Header Ads

ઉત્તમ પરિણામ માટે કામ કરો અને ધીરજ ધરો

ઉત્તમ પરિણામ માટે કામ કરો અને ધીરજ ધરો

 સંપૂર્ણતા અને સાંગોપાંગતાનો અભાવ એ આ જમાનાની મોટી ખામી છે. પોતાના જીવનકાર્ય માટે તૈયારી કરવા પાછળ પૂરતો સમય રોકવાને કેટલાં થોડાં તરુણ સ્ત્રી-પુરુષો રાજી હોય છે ! માત્ર થોડુંક શિક્ષણ મળ્યું-થોડુંક પુસ્તકમાંનું પોપટિયા જ્ઞાન મળ્યું કે તરત જ તેઓ ધંધો કરવાને તૈયાર થઈ જાય છે.

Image Source – Google image by https://www.canva.com/design/DAEI9pM2qiU/qjTMcVs9etO017ootERyfg/edit?category=tACFakiSKJ8

      થોભી શકતો નથી` એ આ સદીનું પ્રધાન લક્ષણ છે અને એ શબ્દ પ્રત્યેક વસ્તુ પર લખાયેલા જણાય છે. વ્યાપાર, કેળવણી, સમાજ, ધર્મ એ સર્વની ઉપર એ જ શબ્દો લખાયેલા છે. અમે હાઈસ્કૂલ યા પાઠશાળાના શિક્ષણ ને માટે થોભી શકતા નથી; છોકરો યુવક થવાને માટે થોભી શકતો નથી; તેમ જ યુવક, માણસ થવાને થોભી શકતો નથી. પ્રત્યેક માણસ દોડાદોડમાં પડેલો હોય છે. ઇમારતો પણ એટલી ત્વરાથી બાંધવામાં આવે છે કે તે લાંબો સમય ટકી શક્તિ નથી અને પ્રત્યેક વસ્તુ બસ `વેચવાને માટે` જ બનાવવામાં આવે છે.

     પોપ કહે છે કે `થોડું-અધૂરું જ્ઞાન એ ભયંકર વસ્તુ છે. કાં તો જ્ઞાનામૃતનું પૂરતું પાન કરો નહિં  તો તેને જરા પણ ચાખો નહિં. નાના ઘૂંટડા મગજને ઉશ્કેરે  છે તેને પૂરતું પી લેવાથી આપણે શાંત બની જઈએ છીએ.`

   અજ્ઞાન પર ઢાંકપિછોડો કરવાની યુક્તિઓ અને `રખેને કોઈક ભૂલથી આપણું તકલાદીપણું ખુલ્લું થઈ જશે.` એવો દર નિરંતર દર, એ ખરેખર દયાજનક સ્થિતિમાં લાવી મૂકે છે. આજે ટુકા માર્ગો અને સંક્ષિપ્ત પ્રણાલીઓનો ભારે ખપ જાગ્યો છે. પરંતુ તમારી શક્તિનો ભંડાર વધારવામાં પુષ્કળ સમય રોકવો; એ જ સફળતાનો માર્ગ ટૂંકો કરવાનો ખરો ઉપાય છે

    તકનો લાભ લેવાને જો તમે તૈયાર રહેશો નહીં તો તક તમારો ઉપહાસ જ કરશે. તમે જેટલા પ્રમાણમાં એક સારી તકનો ઉપયોગ કરવાની તમારી જાતને કેળવણી આપી હશે તેટલા જ પ્રમાણમાં તે તમને કિંમતી થઈ પડશે. વિચાર કર્યા વિના બોલવાની અને ઉપરચોટિયું કામ કરવાની ભયંકર ઝડપથી હમેશાં ચેતતા રહેજો. ઘણા યુવાનો બોલવાની સરળતાનો ઊંડો અભ્યાસ અને હસ્ત્કૌશ્લ્યને સખ્ત પરિશ્રમ ખોટી રીતે માની બેઠા ચ્હે.!

     આ સમયમાં એવા માણસોની જરૂર ચ્હે કે, જેઓ જગતની નિંદા કે સ્તુતિની કાંઈ પણ દરકાર રાખ્યા વિના કામ કરવાની અને ધીરજ રાખવાની હિંમત અને શક્તિ ધરાવતા હોય.

