Header Ads

હિંમત કેવી રીતે ધારણ કરવી

 હિંમત કેવી રીતે ધારણ કરવી

How to get the courage
Image Source – Google image by Dr Paras https://medium.com/@drparas/how-to-get-rid-of-fear-and-build-courage-in-5-ways-e84a1d331154
જોન ઓફ આર્કના વિજયની મહાન ચાવી પણ આક્રમણ કરવામાં તે જે સાહસિકતા બતાવવી તે હતી.
જ્યારે કોલોનાવાળો સ્ટીવન તેના નીચ આક્રમણકારોના હાથમાં પકડાયો અને તેમણે તેને મશ્કરીમાં પૂછ્યું કે હવે તારો કિલ્લો ક્યાં છે?’ ત્યારે તેણે પોતાના હૃદય પર હાથ મૂકીને હીંમતપૂર્વક જવાબ આપ્યો કે આ રહ્યો.
વિરુદ્ધ મત, પરાજય, અપમાન, ઠઠ્ઠા-મશ્કરી, તિરસ્કાર અને ગેરસમજૂતી સહન કરવામાં અને આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય તોપણ એકલા ઊભા રહેવાની હિંમતની જરૂર છે. પોતાના પક્ષમાં એક પણ માણસ ન હોય તોપણ જે પોતાના સત્યતાના માર્ગને વળગી રહેતો નથી, તેને ગુલામ જ સમજવો.
ઓ પ્રમાણિક પુરુષ ! હંમેશાં કોઈ ને કોઈ કૂતરો તો તમારી પાછળ ભાસયા જ કરવાનો છે.
જેવી રીતે બળવાનમા બળવાન માણસ પણ કોઈક બાબતમાં દુર્બળ હોય છે, તેવી રીતે મહાનમા મહાન વીર પુરુષ પણ કોઈક બાબતમાં કાયર હોય છે.
અમુક કાર્યને અશક્ય ગણવું એ જ તેને અશક્ય બનાવવા સમાન છે. હિંમત એ જ વિજય છે અને ભીરુતા એ જ પરાજય છે.મહારાણી પધ્મીની અને સેંકડો રાજકુટુંબની સન્નારીઓએ શત્રુના હાથ પડવા કરતાં જીવતી બળી મરવામાં જે હિંમત દર્શાવેલી તેનું માપ આપણે કેવી રીતે કરી શકીશું?
   તમારા નિર્ણયોને તત્કાલ અમલમાં મૂકી દો. જ્યાં સુધી તેને કાર્યમાં પરિણત કરવામાં આવતા નથી ત્યાં સુધી તેઓ સ્વપ્ન જ છે. શું તમને હરિફાઈનો ડર લાગે છે ? કાર્ય કરી તો જુઓ. તમારો હરીફ શું માણસ નથી ? શું તે મનુષ્યથી વિશેષ છે ? જગતમાં તમારું સ્થાન જીતી લો. બહાદુર માણસની સેવામાં સઘળી વસ્તુઓ આવીને ઊભી રહે છે. મુશ્કેલીની સામે પુરુષને છાજે એવી રીતે યુદ્ધ કરો; હિંમતપૂર્વક નિરાશાઓની સામે થાઓ. બહાદુર માણસ પોતાની આસપાસના બધાં માણસોના હૃદયમાં ઉત્સાહ ઉત્પન કરે છે.
શેક્સપિયર કહે છે કે આપણી શંકાઓ જ આપણને ફસાવે છે અને આપણને લાભકારક થઈ પડે એમ હોય તેવો પ્રત્યન કરવાનું આપણે ભયને લીધે ગુમાવી દઈએ છીએ ‘.હિંમતવાન માણસ લોહચુંબકના જેવી અસર કરે છે. તે પોતાની આસપાસ ઉચ્ચ્તાનું વાતાવરણ ફેલાવે છે; લોકો તેના અનુયાયીઓ બને છે અને તેને માટે જાન આપવા પણ પાછા હઠતા નથી.
ઘણા હિંમતવાન માણસોએ યૌવન પ્રાપ્ત થયા પૂર્વે જ જગતને હલાવી મૂક્યું છે.
ઘણા બુદ્ધિમાન યુવાનો તેમનામાં કાર્યારંભ કરવાની હીમત નહિ હોવાને લીધે જ કાઈ પણ મહત્વનુ કાર્ય કરી શકતા નથી.

