Header Ads

પૈસા વિના પણ શ્રીમંત થવાય કેવી રીતે?

 પૈસા વિના પણ શ્રીમંત થવાય કેવી રીતે?

Even without money, you can become rich
Image Source – Google image by  Andrew Fiebert
 https://www.listenmoneymatters.com/how-to-get-rich/

ઘણા માણસો પૈસા વિના શ્રીમંતાઈ ભોગવે છે. હજારો માણસો પોતાના ગજવામાં પૈસા વિના અને હજારો તો ગજાવા વિના પણ શ્રીમંત હોય છે. સશક્ત શરીર, સારી પાચનશક્તિ અને પવિત્ર અંતઃકરણ ધરાવનાર માણસ મોટામાં મોટો શ્રીમંત છે. સારા અસ્થિ સુવર્ણ કરતાં ઉત્તમ હોય છે. મજબૂત સ્નાયુ રૂપા કરતાં ઉત્તમ છે. શરીરના પ્રેત્યેક ભાગમાં શક્તિ લઈ જનાર તંતુઓ મકાનો અને જમીન કરતાં શ્રેષ્ટ છે 

     એક કરોડાધિપતિ ચિત્રોની એક ગેલેરી માટે હજારો પૌંડ ખર્ચે છે અને એકાદ રસવૃતીવાળો રંક છોકરો કે છોકરી ત્યાં આવીને માલિકે કદી જોઈ પણ ન હોય એવી સુંદરતાનો ભંડાર જોઈ જાય છે. એક સંગ્રાહકે લંડનમાં એક સાર્વજનિક લીલાંઉમાં શેક્સપિયરના હસ્તાક્ષરોમાં લખાયેલું `હેમલેટ` નાટક એકસો સતવાન ગિનીએ ખરીધું હતું; પરંતુ એક વિધાર્થી વિના મૂલ્યે જ `હેમલેટ` નો ભંડાર વાંચી જઈ પોતાના હ્રદયમાં પણ ઉતારી શકે છે ! 

     તૃષ્ણા એ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો રાક્ષસ છે અને સંપતિરૂપી ડગલો ગમે તેટલો લાંબો પહોળો મળે તો પણ તે તૃષ્ણાતુર માણસના શરીરમાં કોઈ કાળે આવ્યો નથી. ફિલિપ બ્રૂકસ કહે છે કે `સુંદરતાની જેમ પેટી ભરાતી નથી અને સદગુણથી જેમ વહાણ ભરાતું નથી, તેમ દ્રવ્યથી મન ભરાતું નથી`  

પૈસાનો તમને શું સંદેશ મળે છે.

     તમારા પૈસા તમને શું કહે છે ? તે તમને ક્યો સંદેશો સંભળાવે છે ? શું તે તમને એમ કહે છે કે, ખાઓ, પીઓ અને મોજમઝા કરો ? કારણ કે કાલે શું થશે તેની કોને ખબર છે? તે સગવડ, શિક્ષણ, પ્રવાસ, ગ્રંથો અને તમારા માનવબંધુઓને સહાય આપવાની તકનો સંદેશો તમને સંભળાવે છે કે `હજી વિશેષ જમીન અને વિશેષ દ્રવ્ય મેળવવા` નો સંદેશો લાવે છે ? તે તમને નગ્નને માટે વસ્ત્રો, ભૂખે મરતાંને માટે અન્ન, અજ્ઞાનને માટે શાળા, બીમારને માટે દવાખાનું અને અશક્ત-અનાથને માટે આશ્રમનો સદેશો આપે છે કે `તમારે માટે અને અધિક બીજાઓને માટે કાંઈ નહિં`
એવો મહા નીચ સંદેશો લાવે છે ? તે તમને ઉદારતાનો સંદેશો આપે છે કે સંકુચિતપણાનો ? તે તમને ચરિત્રય વિકાસ કરવાનું કહે છે કે જેથી કરીને તમે તમારા મનુષ્યત્વનો વિચાર કરીવાને અને મહાન લક્ષ્ય તથા અતિ ઉદાત્ત મહત્વાકાંક્ષા ધારણ કરવાને શક્તિમાન થાઓ; કે તે અધિકાધિક ધનધામ જ ભેગા કરવાનું કહે છે ?  

