એક અવિચલ લક્ષ્ય સિદ્ધ કેવી રીતે કરવું
એક અવિચલ લક્ષ્ય સિદ્ધ કેવી રીતે કરવું
Image Source – Google image by OnPoint https://onpointglobal.com/articles/5-ways-to-align-employees-personal-goals-with-company-goals/ |
એકાગ્રતાની અદભુત શક્તિને લીધે જ નેપોલિયને પોતાનું નામ સમસ્ત ફ્રેંચ જાતિના હ્રદયમાં ઊંડું કોતરી દીધું હતું અને સમગ્ર યુરોપમાં અમર બનાવી દીધું હતું. ફ્રાન્સ આજ સુધી તે નામ પ્રત્યેનો સદભાવ ત્યજી શક્યું નથી. સીન નદી પર આવેલા સુંદર શહેરમાં હજી પણ એ જાદુઈ `એન` (નેપોલિયન) અક્ષર સર્વત્ર તમારી દ્રષ્ટિએ પડશે.
આજે પણ સફળ થવાને માટે આપણે આપણાં મનની સમગ્ર શક્તિઓને એક જ અવિચલ લક્ષ્ય પર એકાગ્ર કરવી જોઈએ. અને એવો અડગ નિશ્ચય કરવો જોઈએ; તથા તે લક્ષ્યને ચુકાવનાર પ્રત્યેક પ્રલોભનનું દમન કરવું જોઈએ.
દશ પાંચ બાબતોનું અર્ધુ જ્ઞાન ધરાવનાર અથવા તો જોયેલી-સાંભળેલી પરોપકારની દશ પાંચ બાબતો હાથ ધરીને સબ બંદરકા વેપારી થનાર માણસ છેવટે કોઈ પણ બાબતમાં સફળતા મેળવી શકતો નથી અને મેળવે છે તો પણ ઉપરછલ્લી-નામમાત્રની જ હોય છે; જ્યારે હલકામાં હલકા ધંધામાં પણ એકનિષ્ઠાથી પૂરતું જ્ઞાન અને પુરુષાર્થ ધરાવનાર માણસ સફળ અને સુપ્રસિદ્ધ થાય છે.
સઘળાં મહાપુરોષોની મહત્તા, સફળતા અને કીર્તિનું મુખ્ય રહસ્ય એ જ છે કે, પોતાની સઘળી શક્તિઓને તેઓ એક જ બાબતમાં એકાગ્ર કરતાં, વાપરતા; અને પોતાના લક્ષ્ય સિવાયની પ્રત્યેક બાબતમાં પોતાના મગજમાંથી હાંકી કાઢતા.
અબ્રાહમ લિંકનની એકાગ્રશક્તિ એટલી પ્રબળ હતી કે, તે પોતાની બાલ્યાવસ્થામાં સાંભળેલો ધર્મોપદેશ એક પણ ચૂક વિના ફરીથી બોલી જતો હતો. ડો. ઑ. ડબલ્યુ. હોમ્સ જ્યારે ઓન્ડોવરમાં અભ્યાસ કરતો હતો ત્યારે તે શાળામાં ચાલતા ગ્રંથ પર પોતાની દ્રષ્ટિ એવી રીતે ઠેરવતો કે જાણે પોતાને કરોડો રૂપિયાનો વારસ બનાવનારું એકાદ વસિયતનામું ન વાંચતો હોય !
એકજ મહાન ઉદેશ ઉત્તરોત્તર વિકાસ પામવાની અસાધારણ શક્તિ ધરાવે છે અને તે એક મોટાં લોહચુંબકના પહાડની પેઠે પોતાના જેવી અને પોતાના ઉપયોગની પ્રત્યેક વસ્તુઓનું આકર્ષણ કરે છે.
