Header Ads

વાવશો તો જ લણી શકશો

     વાવશો તો જ લણી શકશો

Sow and gain is right
Image Source Google image by 
 ઘણી વાર માણસો એમ ધારે છે કે, આટલી મુશ્કેલીઓમાંથી મુક્ત થવાને માટે એક જરાક અસત્ય બોલીશ તો શું થઈ જવાનું છે ? એ તે શું હિસાબમાં ? થોડા ઘણા પૈસા હાલ એવી રીતે લઇશ તો શું થઈ જશે ? કોઈ પણ માણસ પહેલાં તે જાણવા પામશે નહિઁ અને અને પૈસાની જરૂર પડશે તે પૂર્વે તો હું એ ભરી દઇશ. જરાક દારૂ પીશ તો શું થઈ જશે ? એટલો તે શું વિસાતમાં ? રાત્રે સારી નિંદ્રા આવશે એટલે સૌ સારું થઈ જશે. જરા ઓછું કામ કરીશ તો શું થશે ? તેથી કાંઈ ઝાઝો ફરક પડશે નહિં; અને સાધારણ રીતે હું એટલી કાળજી રાખું છું કે, આવી ક્ષુલ્લક બાબત કાંઈ મોટી વિસાતની થઈ પડશે નહિં. 
      પરંતુ મારા યુવાન મિત્ર ! તમે ચાહો કે ન ચાહો તોપણ તેથી ફરક તો આવશ્ય પડશે જ. તમારું કરેલું કાર્ય બારીકમાં બારીક વિગત સહિત લોઢાની કલમથી લખાઈ ગયું હોય છે. તે લખનારો દુત કાંઈ કલ્પિત નથી. તેનો વાસ આપણાં પોતાનાં શરીરમાં જ હોય છે. તેનું નામ સ્મરણશક્તિ છે`પ્રકુતિની આ એક સુંદર વ્યવસ્થા છે કે, જે કાર્યને આપણે કર્તવ્ય તરીકે કરીએ છીએ, તે વારંવાર કરવાથી સ્વભાવરૂપ બની રહે છે અને સત્કાર્ય કરવાનો સ્વભાવ, આપણાં ગાળામાં પુષ્પમાળાની પેઠે લટકે છે.` 
     સર્વ શિક્ષણમાં મોટામાં મોટું કાર્ય આપણાં જ્ઞાનતંતુઓને આપણાં દુશ્મનને બદલે મિત્ર બનાવવાનું છે. આપણી પ્રાપ્ત મૂડી સાચવી રાખવી અને તે મૂડીના વ્યાજ પર સુખપૂર્વક નિર્વાહ કરવો એ તે કાર્ય છે. એટલા માટે જેમ બને તેમ જલ્દી અને જેટલા બને તેટલા ઉપયોગી કાર્યોને આપણે સ્વાભિક અને પોતાની મેળે બનતાં કરી દેવા જોઈએ અને જેમ આપણે પ્લેગથી બચવાના ઉપાય લઈએ છીએ, તેમ તેમને પણ અહિતકારક બનતાં અટકાવવા જોઈએ. 
 અને તે પ્રત્યેક વસ્તુને ગ્રહણ કરી રાખે છે. જ્યાં સુધી કોઈ તાવ અથવા બીજો કોઈ ઉત્તેજક પદાર્થ ફોટોગ્રાફની પેઠે તમારાં કાર્યને ચોખ્ખા રૂપમાં પ્રકટ ન કરે ત્યાં સુધી જ ગમે તમારા સ્મરણમાંથી નીકળી ગયેલા ધારો છો; પણ કેટલીક વાર એવું બને છે કે, એક માણસની આખી જિંદગી એક પળમાં
તેની આગળથી પસાર થતી  જણાય છે. કારણ કે વાસ્તવમાં તો સઘળો વખત તેની જિંદગી તેની ભાવનામાં, વિચારમાં, લાગણીઓ રહેલી હોય છે. 