 બીજા માણસો ભલેને પેન્શન માટે અરજ કરે; પરંતુ હું તો પૈસા વિના પ્રત્યેક ક્ષુદ્ર વસ્તુથી પર થવાનો પ્રયત્ન કરીને શ્રીમંત થઈ શકીશ. હું કોઈ પણ સ્વાર્થી હેતુથી મારી સ્વદેશસેવાને કલંકિત કરવા માગતો નથી.` -લોર્ડ કોલિંગ્સવૂડ 
     પાસે પાઇ પણ ન હોવી એ ગરીબાઈ નથી; અને દ્રવ્ય એ કાઇ સાચી સંપત્તિ નથી. આપણી પાસે કોઈ વસ્તુ ન હોય તેથી એમ સમજવાનું નથી કે તે વસ્તુ મેળવવાની આપણામાં શક્તિ નથી; અને દેવયોગે કોઈ વસ્તુ મળે તો તેથી એમ ધારવાનું નથી કે, તે પ્રાપ્ત કરવાની આપણામાં શક્તિ છે.        –હેલન હંટ

     `કોઈ માણસની પાસે ધનમાલ હોય તેથી જ મારે તેને મારી આગળ બડાઈ મારવા દેવો જોઈએ નહિં. મારે તેને બતાવી આપવું જોઈએ કે, હું પૈસા વિના ચલાવી શકું છુ ને મને કોઈ પૈસા,સુખ કે માન આપીને પણ ખરીદી શકતો નથી. મારી પાસે એક પાઈ પણ ન હોય અને મને રોટલો તેના તરફથી મળતો હોય; તો પણ તે મારી પાસે એક રંક માણસ છે    -ઇમર્સન

     `આપણી પાસે જે હોય તેથી સંતુષ્ટ થવું એ મોટામાં મોટી અને સૌથી વિશેષ સુરક્ષિત સંપત્તિ છે`            - સિસેરો 

     `સશક્ત શરીર એ પૈસા કરતાં મોટી સંપત્તિ છે અને નિર્વિષયી આત્મસુખ એ બીજા સર્વ વિષયજન્ય આનંદો કરતાં મોટો આનંદ છે.`                                   -એકલીઝિયેસ્ટિસ

     જે માણસ થોડામાં થોડા ધનથી સંતુષ્ટ થાય છે તે સૌથી વિશેષ શ્રીમંત છે; કારણકે સંતોષ એ સર્વશ્રેષ્ટ અને કુદરતી દ્રવ્ય છે`                                                             -સૉક્રેટિસ 


    તમે સુવર્ણનો બોજો ઊંચકનાર પશુ છો કે એક નિશ્ચિત ઉત્તમ આદર્શ ધરાવનાર મનુષ્ય છો ? 

     જે માણસ ઉત્તમ આદર્શ અને ચારિત્ર્ય ધરાવે છે અને જેના વિચાર લોકોની બુદ્ધિમાં વૃદ્ધિ કરે છે, તે જ માણસ દાત્તાર અને સંપતિવાન છે. ઇમર્સન કહે છે કે `અહો ! શ્રીમંતોને રંક લોકો જેટલા શ્રીમંત ધારે છે તેટલા તેઓ હોય તો કેવું સારું ! `

    ઘણા શ્રીમંત મનુષ્યો અનાથાશ્રમમાંમરણ પામ્યા છે !

    `સારાસારના વિવેક વિનાના માણસો ભુસાંને ભરી રાખે છે અને અનાજને બાળી મૂકે છે. જે દ્રવ્યનો ઉપયોગ કરી શકતા નથી તેને એકઠું કરી રાખે છે અને જેના વડે પરમપદાર્થ મેળવી શકાય તે દ્રવ્યને નકામું જવા દે છે. 

