Header Ads

ચારિત્ર્ય કેવું હોવું જોઇએ

 ચારિત્ર્ય કેવું હોવું જોઇએ

Character should be
Image Source – Google image by ROBIN PARRISH HTTPS://SCREENRANT.COM/GAME-OF-THRONES-CHARACTERS-MEETING-SEASON-8/ 


ચારિત્ર્ય કદી પણ મરણ પામતું નથી. લોંગ્ફેલો કહે છે કે આકાશમાં એક તારો નષ્ટ થાય તે પછી પણ તેનો તેની હયાતીમાં આપણાં તરફ આવવાને નીકળી ચૂકેલો પ્રકાશ નીચે આવતાં લાંબા સમય સુધી આપની સ્થૂલ દ્રષ્ટિની સામે પ્રકાશે છે. આજ પ્રકારે એક મહાપુરુષ પોતાની પાછળ જે પ્રકાશ મૂકી જાય છે તે તેના દેહાંત પછી પણ માણસોનાં માર્ગ પર વર્ષોનાં વર્ષો સુધી ઝળહળે છે, 
      ચારિત્ર્ય એ જ સર્વોત્તમ શક્તિ છે,
      ચારિત્ર્ય એ જ સર્વોત્તમ સંપત્તિ છે,
      ચારિત્ર્ય એ જ સર્વોત્તમ ધર્મ છે,
      ચારિત્ર્ય એ જ સર્વોત્તમ મોક્ષ છે.    
      દેશની દરેકે દરેક શાળામાં,દરેક ગૃહમાં અને યુવકના ઓરડામાં ઉપલાં સૂત્ર ટાંગો. માતાઓ ! દરેક બાળકના હ્રદયમાં તે ઊંડા અક્ષરે કોતરો.
      ચારિત્ર્યને કોઇની કાશી ભલામણની જરૂર નથી તે પોતે જ પોતાની ભલામણ કરે છે. ચારિત્ર્ય વિનાનું સાડાત્રણ મણનું શરીર ગમે તેટલી તાકાત, પૈસો, સત્તા હોય તો પણ તુચ્છ છે. 
     રોબર્ટસન જણાવે છે કે જ્યારે તમે અંતકરણનાં છેક ઊંડા ભાગમાં ઊતરો ત્યારે માત્ર સુખલાલસાના જેવી જ નહિં પરંતુ અન્નની ઇચ્છાના જેવી જ-તમારા જીવનને અધિક ઉદાત્ત અને ઉચ્ચતરે બનાવવાની-ઈચ્છા થાય છે.     
     ડેવિડ ડડલિ ફિલ્ડ કહેતો કે, `હું લિંકનને આધુનિક સમયનો મહાનમાં મહાન પુરુષ ગણું છુ,` વેબ્સ્ટર, કલે, કેલહાઉન વગેરે મહાન પુરુષો હતાં; પણ તેઓ પોતપોતાની એક જ દિશામાં મહાન હતા ત્યારે લિંકન ઘણી દિશામાં મહાન હતો. આ માણસમાં મહાનતાના એવા ગુપ્ત ઝરા હતા કે જે અત્યંત આકસ્મિક રીતે ફૂટી નીકળતા હતાં. તેની અદભૂત શક્તિઓ તેની આસપાસના માણસો સમજી શકતા ન હતાં. હોરેસ ગ્રીલી પણ લગભગ તેના જેટલી જ દિશામાં કામ કરતો હતો; પરંતુ ભલાઈ અને દુર્બળતાનું અદભૂત મિશ્રણ થયેલું હતું ત્યારે લિંકન પ્રેત્યેક દિશામાં દ્રઢ જણાતો હતો. લિંકને ગુલામોના મુકતિદાનના ઢંઢેરા પર સહી કર્યા પછી કહ્યું કે, `હવે વચન પાળવું જોઈએ; હું એક પણ શબ્દ પાછો ખેંચી લઇશ નહીં.`
   ખરા મનુષ્યના રક્તનું એક ટીપું પણ સમુદ્રના તમામ પાણી કરતાં વધુ કિંમતી છે.  મનુષ્ય એ ખિતાબ સર્વ ખિતાબ કરતાં ઉત્તમ છે. મનુષ્યની સંખ્યા, શહેરોનું કદ તેમજ પાક, એ કાંઈ સંસ્કૃતિનું સાચામાં સાચું પ્રમાણ નથી; પરંતુ દેશ જે પ્રકારનાં માણસો ઉત્પન્ન કરે તે જ સાચામાં સાચું પ્રમાણ છે.    –ઇમર્સન
      અડચણને કાપી નાખો અને મનુષ્યને બહાર કાઢો.    –પોપ
      ઉદાત્ત ન બનો તે કરતાં તો નામશેષ થઈ જાઓ એ જ બહેતર છે                                              -ટેનિસન