      આપણે ભલાં બૂરાં કૃત્યો જ આપણાં દેવદૂતો કે યમદૂતો બને છે. આપણી ભલી બૂરી છાયા હમેશાં આપણી સાથે સાથે ચાલે છે. 
     આનંદી સ્વભાવ સાધારણમાં સાધારણ માણસને પણ સુખ અને સૌંદર્યની મુર્તિ બનાવી દે છે. આપણે દરેક આપણી ઇચ્છશક્તિના બળ વડે આનંદી સ્વભાવ પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ. જે વસ્તુઓથી આનંદ થાય, તે વસ્તુઓ તરફ સતત દ્રઢ્તાપૂર્વેક આપણી ઇચ્છાને દોરવાથી આપણને ક્ષુદ્રમાં ક્ષુદ્ર બાબતમાં પણ આનંદ અને સંતોષની પ્રાપ્તિ થાય છે. યોગ્ય રીતે ઇચ્છાશક્તિને કેળવવાથી અસંતોષ ઉત્તપન્ન કરનારા સમસ્ત વિચારોને હાંકી કાઢે છે અને ચીરશાંતિનું સામ્રાજય સ્થાપિત કરી શકે છે. આપણાં સંબંધમાં પંચાતી એ છે આપણે ઇચ્છાશક્તિને અર્ધી પણ કેળવતા નથી. એક માણસની આદત સારી રીતે પડ્યા પછી તો તે માત્ર એટલું જ કરી શકે છે કે, તે પોતે કઈ તરફ જાય છે તે જોયા કરે છે. તે ગમે તેટલો પશ્ચાતાપ કરે પરંતુ આદતના મજબૂત દોરડાથી બંધાયેલો હોવાથી સર્વથા અશક્ત અને લાચાર બની ગયેલો હોય છે; અને આ દોરડું, જે કાર્યો તેને પોતાને જ આધીન લાગતાં હતા તેવા એકે એક કાર્યના નાજુક દોરાથી જ વણાયેલું હોય છે ! 
     સદાચરણ, એ શુભ કાર્ય કરવાની દ્રઢીભૂત થયેલી આદત છે. કેટલાક માણસો અસત્ય બોલી જ શકતા નથી. તેમની સત્ય બોલવાની આદત દ્રઢ થયેલી હોય છે; એ આદત તેમની પ્રકુતિમાં મિશ્રિત થઈ ગયેલી હોય છે; તેમનું ચારિત્ર્ય સત્યની કદી ભૂંસાય નહીં એવી છાપ ધરાવે છે. આપણાં પરિચિત કેટલાક માણસો એવા હોય છે કે જેમનો પ્રત્યેક શબ્દ સત્યપૂર્ણ હોય છે. કોઈ પણ વસ્તુથી આપણી તેમના પરની શ્રદ્ધા ડગતી નથી; ત્યારે બીજા કેટલાક માણસો એવા જ હોય છે કે જેઓ સત્ય કદી જ બોલી શકતા નથી. તેમના ચારિત્ર્યમાં અસત્ય જ ભરેલું હોય છે અને તે તેમના શબ્દોમાં જણાઈ રહે છે.  પાપ તરફ નજર સરખી નાખવા પહેલા સાવધ રહેજો. કેમ કે આપણે જેમ જેમ તેની તરફ વધુ દ્રષ્ટિપાત કરીએ છીએ તેમ તેમ તે તે આપણને અધિકાધિક સારું જ દેખાતું જાય છે.  
    આદત, બાળકની પેઠે નકલ કરે છે. અહો ! એક જ કાર્ય પુન: પુન: કેટલી બધી વાર થાય છે. ! પરંતુ એ એક એવી શક્તિ છે કે જેનો ઉપયોગ કાં તો પ્રગતિ કરવામાં કરીને આપણું બળ વધારી શકીએ છીએ; અથવા કાં તો તેની સાથે તણાઈને, અફળાઈ ઝીંકાઈને નાશ પણ પામીએ છીએ. 
