Header Ads

મનુષ્ય કેવા હોવા જોઈએ

મનુષ્ય કેવા હોવા જોઈએ 

      ઈશ્વર મનુષ્યને પવિત્ર, પ્રમાણિક અને ઉદાર  બનવાનું કહ્યું છે. તેની સાથે તેમણે મનુષ્યને બુદ્ધિશાળી, બહાદુર અને કુશળ થવાનું પણ કહે છે. આ વિશ્વ આવાજ મનુષ્યની આશાઓ રાખે છે. રશ્યાએ પોતાના શિક્ષણ વિષેના એક લેખમાં જણાવે છે કુદરતના નિયમાનુસાર બધાં માણસો એકસરખા હોવાથી તેમનો વ્યવસાય પણ એકસમાન હોય છે. આપણે માણસ તરીકે ફરજ બજાવવા માટે સુશિક્ષિત થયા હોય તે માનવજાતિનો કોઈ પણ વ્યવસાય કરવાને શક્તિશાળી થયો હોય છે. આપણી શાળાઓના શિક્ષકોને પોતાના વિધાર્થીઓને સૈનિક, સીએ, વકિલ કે ડોક્ટર માથી ગમેતે થાય પણ સૌથી પહેલા તેને મનુષ્ય બનવાનું શીખવવું જોઈએ કુદરતે આપણને સમાજના કામ કરતાં પહેલા માનુષ્યના ફરજ બજાવવાને માટે જન્મ આપ્યો છે. 
What should a person be
Image Source – Google image by प्रेरणा मेहरोत्रा http://www.phirbhi.in/there-should-be-a-property-to-understand-the-qualities/
તમને ખબર છે જૂના યુગમાં ફિલોસોફર ડાયોજીનીશે ભરબપોરે હાથમાં ફાનસ પકડીને એક સંપૂણ પ્રમાણિક માણસની ખોજ કરી હતી ત્યાં તેને તેવું કોઈ મળ્યું ન હોતું. ત્યારે તે મોટા અવાજથી બૂમ પાડી કે હે મનુષ્યો મારી વાત સાંભળો; જ્યારે તેની આસપાસ માણસો એકઠા થયાં ત્યારે તે તિરસ્કારથી બોલ્યો મે તો માણસોને બોલાવ્યા હતા કાઈ એમના ઓઠાને બોલાવ્યા નોહતા. ખરેખર દરેક ઠેકાણે આવા માણસની જરૂર છે જે માણસોના ટોળામાં પોતાનું વ્યક્તિત્વ સાબિત કરી દે આખી દુનિયા હા કહે તો પણ ના કહેતા ડરે નહીં 

મનુષ્ય શુ ઈચ્છે છે.

અત્યારની બરાબર અને શાણી કહેવાતી સમાજનીવ્યવસ્થા નથી જોઈતી 
કુબેરના ભંડાર નથી જોઈતા, 
સખત અને રૂઢિચુસ્ત ધર્મો જોઈતા નથી, 
મોટી મહાન સત્તા નથી જોઈતી,  
પ્રબળ લેખિની નથી જોઈતી પણ સાચો માનુષ્ય જોઈએ છે. 
આખું વિશ્વ પુકારી રહ્યું છે કે અમારો ઉધાર કરનાર માનુષ્ય છે ક્યાં ? અમારે એક ખરા મનુષ્યની જરૂર છે; પણ આવા માણસને તમે દૂર ખોજવા જવાની જરૂર નથી તેવો માનુષ્ય તમારી નજીક જ છે. અને તે બીજું કોઈ નથી તમે ખુદ છો હું છું આપણામાંથી દેરેક માણસ છે. એક માણસને સાચો મનુષ્ય કેવી રીતે બનાવવો? જો તે ખુદ્જ એવો બનવાની ઈચ્છા રાખી શકતો ન હોય તો તેના માટે તેવા બનવા ખૂબ સહેલું છે; અને જો તે તેવી ઈચ્છા રાખી શકતો હોય તો તો તેને માટે સાચો મનુષ્ય બનવા જેટલું સહેલું પણ બીજું કઈ જ નથી .”                                                                        લેક્ઝાંદર ડ્યુમાસ
“આપણે જીવનની ઈચ્છા રાખીએ છીએ, કાઈ મૃત્યુની ઈચ્છા નથી રાખતા. આપણું અત્યારનું આજીવન એ આપણાં પૂર્વજીવન માનો એક ભાગ છે. આપણને  સંપૂર્ણ જીવન જોઈએ છીએ,’. જીવનના હજારો જીવતા મનુષ્યોમાંથી એકદમાં જ સાચું મિશ્રણ હોય છે. સારી આંખ, પૂરો ઉત્સાહ અને તમામ વસ્તુ મેળવવા છતાં તેનાથી દબાઈ ન જાય તેવાં હ્રદય સાથે જે માણસે જન્મ લીધો છે તેને બીજા કોઈ ગુણની જરૂર નથી. કારણ કે તે પોતાનું સદનસીબ સાથે લઈને આવેલો હોય જ છે.”                                      -ઇમર્સન