      ઉદાત્ત બનો, એટલે બીજા માણસોમાં પણ જે ઉદાત્તતા સૂતેલી હશે-કેમ કે તે કોઈનામાંથી કદી પણ નષ્ટ થયેલી તો હોતી જ નથી-તે જાગ્રત થશે અને તમારા ઉદાત્તતાને મળવા આવશે.                                                        –લોવેલ
      એક માણસ એટલો બધો વધ્યો હોય કે તે ધ્રુવને સ્પર્શ કરે અથવા સૃષ્ટિ આખીને પોતાની મૂઠીમાં સમાવી દે; તોપણ તેનું માપ તો તેની આંતરિક યોગ્યતા ઉપરથી જ થવું જોઈએ; અંત:કરણ જ મનુષ્યનું માપ છે.        –વોટસ
      પુરુષ અથવા સ્ત્રીની સતકીર્તિ એ જ તેનો આત્માનો પ્રથમ અલંકાર છે. મારા સદગુણો કાંઈ મારી સાથે બીમાર પડતાં નથી; તેમ જ મારી કબરમાં દટાશે પણ નહીં                   -ઇમર્સન
     એક પવિત્ર સાધુએ તિબેટની એક ગુફામાં છ વર્ષ ગાળ્યા હતાં. આ સઘળો વખત તેણે ઉપવાસાદિ કઠિન તપ અને પ્રાથના તથા સ્તુતિ ઇત્યાદિ સાધના કરવામાં તથા ઈશ્વરને પ્રસન્ન કરી, સ્વર્ગમાં સ્થાન મેળવવા માટે પ્રયત્ન કરવામાં ગાળ્યો હતો. અંતે તેણે પ્રભુને એવી પ્રાથના કરી કે, `મને મારા કરતાં કોઈક મોટો એવો સંત બતાવો કે જેથી હું તેનું અનુકરણ કરું અને પવિત્રતાની આથી ઉત્તમ ભૂમિકા પર ચઢું. જે દિવસે તેણે પ્રાથના કરી હતી તે જ દિવસે રાત્રે એક દેવદૂત તેની પાસે આવ્યો અને બોલ્યો કે, `જો સદગુણ અને પ્રવિત્રતામાં સૌના મુકુટમણી બનવાનો તારી ઈચ્છા હોય તો પેલો મસ્ત બારોટ કે જે કવિતા ગાતો અને ભિક્ષા માગતો ઘેરઘેર હડસેલા ખાય છે તેનું અનુકરણ કર .` આથી પેલા સાધુને ખૂબ રીસ ચડી અને તેણે પેલા બારોટને શોધીને પુછ્યું કે, ` અલ્યા ! તેં તે એવા શું કામ કર્યા છે કે ઈશ્વર તારા પર આટલા બધા પ્રસન્ન થયા છે ?` તે બારોતે નમન કરી ઉત્તર આપ્યો કે, ` પવિત્ર મહાત્મા ! મારી મશ્કરી કરો નહિં. મે કાંઈ સતકર્મ કર્યા નથી કે મે કાંઈ પ્રાથના પણ કરી નથી. હું તો માત્ર કવિતા ગાઈ ગાઈને લોકોના આનંદ આપવા ઘેર ઘેર રખડું છું. ` તે સાધુએ આગ્રહપૂર્વક કહ્યું કે, `ના, ના, તે કાંઈક સત્કાર્યો કર્યા જ હોવાં જોઈએ.` ભારે પ્રત્યુતર વાળ્યો કે,   મે કાંઈ સત્કાર્ય કર્યું હોય એમ હું જાણતો નથી.` સાધુએ પુછ્યું, પરંતુ તું ભિક્ષુક કેવી રીતે બન્યો ? શું તે ઉડાઉ બનીને તારા પૈસા ગુમાવી દીધા છે ?’ ભાટ બોલ્યો: ના, મે એમ કર્યું નથી, મે એક ગરીબ સ્ત્રીને દુ:ખી ચહેરે ગાભરી આમ તેમ દોડતી જોઈ. તપાસ કરતાં જણાયું કે તેનો પતિ અને તેનાં સંતાનો દેવું ભરવાને માટે ગુલામ તરીકે વેચાઈ ગયાં હતાં અને બેલિયલના કેટલાક માણસો તેને પણ કબજામાં લેવા માગતા હતાં;કારણ કે તે બહુ ખૂબસૂરત હતી; પરંતુ મે તેને મારે ઘેર લઈ જઈને તેમના પંજામાંથી બચાવી. મારી પાસે જે કાંઈ મિલકત હતી તે સર્વ તેનાં કુટુંબનો ઉદ્ધાર કરવાને માટે આપી દીધી અને તેનાં પતિ અને સંતાનો ભેગી મેળવી આપી. પણ શું કોઈ બીજા માણસે આવું કર્યું ન હોત ?’ આ હકીકત સાંભળી તે સાધુની આંખમાંથી દડ દડ આંસુ સારી પડ્યાં અને બોલ્યો કે, મે મારા સમગ્ર જીવનમાં તમારા જેટલું કામ કર્યું નથી.’