        `કોઈ અસાધારણ પ્રસંગે આપણે કેવા નિવડીશું તેનો આધાર ઘણું કરીને આપણે અત્યારે કેવા છીએ તે ઉપર જ રહે છે. અને આપણે અત્યારે જેવા છીએ તે પણ આપણા પ્રથમના આત્મશિક્ષણનું જ પરિણામ છે.`     -એચ. પી. લિડન

      `સઘળા કર્યો આરંભ કર્યા પૂર્વે ઉત્તમ તૈયારી કરી રાખવી જોઈએ.`                           -સિસેરો

    `ઘણા બુદ્ધિમાન પુરુષો ધીમે ધીમે જ વિકાસ પામ્યા છે. ઓકના ઝાડ કે જે એક હજાર વર્ષ સુધી જીવે છે તે બરૂની પેઠે કાંઈ એકદમ ખીલી આવીને સૌંદર્ય [રકાશીત કરતાં નથી.`                                        -જ્યોર્જ હેન્રી લ્યુસ

    `તમારા ગુણોનો સદુપયોગ કરો એટલે તે વિકાસ પામશે. તમારામાં જે કાંઈ જ્ઞાન હોય તેનો સદુપયોગ કરો એટલે તમને વિશેષ જ્ઞાન પ્રાપ્ત  થસે.`                                                                  -આનોર્લ્ડ

     `જે ડહાપણભરેલી રીતે ધીરજ રાખે છે તેને સદવસ્તુઓ મળે છે.`                              -થોરો

     `અધીરાઇ એ અત્યંત ખરાબ પ્રકારની ઝડપ છે.`                                              -ચર્ચિલ

     `ઉતાવળ ગોથાં ખવરાવે છે અને બંધન તથા અંતરાય કરે છે.`                                -સેનેકા

   `જેઓ અતિ વેગથી દોડે છે તેઓ રસ્તામાં પડી જાય છે.` 

    `જેમને ઉત્તમ વિચારોનું વાવેતર કરવાનો સમય મળ્યો નથી તેઓ ઉત્તમ સદગુણોના પાકની આશા શી રીતે રાખી શકે?`                                                                                               -યોરો

    `જે શિક્ષણ મનુષ્યને સાર્વજનિક અને પોતાના તથા શાંતિ સંબંધી અને યુદ્ધ સંબંધી એ સઘળા કાર્યો પ્રમાણિકપણે, કુશળતાપૂર્વક અને ઉદાત્ત રીતે કરવાને લાયક બનાવે છે;તે જ શિક્ષણને હું ઉત્તમ કહું છુ.            –મિલ્ટન

    `પ્રત્યેક ધંધામાં ઉત્તમતા અને સફળતા મેળવવાનો સુરક્ષિત માર્ગ ઉચિત પૂર્વશિક્ષણ, કળા શીખવાનો ખંતપૂર્વક  ઉધોગ અને તેનો ઉપયોગ કરવા માટે લેવાયેલો શ્રમ એ છે.`                                       -એડવર્ડ એવરેટ

     `જેમ જેમ તમે અધિક જ્ઞાન મેળવો છો; તેમ તેમ તમે તમારી જાતનો અને સંપત્તિનો વિશેષ બચાવ કરી શકો છો અને ઓછા શ્રમથી અધિક કાર્ય કરી શકો છો.`                                                        -ચાર્લ્સ કિંગ્સલી  

      `જે માણસ ધીરજ રાખે છે તેને સર્વ વસ્તુઓ મળે છે`

ટકી રહે-સમયની કસોટીમાં ઊભી રહે-એવી પ્રત્યેક વસ્તુનો પાયો ઊંડો અને મજબૂત જ બનાવવો જોઈએ. રોમ નગરમાં ઇમારતનો પાયો બાંધવામાં સૌથી વિશેષ ખર્ચ કરવામાં આવે છે. આપણે પણ પ્રત્યેક શુભ કાર્યનો પાયો આવી રીતે જ નાખવો જોઈએ. પ્રત્યેક સફળ જીવનનો મોટો ભાગ પાયો નાખવામાં જ જાય છે. અર્થાત, સફળતા એ પરિશ્રમ અને ખંતનું જ ફળ છે.

      કામ કરવાથી અને ધૈર્ય ધારવાથી જ સંપૂર્ણતા પ્રાપ્ત થાય છે.  સહનશક્તિ એ ગમે તે બહાદુરીના કાર્ય કરતાં પણ ચારિત્ર્યની વધારે સારી કસોટી છે.

      ઉધોગી અને ખંતી માણસે જે કાર્ય કર્યું છે તે જોઈને બુદ્ધિ ધરાવવાનો દાવો કરનારા માણસો લજ્જિત થાય તેમ છે.

એક શ્રીમંત શરાફ કે જેણે એક પણ ડોલર વિના પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી તેણે જણાવ્યું કે, `ઘણા વર્ષો સુધી સૂર્યોદય થતાં જ હું મારા ધંધા પર વળગી પડ્યો હતો અને ઘણીવાર પંદર કે અઢાર કલાક પર્યત કામ કર્યા વિના તેણે છોડતો નહીં.`

   ` ફેસ્ટિના લેન્ટ ` (ધીમેથી ઉતાવળ કરો) એ એક સુંદર લેટિન સૂત્ર છે. ધૈર્ય શેતૂરના પાંદડાંનું રેશમ બનાવી દે છે.

