વિઘ્નોના ઉપયોગ કરી આગળ વધો
વિઘ્નોના ઉપયોગ કરી આગળ વધો
Image Source – Google image by Cheryl Beth Kuchler https://www.ceothinktank.com/thinking-tank/what-are-your-obstacles/ |
એક
સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જણાવે છે કે, `કદી પણ ઓળંગી નહિઁ શકાય એવું લાગતું વિઘ્ન જ્યારે
મારી સામે આવીને ઊભું રહે છે ત્યારે હું કોઈ શોધની અણી પર જ હૌઉ છું, એમ મને હમેશાં જણાયું છે.;`આભાર સહિત પાછું મોકલવામાં આવે છે.’ આવા શેરાઓ સહિત
પાછા વળતાં પુસ્તકોએ ઘણાં માણસોને ગ્રંથકાર બનાવ્યા છે.’
નિષ્ફળતા ઘણીવાર મનુષ્યોની ગુપ્ત શક્તિને સતેજ કરી, તેની
મહત્વાકાંક્ષાને ઉત્તેજિત કરી તેની નિદ્રિત શક્તિઓને જાગ્રત કરીને સફળતાની સમીપ લઈ
જાય છે.
મહાન અંગ્રેજ વકીલ પેમ્બર્ટ્ન લી બાલયાવસ્થામાં પોતાને સહન કરવી પડેલી ગરીબાઈ તથા કરવા પડેલા સખ્ત પરિશ્રમના સંબંધમાં જણાવે છે કે, `એ તો પાછળથી લણવાના પાકને માટે સખ્ત તૈયારી હતી. આથી હું અવિશ્રાંત પરિશ્રમને વિયજયનું અચૂક સાધન ગણતાં અને આર્થિક સ્વતંત્રતાને એસએ સદગુણ અને સુખના આવશ્યક સાધન તરીકે ગણતાં શીખ્યો. ઋણનું સંકટ દૂર કરવાને માટે ગમે તેવા ભોગો આપવાને આપણે તૈયાર રહેવું જોઈએ.
`જેવી રીતે રાત્રિ તારાઓને પ્રકાશ અર્પણ કરે છે તેવી રીતે સંકટ માણસને
પ્રકાશ આપે છે.`
-યંગ `ટેકાની ગરજ સારનારા વિરોધ સિવાય સંભવત: કદી પણ સફળતા પ્રાપ્ત થતી નથી. શક્તિ
હમેશાં આક્રમણકારી હોય છે અને હમેશાં તે જ કાંઈક પ્રાપ્ત કરે છે.’ -હોમ્સ `મનુષ્યને આંતરિક અને બાહ્ય વિઘ્નો જેમ અધિક સહન કરવાં પડે છે, તેમ તેનું જીવન અધિક મહત્વનું અને વિશેષ પ્રોત્સાહક બને છે.` -હોરેસ બુશનેલ `જે બુદ્ધિપ્રભા સુખમય સંયોગોમાં ગુપ્ત રહેલી હોય છે તે સંકટના સમયમાં ઝળકી
ઊઠે છે.` -હોરેસ
`સુર્વણની કસોટી અગ્નિમાં થાય છે અને માણસની કસોટી સંકટના સમયમાં થાય છે.` -સિરાચ `જો કે હાનીઓ અને સંકટો એ અત્યંત કઠિન પાઠો છે; પણ તેમાંથી
જે બોધ મળે છે તે બીજે ક્યાંય મળતો નથી.` -બર્ન્સ `સંપતિ મગજને પુષ્ટિ આપે છે અને વિપત્તિ તેને મજબૂત કરે છે.` -હેઝલિટ `મહાપુરુષોની ઉન્નતિનું
કારણ વિપત્તિ છે.`
`કોઈ પણ માણસે શ્મશાનવત શાંતિમાં પોતાની ઉન્નતિ કરી નથી.` -જોન નિલ જગતમાં ત્રણ મહાનમાં મહાન
વીરરસપ્રધાન કવિઓ પૈકી બે હોમર અને મિલ્ટન અંધ હતાં; જ્યારે ત્રીજો ડાંટે પોતાના પાછળના
ભાગમાં – તદન નહિ તો લગભગ – અંધ બની ગયો હતો. પ્રાય: એમજ જણાય છે કે, કેટલાક મહાપુરુષો તેમની શક્તિને અનેક બાબતો પાછળ વહેંચી નાખે નહિ; પરંતુ તેને એક જ કાર્ય પાછળ એકાગ્ર કરે એટલા માટે જ તેમના કેટલાક અંગો
ઈશ્વરે ખંડિત કરી નાખ્યાં હતાં
જે માણસે મુશ્કેલીઓ જીતી લીધેલી હોય છે તે પોતાના મુખારવિંદ પર વિજયના ચિહનો ધરાવે છે, તેની પ્રત્યેક હિલચાલમાં વિજયની છાપ દ્રષ્ટિગોચર થાય છે.
