Header Ads

મનની શક્તિનો પ્રભાવ

 મનની શક્તિનો પ્રભાવ

એક ઇન્ડિયન યોદ્ધાને જ્યારે દુઃખ દેવામાં આવે ચ્હે ત્યારે તે આનંદદાયક ગાયન ગાય છે; પોતાના પ્રરાક્રમોની સ્તુતિ કરે છે અને વેદનાનાં ચિહન દર્શાવ્યા વિના જ મરણ પામે છે.

The Power Of The Mind, મનની શક્તિ,
Image Source – Google image by   https://hellodoktor.com/en/healthy-living/mental-health/mind-healing-power-mind/

    થોડાં વર્ષ પહેલા પેરિસની એક ગરીબ સ્ત્રીને નોટર્ડામમાં એક કૂતરો કરડયો. તેને `હોટલ ડ્યુ`માં લઈ જવામાં આવી અને તેનો ઘા રુઝાવવામાં આવ્યો. કેટલાક માસ પછી એક વિધાર્થી તેને રસ્તા પર મળ્યો અને બોલ્યો કે `તમને જીવતાં જોઈને મને આશ્ચર્ય થાય છે ! તમને જે કૂતરો કરડયો હતો  તે તો હાડકાયો હતો !` તે ગરીબ સ્ત્રીને તરત કંપારી આવવા લાગી. તરત જ વેધશાસ્ત્રી બૂકોયને બોલાવવામાં આવ્યા પરંતુ તે કંઈ પણ કરી શક્યા નહિં. તે સ્ત્રી થોડા જ સમયમાં મરણ પામી !

    વિચાર અથવા ભાવના, દ્રઢ માન્યતા અથવા નિશ્ચય, એ રોગનો પ્રતિકાર કરવાની અથવા તેની પ્રગતિને અટકાવવાની કેટલી બધી શક્તિ ધરાવે છે ? તેમજ બીક, રોગને ગ્રહણ કરવાની અને તેને વધારવાની અને વખતે મૃત્યુ પણ નિપજાવવાની કેટલી બધી શક્તિ ધરાવે છે, તે પણ તેમને અજ્ઞાત નથી. પ્રત્યેક વૈદ્ય જાણે છે કે, બીકણ, અનિશ્ચિત અને ચંચલ ચિત્તના માણસોને ચેપી રોગ લાગુ પાડવાનો સંભવ હોય છે, તેથી અર્ધો સંભવ પણ હિંમતવાળા અને પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવનાર માણસોને તે લાગુ પડવાનો હોતો નથી. પ્લેગ-હોસ્પિટલોમાં જ્યારે વૈધો/ડોક્ટરો પણ જવાને ડરતા હતા ત્યારે નેપોલિયન વારંવાર ત્યાં જતો અને પ્લેગથી પીડાતા દરદીના શરીર પર પોતાનો હાથ મૂકતો. તે કહેતો કે, જે માણસ ડરતો નથી તે પ્લેગને હરાવી શકે છે.

   જેમને સુખી અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય; જેમને ઘણા લાંબા સમય સુધી તરુણ, તાજા, સુંદર અને સુડોળ રહેવાની ઈચ્છા હોય અને જેમને શારીરિક અને માનસિક આરોગ્ય મેળવવાની ઈચ્છા હોય તેમણે પોતાના અંતઃકરણને પવિત્ર, પોતાના મનને સુસંસ્કારી અને પોતાના શરીરને નિર્મળ બનાવવું જોઈએ. તેમણે શાંત અને સદગુણી બનવું જોઈએ. પોતાના આત્માના મંદિરને દુર્ગુણથી ભ્રષ્ટ અને વિષયવાસનાથી અપવિત્ર બનાવવું ન જોઈએ. મન એ શરીરનો સ્વાભાવિક સંરક્ષક છે. વિશ્વકર્તાએ સમગ્ર મનુષ્યજાતિને માત્ર ડઝન ઔષધોની દયા પર જ છોડી દીધી છે. એ વાત માની  શકાતી નથી. આપણે જે અનેકવિધ દુઃખો સહન કરીએ છીએ, તેમાંનાં ઘણાંની નિર્વૃત્તિ માટે ઈશ્વરે આપણને એક દિવ્ય ઔષધ આપેલું છે. જો આપણે માત્ર આપણી ઈચ્છાશક્તિ અને આપણાં મનોબળનો સદુપયોગ કરતાં શીખીએ સો-સવાસો વર્ષની ઉંમર સુધી તરુણ અને આનંદી રહી શકે.     