    જે કાર્ય સારી રીતે કરવામાં આવે છે તે જ શીઘ્ર થાય છે. અને જે ફળ જલ્દી પાકે છે તે શીઘ્ર સડી જાય છે. જેણે ફળનો ઉપયોગ કરવો હોય તેણે પુષ્પોને એકત્ર કરવાની કાંઈ જરૂર નથી. જે સ્વામી બનવાને ઉતાવળ કરે છે તે ગુલામ બની જવાનો સંભવ વધારે છે. પોતાને બુદ્ધિમાન ધારીને આળસુ બનો તેના કરતાં તમારી જાતને મૂર્ખ ધારીને કામ કરો એ વધારે સારું છે. પાઠશાળામાં પાંચ છ વર્ષ સુધી અપૂર્ણ જ્ઞાન મેળવો તેના કરતાં એક જ વર્ષ સુધી સારી રીતે ચિંતન કરો એ વધારે સારું છે. સાધારણ વિધાર્થી બિચારો એમજ ધારે છી કે, હું ગ્રેજ્યુએટ થયો એટલે આખી દુનિયાને આંજી નાખીશ; પરંતુ ગ્રેજ્યુએટ થયા પછી દુનિયા કોણ જાણે પોતાના ક્યાં ખૂણામાં સમાવી દે છે કે તેનો પત્તો જ લાગતો નથી ! દરેક વિચાર ઉતાવળથી નહિં પણ ધીરજથી જ કરવો જોઈએ. માણસને જંગલમાં પેટ ઘસડીને ચાલવા માટે નહિં પણ પોતાની માનસિક અને નૈતિક શક્તિઓના વિકાસ કરવાં માટે જ બનાવેલો હોવાથી શિક્ષણની અવશ્ય જરૂર છે; અને માત્ર તેની સહાયથી જ ખરો સંપૂર્ણ મનુષ્ય બનશે. અજ્ઞાનનો અર્થ માત્ર જ્ઞાનનો અભાવ જ નથી પણ વિપરીત જ્ઞાન એવો પણ ઇનો અર્થ છે. બલ્વર કહે છે કે`જ્ઞાનમાં એકદમ આગળ વધવું એ પાપમાંથી એકદમ પાછળ હઠવા સમાન છે; અને પાપમાંથી એક ડગલું પાછળ હઠવું એ સ્વર્ગની નિકટ જવા સમાન છે.

   અતિ સાધારણ એવા ઘણા છોકરાઓ અસાધારણ પુરુષ બન્યા છે; પરંતુ જેમને અસાધારણ કાર્યો કરવાની ઈચ્છા હોય તેમણે બચપણમાંથી તેનો પાયો નાખવા માંડવો જોઈએ. મનુષ્યની પાસે જેમ વિશેષ કામ હોય છે તેમ તે વિશેષ કાર્યસિદ્ધિ કરી શકે છે; કારણ કે તેથી તે સમયની કરકસર કરતાં શીખે છે.

એક શાણો પંડિત જણાવે છે કે દ્રવ્ય પ્રાપ્ત કરવામાં જે ઉધોગ પડે છે; જે ધૈર્ય ધારણ કરવું પડે છે; જે આત્મસંયમ કરવો પડે છે; જે કિંમત આંકવાની શક્તિ આવે છે; અન્ય પરિશ્રમ કરનારા માણસો પ્રત્યે જે સહાનુભૂતિ ઉત્પન્ન થાય છે; સાધારણ માણસને આઠ આના રળતાં પણ કેટલી મહેનત પડે છે તનુ તેને જ્ઞાન થાય છે; તે સર્વ તેણે દ્રવ્યને જાળવી રાખવાને માટે ઉત્તેજિત કરે છે. પરંતુ જે તરુણ ખેડૂત ખેતીને ધિક્કારે છે; વાવેતર કરવું અને લણવું જેને પસંદ પડતું નથી; પોતાની જન્મભૂમિમાં થોડી પરંતુ સુરક્ષિત મિલકત પ્રાપ્ત કરવાની ધીમી અને શાંત રીતે જેને ગાળવી નથી; અને જે કુબેરનો ભંડાર લૂતી એકદમ શ્રીમંત બની જવાની આશાથી શહેરમાં આવે છે; તેના સંકટનો પાર જ રહેતો નથી.

     અનેક વર્ષો સુધી આત્મત્યાગ અને સખત પરિશ્રમ કરવાથી જ કિર્તિનો માર્ગ બંધાય છે.