                    પ્રારંભ કરો ! પ્રારંભ કરો ! ! પ્રાંરંભ કરો !!!

લોકો તમારા વિષે ગમે તે ધારે, તો પણ જેને તમે સત્કાર્ય ધારતા હો તે કાર્ય તમે કરજો. નિંદાની સ્પુહા રાખશો નહિ અને સ્તુતિની પણ સ્પુહા કરશો નહિ.  --પાઇથેગોરાસ

ભય એ માણસને બીજાઓના ગુલામ બનાવે છે. ભય એ જૂલ્મી રાજાની બેડી છે. ચિંતા એ એક પ્રકારની કાયરતા છે અને તે જીવનને વિષમય બનાવે છે.                              –ચેનિંગ

  મનુષ્યને છાજે એવા સઘડા કામો કરવાની હું હિંમત કરું છુ. જે માણસ માનુષ્યને ન છાજે એવા અધિક કાર્યો કરે છે તે નકામો માણસ છે.                                              શેક્સપિયર

   પવન વાતો અટકે ત્યાં સુધી જે હાથ જોડીને બેસી જ રહે છે અને જે કદી પણ ચપળતાથી વાવેતર કરતો નથી તથા જે આકાશ સામે જોઈને વાદળોને તપાસ્યા જ કરે છે. તેને  કદી લણવાનો સમય પ્રાપ્ત થતો નથી.                                                                          હેલન હંટ જેકસન

આલ્માના યુદ્ધમાં સૈનિકો પાછા હઠ્તા હતા તો પણ એક ધ્વજવાળો સેનાની મોખરે ધ્વજ પકડીને ઊભો જ રહ્યો. આથી સેનાપતિએ પોકાર કર્યો કે ધ્વજને લઈ આવો. પણ ધ્વજવાળો પોકારી ઉઠ્યો કે ના સૈનિકોને ધ્વજની પાસે લઈ આવો. હિંમત ધારણ કરવી, ફરીથી હિંમત ધારણ કરવી અને વારંવાર હિંમત ધારણ કરવી એ આપણાં મનુષ્યનો ધર્મ છે. આવા તેજ શબ્દો સહિત ફ્રાન્સના શત્રુઓની સામે થયો હતો.

સંકટના સમયમાં હિંમત ધારણ કરવી એ અડધી લડાઈ જીતવા સમાન છે.          –પ્લોટસ

લક્ષ્મી સાહસિક માણસને જ પ્રાપ્ત થાય છે.                                       –ડાયટન

સ્પાર્ટન લોકો શત્રુઓ કેટલા છે તેની તપાસ કરતાં નહોતા, તેઓ પરંતુ તેઓ ક્યાં છે તેની જ તપાસ કરતાં.                                                                        -દ્રીતીય એજીસ

હે મિત્ર! ભય તરફ તું કદી પણ તારું વહાણ હંકારીશ નહીં; ઈશ્વર તરફ જ તારું વહાણ હંકારજે. ઈમર્સન

હું શત્રુની સામો થઈને મરીશ.’ જે મને જીતશે તેને પણ હું હઠીલો દુશ્મન તો લાગીશ જ. બાયરન

જે વધસ્થાનમાથી તમે છૂટી શકતા ન હો તે સ્થળે હસ્તે ચહેરે ઊભા રહેવું એમાં જ તમારી બહાદુરી છે.                                                                          -એફ. ડબલ્યુ. રોબર્ટસન

અનિશ્ચિત મનના માણસે કોઈ પણ મહાન કાર્ય કર્યું નથી.                       -જ્યોર્જ ઇલિઅટ