    જીવનના સત્ય પંથે વિચારવાનો પ્રારંભ કરવો એ કેવું મહાન કાર્ય છે ! પ્રત્યેક યુવાન માણસ જાણે છે કે, બીજા માણસો પ્રથમ જે રસ્તે ચાલે છે તે જ માર્ગને તેઓ અંતપર્યત પકડી રાખે છે; અને તેમ છતાં તે પોતે પણ એ જ નિયમને અનુસરે છે એ વાત તો તે ભૂલી જ જાય છે ! તે જરા તરા અસત્ય બોલવાથી પોતાને જૂઠો બની ગયેલો માનતો નથી; પરંતુ બીજા માણસને અવશ્ય જૂઠો માને છે. તે બીજા માણસોને પ્રમાદી અને નાશના માર્ગ પર ચઢેલા માને છે; પરંતુ પોતાને એવી સ્થિતિમાં માનતો નથી !
     `ભ્રમમાં પડશો નહિ. ઈશ્વરનો કદી ઉપહાસ કરી શકાતો નથી; કારણ કે માણસ વાવે છે તેવું લણે છે.` 
                                                                                           _ગેલેશિયન્સ 
      `કાર્યને વાવશો તો સ્વભાવને લણશો; સ્વભાવને વાવશો તો ચારિત્ર્યને લણશો; ચારિત્ર્યને વાવશો તો ભાગ્યને                                   
       લણશો.`                                                                               -જી. ડી. બોર્ડમેન 
      `આપણો કાર્યક્રમ ચમત્કારી રીતે આપણો સ્વાભાવ બની જાય છે.`                           -શેક્સપિયર 
     `સારી આદતથી આપણને અનંત લાભ થાય છે અને સારા માણસોનુ અનુકરણ કરવાથી, તેમના સંસર્ગમાં આવવાથી, જ્ઞાન પ્રાપ્ત કરવાથી અને સત્કાર્યો કરવાથી સારી ટેવ પ્રાપ્ત થાય છે.`                       -પ્લેટો 
       `આદતની સાંકળ જ્યાં સુધી તોડી ન શકાય એટલી મજબૂત બની જતી નથી ત્યાં સુધી તે એટલી સૂક્ષ્મ હોય છે કે આપણને તે દેખાતી પણ નથી.`                                                                   _સેમ્યુઅલ જોન્સન
        `પાપના વિચારમાત્રથી પણ શરૂમાં તો આપણે ભયભીત થઈએ છીએ; પણ ધીમે ધીમે તે માર્ગ પકડાયા પછી તો ઘોર કર્મો પણ આપણને સહેલાં લાગે છે. એ પછી આપણે વારંવાર પાપકર્મ કરવા લાગીએ છીએ અને અંતે તે સ્વભાવ બની રહે છે અને તે સ્વભાવ દઢીભૂત થતાં આપણે તે માટે જરા પણ પશ્ચાતાપ કરતાં નથી; એટલું જ નહિઁ પણ આપણે દુરાગ્રહપુર્વેક પાપ કરવા લાગીએ છીએ અને અંતે આપણે તિરસ્કારપાત્ર બની રહીએ છીએ.`        -જેરેમી ટેઈલર 
       `બદમાશોમાં ઝાઝો ફરક હોતો નથી . પ્રત્યેક બદમાશે આજ્ઞાલોપી પુત્ર તરીકે પોતાના જીવનની શરૂઆત કરેલી                     
   હોય છે.`        
       `દુનિયામાં ચાલેલી કોઈ પણ મરકી કરતાં ખરાબ સ્વભાવ એ મોટી મરકી છે.`               _જોન ફોસ્ટર  
