટલા માટે સમજણ અને આદર્શની ઉચ્ચતપૂર્વક દ્રઢ ઈચ્છા કરતાં શીખો અને સુકાં પાંદડાં વાયુથી આમતેમ ઘસડયા કરે છે તેની પેઠે તમારા જીવનને બાહ્યસંયોગો વડે જેમ તેમ ઘસડાયા કરતું અટકાવો.
માણસોમાં બુદ્ધિનો અને શક્તિનો અભાવ નથી; પણ ઉદેશનો અને પરિશ્રમ કરવાની ઇચ્છાનો જ અભાવ છે.
દ્રઢ જ્ઞાનપિપાસાએ જ એક સ્કોટીશ ભરવાડનો છોકરા જોન લીડનને ગરીબાઈ અને નિરાશાની વચ્ચે પોતાના કાર્યમાં ટકાવી રાખ્યો હતો. તે વાંચતાં શીખવાને માટે નિત્ય એકલો ઉઘાડે પગે છ-સાત માઈલ ચાલીને જતો હતો. નિશાળમાં તો તેણે માત્ર વાંચતાં જ શીખવવામાં આવ્યું હતું; છતાં પોતાની જ્ઞાનપિપાસાને તૃપ્ત કરવાને માટે તેણે ગરીબાઈની કાંઇ પણ દરકાર રાખી નહીં. તેણે કોઈ પણ વિઘ્ન તેના લક્ષ્યથી ચ્યુત કરી શકતું નહીં. પરિણામે તેણે એક નાનું સરખું ગ્રંથ-સંગ્રહાલય પ્રાપ્ત થયું ત્યારે તે પોતાને શ્રીમંત માણવા લાગ્યો અને તેનો તૃષિત આત્મા કલાકોના કલાકો સુધી અમુલ્ય ગ્રંથોમાથી ઉત્તમોતમ જ્ઞાનામૃતનું પણ કરવા લાગ્યો. આ સમયે તેની ઝૂપડીમાં રોટલા અને પાણીનું જે સાદું ભોજન તેની વાટ જોયા કરતું હતું; તેનું પણ તેને ભાન રહેતું નહીં. કોઈ પણ વસ્તુ તેને અભ્યાસ દ્વારા સુસંસ્કારી બનવાનો પ્રયત્ન કરતાં અટકાવી શકી ન હતી. તેને બસ એમજ લાગતું હતું કે, જો માણસને પુસ્તકો મેળવવાની અને વ્યાખ્યાનો સાંભળવાની તક મળે તો પછી તને બીજી કોઈ પણ વસ્તુની આવશ્યકતા રહેતી નથી. પરિણામે આ સાધનરહિત ભરવાદના છોકરાએ ઓગણીસ વર્ષની વય પૂર્વે જ પોતાના ગ્રીક અને લેટિન ભાષાના અભ્યાસથી એડિનબરોના અધ્યાપકોને આશ્ચર્યચકિત કર્યા હતા.
વેબ્સ્ટર ડાર્ટમૌથ કોલાજમાં દાખલ થયો ત્યાર પછી પણ તે અતિ ગરીબ અવસ્થામાં જ હતો. તેના એક મિત્રે તેને બુટને નરમ કરવાની રીત લખી જણાવી. આથી વેબ્સ્ટરે તેના પર પત્ર લખી તેનો આભાર માન્યો અને ઉમેર્યું કે, પરંતુ મારા બુટને બીજી રીતની જરૂર છે. કારણ કે તેઓ માત્ર પાણીને જ નહીં પરંતુ વટાણા જેવા કાંકરાને પણ દાખલ થવા દે છે. ‘ આમ છતાં પણ તે જગતના મહાન પુરુષો પૈકીનો એક થયો. સિડની સ્મિથે કહ્યું હતું કે ‘ વેબ્સ્ટર જીવતું અસત્ય છે; કારણ કે તે જેવો મહાન જણાતો હતો તેવો પૃથ્વીતટ પર કોઈ થઈ શકે નહીં.’ કાર્લાઈલે તેના સંબંધમાં કહ્યું છે કે, તેનું દર્શન થતાં જ આખી દુનિયાની સામે પણ તેને ટેકો આપવાનું આપણને મન થઈ જાય છે.