જ્યારે ઈશ્વર એક માણસને શિક્ષણ આપવા માગે છે ત્યારે તે એને સર્વ સાધનોથી ભરપૂર પાઠશાળામાં મોકલતો નથી, પણ તંગીની પાઠશાળામાં મોકલે છે. સંકટ અને કારાગૃહવાસથી જોસેફને રાજ્યાસન મળ્યું હતું. અર્ધદેવી માનવજાતિની ઇચ્છામાં કેટલું પ્રચંડ બળ રહેલું છે તે હજી આપણે બરાબર જાણતા જ નથી. જ્યાં સુધી આપણે તંગી અને આવશ્યકતા અનુભવતા નથી. ત્યાં સુધી જ આપણને આપણાં હ્રદયમાં રહેલા ઈશ્વરની પ્રતીતિ થતી નથી.
વોટર્સ જણાવે છે કે જ્ઞાન પ્રાપ્ત કરવાને
અને જગતમાં પ્રગતિ કરવાને માટે કરેલો પ્રયાસ આપણાં મનને દ્રઢ બનાવે છે; આપણી શક્તિઓનું નિયમન
કરે છે આપણી તુલનાશક્તિને પૂર્ણ બનાવે છે; અને આપણને
વિચારસ્વાતંત્ર્ય તથા ચારિત્ર્યબળ આપે છે. એડિસન કહે છે કે દેવો આપણી આસપાસ
મુશ્કેલીઓ નાખે છે. તેથી આપણને આપણાં ગુપ્ત બળનો ઉપયોગ કરવાની તક મળે છે અને
શાંતિના સરળ સમયમાં ગુપ્તદશામાં રહેલા આપણાં સદગુણો પ્રકાશિત થાય છે.
ઝૂંપડીમાથી જ્યારે દશ હજાર બુદ્ધિમાન, પ્રતિભાશાળી અને
સદગુણી માણસો પ્રગટે છે; ત્યારે મહેલોમાંથી તો માંડ તેવો
એકાદ જ માણસ પ્રગટે છે.
સંકટ
મુર્ખોને ગભરાવી નાખે છે અને કાયરોને નિરાશ બનાવી દે છે; જ્યારે શાણા અને ઉધોગી
માણસોની શક્તિઓને તે બહાર ખેંચી કાઢે છે. અને સાધારણ શક્તિવાળાને તેની બુદ્ધિનો
પ્રયોગ કરવાની જરૂર પાડે છે. સંકટ શ્રીમંતોને ડરાવે છે અને આળસુને ઉધોગિ બનાવે છે. નિર્વિઘ્ને મળેલી સફળતા અને ઉન્નતિ માણસને ખરો ઉપયોગી અને સુખી થવાને લાયક બનાવતા નથી.
આરામ નહિ પરંતુ પ્રયત્ન અને સુગમતા નહિ પરંતુ મુશ્કેલીઓ જ ખરા માણસોને ઉત્પન્ન કરે છે. સખ્ત પરિશ્રમથી મેળવેલું શિક્ષણ એ મહાન સફળતાની કિંમત છે અને મહાન ચરિત્રયનો ધીમો વિકાસ એ તેનું ખાસ આવશ્યક અંગ છે.