એકજ લક્ષ્યવાળા માણસને હસીને કાઢવાનો આજે રિવાજ પડી ગયો છે; પરંતુ જે માણસોએ જગતને ઉથલપાથલ કરી નાખ્યું છે તેઓ બધા એવા જ માણસો હતાં. આ પ્રવુતિશાળી પૃથ્વી પર જે માણસે રણ જીતવું હોય અને જેણે લોકોના અવિશ્વાસરૂપી કિલ્લાને તોડવો હોય તેણે તો પોતાની સઘળી તોપો એક જ લક્ષ્યસ્થાન પર છોડવી જોઈએ. અસ્થિર મનના માણસને માટે આ એકવીશમી શતાબ્દીમાં સ્થાન નથી. અસ્થિર મન જ ઘણા માણસોની નિષ્ફળતાનું કારણ છે.
` એક જ મુખ્ય લક્ષ્ય રાખવું અને તેને જ પ્રાપ્ત કરવાની તાલાવેલી તથા પ્રયત્ન ધારણ કરવા, એ આપણાં જીવનમાં બહુ મહત્વની બાબત છે.` _ગેટે
` માત્ર આત્મસમર્પણથી જ વિજય પ્રાપ્ત થાય છે.` _સી. બક્સટન
`તલસ્પર્શી બુદ્ધિનું નામ જ કુશાગ્ર બુદ્ધિ છે.` _બાલ્ઝાક
`એકી વેળા બે શિકાર પાછળ પડનારો મનુષ્ય તેમના એકેયને પકડી શકતો નથી.`
`બે મનનો માણસ પોતાના સઘળાં કામમાં અસ્થિર હોય છે.`
`પ્રત્યેક માણસે પોતાના લક્ષ્યને બંધબેસતો ખાસ માર્ગ યાને પ્રવુતિ નિશ્ચિત કરવી જોઈએ અને જો તેમાં સફળ જ થવાની ઈચ્છા હોય તો તેને જ વળગી રહેવું જોઈએ.` -ફ્રેન્કલિન
` એક યુવાન મનુષ્યના જીવનમાં અસ્થિરતા, એ અક્રિયતાના જેટલી જ ભયંકર નીવડે છે.`
` સાવધાનતાપૂર્વક અવલોકન કરનાર અને દ્રઢતાપૂર્વક નિશ્ચય કરનાર પ્રત્યેક માણસ અજાણતાં બુદ્ધિમાન બની જાય છે.` -બલ્વર ડ્ગ્લાસ જિરોલ્ડ એક વાર એવા માણસના પરિચયના આવ્યો હતો કે, જે ચોવીસ ભાષાઓ જાણતો હતો; પરંતુ તેમાંની એક પણ ભાષામાં એક પણ વિચાર તે સારી રીતે દર્શાવી શકતો ન હતો !
નિશ્ચિત કાર્યક્રમવાળો માણસ જ લક્ષ્યને પામે છે કેમ કે તે પોતાનું કામ નિશ્ચિતપણે કરે છે અને તેને અનુસરે છે તે યોજનાઓ ઘડે છે અને તેમને પાર પાડે છે. તે સીધો પોતાના લક્ષ્ય તરફ જ ચાલ્યો જાય છે. જ્યારે જ્યારે તેના માર્ગમાં વિઘ્નો આવે છે, ત્યારે તે આ બાજુ કે પેલી બાજુ પડી જતો નથી. જો તે વિઘ્નને ઓળંગી શકતો ન હોય તો તેને ચીરીને પણ ચાલ્યો જાય છે.
એકજ વિષયને વળગી રહો. વારંવાર વિષય બદલ્યા કરવાથી ખરાબ પરિણામ આવે છે. અનુભવ એ દ્રવ્ય કરતાં પણ વિશેષ કીમતી છે અને વ્યાપાર ધંધો શીખવામાં ગળેલા વર્ષો અત્યંત મૂલ્યવાન હોવાની વાત તે ભૂલી જાય છે. એક માણસ અર્ધા અર્ધા વીસ ધંધા જાણતો હોય છતાં પણ તે સારી રીતે પોતાનો ધંધો ચલાવી શકશે નહીં; તો પછી દ્રવ્ય તો ક્યાથી પેદા કરી શકે ?