મનુષ્યની વ્યાખ્યા મારા મત મુજબ આવી છે.

1. જે એક મહાન હેતુ ખુબ આશ્ચર્ય સાથે પોતાના મનમાં રાખેલો હોય તો પરંતુ તે આશ્ચર્યને પોતાનું મનુષ્યત્વ સંકોચાવા. ડાબી દેવા કે ખતમ થવા દે નહીં; અને જે પોતાની એકાદ શક્તિનો ખુબ જ વિકાસ કરીને પોતાની બીજી શક્તિઓને સંકુચિત કરે નહીં 
2. જે હિમતવાળો અને બહાદુર હોય અને જેનામાં કાયરતા જરા પણ ન હોય.
3. જે ધાંધને તો ફક્ત જીવનનિર્વાહ તરીકે ગણી તેની કિમત ચારિત્ર્ય કરતાં ઓછું ગણાતો હોય, અને ધંધાને આત્મવિકાસ, શિક્ષણ, સંસ્કાર, વ્યાયામ અને ચારિત્ર્ય અને મનુષ્યત્વ મેળવવાના સાધન માનતો હોય.જેનું મન વિશાળ હોય, જે વસ્તુઓની અડધી બાજુએ જોતો ન હોય.
4. જે મોટા સિદ્ધાંતોને વળગેલ હોય છતાં સાદી સમજણશક્તિને ત્યજીને શાળા કોલેજોના શિક્ષણથી દબાઈને વ્યવહારની કુશળતા ભુલી જાય નહીં.
5. જે ભભકા કરતાં સત્વને વધુ પસંદ કરી પોતાની સત્કાર્યની કિર્તિ ને મૂલ્યવાન ભંડાર ગણતો હોય.જે ઉદાસીન કે સંકુચિત વિચારનો ન હોય; પણ જોશ અને ઉત્સાહથી ભરપૂર હોય. જેના મનોવિચારને સખત ઇચ્છાઓની આજ્ઞામાં રહવાનું શિક્ષણ મેળવ્યું હોય; જે કલા અને પ્રકૃતિની સુંદરતને ચાહતા, તમામ પ્રકારની અધમતને ધિકારતા અને બધાઓને પોતાની જેમ માન આપતાં શીખ્યો હોય.
મોનટેન જણાવે છે કે’ માત્ર શરીર કેળવવું એ આપણું મુખ્ય કાર્ય નથી; પણ મનુષ્ય તરીકે શિક્ષણ મેળવવું એ જ આપણું મુખ્ય કાર્ય છે. વિશ્વમાં સ્ત્રીપુરુષોનું મોટુ કાર્ય ‘બળવાન’ થવું જોઈએ એ છે. ભવિષ્યના કાર્યનો  બોજો સહન કરવાને માટે ભાવિ પુરુષને અને સ્ત્રીને ખૂબ બળની જરૂરયાત પડશે. જેનું આરોગ્ય મજબૂત હોવું જોઈએ. જે હમેશા ઉત્સાહમાં જ રહે છે. સંપુણ આરોગ્ય ઊભરતા ઉલ્લાસયુક્ત ઉત્તમ પુરુષત્વ એનાથી સુંદર બીજું શું હોય શકે?
       મજબૂત, સ્વતંત્ર અને સ્વાલંબી માણસ નિવડવાનો લક્ષ્ય ધરાવનાર હજારો વિધાર્થીઓ દર વરસે આપણી યુનિવર્સિટીઓમાથી ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળે છે પણ તેઓ મજબૂત વૃક્ષને બદલે કરમાઈગયેલા છોડ, બૂદ્ધિમાન માણસને બદલે ગોખણપત્તિના સરદાર, સ્વાવલંબીને બદલે નિરાશ્રિત મજબૂતને બદલે માંદા, સબળને બદલે નબળા નીવડે છે. તેમાંથી કેટલાક આશાવાદી જણાઈ ખરા પણ તેઓ કદી પૂર્ણ મનુષ્યત્વ  મેળવી શકતા નથી. 