આપણાં અંત:કરણના ઊંડા ભાગમાં એક પ્રકારનું એવું તો અસાધારણ કિંમતી બળ રહેલું હોય છે કે તે નાજુક સ્થાનેથી (અંત:કરણના ઊંડા ભાગને) ઈશ્વરના પ્રહારો જ્યાં સુધી છિન્નભિન્ન કરી નાખતા નથી ત્યાં સુધી આપણે પોતે પણ તેને ભાગ્યે જ જાણીએ છીએ અને તેની દરકાર કરીએ છીએ. પૃથ્વીમાંથી રત્નો જડે તે પૂર્વે શું તેને ખોદવી પડતી નથી ? __મિસિસ હેમન્સ
`તમારી
વહાલમાં વહાલી વસ્તુ પણ એકાએક નાશ પામે ત્યારે ગભરાઈ જઈને આપત્તિરૂપી શત્રુને
બેવડો બળવાન બનાવવાની મૂર્ખતા કદી પણ કરતાં નહિ; પણ ધીરજ
રાખજો. કેમ કે ખરી ખૂબી તો પ્રયત્નમાં રહેલી છે; પ્રાપ્તિમાં
રહેલી નથી. ‘
`ઘણા સુપ્રસિદ્ધ અને મહાન પુરૂષોએ દુખની સાથે વાતચીત કરીને ને દુખની શાળામાં અભ્યાસ કરીને તેને પવિત્ર બનાવી દીધું છે.`
`માટે
તમારા માર્ગને કઠિન બનાવનાર વિઘ્નને પણ અભિવંદન આપો; બેસવા
કે ઊભા રહેવા નહિ દેનાર પરંતુ ચાલવાની ફરજ પાડનાર પ્રત્યેક ડંખનો આદર કરો.` _બ્રાઉનિંગ ઉષ્ણ કટિબંધમાં સુંદરમાં સુંદર અને મજબૂતમાં
મજબૂત માણસોનો પણ વિકાસ થતો નથી;
કારણ કે ત્યાં માણસોને વૃક્ષ પર જ તૈયાર રોટલો મળે છે અને પરિશ્રમ કરવો અતિ
મુશ્કેલ થઈ પડે છે. પરમ સૌંદર્યવાન અને મજબૂત માણસોની ઉત્પત્તિ શીત કટિબંધમાં જ થાય છે. મેકિસકોમાં ખનીજ દ્રવ્ય પુષ્કળ
હોવા છતાં તે રંક છે અને ઇંગ્લાંડ પહાડી તથા બરફમય પ્રદેશ હોવા છતાં પણ શ્રીમંત
છે. છતાં આ કોઈ આકસ્મિક ઘટના નથી પરંતુ પ્રકુતિના નિયમ અનુસાર બનેલી ઘટના છે. અત્યંત
આવશ્યકતા, સાધન પ્રાપ્ત કરવા માટે કરેલું યુદ્ધ, ગરીબાઈરૂપી અમુલ્ય
એડ –આ વસ્તુઓ પુરુષાર્થનો વિકાસ કરે છે અને મનુષ્યને જંગલી અવસ્થામાંથી ખેંચી કાઢી
સંસ્કારી બનાવે છે. પરિશ્રમે જંગલને પણ સુંદર ઉધાનના સ્વરૂપમાં ફેરવી નાખ્યું છે.
આરામ નહિ પરંતુ પ્રયત્ન અને સુગમતા નહિ પરંતુ મુશ્કેલીઓ જ ખરા માણસોને ઉત્પન્ન કરે છે. સખ્ત પરિશ્રમથી મેળવેલું શિક્ષણ એ મહાન સફળતાની કિંમત છે અને મહાન ચરિત્રયનો ધીમો વિકાસ એ તેનું ખાસ આવશ્યક અંગ છે.
આપણાં અંત:કરણના ઊંડા ભાગમાં એક પ્રકારનું એવું તો અસાધારણ કિંમતી બળ રહેલું હોય છે કે તે નાજુક સ્થાનેથી (અંત:કરણના ઊંડા ભાગને) ઈશ્વરના પ્રહારો જ્યાં સુધી છિન્નભિન્ન કરી નાખતા નથી ત્યાં સુધી આપણે પોતે પણ તેને ભાગ્યે જ જાણીએ છીએ અને તેની દરકાર કરીએ છીએ. પૃથ્વીમાંથી રત્નો જડે તે પૂર્વે શું તેને ખોદવી પડતી નથી ? __મિસિસ હેમન્સ
`ઘણા સુપ્રસિદ્ધ અને મહાન પુરૂષોએ દુખની સાથે વાતચીત કરીને ને દુખની શાળામાં અભ્યાસ કરીને તેને પવિત્ર બનાવી દીધું છે.`
Image Source – Google image by Cheryl Beth Kuchler https://www.ceothinktank.com/thinking-tank/what-are-your-obstacles/ |
No comments