     સેનેકાને પ્રાયઃ અસાધ્ય રોગ લાગુ પડ્યો હતો પણ તે કહેતો કે `મારો પિતા મારા મૃત્યુનો કારી ઘા સહન કરી શક્યો ન હોત અને એ વિચારે જ મને મરતા અટકાવ્યો અને મેં મારી જાતને જીવવાની આજ્ઞા કરી.` અને જીવ્યો પણ ખરો ! સર વોલ્ટર સ્કોટ પંચાવન વર્ષની વયે ભારે ઋણના બોજા તળે દટાયો હતો, આ સમયે તેની તબિયત સારી ન હતી તો પણ તેણે પાઇએ પાઇ ચૂકવી દેવાનો નિશ્ચય કર્યો. આ નિશ્ચયે તેની પ્રત્યેક માનસિક અને શારીરક શક્તિને હિંમત આપી અને તેની સર્વ શક્તિઓ ઉત્તેજિત થઈને તેનું સંરક્ષણ કરવાને ઘસી ગઈ. તેની પ્રત્યેક નસ અને તંતુએ કહ્યું કે  `ઋણ તો ચૂકવી દેવું જ જોઈએ. અને તે ચૂકવાયું પણ ખરું. જે શરીરમાં આવી પ્રબળ ઈચ્છાશક્તિ સત્તા ચલાવતી હોય તેમાં રોગને સ્થાન પણ મળવું મુશ્કેલ છે. તે રોગની પ્રગતિને અટકાવે છે અને મૃત્યુને પણ પાછું હઠાવે છે.

     હંબોલ્ટ કહે છે કે `એક સમય એવો આવશે કે જ્યારે આપણે હાલમાં એકાદ ચોર અને એકાદ જુઠા માણસ તરફ જેટલા તિરસ્કારથી જોઈએ છીએ તેટલા જ તિરસ્કાર સહિત એક બીમાર માણસ તરફ જોઈશું; કારણ કે પહેલી સ્થિતિ બીજીના જેટલી જ મનની સત્તા હેઠળ છે અને તેના જેટલી સુધારાને પાત્ર છે.` આ મત જોકે બહુ કડક છે તોપણ મન એ શરીર પર પ્રબળ સત્તા ધરાવે છે એમાં તો જરા પણ શંકા નથી.

     ક્રોધથી મોઢામાંના થૂક્માં રહેલા રાસાયણિક તત્વોમાં ફેરફાર થઈને તનુ વિષ બની જાય છે અને તે જીવનને નુકસાન કરે છે. આ એક જાણીતી વાત છે કે, આકસ્મિક અને તીવ્ર લાગણીઓથી માત્ર થોડાજ કલાકમાં માણસના વાળ ધોળા થઈ જાય છે એટલું જ નહિં પરંતુ તેથી ગાંડપણ પણ લાગુ પડે છે અને મૃત્યુ પણ થાય છે. સ્ટેન્લિ અને તેના માણસો આફ્રિકાનાં જંગલોમાં ઘણાં કષ્ટો સહન કરવા પડ્યાં હતાં. જ્યારે સ્ટેન્લિએ જણાવ્યુ કે, હવે આપણાં સંકતો પૂરાં થયા છે અને આપણે સામી બાજુના સમુદ્રની નજદીક આવી પહોંચ્યા છીએ ત્યારે તેના એક માણસને એટલો બધી આનંદ થયો કે હર્ષઘેલો બની ગયો અને પાસેના જંગલમાં નાસી ગયો તથા ફરીથી કદી પણ નજરે પડ્યો નહિં ! પ્રત્યેક ભાવના મનુષ્યના શરીરને કાં તો સુંદર બનાવે છે અને કાં તો કદરૂપું બનાવે છે. વ્યગ્રતા, ક્રોધ, નિરંકુશ મનોવિકાર, ઝનૂન, અસંતોષ, અપ્રમાણિકતા, અસત્ય, ઈર્ષ્યા, વૈર, ભય એમાંની પ્રત્યેક લાગણી શરીર પર અસર કરે છે અને તેમાં ઝેર દાખલ કરી તેને કદરૂપું બનાવી મૂકે છે. હાર્વર્ડ્નો પ્રોફેસર જેમ્સ કે જે માનસશાસ્ત્રમાં ઘણો નિપૂર્ણ છે તે કહે છે `સુકર્મ વા કુકર્મ-પછી તે ગમે તેટલું નાનું હોય તોપણ તે શરીર પર પોતાની છાપ મૂકી જાય છે. વાસ્તવમાં આપણું કરેલું કોઈપણ કાર્ય ભુસાતું નથી.` જે માણસ કેફી વસ્તુનો ઉપયોગ કરી પોતાની શક્તિનો નાશ કરે છે અને પોતાના શરીરને ભ્રષ્ટ તથા પાયમાલ કરે છે તેની તરફ આપણે કરુણા અને અવિશ્વાસની દ્રષ્ટિથી જોઈએ છીએ; જ્યારે બીજી બાજુએ આપણે પોતે `નિર્દોષ જેવા લાગતાં ગુનાઓ` વડે પણ આપણાં શરીરને શરીરને કદરૂપાં બનાવી મૂકીએ છીએ ! એક વાર ગુસ્સો કરવાથી કદાચ આપણાં શરીરને અને ચારિત્ર્યને એક વાર દારૂ પીવા કરતાં પણ વિશેષ હાનિ થાય છે. ઈર્ષ્યા, દ્રેષ, ક્રોધ, નિરંકુશ શોક, ચિંતા એ અનેક વર્ષોથી રૂઢ થયેલી બીડી પીવાની આદત કરતાં પણ શરીરને અને મનને વધારે નુકસાન કરે છે.