    જોન ડંકન એક સ્કોટિસ વણકરનો પુત્ર હતો. તે અજ્ઞાન, ટૂકી દ્રષ્ટિનો, ખૂંધો, અશક્ત અને ગરીબ હતો. જો તે મહોલ્લા જતો તો કેટલીક વાર બીજા છોકરાઓ તેના પર પત્થર મારો ચલાવતા. તે જે ખેડૂતના ઢોર ચારતો હતો તે પણ તેના પ્રત્યે ઘાતકી વર્તણૂક ચલાવતો અને તે આખો દિવસ વરસાદમાં ભીંજાઈને આવ્યો હોય તોપણ તેને એવો ને એવો જ ટાઢથી થરથરતો અને ભીંજાયેલો જ બહાર એક અંધારામાં ઓરડામાં કંગાળ બિછાના પર સુવાડતો. ત્યાં તે પોતાના જોડામાંથી પાણી કાઢી નાખતો અને પોતાના કપડાં નિચોવી નાખીને જેમ તેમ ઊંઘતો, આમ છતાં પણ તે છોકરાને વાંચતાં લખતાં શીખવાની ઈચ્છા થઈ. થોડા સમય પછી જ્યારે તેને વણાટકામ કરવાને રોકવામાં આવ્યો ત્યારે તેણે બાર વર્ષની નિશાળે જતી છોકરીને સમજાવીને તેની પાસે ભણવા માંડયું, સોળ વર્ષની વયે તે મૂળાક્ષર શીખ્યો અને ત્યાર પછી ઘણી જ ઝડપથી પ્રગતિ કરી. તે વનસ્પતિનો અત્યંત શોખીન હતો, તેથી વનસ્પતિશાસ્ત્રનો એક ગ્રંથ ખરીદવા માટે પાંચ શિલિંગ કમાવાને કેટલાએ માસ પર્યત તેણે ફાજલ વખતમાં કામ કર્યું. આગળ જતાં તે એક ઉત્તમ વનસ્પતિશાસ્ત્રી બન્યો. એના અભ્યાસમાં તે એટલો બધો રસ લેતો કે એંશી વર્ષની વયે પણ એક નવો છોડ મેળવવાને માટે તે બાર માઈલ સુધી પગે ચાલીને ગયો ! તેનું શરીર દુર્બળ હતું અને તે કપડાં પણ જેવાં તેવાં જ પહેરતો હતો, પરંતુ મગજ ઉત્તમ જ્ઞાનથી પરિપૂર્ણ હતું. તેણે મળેલો એક માણસ તે કંગાળ દેખાવના મનુષ્યને આવો મહાપંડિત જોઈને આશ્ચર્યચકિત થયો અને તેણે એની કારકિર્દીનું વૃતાંત પ્રગટ કર્યું. આ વૃત્તાંત વાંચનાર ઘણા માણસોએ તેના પર પૈસા મોકલ્યા; પરંતુ એણે સંગ્રહી રાખ્યા અને પોતાના મૃત્યુપત્રમાં જણાવી ગયો કે `ગરીબ વિધાર્થીઓને પ્રાકૃતિક શસ્ત્રોનો અભ્યાસ કરવાને ઉતેજન મળે એટલા માટે આ પૈસાની આઠ શિષ્યવૃતિ (સ્કોલરશીપ) અને ઇનામો આપવા.` તે પોતાના નાના પરંતુ કિંમતી પુસ્તકાલયનો ઉપયોગ પણ આવો જ કરવાનું ફરમાવી ગયો હતો. 

