નાની ચીજોનું સામર્થ્યનો જીવનમાં ઉપયોગ
નાની ચીજોનું સામર્થ્યનો જીવનમાં ઉપયોગ
`કિનારા પર પડેલા એકાદ પથ્થરના ટુકડાથી ઘણી નદીઓના પ્રવાહની દિશા બદલાય છે. નાના છોડ પર એકાદ બરફનું ઢેફું પડવાથી ભવિષ્યનું રાક્ષસી ઓક પણ વાકું વળી જાય છે.` `મોટા તોફાનની માતા નાની માખીની પાંખ કરતાં મોટી હોતી નથી.` -સ્કોટલેન્ડની કહેવત
Image Source – Google image by Melanie Shankle https://www.success.com/why-the-small-things-matter/ |
ઘણીવાર
સહેજ ધૈર્ય રાખવાથી ઉન્નતિનો માર્ગ ખુલ્લો થઈ રહે છે અને થોડાક પ્રેમથી આપનું ઘર
અતિ સુખી બની જાય છે. સહેજ આશા ધારણ કરવાથી વરસાદનો દિવસ આનંદી લાગે છે અને સહેજ ઉદારતા
વાપરવાથી કંટાળાભરેલો માર્ગ આનંદકારી બની રહે છે.
ક્રોધી સ્વભાવે ઘણા માણસોની કીર્તિને કલેંકિત કરી
છે. એના પ્રત્યક્ષ દાખલા એડમંડ,
થોમસ કાર્લાઇલ વગેરે છે. મોજા પર થોડોક કચરો જામેલી જણાઈ આવવા ઉપરથી ભૂમિવાળો
પ્રેદેશ થોડા સમયમાં આવી પહોંચવાનું અનુમાન સમજાવીને કોલંબસ પોતાના નાવિકોનો બળવો
ડાબી દેવાને શક્તિમાન થયો હતો. જો આવી રીતે નાવિકોને શાંત કરી શક્યો ન હોત તો
અમેરિકાની શોધ તેનાથી ભાગ્યે જ થઈ શકી હોત. ઈતિહાસમાં એવી પળો એવી આવે છે કે જેની
મહત્તા સાધારણ જીવનનાં અનેક વર્ષો બરાબર હોય છે. ડાના,
રેતીના એક કણ ઉપર વ્યાખ્યાન આપીને વિધાર્થીઓને કલાકોના કલાકો સુધી આનંદ આપી શકતો
હતો. પૂર્વે કોઈએ જોયું ન હોય એવા માત્ર એક જ હાડકાં પરથી અગાસીઝ એક પ્રાણીની
સમગ્ર રચના અને તેના સ્વભાવ તથા ટેવોનું એવું શુદ્ધ અનુમાન કાઢી શકતો કે પાછળથી
થયેલી સંપૂર્ણ હાર્ડપિંજરની શોધોએ તેનું એક પણ અનુમાન અસત્ય ઠરાવ્યું નથી.
કેટલીક વાર એક સંભાષણ કે અકાદ પત્રમાંનું કોઈક વાક્ય અથવા એકાદ લેખમાંનો કોઈક ફકરો આપણને તેના કર્તાનું સમગ્ર ચારિત્ર્ય સમજવાને શક્તિમાન કરે છે. એકાદ હાડકું, એકાદ પાંખ અથવા એકાદ દાંત વૈજ્ઞાનિક અને શરીરશાસ્ત્રીને અનેક યુગો પૂર્વે મરણ પામેલા પ્રાણીની શારીરિક રચના જાણવાને શક્તિમાન કરે છે. દેશમાં પાણી પેસી જેઈ તેને ડૂબાડી ન દે એટલા માટે કેટલાક દેશોમાં સમુદ્રની આદિ મજબૂત પાળો-બંધ બાંધેલા હોય છે. આવા બંધમાં છેદ પાડીને એક ઉંદર [અન એક પ્રજાને ડૂબાડી મારે છે ! હોલેન્ડનાં એક નાના છોકરાને પાણીના બંધના તળિયાની પાસેના એક નાના છેદમાંથી પાણી નીકળતું દીઠું. તે જાણતો હતો કે પાણીને જો એકદમ બંધ કરવામાં નહિ આવે તો તે છિદ્ર ત્વરાથી મોટું થઈ જશે ! આથી તેણે અંધકારમય અને ભયાનક રાત્રિના સમયે એ છિદ્ર પર પોતાનો હાથ ડાબી રાખ્યો, જ્યારે પ્રાતઃકાળ થયો ત્યારે જતાં આવતા માણસોએ તેણે એ સ્થિતિમાં જોયો અને હોલેન્ડ દેશ પર આવી પડેલું સંકટ તેમના લક્ષ્યમાં આવી એ છિદ્ર પૂરી દેવામાં આવ્યું. હોલેન્ડવાસીઓ એ છોકરાનું નામ હજુ પણ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરે
સૂક્ષ્મદર્શક યંત્રની સહાય વિના જોઈ પણ ન
શકાય એવા નાનાં જંતુઓએ જ ઇગ્લાંડ્ના ચાકના ડુંગરો બનાવ્યા છે.