   મહાન દ્રવ્યભંડાર કરતાં કીર્તિ અને પ્રેમનો ભંડાર બહુ જ મહત્વનો છે.’ દુનિયા જેને સફળતા ગણતી હોય તેને તમે સફળતા ગણશો નહિ. 
     કુદરતની જે જે શક્તિઓ સૌથી બળવાન છે; તે બીજી બધી શક્તિઓથી વિશેષ શાંત છે. આપણે મેઘગર્જનાને બળવાન માનીએ છીએ. પરંતુ ગુરુત્વાકર્ષણ શક્તિ કે જે કાંઈ પણ અવાજ કરતી નથી છતાં સઘળા ગ્રહોને તેમની કક્ષામાં રાખ્યા કરે છે અને જગતને અસ્ખલિત રાખે છે તથા પ્રેત્યેક ગ્રહના પ્રેત્યેક અણુને સમગ્ર આકર્ષણના મહાન કેન્દ્રની સાથે જોડી રાખે છે; તે શક્તિ મેઘના મહાન કડાકા કરતાં અનંતગણી વધુ બળવાન હોય છે. આપણે કહીએ છીએ કે, પ્રકાશિત વીજળી બહુ બળવાન છે. કેમ કે તે મજબૂત ઓકના ટુકડે ટુકડા કરી નાખે છે અને અતિ મજબૂત કિલ્લાને તોડી છિન્નભિન્ન કરી નાખે છે; ત્યારે તે બહુ બળવાન જણાય છે. પરંતુ જે વીજળી આકાશમાંથી એવી કોમળતાપૂર્વક છતાં એવી અકલ્પનીય ત્વરાથી આવે છે અને પૃથ્વી પર પડે છે કે આપણને જણાતી પણ નથી. વળી તે પૃથ્વી પર એટલી બધી અસર કરે છે કે જેને લીધે પુષ્કળ લીલોતરી થાય છે; તેની નિરંતર ક્રિયાથી જ્યાં ત્યાં સૌંદર્ય તથા મંગળ પ્રસરી રહે છે. તથા તેનામાં જેટલું બળ હોય છે તેથી અર્ધુ બળ પ્રકાશિત વીજળીમાં હોતું નથી. 
     જે વસ્તુઓ કાંઈ પણ અવાજ કરતી નથી અને કંઈ પણ કરવાનો દાવો કરતી નથી તે જ વસ્તુત: બળવાનમાં બળવાન હોય છે. એકાદ મહાપુરુષની મૂંગી પ્રવિત્રતા સમસ્ત લોકો પર જે અસર કરે છે તે અસર એકાદ સમર્થ વક્તા યા ઉપદેશક્નાં જિંદગી સુધીનાં ભાષણો પણ કરી શકતાં નથી.
     ઉત્તમ કુળમાં અવતરવા કરતાં ઉત્તમ કીર્તિ મેળવવામાં ખરી મહત્તા છે. બ્લેકી જણાવે છે કે, એક મહાપુરુષના પ્રત્યક્ષ દ્રષ્ટાંતથી જેવી અસર થાય છે, તેવી અસર કોઈ પણ ઉપદેશથી થતી નથી. કારણ કે તે મહાપુરુષને આપણે આપણી દ્રષ્ટિથી પ્રત્યક્ષ એવું કાર્ય કરતો જોઈએ છીએ કે જેની આપણને સ્વપ્નમાં પણ કલ્પના ન હોય.
    ધ્યાનમાં રાખજો કે, મહાન કાર્ય કરવું એ કાંઈ જીવનનું મુખ્ય કર્તવ્ય નથી; પરંતુ આપણે પોતે પવિત્ર ચારિત્ર્યવાળા થવું એ જ મહત્વનુ કર્તવ્ય છે. ચારિત્ર્ય એ જે આપણાં જીવનનું ઉત્તમૌત્તમ અને સૌથી વિશેષ સ્થાયી ફળ છે.