ઉત્તમ માતા, સારો બાંધો, મંદ મુડદાલ માણસોને સખત ભાસે એવો પરિશ્રમ કરવાનો સ્વભાવ, અજેય ઈચ્છાશક્તિ, અડગ દ્રઢ નિશ્ચય બળ, શક્તિઓને વિખરાવા ન દે એવી એકાગ્રતા, અડગ હિંમત, આત્મસયંમ, બારીકીથી કામ કરવાનો સ્વભાવ, દ્રઢ પ્રમાણિકપણું, આનંદી સ્વભાવ, કાર્ય કરવામાં અમર્યાદ ઉત્સાહ, ઉચ્ચ ઉદેશ, ઉમદા કાર્ય કરવાની વૃતિ, આ સર્વ સફળતા પ્રાપ્ત કરાવી આપવામાં ઘણો ભાગ ભજવે છે.
યુવાનોના મનમાં શિક્ષણ ખાસ કરીને ઠસાવવું જોઈએ કે, લાંબા કાળે પણ ઉત્તમોત્તમ પુરુષને ઉત્તમોતમ સ્થાન અવશ્ય પ્રાપ્ત થાય છે. અને લાયક તથા આગ્રહી માણસને સફળતા પ્રાપ્ત થયા વિના રહેતી નથી.
જે માણસોને મોટી ઉમરે જ સમજ પડી તેમણે એકદમ નિશ્ચય કરીને કેવાં મહાન કર્યો કર્યા છે તે જાણીને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ.
‘વ્રજ સમાન દ્રઢ ઈચ્છા, મને મહાન કાર્ય કરતાં કોઈ પણ અટકાવી શકનાર નથી’ એવો દ્રઢ નિશ્ચય તથા ખંત અને શક્તિ ધરાવનાર માણસને સફળતા આવશ્ય પ્રાપ્ત થાય છે. તીવ્ર ઈચ્છા પથ્થરની દીવાલને પણ તોડી નાખે છે. સફળતા એ શરીર અને મનનું ઔષધ છે. ડો. જોન્સન જણાવે છે કે ‘ નિશ્ચય અને સફળતા એ એકબીજાને ઉત્પન્ન કરે છે. ઈચ્છાશક્તિ કેવાં મહાન કર્યો કરી શકે છે, તે વર્ણવી શકાય તેમ નથી. જે માણસ દ્રઢ ઈચ્છા ધારણ કરી શકતો હોય તેના માટે ભાગ્યે જ કોઈ કાર્ય અશક્ય હોય છે.
‘ તમે જેવી થવાની ઈચ્છા ધરાવો છો તેવા તમે થાઓ છો. કારણ કે માનવેચ્છાનું બળ પરમાત્માની ઈચ્છા સાથે એવી રીતે જોડાયેલુ હોયું છે કે સાચા ઈરાદા અને ગંભીરતાપૂર્વક આપણે જેવા બનવાની ઈચ્છા કરીએ છીએ તેવા આપણે આવશ્ય બનીએ છીએ. આ વાત અક્ષરશ: સત્ય નથી. તો પણ તેમાં સત્ય રહેલું છે.
પ્રત્યેક સદવસ્તુને પ્રકુતિએ આપણાં વ્રજામય હાથમાં મૂકેલી જ છે. તમારા તે વ્રજામય છતાં નિરુપયોગી હાલતમાં પડી રહેલા હાથને ઉપયોગમાં લાવો અને ઇચ્છિત સદવસ્તુના ભોગતા બનો.ઈચ્છા વિનાનો માણસ કેવો છે? તે વરાળ વિનાના એન્જિન જેવો છે તે દેવનું રમકડું છે; તે હમેશાં આમથી તેમ અથડાયા કરે છે અને બીજા ઇચ્છાવાળા માણસોની દયા પર જીવે છે. ‘દ્રઢ નિશ્ચય એ જ સાચામાં સાચું ડહાપણ છે’ પરંતુ ધોરણ વિનાની એકલી દ્રઢ ઈચ્છા તો નેપોલિયન જ ઉત્પન કરે છે; જ્યારે ચારિત્ર્યયુક્ત ઈચ્છા તો એકાદ વેલિંગ્ટન, ગ્રાંટ કે ગાંધી ઉત્પન કરે છે અને તેને લોભનો સ્પર્શ પણ થવા દેતી નથી.
‘ અવિભક્ત ઈચ્છા જ જગતમાં અન્ય તત્ત્વોને મદદ આપવાની ફરજ પાડે છે અને છૂટીછવાઈ હવામાંથી મનુષ્યને આહલાદ આપે એવું સંગીત ખેંચી કાઢે છે. ‘
Image Source – Google image by https://www.canva.com/design/DAEJYetURGI/qpCP4Kp5dSZFSbguwoFIlg/edit?category=tACFakiSKJ8 |
No comments