Header Ads

ત્રેવડ ત્રીજો ભાઈ એટલે કરકસર આપનો ત્રીજો ભાઈ

 ત્રેવડ ત્રીજો ભાઈ એટલે કરકસર આપનો ત્રીજો ભાઈ

Economy is third brother
Image Source – Google image by CP Chandrasekhar/Jayati Ghosh

 https://www.thehindubusinessline.com/opinion/columns/c-p-chandrasekhar/post-demo-households-are-saving-and-borrowing-differently/article30008098.ece 

કરકસર અને ઉદારતા જ્યારે દેશ, કાળ અને પાત્રાદિનો વિવેક વિસરી જાય છે; અથવા એ બંને વાનાં જ્યારે હદ ઓળંગી જાય છે ત્યારે તે દુ:ખ ઉત્પન્ન કરે છે. એટલું જ નહિં પણ ચારિત્ર્યનો નાશ કરે છે.

    ઘણા તરુણો એમ ધારતા જણાય છે કે, એક વાર સફળતા મળી એટલે તે સદા સર્વદા પહોંચશે; અને જાણે તેમણે ફરી કદી નિષ્ફળતા મળવાનો સંભવ જ ન હોય તેમ તેઓ ભભકાદાર રીતે રહેવા લાગે છે. જાણે હવે તેમણે કાંઈ ડર રહ્યો જ ન હોય તેમ તેઓ પોતાની રહેણીકરણીમાં ફેરફાર કરી નાખે છે. દુર્ભાગ્યવશાત સરકાર એવો કાયદો ઘડી શકતી નથી. કે જે પ્રજાનો ઉપજ કરતાં ખર્ચ વિશેષ કરવાનો દુર્ગુણ દૂર કરી શકે.

     મૂર્ખ માણસોની ઉન્નતિ જ તેમના નાશનું કારણ થઈ પડશે. બાર્નમ જણાવે છે કે `દ્રવ્ય પ્રાપ્ત કરવાનું કામ ગમે તેટલું કઠિન હોય તો પણ તે સાચવવાનું અને સન્માર્ગે ડહાપણથી વાપરવાનું તો સૌથી વધુ કઠિન છે.`

     થોડા જ માણસો દ્રવ્યનો સદુપયોગ કરી જાણે છે. બાકી ઘણાકો તો દ્રવ્ય કમાય છે અને ઉડાવે છે; સંઘરે છે અને નષ્ટ કરે છે; પણ દેશ, કાળ, પાત્રાદિ જોઈને તેનો સદુપયોગ કરવો એ વાત તેમણે માટે અત્યંત કઠિન થઈ પડે છે.   

    એક દેવાલયની રંગીન કાચની એક મોટી બારી બની ગયા પછી એક કલાવિધાયકે, ફેંકી દેવામાં આવેલા કાચના ટુકડા ઉઠાવી લીધા અને તેના વડે એક બીજા દેવાલયને માટે આખા યુરોપની સર્વોતમ બારીઓ પૈકી એક બારી બનાવી ! આ જ પ્રકારે ઘણા છોકરાઓ બેદરકારીથી સમયના જે ટુકડાઓ ફેંકી દે છે. તેનો સદુપયોગ કરીને બીજાઓ ઉત્તમ શિક્ષણ અને પુષ્કળ દ્રવ્ય સંપાદન કરે છે.

     ચારિત્રયનો વિકાસ કરવાને માટે દેવાલય, ઘર અથવા દુકાન પર દેવું હોવું જોઈએ આવી દલીલ, આજકાલ નવીન અર્થશાસ્ત્રના એક અંશરૂપ થઈ પડી છે. પરંતુ ખરું જોતાં તો દેવું એક જાતનું બંધન છે-કલંકરૂપ છે. ખેડૂતોએ તો ગીરવી મૂકવાની રીતને તજી દેવી જોઈએ. આપણામાં ભરવાની શક્તિ ન હોય તે છતાં દેવું કરવું એ ચોરી કરતાં કાંઈ નાનો ગુનો નથી. આ જુની પદ્ધતિના વિચાર મનમાં પ્રબળ રાખીને એક માણસ જો પોતાના ધંધાની શરૂઆત કરે તો નિદાન એટલા અંશમાં તો તેણે સફળતા મળે છે અને વૃદ્ધાવસ્થામાં તે પોતાના મિત્રો અથવા સરકારને બોજારુપ થઈ પડતો નહતી.