     બીડી અને દારૂ પીવાની આદત સિવાય શરીરને પાયમાલ કરવાની બીજી પણ ઘણી રીતો છે. આગગાડીને પકડવા માટે દોડવાથી બીડી પીવાની ટેવ કરતાં પણ હ્રદયને વિશેષ હાનિ પહોંચે છે. આત્મસંયમનો અભાવ, હલકી વાસનાઓને તાબે થવું, વિષયવાસનાના વિચાર-આવા દુર્ગુનો, જે કાર્યોને સાધારણ રીતે નિંદવામાં આવે છે તેના કરતાં પણ જીવનને અનંતગણું નુકસાન કરે છે. શાંત પ્રકૃતિના પશુઓ જેટલું કામ કરે છે તેથી અર્ધુ કામ કરવાથી અકાદ ચીઢિયો કૂતરો અથવા ખરાબ સ્વભાવનો ઘોડો થાકીને લોથપોથ થઈ જાય છે. કદરૂપી ગાય બરાબર દૂધ આપતી નથી અને ખરાબ સ્વભાવની મેંઢી બરાબર પુષ્ટ થતી નથી. ખરેખર એક મહાન પેગંબરે `શુભ કાર્યથી દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે. અને જે માણસ દુષ્કાર્ય કરે છે તે પોતાનું મરણ પાસે લાવવા માટે જ કરે છે` એ શબ્દોમાં આરોગ્યવિધાનો અતિ ઉત્તમ સિદ્ધાંત પ્રકટકર્યો છે.

     દ્રઢ અને પ્રબળ ઈચ્છાશક્તિ આરોગ્ય અને સફળતા મેળવવામાં જેટલી સહાય કરે છે તેટલી સહાય કોઈ પણ વસ્તુ કરતી નથી. તે શરીર અને મનને નિરંતર આરોગ્ય આપનારી ઔષધિ છે. તે શરીરને સ્વસ્થ કરે છે અને તેને મુશ્કેલીઓ, નિરાશાઓ તથા વ્યાધિ સહન કરવાને શક્તિમાન કરે છે. એ એક સમતોલપણું જાળવી રાખનારું ચક્ર છે. તે શરીર અને મનની સર્વ ગતિઓ અને ક્રિયાઓનો સંયોગ કરે છે અને તેમને સ્થિર કરે છે તત નાશકારક ધક્કાઓનો પ્રતિકાર કરે છે; કે જે ધક્કાઓ ઘણી વાર સ્થિર ચિત્તના માણસોને પણ તમની કક્ષામાંથી દૂર ફેંકી દે છે. અને સ્વસ્થતા ને બદલે તેમનામાં અસ્વસ્થતા ઉત્પન્ન કરે છે. મનોરાજ્યમાં ઈચ્છાશક્તિ એ એક મહાન અમલદાર છે. જો આ અમલદાર દુર્બળ અને અસ્થિર હોય છે તો મન અને શરીરમાં જરા પણ નિયમબદ્ધતા અથવા સ્વસ્થતા જળવાતી નથી. જો આ અમલદાર સઘળી શક્તિઓને કાબુમાં રાખીને દ્રઢતાપૂર્વક સત્તા ચલાવે છે તો જ શારીરિક, માનશિક અને નૈતિક સામ્રાજ્યમાં નિયમિતપણું અને સ્વસ્થતા જળવાય છે. એક દુર્બળ અમલદાર સારા કાયદાઓને પણ અમલમાં મૂકી શકતો નથી અને તેથી તેના પ્રદેશમાં હમેશાં અનિશ્ચિતપણું અને અંધાધૂંધી જ રહે છે.