     ચારિત્ર્યવાન માણસો જે સમાજમાં વસતા હોય છે તે સમાજનો આત્મા જાણે તેઓ જ છે. ખરું જોતાં તેઓ જ નહીં કે પોલીસ-લોકોને કાયદા પ્રમાણે ચલાવે છે. તેમનું ચારિત્ર્ય જ ઉત્તમ રાજ્યવ્યવસ્થાનું મૂળ હોય છે. ચારિત્ર્ય વિનાની એકલી બુદ્ધિ આપણને અધોગતિમાં લઈ જાય છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે, શાળા અથવા પાઠશાળામાં જે છોકરાઓ બહારથી ઠોઠ અને મૂર્ખ જણાય છે; તેઓ ધીમે પરંતુ દ્રઢતાપૂર્વક, બીજા ચારિત્ર્યવિહીન છોકરાઓ કરતાં ઉન્નત દશાને પ્રાપ્ત થાય છે. આનું કારણ માત્ર એટલું જ છે કે, તેઓ ઉન્નત થવાની વૃતિ ધરાવે છે. આ વ્રુતિ ધીમે ધીમે પરંતુ ચોક્કસ રીતે વિકાસ પામે છે. અને તેમને ઉન્નત કરીને માનવંત તથા વિશ્વાસપાત્ર સ્થાન અપાવે છે. જે માણસ મહત્વાકાંક્ષી હોય છે; જે વિઘ્નોને છિન્નભિન્ન કરીને પ્રગતિ કરવાના અને આગળ વધવાની વૃતિ ધરાવે છે તેમનામાં કોઈક એવો ગુણ રહેલો હોય છે, કે જેને સર્વ કોઈ વખાણે છે.        
    આપણાં અંતરાત્મામાં જે ગુપ્ત દેવ રહેલો છે તેનો અવાજ દાબી દેવાનો આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ પરંતુ તે હમેશાં સત્યકાર્યને અનુમોદન જ આપવાનો અને દુષ્કાર્યોને ધિક્કારી જ કાઢવાનો. આપણે તેના પ્રત્યે ધ્યાન આપીએ કે ન આપીએ; પરંતુ તેના ઠરાવમાં યત્કિંચિત, પણ ફેરફાર કરવામાં શક્તિ હોતી નથી. આરોગ્ય, અનારોગ્ય, ઉન્નતિ, અવનતિ સઘળી અવસ્થામાં આ નિમકહલાલ સેવક આપણી પાછળ ઊભો રહે છે. આપણાં કામમાં કદીયે માથું મારતો નથી; પરંતુ જે જે કામ કરીએ અને જે જે શબ્દ બોલીએ એ સર્વને તે તોળે છે અને `સત્ય` કે `અસત્ય` એવો પોતાનો નિર્ણય જાહેર કરે છે. 
    તમે શ્રીમંત હો કે ગરીબ હો, આમિર હો કે ફકીર હો, તે સો વર્ષ પછી સરખું જ ગણાશે; પરંતુ તમારા સદાચરણ કે દુરાચરણની અસર તો એ સમયે પણ રહેવાની જ. જો આપણે સ્વાર્થત્યાગનો પાઠ શીખ્યા હોઈએ તો માનાપમાનની પણ આપણાં પર અસર થાય નહિં. 
    અમેરિકન ક્રાંતિ દરમ્યાન ત્યાંની કોંગ્રેસનાં પ્રમુખ જનરલ રીડને બ્રિટિશ કમિશનરોએ દશ હજાર ગીનીની લાંચ આપવા માંગી ત્યારે તેણે કહ્યું કે, `ગૃહસ્થો ! હું ગરીબ છુ-અતિ ગરીબ છુ; પરંતુ મને ખરીદે આટલી તમારો રાજા શ્રીમંત નથી.`
     `જે માણસનું ઉજ્જવલ અંતઃકરણ બીજાઓનાં અંત:કારણને ઉચ્ચ ભૂમિકા પર લઈ જાય છે, તે માણસ શું મરણ પામે છે ? જે અંત:કરણોને તે પોતાની પાછળ મૂકી જાય છે, તે અંત:કરણોમાં જીવવું એ કાંઈ મરણ નથી. 