એકાગ્રતાના આ જમાનામાં માત્ર શિક્ષિત માણસોની, માત્ર બુદ્ધિમાન માણસોની, માત્ર બળવાન માણસોની અને ગમે તે બાબતમાં માથું ખોસી બડેખાં બની જવા ઇચ્છનારા ચંચલ વૃતિના માણસોની જરૂર નથી; પરંતુ ઉત્તમ પ્રકારે માત્ર એક જ કાર્ય કરવાનું શિક્ષણ પામેલા માણસોની જરૂર છે. નેપોલિયન પોતાના કોઈ પણ સૈનિક કરતાં સારી રીતે કવાયત કરી શકતો હતો.
એક જ વિષયને વળગી રહો. વારંવાર વિષયો બદલ્યા કરવાથી ખરાબ પરિણામ આવે છે. એક તરુણ માણસ પાંચ છ વર્ષપર્યંત કાપડિયાનો ધંધો કર્યા પછી ગાંધીનો ધંધો કરવાનો વિચાર કરે છે અને તેથી તેટલા વર્ષનો કિંમતી અનુભવ ફેંકી દે છે. કારણ કે આ અનુભવ તેને ગાંધીના ધંધામાં જરા પણ ઉપયોગી થઈ શકતો નથી. આ પ્રકારે તે એક ધંધો છોડીને બીજો ધધો ગ્રહણ કરી પોતાના જીવનનો મોટો ભાગ નકામો ગુમાવી દે છે. તે પ્રત્યેક ધંધાનું થોડું શિક્ષણ મેળવે છે; પરંતુ કોઈ પણ ધંધો સંપૂર્ણ અંશે હસ્તગત કરતો નથી. અનુભવ એ દ્રવ્ય કરતાં પણ વિશેષ કિંમતી છે. અને વ્યાપાર-ધંધો શીખવામાં ગાળેલા વર્ષો અત્યંત મૂલ્યવાન હોવાની વાત તે ભૂલી જાય છે. એક માણસ અર્ધા અર્ધા વીસ ધંધો જાણતો હોય છતાં પણ તે સારી રીતે પોતાનો ચેચો ચલાવી શકશે નહિં; તો પછી દ્રવ્ય તો ક્યાંથી જ પેદા કરી શકે.
એક માણસ જ્યારે એક ધંધામાં પારંગત થઈને ઉત્પાદક કક્ષાએ પહોંચે છે તથા તેની બુદ્ધિ અસરકારક થઈ લાભપ્રાપ્તિ કરાવી આપે છે ત્યારથી તેને મહાન શક્તિની પ્રતીતિ થાય છે. જ્યાં સુધી તે પોતાનો ધંધો શીખે છે ત્યાં સુધીનો સમય વૃથા ગયો હોય એમ લાગે છે; પરંતુ તેવું જરા પણ હોતું નથી. કેમ કે એ સઘળો વખત તે બારીક જ્ઞાન અને અનુભવનો વિશાળ ભંડાર એકત્રિત કરતો હોય છે; પોતાના ભાવિ ઉદયરૂપી ઇમારતનો પાયો નાખતો હોય છે; માણસોની સાથે પરિચય કરતો હોય છે; સત્યતા, વિશ્વાસપાત્ર તથા પ્રમાણિકતા માટેની કિર્તી સંપાદન કરતો હોય છે અને પોતાની આંટ સ્થાપિત કરતો હોય છે. જ્યારે તે પોતાના ધંધામાં સંપૂર્ણ પાવરધો થાય છે; ત્યારે આ પ્રકારે પ્રાપ્ત કરેલું સર્વ જ્ઞાન, કુશળતા, ચારિત્ર્ય, વજન અને આંટ તેની મદદે આવે છે; અને તેને જલ્દીથી જણાવા લાગે છે કે, જેને તે સંપૂર્ણ હાનિ ગણાતો હતો તેમાંથી જ તેની ઉન્નતિ થઈ આવી છે.