      `બળવાન ઇચ્છાશક્તિના ગુપ્ત ભેદો કોણ જાણે છે ? ઈશ્વર પણ માત્ર સર્વ પદાર્થોમાં ઓતપ્રોત રહેલી મહાન ઈચ્છાશક્તિ જ છે. મનુષ્યમાત્ર પોતાની ઇચ્છાશક્તિની દુર્બતાથી જ દેવ અને યમને તાબે થાય છે.`                                                                 -જોસેફ ગ્લેન્વિલ
       `આરોગ્ય એ શારીરિક પવિત્રતા છે. છોકરીઓને આજ્ઞાના અનાદર માટે શિક્ષક તરફથી નેતરના ફટકા ખાતાં જેટલી લજ્જા થાય છે, તેટલી લજ્જા મનુષ્યોને તમની પોતાની મૂરખાતાથી થયેલી બીમારી માટે ઉપજવી જોઈએ                                                            -મિસિસ ચેની
   `સાજા થવાની ઈચ્છા કરવી એ પણ એક ઉત્તમ ઔષધ છે.`                                   -સેનેકા
   `ઉત્તમ મન શરીરને પણ ઉત્તમ બનાવે છે.`                                          -શેક્સપિયર
     `વીરતા એ એક જાતની ઔષધિ છે; મનની ઉદાત્તતા મલમ કરતાં પણ અધિક સારી રીતે ઘાને રૂઝવે છે.`                                                                                           -કાર્ટરાઇટ

     `એક માણસે નેપોલિયનને કહ્યું કે `એ માત્ર એક કલ્પના જ છે.` આ સાંભળીને નેપોલિયને પ્રત્યુતર આપ્યો કે, `હા, એ માત્ર કલ્પના જ છે; પરંતુ કલ્પના જ જગત પર સત્તા ચલાવે છે.`  

     એક વૈધશાસ્ત્રી જણાવે છે કે, થોડા સમય પર એક કૂતરો મરણ પામ્યો હતો; તેના શરીરમાં એક બીજા કુતરાનું તાજું લોહી દાખલ કરવાથી તે સજીવન થયો હતો ! તે ઊભો થયો, એક પળ સુધી તેણે પોતાની પૂંછડી હલાવી અને ત્યાર પછી પુનઃ મરણ પામ્યો. છવ્વીસ વર્ષના એક અશક્ત ઘોડાના શરીરમાં ચાર ઘેટાંનું લોહી દાખલ કરવામાં આવ્યું. એટલે તરત જ તેણે નવીન શક્તિ અને નવીન જીવન પ્રકટ કરવા માંડ્યું. આજ રીતે બેદરકારી, નિરુધોગીપણું, વ્યાધિ, ભૂલ અથવા નિરાશાથી નિર્જીવ થઈ ગયેલા મગજમાં એકાદ નવીન વિચાર અથવા ભાવના દાખલ કરવામાં આવે તો કદાચ તત્કાળમાં તે ઉત્સાહી બને, પણ છેવટે તો પાછું `એ રામ એના એ જ` થાય છે હા જો એવા મનુષ્યમાં કાંઇ પણ ચેતન હોય છે તો નવીનતા ઉમેરવાથી તે નવીન જીવન ધારણ કરે છે; અને આખા શરીરને ફેરવી નાખે છે. તે મનુષ્યનું શરીર તે વિચારમય અથવા તે ભાવનામય થઈ જાય છે. મહાન વિચાર ધારણ કરવાથી દુર્બળ મનુષ્ય પણ સબળ બને છે; ભીરુ વીર પુરૂષો બને છે અને અનિશ્ચિત ચિત્તનો મનુષ્ય દ્રઢ નિશ્ચયવાળો બને છે.   

     રોગોનો પ્રતિકાર કરવાનું અથવા આરોગ્ય જાળવવાનું ઇચ્છાશિક્તિઓમાં જે સામર્થ્ય છે તનાથી બીજે નંબરે દ્રઢ માન્યતાનું સામર્થ્ય આવે છે. લંડનનું `લેસ્ટેટ` કે જે સમસ્ત જગતનું આગેવાન વૈધકીય પત્ર છે તે જણાવે છે કે, એક મેડમ પોતાની યુવાવસ્થામાં પોતાના પ્રિયતમને ખોઈ બેસવાથી ગાંડી બની ગઈ હતી. તેને સમયનું કંઈ પણ ભાન રહ્યું ન હતું. તે તો હમેશાં કહેતી હતી કે, `મારો પ્રિયતમ હમણાં જ મને છોડીને ગયો છે. લોકોએ તેને બહુ બહુ સમજાવી પણ તે એકની બે ન થઈ. તે દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ અને વર્ષોના વર્ષો સુધી બારી આગળ ઊભી રહીને પ્રિયતમની આવવાની રાહ જોતી રહી ! હજી પણ હું યુવાન છુ એસી દ્રઢ માન્યતાને લીધે તે દેખાવમાં તરૂણી જ રહી જેમણે તેને માત્ર થોડાં વર્ષ પૂર્વે જોઈ હતી તેઓ જણાવે છે કે, તેની વાય વીસ વર્ષથી વધુ નથી; જ્યારે ખરેખરી રીતે તો તે અત્યારે પોણોસો વર્ષની થઈ છે ! જો આપણે મનનો ઉપયોગ કરી જાણીએ તો વૃદ્ધાવસ્થામાં પણ આપણને તરુણ રાખવાની તેનામાં કેટલી બધી શક્તિ છે !