    ઉડાઉપણું અને કંજુસાઈ એ બંનેની વચ્ચેનો માર્ગ પસંદ કરજો. પૈસા બચાવીને તમારા મગજને ભૂખે મારશો નહિં. તમારી શક્તિઓને ઉચ્ચતર બનાવવાને માટે પૈસા ખર્ચજો; કેટલાક માણસો એટલા બધા કંજૂસ હોય છે કે તેઓ બીજા લોકો પાસેથી ચીપી ચીપીને વાતો સાંભળવા પાછળ કેટલોય ઉમદા સમય ખર્ચ્યા કરે છે, પણ થોડાક રૂપિયા ખરચીને અનેક જરૂરી બાબતો અવકાશે વાંચી શકાય એવો સદગ્રંથ કિંવા સામાયિક પત્ર ખરીદતા નથી. પરિણામે તેઓ અનેક બાબતોથી અજ્ઞાત અને સંકુચિત વિચારના રહી જાય છે. તમારી જાત અને તમારા કુટુંબના જ્ઞાન તથા સગવડનો ભોગ આપીને પૈસા બચાવશો નહિં. 

      કુદરતનો હાથ ઉદાર હોય છે પણ ઉડાઉ હોતો નથી.

     ઇમર્સન કહે છે કે પ્રકૃતિ સખત કરકસર કરે છે. આજે જે ચીજ નકામી બની જાય છે; તેનો કાલે તે નવીન વસ્તુ ઉત્પન્ન કરવામાં ઉપયોગ કરે છે. તે રેતીનો એક દાણો પણ નકામો જવા દેતી નથી. તે આપણને પુષ્કળ આપે છે; પરંતુ આપણે જેણે ફેંકી દઈએ છીએ તેને તે તરત ઊંચકી લે છે અને પોતાના ભંડારમાં પૂરી દે છે. પાનખર ઋતુમાં ફૂલો અને પાંદડાં ખરી પડે છે; પરંતુ બીજે વર્ષે તે દ્વારા સૌન્દર્યના બીજા સ્વરૂપો અધિક ઉત્તમ બને છે. જો આપણે આપણાં ઘરમાં મરણ પામીએ તો જ આપણાં મિત્રો આપણું મુખ જોઈ શકે છે; અન્યત્ર મરણ પામીએ તો પ્રકૂટી આપણાં મિત્રોને આપણું મુખ જોવાની તક આપતી નથી. જે પળે શરીરમાંથી પ્રાણ નીકળી જાય છે તે જ પળે પ્રકૂટી શરીરને છિન્નભિન્ન કરવા માંડે છે; કે જેથી તે શરીરનો અન્ય વસ્તુઓ ઉપજવવામાં ઉપયોગ કરી શકાય.

    કારકસરની ગુપ્ત શક્તિથી થોડા પૈસા ઝાઝા થાય  છે છિન્ન-વિચ્છિછિન્ન અંશો જોડાઈને તેનું અખંડ સ્વરૂપ બને છે અને નહિ જેવી વસ્તુમાથી ખરી વસ્તુનો ચમત્કાર ઉપજે છે આનું નામ `કંજુસાઈ` નથી પણ `દીર્ઘદ્રષ્ટિ` અને `વ્યવસ્થાશક્તિ` છે; કે જે શક્તિ નિરુપયોગી વસ્તુઓને ઉપયોગી બનાવે છે; નકામી ચીજોને કામમાં લાવે છે; નાશ પામતી ચીજોમાં નવીન શક્તિ ઉમેરે છે અને દરેક વસ્તુને મનુષ્યનું સુખ વધારવામાં વાપરે છે. રેવરંડ વિલિયમ માર્શ જણાવે છે કે, “જાણે સમગ્ર આકાશમાં `કરકસર કરો` એવું સુવર્ણાક્ષરે લખું એમ મને મન થાય છે.”