    `કર્તવ્ય એ એક પ્રકારનો સિમેન્ટ-ચૂનો છે; એના વિના સઘળી સત્તા, ભલમનસાઈ, બુદ્ધિ, સત્યતા સુખ અને પ્રેમ સુદ્ધાં સ્થાયી રહી શકતાં નથી. એના વિના આપણાં જીવનના સઘળા તંતુઓ તૂટી જાય છે; એના વિના આપણને આપણી પાયમાલીની વચ્ચે આપણાં નાશ તરફ આશ્ચર્ય સહિત જોતાં બેસવાની ફરજ પડે છે. નિરંતર દ્રઢ કર્તવ્યપરાયણતા એ જ શિક્ષણનું સાચું પર્યવસાન છે. 
     જો તમારાં પૈસા પ્રમાણિકપણે મેળવેલા ન હોય, જો તમારાં કરોડો રૂપિયામાં અપ્રમાણિકપણે મેળવેલી એક પાઇ પણ હોય તો તમને સફળતા મળેલી ગણાશે નહિં. જો તમારાં નાણાં કે મિલકતમાં રંક અને દુર્ભાગી અનાથો, મજૂરો, કિંવા વિધવાઓનું રક્ત રહેલું હોય તો તમને વિજય મળેલો ગણાશે નહિં. જો તમારાં દ્રવ્યે બીજાઓને ગરીબ બનાવ્યા હોય તો તમને નિષ્ફળતા જ મળેલી સમજજો. જે ધંધો બીજા માણસોને મારી નાખે; બીજાઓનાં જીવન  ટૂંકાં કરે; બીજાઓનાં રક્તને વિષમય બનાવે અથવા તેના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન કરે એવા કોઈ ધંધા દ્વારા જો તમે દ્રવ્ય મેળવ્યું હોય;      બીજાને ખરાબ કરે એવા ધંધા દ્વારા જો તમે પૈસા મેળવ્યા હોય તો તમને નિષ્ફળતા જ મળી છે એમ સમજજો.  
     સ્મરણમાં રાખજો કે, એક સમયે તમારી સમગ્ર રહેણીકરણીનો હિસાબ તમારે આપવો જ પાડવાનો. તમને પૂછશે કે, તમે દ્વ્રવ્ય કેવી રીતે સંપાદન કર્યું હતું. શું તેમાં માણસોના ભોગ અપાયા છે. શું તેમાં બીજા માણસોના આશાઓ અને સુખની કબર ખોદાઈ છે ? શું તેને માટે બીજા માણસોના સુખનો ભોગ આપવામાં આવ્યો છે ? શું બીજા માણસોના હક્કો તેમાં નાશ પામ્યા છે ? કે તેમને મળવાની તકનો નાશ થયો છે ? કે તેમનો વિકાસ અટક્યો છે ? કે તેમના ચારિત્ર્ય ભ્રષ્ટ થયા છે ? શું તેથી બીજા માણસોના રોટલા અને રહેઠાણોમાં નુકસાન પહોંચ્યું છે ? જો એમ હોય તો તમારું જીવન નિષ્ફળ જ નીવડેલું ગણાશે. તમારા કરોડો રૂપિયા તમને આ તિરસ્કરણીય લોકવાયકામાંથી બચાવી શકશે નહિં કે`તમારી તુલના કરવામાં આવી છે અને તમે હલકી પંક્તિના  નીવડ્યા છે.` 
    બિચાર કહે છે કે, આપણે સર્વ ચિરકાલને માટે આત્મારૂપી ઘર બાંધીએ છીએ; અને તે છતાં પણ આપણા શિલ્પ અને આપણી કાળજીમાં કેટલો તફાવત છે! 
     ઘણા માણસો વ્યાપારનો સામાન ભરવાની વખાર જેવા જ હોય છે. કેમ કે તેમના મસ્તકમાં અને અંતઃકરણમાં ભૌતિક વસ્તુઓનો જ વાસો હોય છે. શહેરના હલકા લત્તામાં આવેલા ગરીબ લોકોને રહેવાના ઘરો, પાછળથી જેમ પૈસાના બદલામાં વેચાઈ જઈને વેપારીઓના માલ ભરવાની વખારો બની રહે છે; તેની પેઠે આવા માણસોના આત્મામાં પૂર્વે જે રુચિ, પ્રેમ, તે ભૌતિક વસ્તુઓની વખાર જેવો બની જાય છે.    
 
Character should be
Image Source – Google image by ROBIN PARRISH HTTPS://SCREENRANT.COM/GAME-OF-THRONES-CHARACTERS-MEETING-SEASON-8/ 

       


No comments