સ્વતંત્રતાના ઢંઢેરા પર વિચાર કરવાને કોંગ્રેસ
મળી. ઘૂંટણ સુધી પાટલૂન અને રેશમી મોજાં પહેરીને આવેલા સભ્યો માખીઓથી એટલા બધા
કંટાળી ગયા હતા કે તેઓ પોતાના રૂમાલને એક પળ સ્થિર રાખી શક્યા નહિં; અને કહેવાય છે કે એમણે કંટાળીને તે
ચર્ચાને ટૂંકી કરી નાખી અને ઇતિહાસના સૌથી મહાન દસ્તાવેજ પર ત્વરાથી બધાએ
પોતાપોતાની સહી ઘસડી આપી !
`નાના પ્રહારો મોટાં મોટાં ઓક વૃક્ષોને પણ તોડી શકે છે` -ફ્રેંક્લીન
`કોઈ વસ્તુ ક્ષુદ્ર દેખાય તો પણ તેને ક્ષુદ્ર માનશો નહિં, નાના નાના કણોનો જ પર્વત બને છે; પળ પળ મળીને જ વર્ષ બને છે અને નાની નાની બાબતો વડે જ જીવન બને છે., -યંગ
કોઈ નાનામાં નાના શબ્દને અથવા કાર્યને ધિકકારશો નહિં તેમજ તેને અશક્ત ધારશો નહિં પવનથી ઊડી ગયેલા પ્રત્યેક બીજમાં પોતાના જન્મની રાહ જોતું એક ફૂલ જરૂર હોય છે. `છોટી વસ્તુમાં મોટાઈ ન જોવી એ તો માત્ર મનુષ્યની જ છોટાઈ છે.` -વેન્ડેલ ફિલિપ્સ
`ઘણીવાર આપણી દુર્બળતામાંથી જ આપણાં ચરિત્રયના દ્રઢમાં દ્રઢ સિંદ્ધાંતોનો જન્મે છે. પવનથી ઊડી આવેલા અકાદ બીજમાંથી જ તોફાનની સામે દ્રઢતાથી ઊભું રહેનાર ઓક વૃક્ષ પેદા થાય છે.` -બલ્વર
`એક સાવ નાના બીજમાં હજારો જંગલોની સૃષ્ટિ હોય છે.` -ઇમર્સન
એક
યુવાન પુરુષ એક વાર પૈસા કમાવાને હિંદુસ્તાન ગયો; પરંતુ કાંઈ તક નહી મળવાથી તેણે પોતાના ઓરડામાં જઈ પિસ્તોલમાં દારૂ ભર્યો
અને ચાંપ ચઢાવીને ખેંચી; પરંતુ પિસ્તોલ ફૂટી નહિ; પછી તે બારીની નજીક ગયો અને ફરીથી તેણે ચાંપ ખેંચી. આ વખતે તેણે એવો
નિશ્ચય કર્યો હતો કે બીજી વાર પણ પિસ્તોલ ન ફૂટે તો તેને દૈવી કૃત્ય માની મને
બચાવવાની ઈશ્વરની ઈચ્છા છે એમ ગણવું. આ સમયે પણ તે નિષ્ફળ થઈ. આથી તેના આશ્ચર્યનો
પાર રહ્યો નહિ. હવે તેણે પોતાનું જીવન બચાવવાનો તેનો સર્વોત્તમ ઉપયોગ કરવાનો અને
ફરીથી કદી પણ તેને વૃથા નહિ ગુમાવી દેવાનો નિશ્ચય કર્યો. એ જ યુવક આગળ જતાં સેનાપતિ
રોબર્ટ ક્લાઇવ બન્યો અને જેણે માત્ર મુઠ્ઠીભર સૈનિકોની સહાયથી ઈસ્ટ ઈન્ડિયા
કંપનીને અગત્યની જીત મળવી આપીને ગ્રેટબ્રિટનની રાજસત્તાનો પાયો વીસ કરોડની
વસતીવાળા વિશાળ અને ફળદ્રુપ હિંદુસ્તાનમાં નાખ્યો.