  `કરકસર એ અર્ધો જીવનસંગ્રામ છે.`                                                    -સ્પજિયસ
   `કરકસર એ પ્રમાણિક્તા, સ્વતંત્રતા અને સુખની માતા છે; તેમ જ મિતાહાર, આનંદ અને આરોગ્યની સુંદર બહેન છે.'                                                                       -ડો. જોન્સન
 `થોડી જરૂરિયાતો હોવી અને પોતાની જરૂરિયાતો પોતે જ પૂરી પાડવી એના જેવુ રૂડું બીજું ક્યૂ કાર્ય છે ? 
   `રાજતંત્ર ચલાવવામાં જેટલા ડહાપણની જરૂર છે; તેટલું જ ડહાપણ ઘર-સંસાર ચલાવવામાં પણ જરૂરનું છે.` -ઇમર્સન
     `ત્વરાથી મેળવેલું નાણું ખર્ચાઈ જશે; પરંતુ પરસેવો ઉતારીને ધીમે ધીમે પ્રાપ્ત કરેલું દ્રવ્ય ઉત્તરોત્તર વૃદ્ધિગત થતું જશે.`                                                                      -ગેટે  
   `તમારા દ્રવ્યનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાથી તમને જેવો લાભ થાય છે તેવો નિશ્ચિત લાભ કોઈ પણ હોતો નથી.`                                                                       -લેટિન કહેવત 
   `કરકસર એ ગરીબ માણસોની ટંકશાળ છે.`                                                   -ટપર
   `ભોયમાં દાટવાને માટે નહિં; સેવકોની પલટણ ઊભી કરવા માટે નહિં; પરંતુ સ્વતંત્ર થવાનો ઉજ્જવલ હક્ક મેળવવાને માટે માણસને કારકસરની જરૂર છે.`                                   -બર્ન્સ
 `તમે ગમે તેવા બુદ્ધિમાન હો; તમારી ભાવિ ઉન્નતિનો યોગ ગમે તેટલો પ્રબળ હોય; પરંતુ અશક્યતાશ્રમમાં ન જવું પડે તે માટે તમને જે વસ્તુની જરૂર હોય તે તમે કદી પણ મહાલય મેળવવાની આશા ઉડાવી ડેટા નહિં.      –બલ્વર

   એક ગરીબ માણસ પણ જો સખત કામગરો, કારકસરિયો અને ઉત્સાહ તથા આવડતવાળો હોય તો પોતાનાં કાર્યોથી જગતને આશ્ચર્યચકિત કરી શકે છે.

     પરંતુ કંજુસાઈ અને લોભ, એ વળી કરકસરથી બીજી જ જાતની વસ્તુ છે. જે કંગાલ માણસ માત્ર સંગ્રહ કરવા માટે જ દ્રવ્ય એકઠું કર્યા કરે છે તે કંજૂસ કહેવાય છે. બીજો માણસ જ્યાં રૂપિયો ખર્ચે ત્યાં કંજૂસ માણસ કંજુસાઈને વશ થઈ એક આનો પણ મહામહેનતે ખર્ચે છે, અને આ પ્રકારેની કંજુસાઈ એ તો લોભનો નાનો ભાઈ છે.   

    લંડનનો પુસ્તક વેચનાર ગાઈ, કે જેણે પાછળથી એક મહાન દવાખાનું સ્થાપ્યું હતું, તે અત્યંત કંજુસાઈ કરતો હતો. તે પોતાની દુકાનના પાછલા ભાગમાં રહેતો; તે જૂની પાતલી પર બેસીને ભોજન કરતો; પોતાના હિસાબ ગણવાના પાટિયાને તે મેજ તરીકે વાપરતો. અને વર્તમાનપત્રને કપડાં તરીકે પથરતો. તેણે લગ્ન કર્યું ન હતું. એક રાત્રિએ હોપકિન્સ નામનો એક બીજો નામિચો કંજૂસ તેને ત્યાં ગયો. ગાઈ કે જે અંધારામાં હતો તેણે મીણબત્તી સળગાવીને તેને પુછ્યું : `તમારે શું કામ છે ?` તેણે કહ્યું કે, `તમે કેવી રીતે પૈસા બચાવો છો, તે હું જાણવા માગું છુ હોપકિન્સનો ઉદેશ જાણી લીધા પછી `આપણે એ વાત તો અંધારામાં પણ કરી શકી શું? એમ કહી તેણે મીણબત્તી હોલવી નાખી. આ જોઈ હોપકિન્સ બોલ્યો કે, ખરેખર, પૈસા બચાવવાની બાબતમાં તમે મારા ગુરુ છો. હવે મારે વિશેષ પૂછવાની જરૂર નથી. તમારી ચાવી મારા હાથમાં આવી ગઈ છે.`