      ૧૯૫૦ની સાલમાં એક દિવસ વર્જિનિયાના ઉત્તરભાગમાં આવેલા એક જંગલમાં મોજણીદારોની એક મંડળી ભોજન કરતી હતી; એવામાં અચાનક એક સ્ત્રીની હ્રદયદ્રાવક ચિખે તેમને ચોકવી દીધા. એ ચિખ ખુબ ડપથી વારંવાર સંભળાવા લાગી અને તે માણસો તેનું કારણ જાણવા માટે દોડ્યા. તે સ્ત્રીએ એક અઢાર  વર્ષના પણ કદ દેખાવમાં મોટી ઉમરના માણસ જેવા દેખાતા તરુણને જોઈને પોકાર કર્યો કે મને આશા છે કે તમે જરૂર મને કઇંક મદદ કરશો. આ મિત્રોને મને છોદી દેવા માટે સમજાવો. મારો છોકરો મારો રંક છોકરો ડૂબી જાય છે અને આ લોકો મને જવા દેતા નથી. તેને પકડી રાખેલા માણસોમાથી એક બોલ્યો : એને છોડવી એ મૂર્ખતા ભરેલું કામ છે. તે બાઈ નદીમાં કુદ્શે તો જારદાર વહેતા પાણીમાં તે એક પળમાં નાશ પામશે એ સાંભળીને પોતાનો કોટ ફેંકી દઈને તે યુવાન કૂદીને નદી કિનારા પર ગયો અને એક મિનિટ સુધી તેને નદીના ખડકોની ઊંચાઇની તીવ્ર દ્રષ્ટિથી ગણતરી કરી અને પાણીના જોરનું નિરીક્ષણ કર્યું; અને ત્યાર પછી તે છોકરાના કપડાનો એક ભાગ નજરમાં આવતા ગર્જના કરી પાણીના પ્રવાહમાં કૂદી પડ્યો. એ જોઈને તેની માતા પોકારી ઉઠી. હે ભલા ભગવાન ! આ પુરુષ મારા બાળકને બચાવશે !. અને બધાં માણસો નદીના કિનારે દોડી ગયા. એ રહ્યો તે ! રે મારા છોકરાં ! એ મારા વ્હાલા દીકરા ! હું તારા વિના કેમ રહી શકીશ ?’ પણ બધા માણસોની આંખો દ્રઢ હ્રદય અને આશા સહિત અતિ ઊંડાણમાં પાણીના વમળમાં બાથોડિયાં લેતા પેલા યુવાન તરફ વળી હતી. ઘડીકમાં એવું લાગતું હતું કે તે અણીદાર ખડકમાં પછડાઈને મરશે અને ઘડીકમાં એવું લાગતું હતું કે, તે વમળમાં ગયા પછી બહાર નીકળી શકશે નહીં. બે વાર તે છોકરો અદ્રશ્ય થઈ ગયો, પણ ફરી દેખાયો ત્યારે તે નદીના ખુબ ભયંકર ભાગની સાવ નજીક જ હતો અહિયાં પાણી ભયંકર જોરથી વહતું હતું. અને ખડક સાથે અથડાઈને મારવાના ડરથી કોઈ નાવમાં પણ કદી આ જગ્યાએ જવાની હિંમત કરી નહોતી. તે યુવાન બમણી તાકાતથી મેહનત કરવા લાગ્યો. બેથી ત્રણ વાર તો બાળકની નજીક આવવા છતાં પાણીના જોરથી તેને છેટો પાડી દેતા. આખરે એક પ્રબળ પ્રયત્ન કર્યો; મજબૂત જમણા હાથથી તે બાળકને પકડી લીધો પણ ખરો; પણ તે બાળકને યુવાન બંને જણ ધોધ ઉપર થઈને નીચાણવાળા પાણીમાં જઈને ગાયબ થઈ ગયા અને દરેક માણસોના મુખમાથી ભયની ચીચિયારી નીકળી ગઈ એક મિનિટ પછી તે માં આનંદના આવેગથી પોકારી ઊઠી : તે રહ્યા પેલા ! જુઓ ! સુરક્ષિત છે ! ઓ મારા પ્રભુ ! હું તારો ઉપકાર માનું છુ ! નિઃસંદેહ તેઓ ભયંકર પાણીમાંથી બહાર આવ્યા થોડી વાર પછી કિનારા પાસેની છીછરી જગ્યાએ આવતા મિત્રોએ તેને બહાર ખેંચી લીધા. તે બાળક બેભાન હોવા છતાં જીવતો હતો અને પેલો યુવાન થાકીને ખૂબ જ લોથપોથ થઈ ગયો હતો. તે સ્ત્રી બોલી : “પ્રભુ તમને આનો બદલો જરૂર આપશે . આજે તમે જે મહાન કામ કર્યું છે તેના બદલામાં ભગવાન તમારા મહાન કર્યો સિદ્ધ કરશે અને હજારોના આશીર્વાદ તમારા પર વરસશે . આ યુવાન અમેરિકાનો ઉદ્ધારક જ્યોર્જ વોશિંગ્ટન હતો. 

 

How to get the courage
Image Source – Google image by Dr Paras https://medium.com/@drparas/how-to-get-rid-of-fear-and-build-courage-in-5-ways-e84a1d331154

No comments