    બીક સશક્ત માણસને પણ મારી નાખે છે અને હિંમત એ શક્તિ આપનાર ઔષધિ છે. વૈધોએ એક અંગ્રેજ અપરાધીની આંખે પાટા બાંધી તેને એક મેજ પર બેસાડયો અને તેના એક હાથ પર સહજ ઘા કરી ત્યાં આગળથી ઊનું પાણી નીચે પાડવા માંડ્યુ. અને તે અપરાધીને કહ્યું કે, આ લોહી તારા શરીરમાંથી નીકળે છે. પેલા અપરાધીએ આ વાત સાચી માની; પણ ખરું જોતાં તેના ઘામાંથી જરા પણ લોહી નિકળ્યું ન હતું ! તેને જે ચીજ ગરમ લાગતી હતી તે તો વૈધોએ કરેલી ગરમ પાણીની ધાર હતી 1 છતાં તે માણસ બીકથી મરણ પામ્યો ! નીચે ગોઠવેલા વાસણમાં લોહીને બદલે પાણી હતું એમ જાણી શકે એટલા માટે જો માત્ર એક જ પળ તેની આંખેથી પાટો છોડવામાં આવ્યો હોટ તો તે મરત નહિં અને સાજો થઈ જાત.

    મહાન વિચારોમાં સૌંદર્ય વધારવાની, આચાર સુધારવાની, મનુષ્ય પર પરિસ્થિતિને અસર ન થવા દેવાની અને તેને તેને વૃદ્ધાવસ્થાની અશક્તિથી મુક્ત રાખવાની અદભૂત શક્તિ હોય છે. મહાન વિજ્ઞાનવેત્તાઓ, મહાન સુધારકો અને મહાન રાજદ્વારીઓમાં આપણે આ દીર્ઘાયુ ઉત્પન્ન કરનારી શક્તિ પ્રત્યક્ષ દેખીએ છીએ. કોઈ પણ મનુષ્ય વધારે પડતો આહારવિહાર કરીને તથા દુર્ગુણી જીવન ગાળીને આનંદી, સ્વસ્થ અને પવિત્ર રહિ શકે જ નહિં. આત્મમાનના મરણથી આખો ચહેરો શોકના ચિહન ધારણ કરે છે. દુષ્ટ વિચાર મુખારવિંદને કદરૂપું બનાવી દે છે.

     માતાના અંગમાં રહેલો ક્રોધ નાના બાળકના શરીરમાં ઝેર દાખલ કરે છે; તેને બીમાર પાડે છે અને તેને અત્યંત વેદના ભોગવાવે છે.

     દુઃખથી પીડાતા, ચિઢયા, ક્રોધી, અશાંત, બેચેન દરદીઓ કેટલીક વાર અકાદ મિલનસાર સ્વભાવના મિત્ર અથવા એકાદ ખુશમિજાજી વૈધના આવવાથી અથવા તો કોઈ મોટી સંપતિ મળવાના સમાચારથી તદન બદલાય જાય છે. તમની ભયંકર પીડા દૂર થાય છે, તેમના મોઢા પર પ્રકાશ ઝળકી ઊઠે છે અને તેઓ ક્રોધને બદલે સ્મિત કરવા લાગે છે. આવો સંપૂર્ણ ફેરફાર માત્ર માનસિકબળથી જ, કાંઈ પણ દવા ખાધા વિના અથવા ઉપચાર કર્યા વિના થાય છે. આપણે દાંતના ડોક્ટરને ત્યાં જઈએ કે ઘણી વાર દાંતનું સખ્ત દરદ તરત જ બંધ પડી જાય છે.