હંસોના અવાજથી ચોકીદારો જાગી ઉઠ્યા અને ગોલ
લોકોના હાથમાંથી રોમનો બચાવ થયો.
હેન્રી વોર્ડ બીચરને જો એક મત વધારે મળ્યો
હોત તો તે એક રેલવેના સુપરિન્ટેંડેન્ટ તરીકે ચૂંટી કઢાયો હોત; પણ જો તે રેલવેના
સુપરિન્ટેંડેન્ટ બન્યો હોત તો અમેરિકાએ કદાચ પોતાનો મહાનમાં મહાન ઉપદેશક ગુમાવ્યો
હોત ! ક્ષુલ્લક વસ્તુથી પણ મનુષ્યના ભાવિનો માર્ગ ખુલ્લો થાય છે !
સૂતર કાંતવાની શરૂઆત થઈ તે અરસામાં નાના
તંતુઓ બોબીનની સાથે વળગી રહેતા હતા તેથી યંત્રને ચાલતું અટકાવીને તેને સાફ કરવાની
જરૂર પડતી. આમાં કેટલોક વખત બરબાદ જવાથી કારીગરોને ઓછો પગાર મળતો; પરંતુ રોબર્ટ પીલના પિતાએ જોયું
કે તેનો એક કાંતનારો પૂરેપૂરો પગાર મેળવતો હતો. કારણ કે તેનો સંચો કદી પણ અટકતો
નહિં. એક દિવસ મિ. પીલે તેને પૂછ્યું : `અલ્યા ડિક ! આ અજબ વાત શી ? મુકાદમ કહે છે કે ડિકનાં
બૉબિન તો હમેશાં સાફ રહે છે !` ડિક ફર્ગ્યુસને પ્રેત્યુતર
આપ્યો કે , હંઅં, શેઠ !તેમ જ છે તો ! ` પીલે કહ્યું કે `ડિક! તું તેમને સ્વચ્છ કેવી રીતે
રાખે છે ? તે કારીગર બોલ્યો : `પણ શેઠ !
એ વાત જરા છાની છે છાની ! જો હું કહી દઉં તો મારી યુક્તિ જાણી જાય ને ? ` મિ. પીલે જરા હસીને કહ્યું કે, `હું તે જાણવા જ માગું છુ. જો તું તે મને બતાવીશે
તો તેના બદલામાં હું તને કાંઈક આપીશ. તું તારા સંચાની પેઠે આ સઘળા સંચાઓને
સરળતાપૂર્વક ચાલતા બનાવી શકશે ?` ડિકે પ્રત્યુતર આપ્યો : તું
જાણે છે કે ? એકે એકને બરાબર ચાલતા બનાવી આપું ? ` પીલે પૂછ્યું બોલ, તારી
ગુપ્ત વાતને માટે મારે તને શું આપવું ? ડિકે ઉતાર આપ્યો :
શેઠ, જ્યાં સુધી હું તારી મિલમાં રહું ત્યાં સુધી રોજ એક
બાટલી દારૂ આપજે હું તને બધી યુક્તિ બતાવી દઇશ. ` મિ. પીલે
કહ્યું : `કબુલ !એટલે ઘણી સાંભળથી તેના કાનમાં ધીમા સ્વરે
બોલ્યો કે, બૉબિન પર ચાક ઘસજે, ચાક ! ` બધુ રહસ્ય આમાં જ સમાયેલું હતું ! મિ. પીલ અલ્પ સમયમાં જ પોતાના સઘળા પ્રતિસ્પર્ધીઓથી
આગળ નીકળી ગયો. કારણ કે તેણે એવાં યંત્રો બનાવ્યા કે જે યંત્રો વડે જ બોબીનો પર
ચાક ચડી જાય ! ડિકને પૈસાની સારી રકમ આપવામાં આવી. આમ નાનાં સરખા વિચારે પણ જગતના
કરોડો રૂપિયા બચાવ્યા છે.