     ફ્રેંકલીને કહ્યું હતું કે `હજી એકલા પૈસાએ તો આ જગતમાં કોઈ પણ મનુષ્યને સુખી કર્યો નથી.` તેમાં સુખ ઉત્પન્ન  કરવાનો કોઈ પણ ગુણ નથી. મનુષ્યની પાસે જેમ વિશેષ દ્રવ્ય હોય તે વિશેષ દ્રવ્ય ઈચ્છે છે. દ્રવ્ય એ ખાલી જગ્યા પૂરી દેવાને બદલે ખાલી જગ્યા વધારે ને વધારે મોટી બનાવે છે. બેંકમાં પુષ્કળ પૈસા જમા હોય તેથી કોઈ પણ માણસ શ્રીમંત થઈ શકતો નથી. ઉમદા મન જ મનુષ્યને શ્રીમંત બનાવે છે. જે માણસનું અંતઃકરણ જ સંકુચિત-ગરીબ હોય તેની પાસે ગમે તેટલા પૈસા કે જમીન હોય તોપણ તે શ્રીમંત થઈ શકતો નથી. જો મનુષ્યનું હ્રદય ગરીબ હોય તો તે માટે ગમે તેટલો ધનવાન હોય કે સત્તાવાન હોવા છતાં પણ ગરીબ છે. મનુષ્ય પોતાના સદગુણના પ્રમાણમાં જ શ્રીમંત યા રંક છે, તેની પાસેની બાહ્ય સંપત્તિના પ્રમાણમાં નહિં. 

     ખરી કિંમત આંકતાં શીખવું એ જીવનના પ્રાથમિક મહાન પાઠો પૈકી એક  છે. એક યુવાન જ્યારે પોતાની કારકિર્દીનો પ્રારંભ કરે ત્યારે સર્વ પ્રકારનો સામાન તેણે દર્શાવવામાં આવે છે અને તે ખરીદવાને માટે તેને ઘણા પ્રકારના પ્રલોભનો બતાવવામાં આવે છે. તેની આગળ જે જે વસ્તુ ધરવામાં આવે છે તેની દેખીતી કિંમત પરંતુ તેની ખરી કિંમત યોગ્ય રીતે આંકવા પર જ ઘણે અંશે તેની સફળતાનો આધાર રહેલો છે. ક્ષ્રુદ્ર દ્રવ્ય તેની આંખ સમક્ષ પોતાની ધજા ફરકાવશે અને ઈતર સર્વ વસ્તુઓ કરતાં પોતે ઉત્તમ હોવાનો દાવો કરશે. ભિન્ન ભિન્ન  પ્રકારની શોભીતી વસ્તુઓ તેની આગળ ઘસી આવશે અને પોતાની સર્વોત્તમતાનો દાવો રજૂ કરશે. પ્રેત્યેક ધંધો અને રોજગાર વારાફરતી પોતાની સુંદરતા અને મોહકતા તેની આગળ સાદર કરશે; પરંતુ તે યુવાન કે જેને સફળતા પ્રાપ્ત કરવી છે તે તો એવા કશાથી ઠગાશે નહિં. તેવી કોઈ પણ વસ્તુ કે સ્થિતિના માત્ર બાહ્ય દેખાવથી ઠગાવું નહિં. પરંતુ તેની ખરી ઉપયોગતા અને કિંમત વિષે ખાતરી કરવી. 

    કેટલાક માણસો આરોગ્ય, આનંદ અને ખુશમિજાજની બાબતમાં શ્રીમંત હોય છે તેથી જ તેઓ અસંખ્ય સાધારણ માણસોને દબાવી દે એવા સંકટો અને દુઃખોથી અલિપ્ત રહે છે. બીજા કેટલાક માણસો સ્વભાવ, કુટુંબ અને મિત્રોની બાબતમાં શ્રીમંત હોય છે; તો કેટલાક એવા મિલન સાર સ્વભાવના હોય છે કે પ્રત્યેક માણસ તેમણે ચાહે છે. કેટલાક માણસો પ્રમાણિકતા અને ચારિત્ર્યની બાબતમાં શ્રીમંત હોયને જેમને પણ તેમનો સમાગમ કે સહવાસનો લાભ મળે તેઓને અજાણતા પણ તેવાં બતાવતા ચાલે છે. 