        `જો માત્ર દંભ એ જ તમારા જીવનનો અભ્યાસ હશે તો તમે કોઈ પણ કાર્યમાં પહેલા જ પ્રયત્ને સહ્રદયી બની શકશો નહીં.`                                                                             _એફ. ડબલ્યુ. રોબર્ટસન 
     `આપણા પોતાના જ રંગોથી આપણે આપણાં ભાવિ જીવનને રંગીએ છીએ અને ભાગ્યના ક્ષેત્રમાં જેવુ વાવીએ છીએ તેવું જ આપણે લણીએ છીએ.`                                                                             -વ્હીટિયર 

    ખરાબ આદતોની વચ્ચે પરસ્પર અદભૂત સગાઈ હોય છે. તે સઘળી એક કુટુંબમાં ઉત્પન્ન થયેલી છે. તમે તેમાંય એક ગમે તેવી ક્ષુલ્લક અથવા નાની આદતો ગ્રહણ કરશો તો અલ્પ સમયમાં તે બધી તમારી પાસે આવીને તમને વરમાળ આરોપવા ઊભો રહેશે. જે માનસ આળસુ અથવા પ્રમાદી બની ગયો હોય છે તે હમેશાં પોતાનાં કાર્યો મોડાં કરે છે અને જે માણસ પોતાના કાર્યો મોડાં કરે છે તે જુઠા બહાના કાઢે છે; માફી માગે છે અને અસત્ય બોલે છે. જે માણસ વાયદાનુસાર કામ પૂરું કરતો નથી તે સંપૂર્ણ સાચો હોય શકતો નથી. 
     નાની નાની આદતોને જો આપણે વળગી રહીએ તો કેટલીક વાર તે ગુનાના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે.
     દુર્ગુણરૂપી મનગમતા પરોણાને આપણે પ્રથમ આપણાં હ્રદયમાં આમંત્રણ કરીએ છીએ; પરંતુ પાછળથી તે અતિ પરિચિત થઈ જાય છે અને આપણાં આત્મામાં ઊંડો ઉતરી જાય છે. આપણે તેને જવાનું કહીએ છીએ; પરંતુ તે આપણને હસી કાઢે છે. અને જવાની ના પાડે છે. 
     આપણાં ગુપ્ત પાપો જ આપણાં ગાલમાં ખાડા પાડે છે ને જ્યાં જઈએ ત્યાં આપણું ખરું સ્વરૂપ પ્રકટ કરે છે. પ્રત્યેક અપવિત્ર વિચાર આપણાં મુખારવિંદ પર એટલી ઊંડી છાપ પાડે છે કે જે કદી ભૂંસાતી નથી અને આપણી નિસ્તેજ આંખ નાશ પામેલા ચારિત્ર્યની જાહેર ખબરનું કામ બજાવે છે. 
     આપણે જે કર્મ કરીએ છીએ તેનાં ફળ ભોગવ્યા વિના છૂટકો જ થતો નથી. બાલ, વૃદ્ધ કે યુવાન, જે કોઈ જેવા કર્મ કરશે તેનાં તેવાં ફળ તેને પોતાને ભોગવવા જ પડશે. તેના સિવાય બીજા કોઈને તે ફળ ભોગવવા પડશે નહિં  માટે યુવાન પુરુષો સાવધ થઈ જાઓ, `તમારી જાતને સંયમી અને પવિત્ર રાખો.` પ્રકૃતિના નિયમોનું પાલન કરો એટલે ગમેતેવાં અવિશ્રાંત પરિશ્રમ પણ તમારું આરોગ્ય ખૂંચવી શકશે નહિં; તમે જ તમારા જીવનને રજ પણ ટૂંકું કરશો નહિં. કારણ કે ઉધોગ અને આરોગ્ય એ સાથીઓ છે; દીર્ઘાયુષ્ય એ ઉધોગનો વારસો છે.      
Sow and gain is right
Image Source Google image by 

No comments