ક્ષુદ્રમાં ક્ષુદ્ર વસ્તુઓએ પણ વિચારકોને એવા
એવા વિચારો સૂચવ્યા છે કે જેને લીધે જગતમાં મોટા મોટા ફેરફારો થઈ ગયા છે.
તમે માત્ર એક જ વાર ઠંડાપણું બતાવો; માત્ર એક જ મર્મભેદ્ક ટીકા કરો; પરંતુ તેથી તમે હમેશને માટે એક મિત્ર ખોશો. તમે કહેશો કે, આપણામાં સહેજ દુર્બળતા હોય, સહેજ વિલાસવૃતિ હોય; સહેજ ક્રોધ હોય કે સહેજ અનિશ્ચિતતા
હોય તેમાં તે શું થઈ ગયું ? પરંતુ એવી નાની ચીજોએ પણ ઘણી
મોટી કારકિર્દીઓનો નાશ કર્યો છે.
`વિવેકનો
અભાવ, નિશ્ચયનો અભાવ, ક્રોધી સ્વભાવ,એવો કોઈ નાનો દોષ પણ વર્ષોની મહેનત પર એક પળમાં પાણી ફેરવી દે છે.
એક ચશ્મા બનાવનારના છોકરાએ રમતાં રમતાં ચશ્માની
બે ચાર જોડ એકબીજાની આગળ મૂકી અને પોતાના પિતાને જણાવ્યુ કે, આથી દૂરના પદાર્થો મોટા મોટા
જણાય છે. આજ સૂચનાથી દૂરબીનની ઉત્પત્તિ થઈ !
ડોક્ટર જોન્સન જણાવે છે કે `જે માણસ પુષ્કળ કાર્ય એકદમ કરવાની
આશા રાખે છે તે માણસ કાંઈ પણ કાર્ય કરી શકશે નહિં .` તમારી
પાસે જે કાર્ય હોય તેને સારી રીતે કરશો નહિં તો તમને કાંઈ પણ લાભ કરશે નહિં.`
એક દિવસ એ નાનું જીવન છે; અને આપણું સમગ્ર જીવન પણ માત્ર એ
એક એક દિવસની પુનરાવૃતિરૂપ જ છે. જે માનશો એ એક દિવસ ગુમાવવાનું આળસ કે સાહસ કરે
છે તેઓ ભયંકર રીતે ઉડાઉ હોય છે. તામારા જીવનનું સુખ શાનું બનેલું હોય છે ? નાના નાના વિવેકો, નાની નાની માયાળુતાઓ, નાના ખુશકારક શબ્દો, આનંદમય સ્મિતો, મિત્રતાપ્રદર્શક પત્રો, સદિચ્છાઓ અને સત્કૃત્યોનું
જ તે બનેલું હોય છે.
જ્યાં બીજા મનુષ્યો ક્ષુદ્ર અને સામાન્ય
વસ્તુઓ જોતાં હોય ત્યાં જે માણસ મહાન અને અસાધારણ વસ્તુઓ રહેલી જોઈ શકે છે તે
મહાપુરુષ છે. ઘણી નિષ્ફળતાઓનો ઇતિહાસ `વિગત
તપાસવાનો અભાવ` એ ત્રણ શબ્દોમાં લખી શકાશે. કરારનામાં અને
મહત્વનૂ દસ્તાવેજોની વિગત બારીકીથી ન ઉતારવાથી અને નકામા જણાતા નાના નાના શબ્દો
તરફ દુર્લક્ષ્ય કરવાથી કેટલા બધા વકીલો નિષ્ફળ થયા છે ! આથી તેમના અસીલો મુકદ્દમા
લડતા લડતા ખુવાર થાય છે. અને ઘણીવાર તો મોટી હાનિ ભોગવે છે. વકીલોએ આવશ્યક શબ્દો
નહી વાપરવાથી અને દ્વિઅર્થી શબ્દો વાપરવાથી કેટલા બધાં મૃત્યુપત્રો વિષે તકરાર ઉઠી
છે !