    જગતમાં એવા કેટલાક એવા માણસો દરેક સમયમાં હયાત હોય છે જ કે જેઓ સર્વત્ર સૌંદર્ય અને સાચી સંપતિનુજ દર્શન કરે છે અને ઈશ્વરની અગાધ લીલાનું પૂજ્યભાવથી અવલોકન કરે છે; એટલું જ નહિં પણ દરેકે દરેક વસ્તુમાં સાક્ષાત ઈશ્વરનું જ દર્શન કરે છે. 

    સૃષ્ટિ અને માનવપ્રકૃતિ એ બંને મનુષ્યના મહાન શિક્ષકો છે; અને તેમનો યોગ્ય ઉપયોગ લેવામાં આવે તો તેઓ એની અસભ્ય રીતભાતને સભ્ય બનાવે, બેડોળ જીવનને સુંદર બનાવે, સુંદર જીવનને પવિત્ર બનાવે અને પવિત્ર જીવનને પ્રભુમય બનાવી આપે છે. ઈશ્વર આપણાં દરેક હાથમાં જિંદગીરૂપી જે મહાન ગ્રંથ આપે છે તેના પ્રત્યેક પાનાં પર સ્પષ્ટ ગુહ્યો ખુલ્લી રીતે લખેલા હોય છે; પરંતુ આપણે તેણે વાંચ્યા વિના જ ફેકી દઈએ છીએ.   

     જે શ્રુષ્ટિમાં આપણે વસીએ છીએ તેના કરતાં મનુષ્યના આનંદ, સુખ અને સાચા દ્રવ્યને માટે વિશેષ ઉત્તમ યોજનાઓ અને અધિક મહાન તકો આપનારી શ્રુષ્ટિ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય તે હજુ અમે સમજી શકતા નથી. 

        જગતને એવા યુવાનોની આવશ્યક્તા છે, કે જેઓ માત્ર સોનું રૂપું ભેગું કરે તેના કરતાં માત્ર સુવર્ણમય ડહાપણ અને સુવર્ણમય કાર્યો સંચિત કરે; જેઓ દ્રવ્યની મૂડી કરતાં વિચારની મૂડી અને ચારિત્ર્યની મૂડી વિશેષ પસંદ કરે. 

     જે મનુષ્યની પાસે પૈસા હોતા નથી તેને લોકો ગરીબ કહે છે; પણ જેની પાસે એ પૈસા, પૈસા અને પૈસા ભેગા કરવાની બુદ્ધિ તથા લાલચ સિવાય બીજુ કાંઈ પણ હોતું નથી તે તો પહેલા ગરીબ કરતાં બહુ જ વધારે ગરીબ હોય છે. જે માણસ પાસે પૈસા નથી પણ જે જ્ઞાન-ચારિત્રનો આનંદ લૂટી શકે છે, તે જ માત્ર ખરેખરો શ્રીમંત છે’ જે માણસ લોભી હોય છે તે ભલેને કોટ્યાધિપતિ હોય તોપણ ગરીબ જ છે. યથાર્થ જ્ઞાન એ જ ખરું ધન છે. સારાસારની વિવેકબુદ્ધિવાળા મનુષ્યને રંક કહી શકાય જ નહિં. જે મનુષ્ય માનવપ્રકૃતિનું એટલું ઉપલક જ્ઞાન ધરાવતો હોય કે તે પોતાની વૃતિ સિવાય કોઈ પણ વસ્તુમાં ફેરફાર કરીને સુખ મેળવવા માગતો હોય તે માત્ર વ્યર્થ પ્રયત્નોમાં જ પોતાનું જીવન ખર્ચી નાખે છે; અને જે સંતાપને તે દૂર કરવા ઈચ્છે છે તેને તો તે ઊલટો વધારે છે. જે માણસ આનંદ અને હિંમતપૂર્વક ગરીબાઈ અને વિપત્તિની સામે થઈ શકે છે તે શ્રીમંત પણ છે અને બહાદુર પણ છે. જે માણસ પેસની કિંમત સૌથી વિશેષ ગણે છે તે પોતાના ખરા હિતની કિંમત સૌથી ઓછી ગણે છે. 