     કાર્લાઈલ કહે છે કે, `ભલે પૃથ્વીના સઘળા માણસો કરતાં તારી સ્થિતિ અત્યંત દયાજનક હોય તોપણ તારું એ જીવન              એ કાંઈ મિથ્યા સ્વપ્ન નથી પરંતુ ગંભીર સત્ય છે એ તારું પોતાનું જીવન છે.એનાથી તારે ચિરકાળ પર્યત સંતોષ પામવાનો છે; માટે એક નક્ષત્રની પેઠે ઉતાવળ કર્યા વિના તેમજ વિલંબ કર્યા વિના કામ કર્યે જા.`

      શું પરિણામો એટલા બધાં દૂર હોય છે જેથી તમારી તૈયારી નકામી જાય ? ન જ જાય. છતાં એવું માની લઈને તમે તૈયારી કરવાનું મુલતવી રાખો છો અથવા માંડી વાળો છો એ કેટલી મોટી ભૂલ છે ! ચોમાસામાં વાવેતર ન કરતાં ખેડૂત તેણે ઉનાળા સુધી મુલતવી રાખે તો તેનું પરિણામ શું આવે.? આરોગ્ય ભોગવવાણી ઈચ્છા રાખનાર માણસ પોતાના શરીરમાં રોગના બીજ વાવે અને પછી પોતાની ઈચ્છા આવે ત્યારે તેની અસરમાંથી મુક્ત થઈને રોગને હાંકી કાઢવાની આશા રાખે;તો તેની એ આશા કેટલે દરજ્જે સફળ થશતેનો વિચાર કરો. મહાન વેધ નેલાટન કહતો કે `જે શસ્ત્રક્રિયા પર જીવનનો આધાર હોય તે કરવા માટે મારી પાસે ચાર મિનિટ હોય તોપણ તે ક્રિયા ઉત્તમૌત્તમ પ્રકારે કેમ પાર પાડવી તેનો વિચાર કરવામાં હું એક મિનિટ તો લઉં જ.

      શક્તિનો જે ભંડાર આપણને મહાન સંકટોમાંથી બહાર કાઢે છે તે ભંડાર દીર્ઘ કાળપર્યતકામ કરવાની અને લાંબા સમય સુધી ધૈર્ય ધરવાથી જ એકઠો થઈ શકે છે. કોલિયર કહે છે કે, એવી રીતે એકઠો થયેલો શક્તિનો ભંડાર એ એક પ્રકારની કાર્યસિદ્ધિ જ છે. જ્યારે તમને એમ લાગે કે, આ સમયે બની શકે તેટલું વધુમાં વધુ કાર્ય નહિં કરવામાં આવે તો કિંમતી વસ્તુ ગુમાઈ જશે; ત્યારે તમારામાં વધુમાં વધુ કાર્ય કરવાની શક્તિ હોવી; હમેશાં સારી રીતે જ કાર્ય કરવાની અને અણીના પ્રસંગે પણ ઉત્તમોત્તમ નીતિપૂર્વક કાર્ય કરવાની શક્તિ યાને આદત હોવી; અને દીર્ઘ કાળ સુધી યુદ્ધમાં ઊભા રહેવાની તથા હજુ પણ આપણામાં કઈક બળ રહેલું છે એમ ધારવાની અને પોતાને કદી પણ પરાજિત થયેલા નહિં ધારવાની શક્તિ હોવી એનું જ નામ શક્તિનો ભંડાર છી. જે માણસની પાસે શક્તિનો આ ભંડાર હોતો નથી તેણે સદાને માટે પરાજય મળે છે.

    `સત્યની શોધ અને ચારિત્ર્યના બંધારણમાં પણ વિજ્ઞાન અને સાહિત્યમાં રહેલો આ સિદ્ધાંત જ લાગુ પડે છે. જગતમાં ઉપર જણાવે કારણને લીધે કટલીકવાર નજીવી બાબતો પણ અદભૂત કાર્યો નિપજાવે છે; પરંતુ સામાન્ય ધોરણ તો એ જ છે કે, જે માણસ ઉત્તમ મોતીની શોધમાં નીકળ્યો હોય તેને જ કુદરતરૂપી ઝવેરી ભારે કિંમતના મોતી બતાવે છે.`

     બીજા શબ્દોમાં કહીએ તો માનસિક અને શારીરિક પરિશ્રમમાં સફળતા પ્રાપ્ત કરાવી આપનાર ત્રણ મુખ્ય તત્વો શ્રમ,ધૈર્ય અને ખંત છે. અને તેમાં સૌથી મોટું તત્વ ખંત છે. 

Image Source – Google image by https://www.canva.com/design/DAEI9pM2qiU/qjTMcVs9etO017ootERyfg/edit?category=tACFakiSKJ8

No comments