પ્રિસ્ક્રીપ્સન
લખવાની બેદરકારીથી અને સૂક્ષ્મ સૂચના આપવાની નિષ્ફળતા, એવી એવી ભૂલો કરવાનો સ્વભાવ પડી
જવાથી કેટલા બધાં દાકતરો નામના મેળવવામાં નિષ્ફળ નીવડ્યા છે ? ભૂલ કરનારાઓથી જગત ભરેલું છે; ક્ષુલ્લક લાગતી બાબતો
પ્રત્યે દુર્લક્ષ્ય કરવાથી વ્યાપારીઓ પાયમાલ થાય છે; શાહુકાર
તકાદો કરે ત્યાર પછી જ નાણાં ભરવા જાય છે. તેઓ પોતાના બિલ ત્વરાથી ચૂકવી આપતા નથી; લેણદારોના પત્રોનો તેઓ સત્તવર પ્રત્યુતર આપતા નથી અથવા તો તેમને સારી
રીતે ફાઇલમાં ગોઠવતા નથી; તેમના હિસાબના ચોપડા ભૂલરહિત હોતા નથી; પોતાની સ્થિતિ કેવી છે તે તેઓ પણ બરાબર જાણતા નથી;
તેમને તો બસ, વિગત તરફ તિરસ્કાર જ હોય છે !
પ્રથમથી
જ મોટી મોટી તકો અને સહાયતાઓ તથા મોટાં મોટાં કામોને ઇચ્છનારાઓને એક ફારસી કહેવત
ઉપદેશ આપે છે કે `હમણાં
નાનાં નાનાં કામ પૂરી કાળજીથી કાર, એટલે મોટાં કામો એની
મેળે જ તેને શોધતા આવશે.`
જો
આપણે નાનાં કામો તરફ ઓછી કાળજી કે દુર્લક્ષ્ય નહિ રાખીએ તો ઈશ્વર આપણાં હાથમાં
જરૂર મોટાં કામો સોપશે.
વેબસ્ટર
કહે છે કે `વિગતમાં ઊતરવાનો ઉત્સાહ ધરાવનારો
વિધાર્થી, વિશ્વવિધાલયમાં તેના કરતાં ઉપલે નંબરે
ઝળકેલા ઘણા વિધાર્થીઓ કરતાં જગતમાં વધારે દીપી નીકળશે.
સર્વ સ્થળેથી વીણી લીધેલા માહિતીના નાનાં નાનાં દાણાઓ વડે તથા નાનાં નાનાં
અવલોકનો વડે જ જ્ઞાનના પિરામિડો બંધાય છે. એક ગરીબ છોકરાએ પેરિસની એક બેંકમાં એક
જગ્યા મેળવવાને માટે અરજી કરી; પરંતુ તેને
નિષ્ફળતા મળી. દરવાજામાંથી બહાર નીકળતાં તેને એક ટાંકણી નીચે પડેલી જોતાં તે ઉઠાવી
લીધી. તે બેન્કના મેનેજરે આ ઘટના જોઈ ને તે ઉપરથી તે છોકરાની યોગ્યતા સમજી લઈને
તેને પાછો બોલાવીને એક જગ્યા આપી; કે જે
જગ્યા વધતાં વધતાં તે અંતે પેરીસનો મોટામાં મોટો બેન્કર બન્યો ! તે લાફિટ હતો.
કેટલી
બધી વાર આપણે લોકોને એમ કહેતા સાંભળીએ છીએ કે `ઓહ
! ભોજનનાં અથવા બહાર નીકળવાના સમયને હવે માત્ર દશ કે વીસ મિનિટની વાર છે: માટે હવે
શું કામ કરવું ?` પરંતુ ઘણા લોકો આવા અવકાશના નાનાં જે
ટુકડાઓને-આ ફુરસદની પલોને ફેંકી દે છે તેવી પળોનો ઉપયોગ કરીને તો અનેક પુરુષાર્થી માણસોએ
શિક્ષણ મેળવ્યું છે, અને અમરતા પ્રાપ્ત કરી છે.
એક
મહાત્મા જ્યારે નાની વસ્તુઓને જુએ છે ત્યારે એ વસ્તુઓ મહાન બની જાય છે.
`માત્ર
સ્હેજ વિચાર-એકાદ સ્મિત અથવા પ્રોત્સાહક શબ્દથી બીજી કોઈ પણ વસ્તુ જેને હલાવી ન
શકે એવો બોજો ઘણી વાર ઊંચકાઈ ગયો છે.`
માત્ર ! પરંતુ એ `માત્ર`
માઠી જ મહાબળવંત `સર્વ`
બને છે ને !
Image Source – Google image by Melanie Shankle https://www.success.com/why-the-small-things-matter/ |
No comments