     એડમંડ બર્કે એક પ્રસંગે આર્થિક સુધારા વિષે બોલતાં  સિસેરોના આ શબ્દો ટાંકયા હતા કે `કરકસર એ સારી આવક છે.` પરંતુ તેણે `આવક` શબ્દના ઉચ્ચારમાં ભૂલ કરી હતી તેથી લોર્ડ નોર્થે તે સુધારવાને માટે તેણે ધીમેથી કહ્યું. પરંતુ બર્કે આ ભૂલ નો પણ સદુપયોગ કર્યો. તે બોલ્યો કે નામદાર લોર્ડ કહે છે કે `તમે સિસેરોના જે શબ્દો ટાંકયા છે તેમાંનાં મુખ્ય શબ્દના ઉચ્ચારમાં ભૂલ કરી છે` પરંતુ તેથી મને આનંદ થાય છે. કારણ કે એથી કરકસર એ સારી આવક છે` એ અમુલ્ય કહેવત ફરીથી બોલવાની મને તક મળે છે.` `કરકસર એ સારી આવક છે` એ શબ્દો આપણે વારંવાર ભાર દઈને ઉચ્ચારવા જોઈએ.`

     જોન જેકબ એસ્ટરે કહ્યું હતું કે `કરોડો રૂપિયા પેદા કરવામાં મારે જેટલો પરિશ્રમ કરવો પડ્યો હતો, તે કરતાં પ્રથમના એક હજાર રૂપિયા પેદા કરવામાં મને વધારે પરિશ્રમ કરવો પડ્યો હતો.` જે છોકરાઓ પાઇ પાઇ કરીને એકઠું કરતાં નથી; તેઓ કદી પણ પ્રથમના હજાર રૂપિયા મેળવતા નથી અને હજાર રૂપિયા વિના લાખ કે કરોડ મળવા શક્ય નથી.    

     બાલ્યાવસ્થાથી જ એમ કહેતા શીખવવું કે `મારે ઉડાઉ થવું પરવડે એમ નથી.` એ શક્તિ, હિંમત અને મર્દાનગીનું ચિહન છે. ડો. ફ્રેન્કલીને કહ્યું હતું કે આપણી પોતાની નહિ પરંતુ પારકાની આંખ આપણને પાયમાલ કરે છે.` શેકસ્પિયર કહે છે કે માણસ કરતાં ફેશન વધારે કપડાં ફાડી નાખે છે. ડગલાસ જેરોલ્ડ કહે છે કે `ઋણ કેવાં ભયંકર અનિષ્ટોને જન્મ આપે છે ! એ કેવી નીચતા, કેવાં અપમાન, કેવી ચિંતા અને કેવાં અસત્ય વાયદાને જન્મ આપે છે ! સ્પષ્ટ ખુલ્લા ચહેરાને તે વખત જતાં કેવો કરચલીવાળો બનાવી દે છે ! સારા ચહેરાને તે કેવો બેડોળ બનાવી દે છે ! દેવું કરવાની ખરાબ ટેવ પાડવાથી  ખરો માણસ કેવો હ્રદયહીન-પ્રપંચી બની જાય છે ! જે માણસ ઋણમુક્ત હોય છે તેને શીતળ જળ કેવું મધુર લાગે છે અને સૂકો રોટલો કેવો મીઠો લાગે છે ! ખત્રિ રાખજો કે, જે માણસ દેવું કરીને ખાય છે તે ભલે હમેશાં કંસાર-ઘીનાં જમણ જામતો હોય પરંતુ તે તેને રૂચિકર લાગતાં નથી. હવે વસ્ત્રની વાત લ્યો. જો દરજીને ત્યાંથી તમારા કપડાં આવવાના ન હોય તો એક ફાટેલા કોટથી પણ તમારી ટાઢ ઊડી જાય છે ! જો કાપડિયો તમારી પાસે કંઈ માગતો ન હોય તો જૂની બંડી પણ તમને કેવું સુખ આપે છે ! જે પાઘડી એક દેવાદારના દુખી મગજ પર ન હોય તે ફાટી તૂટી હોય તો પણ કેવી શોભે છે ! એક ઋણમુક્ત મનુષ્યને નાનું સરખું ઘર પણ કેવું મધુરું લાગે છે અને ઘરની બહાર પણ કેટલો આનંદ મળે છે ! પોતાનું બારણું ખખડવાથી તેને ધાસ્તી લાગતી નથી અને દાદર પર કોઈના પગલાંનો અવાજ થતાં તેનું શરીર કંપવા લાગતું નથી. તે હરકોઈ માણસનું હસતે મોઢે સ્વાગત કરી શકે છે અને તેમ છતાં પણ તેની નાડી જોશબંધ ચાલવા લગતી નથી. તે બહાર જાય છે ત્યારે રસ્તે ચાલનારા કોઈ પણ માણસ તરફ કેવો જોઈ શકે છે ! ગરીબાઈ એ મોટું દૂખ એ વાત સાચી; પરંતુ દેવાદારપણાની અપેક્ષાએ તે સહેલાઇથી સહન થઈ શકે એવી છે. મારા પુત્ર ! જો તું રંક હો તો ઝરાના વહેતા પાણીને અમ્રુત તુલ્ય માનજે; સાત દહાડાનો સૂકો રોટલો ખાજે; ફાટેલો તૂટેલો ડગલો પહેરજે અને કાતરિયાને એક ગૃહસ્થનું ઉત્તમોત્તમ નિવાસ્થાન ગણજે; પણ દેવાથી બાર ગાઉં નાસજે. આથી તારા હ્રદયને શાંતિ મળશે. અને કોઈનો તારા પર અધિકાર ચાલશે નહિં.