     બલ્વર  કહે છે કે `તમે માંદા છો એ વાત કદી પણ ખરી માનશો નહિં, લોકોને પણ કદી પણ કહેશો નહિં કે હું માંદો છુ અને તમે જાતે એ વાત કદી પણ સ્વીકારશો નહિં. બીમારીનો તો હમેશાં અસ્વીકાર જ કરવો જોઈએ. જો સબળ થવાની તમારી ઈચ્છા હોય તો કદી પણ એમ બોલશો નહિં કે હું માંદો છુ; અને જો હમેશાં તાજા રહેવાની તમારી ઈચ્છા હોય તો કદી પણ એમ કહેશો નહિં કે હું થાકી ગયો છુ. કેમ કે એવા સ્વીકારની પણ શરીર પર ખરાબ જ અસર કરે છે.

     `સર્વ હલકા મનોવિકારોમાં `ભય` એ સૌથી ખરાબ છે.` પ્રાચીન કાળના લોકો એને દેવ માનીને પૂજા કરતાં હતા; પરંતુ ચાલુ જમાનમાં આપણે એને મનુષ્યજાતિના શત્રુ તરીકે ઓળખીએ છીએ એનેજેટલા પ્રમાણમાં ધારણ કરવામાં આવે છે તેટલા પ્રમાણમાં એનાથી મનુષ્ય અસ્વસ્થતા અને રોગનો ભોગ થઈ પડે છે. ભય અને ચિંતા, લોહીના થતાં રક્ત કણોને પાયમાલ કરે છે અને જો તે (લોહીના કણ) અમુક પ્રમાણ કરતાં ઓછા કે નાના બની જાય છે તે જ રોગ અને મૃત્યુ લાવે છે. ભયથી જુદા જુદા પ્રકારની કેટલી વેદના, ચિંતા, અને દુઃખ થાય છે તેનો અડસટ્ટો કોણ કાઢી શકે ? ઘણી છોકરીઓને વારંવાર એમ કહેવામા આવે છે કે તમારા માતાપિતા ક્ષયના રોગથી મરણ પામ્યા હતા અને તમે એ જ રોગથી મરણ પામશો. આ વાતને તેઓ ખાતરીપૂર્વક સાચી માની લે છે અને તેથી તેઓ પોતાનું કિંમતી જીવન ગુમાવે છે.    

     નાજુક પ્રકૃતિના ઘણા માણસો હ્રદયને આકમિસ્ક આઘાત થવાથી ભયંકર રોગના પંજામાં સપડાયા છે. પોતાના પ્રિય પતિના આકસ્મિક મુત્યુની ખબર સાભાળી ઘણી વાર નાજુક પ્રકૃતિની અને તીવ્ર લાગણી ધરાવનારી સ્ત્રીઓ અત્યંત પીડા પામે છે અને બેશુદ્ધ થઈ જાય છે. અત્યંત ક્રોધ કરવાથી મગજે લોહી ચઢી જઈ મરણ પણ નિપજ્યાં છે. એક આખી રાત મનોવ્યથામાં ગાળવાથી ઘણી વાર સાજા માણસો અસાધ્ય રોગના ભોગ થઈ પડ્યા છે. નિરંતર શોક, લાંબા સમય સુધીની સખ્ત ઈર્ષ્યા, હમેશની ચિંતા અને ભારે મનોવ્યથાથી કેટલીક વાર નાસૂરનું દરદ થાય છે ! બીમારીના વિચાર અને અસ્વાસ્થયના ચિંતનથી સ્વાભાવિક રીતે જ રોગોને પોષણ મળે છે અને વિષમય પરમાણુઓ લોહીમાં વધી ગુના કરવાની વૃતિ જન્મે છે તથા પોષણ પામે છે. ચોરો અને મરકીની સામે જેમ આપણે આપણાં ઘરોનું રક્ષણ કરીએ છીએ, તેમ રોગની સામે ઊભા રહેવાને બદલે અને પ્રેત્યેક નબળા વિચારને હાંકી કાઢવાને બદલે આપણે ઉભયકારક રોગના લક્ષણોની પ્રતિક્ષા કરીને તેમના વિષે વિચાર તથા ચિંતન કરીને સરળતાથી તે રોગના ભોગ થઈ પાડીએ છીએ. આમ કરવાથી, રોગનો પ્રતિકાર કરવાની શક્તિ ઓછી થઈ જાય છે. જન્મથી મરણ પર્યત, આપણી પુઠેં પડેલા શત્રુઓની સામે યુદ્ધ કરવાને બદલે આપણે તમની સાથે પ્રેમ કરીએ છીએ અને આપણી જાતને તેના વિશેષ ભોગ બનાવીને તેમને જાણી જોઈને આમંત્રણ આપીએ છીએ ! અમુક રોગની ખાસ કરીને હ્રદયના રોગથી-પીડાતા દરદીઓ પર ભયની કતાલી બધી અસર કરે છે તેથી પ્રેત્યેક જાણ જાણીતો છે. હ્રદય રોગ વિષે વિચાર કરવાથી હ્રદયની ક્રિયા મંદ પડી જાય છે અને તેની શક્તિ શિથિલ પડી જાય છે. વેધો ઘણીવાર એમ ધારે છે કે અમને હ્રદયનો રોગ લાગુ પડ્યો છે અને વૈધશાસ્ત્રનો અભ્યાસ કરતાં વિધાર્થીઓ ઘણી વાર માની બેસે છે કે, અમે જે રોગનો અભ્યાસ કરીએ છીએ તે જ અમને લાગુ પડ્યો છે ! ફિલાડેલ્ફિયાના એક રહેવાસી પોતે અસાધ્ય રોગથી પીડાય છે અને ભયથી એક વૈધની સલાહ લીધી, પરંતુ જ્યારે તેને જણાયું કે પ્રેત્યેક દીર્ઘશ્વાસ લેતી વખતે જે ઘોઘરો અવાજ નીકળતો હતો તેતો તેના પાટલૂનને તંગ રાખવાથી પટાની એક નાની કપ્પીનો અવાજ હતો, ત્યારે તે એકદમ સાજો થઈ ગયો !