કેટલાક લોકો એમ ધારે છે કે, જો અમે માત્ર વગર અટક્યે કામ કર્યે જ જઈશું તો અમને સફળતા પ્રાપ્ત થશે; પરંતુ વસ્તુસ્થિતિ આવી નથી. ઉદેશ અને યોજના વિના કામ કરવું એ તો સુકાન અને હોકાયંત્ર વિના વહાણ હંકારવા જેવુ જ મૂર્ખાઇભરેલું છે. જે વહાણનું સુકાન મહાસાગરના મધ્યભાગમા ભાંગી ગયું હોય તે ભલેને ચિરકાલપર્યત પર્યટન કર્યા કરે;પરંતુ તે માત્ર દેવયોગ સિવાય કોઈ પણ કિનારે અથવા કોઈ પણ બંદરે પહોંચતું નથી. અને જો ત્યાં પહોંચે તો તેમાનો માલ ત્યાના લોકોને ત્યાની આબોહવાને, ત્યાંની પરિસ્થિતિને અનુકુળ હોતા નથી. વહાણનો માલ જે બંદરને અનુકુળ હોય અને જ્યાં તેની માંગણી થતી હોય એવા નિશ્ચિત બંદર તરફ જ તે હંકારવું જોઈએ; અને તડકો હોય કે તોફાન, વાવાઝોડું હોય કે ઘૂમ્મસ હોય, તોપણ દ્રઢ રીતે તે તરફ જ હંકાર્યા કરવું જોઈએ. આ પ્રકારે જે માણસ સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતો હોય તેણે જીવનના મહાસાગર પર સુકાન વિના કદી પણ હંકારવું જોઈએ નહીં. જ્યારે દરિયો શાંત હોય અને પ્રવાહ તથા પવન અનુકુળ હોય ત્યારે જ નહીં, પરંતુ જ્યારે પવન અને તોફાનનું ભારે જોર હોય અને ઘૂમ્મસ વગેરેથી અત્યંત નિરાશા પ્રાપ્ત થતી હોય ત્યારે પણ તેણે પોતાનું વહાણ સીધું નિશ્ચિત બંદર તરફ જ હંકારી જવું જોઈએ. તેણે તોફાનો અને ઘૂમ્મસથી ડરીને તે લક્ષ્ય તજી દેવું જોઈએ નહિ. તેણે તો માત્ર એક જ ચીજ પોતાનું નિશ્ચિત બંદર જ-ધ્યાનમાં રાખીને તોફાની દરિયામાં પણ હંકાર્યા જ જવું જોઈએ. ગમે તેવો પવન હોય; ગમે તેટલા વિઘ્નો સહન કરવાં પડતાં હોય; તોપણ તેણે નિશ્ચિત બંદર તરફ ચાલવું જોઈએ. જો આમ કરવામાં આવશે તો જ પોતાના સ્થાને જ પહોંચે છે.
એક જ સારું નિશ્ચિત લક્ષ્ય, ઉદેશરહિત જીવનની હજારો ખરાબીઓ અટકાવે છે. નિશ્ચિત લક્ષ્ય પાસેથી અસંતોષ મૂઠી વાળીને નાસી જ જાય છે. એક નિશ્ચિત લક્ષ્ય જીવનમાંથી વૈતરું કરે છે; શંકાઓને લત્તાપ્રહાર કરી હાંકી મૂકે છે અને જીવનનો માર્ગ સ્પષ્ટ રીતે દર્શાવે છે. આપણે ઉદેશ વિનાના હોઈએ છીએ ત્યારે જે કાર્ય વૈતરા જેવુ ગણીને બડબડાટ સહિત કરીએ છીએ; તે જ કાર્ય આપનો ઉદેશ નિશ્ચિત થાય છે ત્યારે આપણે માટે આનંદમય બની રહે છે. જે કાર્ય ઉત્સાહ સહિત કરવામાં આવતું નથી તે સારું થઈ શકતું નથી. ઉદેશનું લક્ષ્ય જેટલું ઉત્તમ હોય છે અને યત્નમાં જેટલી પણ એકતાનતા હોય છે; તેટલે દરજ્જે પરિણામ પણ અસાધારણ અને અમર રહેવાવાળું આવે છે.