     આપણે આપણી ઈચ્છાશક્તિને એવી રીતે કેળવી શકીએ તેમ છીએ, કે જેથી તે વસ્તુઓની પ્રકાશિત બાજુ પર અને આત્માને ઉન્નત કરનારા પદાર્થો પર જ વિચારો ને એકત્રિત કરે અને આપણામાં આનંદ તથા સદવૃતિ પ્રેરે, કે જેથી કરીને આપણે એક શહેનશાહ કરતાં પણ વધારે શ્રીમંત બની શકીએ. પ્રત્યેક વસ્તુનો સારામાં સારો ઉપયોગ કરવાનો અને તેની પ્રકાશિત બાજુ જ જોવાનો સ્વભાવ એ પણ એક મહાન સંપતિ છે. 

      મનુષ્યનું જીવન એટલું લાંબુ નથી કે તે પુષ્કળ પૈસા પણ મેળવી શકે અને માનવ બંધુઓ પ્રત્યેનું કર્તવ્ય પણ બજાવી શકે. 

પૈસા કરતાં વધારે શું ચડિયાતું છે.

      ડહાપણ અને જ્ઞાનના ભંડાર તથા વિજયવંત સદગુણો સેંકડો પેઢીઓ દરમ્યાન જે શક્તિ, સૌંદર્ય તથા ગૌરવથી ઘણાં મગજોને સંપતિવાન તથા સુશોભિત કર્યા છે તેની સાથે જ્યારે અકાદ જીરાડે અથવા અકાદ રોથ્સચાઈલ્ડની આસપાસ ગોઠવેલા સુવર્ણના ઢગલાઓની તુલના કરવામાં આવે ત્યારે સુવર્ણનું વજન કેટલું બધું ઓછું ગણાશે ? 

     સાદું જીવન, ઉત્તમ વિચાર અને મહાન પ્રયત્ન એ જ ખરું દ્રવ્ય છે. તમારા ચારિત્ર્યને તમારી મૂડી બનાવશો એટલે તમે કદી પણ રંક થશો નહીં. રેલ તમારી સંપતિને તાણી શકશે નહિં; અગ્નિ તેને બાળી શકશે નહીં અને કાટ તેને જીર્ણ બનાવી શકશે નહીં. 

અનીતિથી કે કપટથી મેળવેલો પૈસો શુ પરિણામ લાવે છે.

    ઇમર્સન કહે છે કે દ્રવ્યમાં ભારે કપટ રહેલું છે. હું જોઉ છુ કે, તે જે કાંઈ આપે છે તેના બદલામાં તેથી વધારે અગત્યનું જે માનવચારિત્ર્ય તે ખૂંચવી લે છે જ. હું ધનને લીધે મોટો માણસ કહેવાઉં છુ પણ ખરું જોતાં તો હું નાનો જ થઈ જાઉં છુ. મારી પાસે વિશેષ કપડાં હોય છે, પણ વિશેષ ગરમી આવતી નથી. મારી પાસે વિશેષ હથિયારો હોય છે, પણ હિંમત ઓછી હોય છે મારી પાસે વિશેષ પુસ્તકો હોય છે પણ જ્ઞાન ઓછું હોય છે.   

Even without money, you can become rich
Image Source – Google image by  Andrew Fiebert
 https://www.listenmoneymatters.com/how-to-get-rich/

1 comment:

  1. REALLY IT IT GOOD STOREY. SO EVERT ONE IS RICH IN IF WORK.

    ReplyDelete