     વૈધો જણાવે છે કે, જે માણસો હમેશાં પોતાના વિષે વિચાર જ કર્યા કરે છે; પોતાની જાતને તપસ્યા કરે છે અને રોગના નાનામાં નાના લક્ષણને માટે ચોકી કર્યા કરે છે તેઓ કદી પણ સંપૂર્ણ આરોગ્ય ભોગવતા નથી   

   ઈચ્છાશક્તિ સિવાય બીજી કોઈ પણ શક્તિ એવી નથી કે જે શિક્ષણને વધારે લઈ શક્તિ હોય અથવા જે વધુ ઝડપથી કેળવણીને પચાવી શકતી હોય. છતાં અફસોસની વાત એ છે કે શાળા અને પાઠશાળામાં તેને ભાગ્યે જ કેળવવામાં આવે છે ! સારી અથવા ખરાબ આદત પાડવામાં એ શક્તિ જેટલી સહાય કરે છે તેટલી સહાય બીજી કોઈ પણ શક્તિ કરતી નથી. પરંતુ એ શક્તિને આપણે ક્વચિત જ કેળવીએ છીએ. આપની સફળતા અથવા નિષ્ફળતા તેને જ આધીન છે; આપણું સુખ અથવા દુઃખ તેના પર અવલંબી રહેલું છે; પરંતુ આપણે ઘણી વાર એ શક્તિ અશિક્ષિત દશામાં રાખી મૂકીએ છીએ; એ શક્તિના પ્રબળ યોગથી આપણે ચોકકસતા અથવા અચોકકસતા, સત્ય કે અસત્ય, પ્રમાણિક્તા વા  અપ્રમાણિકતા, ઉધોગ અથવા આળસ, નિયંબદ્ધતા અથવા બેદરકારી, વિનય અથવા જંગલીપણું, એકાગ્રતા કે બહુ નિષ્ઠતાની આદત પાડી શકીએ છીએ. મનુષ્ય તથા પશુની વચ્ચેના સઘળા ભેદનું કારણ પણ એ જ શક્તિ છે.

     ઇર્ષ્યાથી કેટલીક વાર સુંદર ચહેરાવાળો માણસ પણ ભયંકર દેખાવનો બની જાય છે. તિરસ્કાર અને અપ્રીતિથી કેટલીક વાર સુખી ઘર સર્વથા દુઃખી બની જાય છે. કોઈ પ્રિય મિત્રના મૃત્યુનો ખોટો તાર વાંચી માણસો બેબાકળા અને દુઃખી બની જાય છે-ખરા તાર જેટલી જ ખોટા તારની પણ અસર થાય છે; અને શુભ સમાચાર સાંભળીને આનંદ પણ તેટલો જ થાય છે.

     `એક માણસ પોતાના મનમાં જેવા વિચાર કરે છે તેવો તે થાય છે.` વિચાર પ્રમાણે જ શરીરની રચના અને બંધારણ થાય છે. જો એક તરુણ સ્ત્રીને સૌંદર્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો તેણે કુરૂપતાના વિચાર કરવા જોઈએ નહિં તેમજ તેણે ભયંકર દુષ્કૃત્યોનું ચિંતન કરવું જોઈએ નહિં કારણ કે જો તે તેમ કરશે તો તેની ભયંકર મૂર્તિઓ તેના પોતાના ચહેરા પર અને તેના અને તેના પોતાના વર્તનમાં વ્યક્ત થશે; તેમ જ અનાડીપણાની ચાલ ચાલવાથી લાવણ્ય પણ પ્રાપ્ત થશે નહિં જેવી રીતે આપણે અપૂર્ણતાના વિચાર કરી સંપૂર્ણતા પ્રાપ્ત કરી શકતા નથી તેવી રીતે આપણે રોગનું ચિંતન કરી આરોગ્ય પણ નથી જ મેળવી શકતા.