માત્ર શક્તિઓ હોવી જોઈએ એટલું જ પૂરતું નથી. તેણે કોઈ દ્રઢ સ્થિર લક્ષ્ય પર એકાગ્ર કરવી જોઈએ. આ જમાનામાં તો એવા યુવાન સ્ત્રી-પુરુષોની જરૂર છે કે જેઓ પોતાનું વ્યક્તિત્વ ગુમાવી દીધા સિવાય અથવા સંકુચિત અને માખ્ખીચૂસ બન્યા સિવાય એક જ કાર્ય કરી શકે. એક જ નિશ્ચિત ઉદેશ જેવી ઉત્તમ વસ્તુ આ દુનિયામાં કઈ પણ નથી. ગમે તેવા શિક્ષણ, બુદ્ધિ, શક્તિ, ઉધોગ અને ઈચ્છાશક્તિ પણ તેની બરોબરી કરી શકે તેમ નથી. ઉદેશરહિત જીવન હમેશાં નિષ્ફળ જ નીવડે છે. જ્યાં સુધી આપણી શક્તિઓ અને સામર્થ્યનો ઉપયોગ આપણે એક ઉદેશ સિદ્ધ કરવાને માટે કરી શકીએ નહિં ત્યાં સુધી તે આપણને શું લાભ કરશે ? જ્યાં સુધી સુતાર પોતાના ઓજારોનો ઉપયોગ કરી શકતો નથી ત્યાં સુધી તે તેને શું ફાયદો કરશે ? જે માણસો પાઠશાળાના શિક્ષકોનો અને પોતાના અગાધ જ્ઞાનભંડારનો એક નિશ્ચિત કાર્યમાં વિશેષ ઉપયોગ કરી શકતો નથી તેમણે શિક્ષણ અને જ્ઞાન શું ઉપયોગનાં છે.
આ ટૂંકા માનવ જીવનમાં જેને કાંઈ પણ મહત્કાર્ય કરવું હોય તેણે પોતાની સર્વ શક્તિઓ વડે એવું તો એકાગ્રતાપૂર્વેક કામ કરવું જોઈએ કે આ જગતમાંના મોજશોખ કરવાને જન્મેલા માણસોને મન તો તે ગાંડા માણસ જેવો લાગે !
એક મહાન ઉદેશ-એક અડગ લક્ષ્ય ધરાવનાર પુરુષ કરતાં વિશેષ ભવ્ય દ્રશ્ય આ જગતમાં કોઈ જ નથી. તેણે અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે. જગત આઘુંપાછું થઈ જઈને તેને માટે હમેશાં માર્ગ કરી આપે છે.અનિશ્ચિત વૃતિનો અને ઉદેશ વિનાનો માણસ વિઘ્નોને તાબે થઈ જાય છે; કારણ કે તેનામાં તેમને હડસેલી કાઢવાની શક્તિ હોતી નથી; પરંતુ સહેતુક જીવન ગાળનાર માણસને તો તેનાથી અર્ધા પણ વિઘ્નોની સામે થવું પડતું નથી. સીધા પોતાના લક્ષ્ય તરફ ઘસી જતાં, વિઘ્નોમાંથી પોતાનો માર્ગ કાપી કાઢતા અને બીજા માણસોને હતાશ બનાવી દે એવા વિઘ્નોને જીતી લેતા એકાદ તરુણ પુરુષને જોવાથી આપણને કેવો આનંદ થાય છે ! પરાજય પણ તેણે વ્યાયામની પેઠે નવીન શક્તિ અર્પણ કરે છે; વિરોધ પણ તેના શ્રમને અને દ્રઢતાને વધારે છે; અને સંકટો પણ તેની હિંમતને વધારે છે. બીમારી, ગરીબાઈ, વિપત્તિ કે ગમે તેવા સંકટો આવી પડે તો પણ તે પોતાના લક્ષ્ય પરથી પોતાની આંખ જરા પણ ખસેડતો નથી.

No comments
New comments are not allowed.