મનુષ્યનું મન વિષે.

      અત્યારના સમયમાં દ્રઢ મન, વિશાળ અંતઃકરણ, સાચી શ્રદ્ધા અને કામ કરવાની મહત્વાકાંક્ષા ધરાવનાર માણસોની જરૂર છે. જે માણસોને સત્તાનો લોભ મારે નહીં; તેમજ તેમને સત્તાથી પ્રાપ્ત થતી મૂડી તેને ખરીદી શકે નહીં જેઓ સ્વતંત્ર અભિપ્રાય અને ઈચ્છાશક્તિ ધરાવે છે; જેઓ જૂઠું બોલતા નથી અને જે ઉચ્ચ દરજ્જાના માણસની સામે ઊભા રહી શકે છે અને જરા પણ ડર રાખ્યા વિના દગ્ગાભરેલી ખુશામત સામે તિરસ્કાર બતાવી શકે છે, જેઓ સાર્વજનિક ફરજમાં અને ખાનગી વિચારની બાબતમાં તેઓ ઘૂમ્મસની ઉપર સૂર્યપ્રકાશમાં રહે છે. એવા ઉચ્ચ માણસની અત્યારના સમયમાં જરૂર છે.                            એનન
યંગ કહે છે કે ‘ તારું હ્રદય ખુલ્લુ કર, તારી ઇચ્છાઓને વિશાળ કર અને પુરુષત્વ તથા સુખને અંદર પ્રવેશવા દે; શૂન્યથી ઈશ્વર પર્યંતના વિચારોનો જે અમર્યાદ સમૂહ છે તેને તારા હ્રદયમાં દાખલ કર આથી જ ખરો મનુષ્ય બને છે. 
શાણામાં શાણો પુરુષ પોતાના ભાગ્યની પાસે સાદાઈ, નમ્રતા, પૌરુષ અને પ્રમાણિક્તા સિવાય બીજી કોઈ વસ્તુ માગતો નથી.
‘માણસ કેવો હોવો જોઈએ’
વાણીમાં સુમધુર, શાણો, રજાના જેવા ભવ્ય દેખાવવાળો છતાં નમ્ર સ્વભાવનો અને નિર્ભય હોવા છતાં વિયનયશીલ, અદબવાળો અને મૃદુ હ્રદયનો .’                                 એડવિન આર્નોલ્ડ 

મનુષ્યનું મન અને ચારિત્ર્ય નો સંબંધ        

આપણું ચારિત્ર્ય આપણાં શરીરને પ્રત્યે કુદરતી રીતે સહાનુભૂતિ રાખે છે તેમજ તે અચાનક તેનું સ્વરૂપ ધરી લે છે. એક તંદુરસ્ત, શક્તિશાળી અને આનંદી માણસ જેટલો શક્તિ અને ચારિત્ર્યબળનો વિકાસ કરી શકે છે; તેટલો વિકાસ એક ગુસ્સાવાળો, ચિડિયાપણા ધરાવતો અને દુખી માણસ નથી કરી શકતો. શક્ય છે કે થોડા સમય પછી અમુક સાધારણ દેખાતો માણસ પણ જગતમાં આજ સુધી જન્મેલા ઉચ્ચમાં ઉચ્ચા પુરુષ કરતાં ઉચ્ચતર કોટીનો નીવડે છે. 
એક નિયમ કરો “હું હમેશા સત્ય બોલીશ; મારૂ દરેક વચન બરાબર પાળીશ; લોકોને મળવાનું કાર્ય ખૂબ જ નિયમિત અને તેમના સમયની કિંમત સંપૂર્ણ ધ્યાનમાં લઈને કરીશ; જો હું મારી સત્કીર્તિને મૂલ્યવાન ભંડાર સમજતો હોઉ તો સમગ્ર વિશ્વની નજર મારા ઉપર છે એવું મને લાગવું જોઈએ અને પ્રમાણિક્તા તથા સત્યતાના રસ્તા પરથી મારે જરાયે હટવું જોઈએ નહીં. 
What should a person be
Image Source – Google image by प्रेरणा मेहरोत्रा http://www.phirbhi.in/there-should-be-a-property-to-understand-the-qualities/


No comments