     આપણે આરોગ્ય અને સ્વાસ્થયનું ઉચ્ચ લક્ષ્ય નિત્ય આપણાં મન:ચક્ષુઓ સામે રાખવું જોઈએ.

     છોકરાંને આરોગ્યના વિચાર, ઉચ્ચ વિચાર અને પવિત્ર જીવનના વિચાર કરવાની ટેવ પાડીને પોતાની જાત અને રોગની વચ્ચે મજબૂત દીવાલ બાંધતા બાળપણથી જ શીખવાની જરૂર છે. તેમને પોતાના મનમાંથી મૃત્યુના સઘળા વિચારો, રોગની સર્વ કલ્પનાઓ, અસ્વસ્થતાની સઘળી લાગણીઓ તથા તિરસ્કાર,દ્રેષ, ઈર્ષ્યા, વેર અને વિષયવાસના ઈત્યાદી સઘળા દુષ્ટ મનોવિકારોને હાંકી કાઢતાં શીખવાની જરૂર છે. તેમને દુષ્કૃત્યો કરવાની વૃત્તિને હદપાર કરતાં શીખવાની આવશ્યકતા છે. તેમને એવું શિક્ષણ આપવાની જરૂર છે કે ખરાબ ખાનપાન અને ખરાબ હવા લોહીને ખરાબ કરે છે; ખરાબ લોહીથી ખરાબ માંસ બને છે અને ભ્રષ્ટ માંસથી નીતિ પણ ભ્રષ્ટ થાય છે. તેમને એવું શિક્ષણ આપવું જોઈએ કે પવિત્ર વિચારો શુદ્ધ જીવનને માટે જેટલા ઉપયોગી છે તેટલા જ ઉપયોગી આરોગ્યના વિચારો નીરોગી શરીરને માટે છે તેમને પોતાનું મનોબળ દ્રઢ બનાવતાં અને પોતાના શત્રુઓની સામે બને તેટલી રીતે થતાં શીખવવું જરૂરનું છે. બીમારોને આશાવંત, શ્રદ્ધાળુ અને આનંદી થતાં શીખવવું જરૂરી છે. આપણાં વિચારો અને આપણી શક્તિઓની મર્યાદા છે. કોઈ પણ માણસની સફળતા અથવા આરોગ્યતા તેની પોતાની શ્રદ્ધાની મર્યાદા બહાર પહોંચતી નથી. સાધારણ રીતે આપણે પોતે જ આપણી સામે કોટ બાંધીએ છીએ. સમગ્ર વિશ્વમાં માબાપ જેવા જ સંતાનો હોય છે. પ્રેત્યેક દુષ્ટ વિચાર બીજા દુષ્ટ વિચારને જન્મ આપે છે અને તેમાનો પ્રત્યેક પણ હમેશાં પોતાના જેવાં જ પોતાના સંતાનો ઉત્પન્ન કરતો ચાલીને આખરે તેવા જ સંતાનોથી માણસનું અંતઃકરણ ઉભરાઇ જાય છે.        

     શરીરની યુવાવસ્થા અને સૌંદર્ય સાંભળીને ટકાવી રાખવાની, શરીરીને સુદ્રઢ અને નીરોગી રાખવાની, તેને નવજીવન અર્પણ કરવાની અને હાલના કરતાં ઘણા વર્ષો સુધી તેને નાશ પામતાં અટકાવાની બેશક મનમાં અદભૂત શક્તિ રહેલી છે. સાધારણ રીતે જે પુરુષો અને સ્ત્રીઓ પોતાનો મહાન માનસિક અને નૈતિક વિકાસ કર્યો હોય છે તેઓ જ વિશેષ જીવે છે. તેઓ ઉચ્ચતર જીવનનાં પ્રદેશમાં વસે છે લે જ્યાં ઘણા જીવનોનો નાશ કરનાર ઉદ્દેગ, સંતાપ અને અશાંતિનું તો અસ્તિત્વ પણ હોતું નથી.

The Power Of The Mind, મનની શક્તિ,
Image Source – Google image by   https://hellodoktor.com/en/healthy-living/mental-health/mind-healing-power-mind/

No comments