    જો બીજો માણસ તમારી પાસે એકાદ રૂપિયો પણ માગતો હશે તો તે અવશ્ય તમારા તરફ તિરસ્કારની નજરથી જોશે. જો તમે પણ કોઇની પાસે પૈસા માગતા હો તો તમે તેના તરફ અનુદાર દ્રષ્ટિએ જુઓ એવો દરેક સંભવ ચ્હે. માટે પાછળથી પશ્ચાતાપ કરવો તે કરતાં પ્રથમથી કરકસર જ શા માટે ન કરવી ?

     જે લોકો કમાય છે તેટલું ખાય છે તે લોકો ઉપયોગી કળાઓમાં કદી પણ ઝાઝી પ્રગતિ કરતાં નથી. કરકસર એ એક જાતની શક્તિ છે. જેઓ કરકસર કરે છે તેમને ત્યાં સુખ અને સ્વતંત્રતા નિવાસ કરે છે. ઘણા પાયમાલ થયેલા માણસો પોતાના અધઃપાતની શરૂઆત ઉછીના પૈસા લેવાની આદત શરૂ થવાની સાથે જ થયેલી જાણે છે.

    આપણને જેની ખરેખરી આવશ્યકતા હોય છે તેનાથી આપણે પાયમાલ થતાં નથી; પરંતુ જેની આપણે આવશ્યકતા માનીએ છીએ; તેનાથી જ આપણે પાયમાલ થઈ જઈએ છીએ; માટે કદી પણ આવશ્યકતાની શોધ ફરશો નહીં. જો તમને કહરી આવશ્યક્તા હશે તો તે તમને શોધતી તમારે ઘેર આવશે. જે માણસ નિરુપયોગી વસ્તુઓ ખરીદે છે, તેને આગળ જતાં ઉપયોગી વસ્તુઓ પણ વેચવી પડે છે.

    પ્રત્યેક લેણદારને તેના પૈસા આપી દેવા એ માનવંત કાર્ય છે. આમ ન કરવું તેના કરતાં ભૂખે મરવું બહેતર છે. ઉધાર માલ લાવીને મોટો વેપાર કરવો તેના કરતાં રોકડેથી નાના પાયા પર વેપાર કરવો એ સારું છે.  

Economy is third brother
Image Source – Google image by CP Chandrasekhar/Jayati Ghosh

 https://www.thehindubusinessline.com/opinion/columns/c-p-chandrasekhar/post-demo-households-are-saving-and-borrowing-differently/article30008098.ece 

No comments