કૃષ્ણના જન્મની વાર્તા કૃષ્ણ જન્માષ્ટમી શું છે અને શા માટે ઉજવવામાં આવે છે
કૃષ્ણ જન્મ કથા
કૃષ્ણ જન્માષ્ટમી શું છે અને શા માટે ઉજવવામાં આવે છે?
મથુરા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું જિલ્લાનું મુખ્ય મથક છે. જ્યાં શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. તે જગ્યા મથુરાના રાજા કંશની જેલ હતી.
ગોકુળ એ ભારત દેશનાં ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લામાં આવેલું એક નગર છે. આ નગર મથુરાથી દૂર ૧૫ કિ.મી. દક્ષિણ-પૂર્વમાં આવેલું છે. હિંદુ પૌરાણિક માન્યતાનુસાર વિષ્ણુનાં અવતાર શ્રી કૃષ્ણનું બાળપણ અહીં વિત્યું હતું
મથુરાના રાજા કંશ જે પોતાની બહેન દેવકીના મોટા ભાઈ હતા. જે આજથી હજારો વર્ષ પહેલા જુનાયુગના અંતમાં અને દ્રાપરયુગના પ્રારંભના સમયમાં નિંદાજનક કામો કરવાવાળો કંસ નામનો એક અત્યંત પાપી દૈત્ય હતો. તે દૃષ્ટ અને દુરાચારી કંસની દેવકી નામની એક સુંદર બહેન હતી. દેવકીના લગ્ન વાસુદેવ સાથે થઈ રહ્યા હતા. આખી મથુરા નગરી ખૂબ સાજાવવામાં આવી હતી. દેવકીને સાસરે વળાવવા માટેનો સમય આવ્યો ત્યારે ભાઈ કંસે કહ્યું કે હું ખુદ દેવકીને સાસરે મૂકવા જઈશ. કંશે દેવકી અને વાસુદેવના રથના સારથી બનીને દેવકી અને વાસુદેવને રથમાં મૂકવા જતો હોય છે અને ત્યાં જ આકાશમાં વીજળી ગજવા લાગી અને ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ કે એ મૂર્ખ કંશ દેવકીનો આઠમો પુત્ર તારા વધનું કારણ બનશે. આ સાંભળીને કંશ ગુસ્સે થયો અને અને સંતાપ કરવા લાગ્યો ખૂબ જ ગુસ્સાથી બનેવી વાસુદેવ અને બહેન દેવકીને જોવા લાગ્યો અને બંનેને પાછા વળી મહેલમાં આવી અને અને બોલ્યો કે હું આ ક્ષણે તારો વધ કરી આકાશવાણીને અસત્ય પુરવાર કરી દઇશ. બહેન દેવકીને મારી નાખવા તલવાર ઉગામી ત્યાજ વાસુદેવે કશને રોકી અને કહ્યું કે હે કંશ તમે તો રાજા છો ગમેતેમ તો દેવકી તમારી બહેન કહેવાય અને સ્ત્રી વધ કરી તેને મારવાનું પાપ કરશો નહિઁ કૃપા કરી દેવકીને જીવિત રહેવા દો હું તમને વચન આપું છું કે મારા બધા સંતાનોને જન્મતા જ તમને સોપી દઇશ. આ સાંભળીને કંશે બહેન દેવકી અને તેના પતિ વાસુદેવને જેલમાં નજર કેદમાં બંધ કરી દીધા. સમય જતાં દેવકીએ એક સુંદર બાળકને જન્મ આપ્યો એટ્લે વાસુદેવ તે બાળકને લઈને રાજા કંશ પાસે આવ્યા અને કંશને તે બાળક સોપતા કહ્યું કે હે કંશ આ દેવકીનું પ્રથમ બાળક મારા વચન અનુસાર આપણે સોપવા આવ્યો છું. કંશે કહ્યું હે પ્રિય વાસુદેવ! આ તો પથમ બાળક છે મારો વધતો દેવકીનો આઠમો પુત્ર કરવાનો છે આને પાછો લઈ જાઓ. વાસુદેવે કહ્યું કે જેવી આજ્ઞા મહારાજ કંશ વાસુદેવ તે બાળક ને લઈને પાછા જેલમાં આવ્યા. ત્યાં દેવદુત નારદમુની આવ્યા અને કંશને કહ્યું કે હે કંશ આ શું કરી રહ્યા છો તમને ખબર નથી કે દેવકી જન્મ લેનાર દરેક સંતાન ભગવાન વિષ્ણુના અવતાર છે તેને કેમ જવા દીધો એટલું કહી નારદમુની અદ્રશ્ય થઈ ગયા આ સાંભળીને કંશ તુરંત જેલમાં ગયો અને દેવકીનો પુત્ર છીનવી લઈ જોરથી પથ્થરમાં પછાડી તે બાળકને મારી નાખ્યો. આ તો શરૂઆત હતી પહેલા તો તેને પિતા ઉગ્રસેનને જેલમાં બંધ કરી તેમનું રાજ્ય પડાવી લીધું.તેમજ કંશે અન્ય બીજા રાજ્યો પર આક્રમણ કરી કબ્જો જમાવી લીધો. કંશ હવે વધુ શક્તિશાળી બની ગયો હતો. કંશનું આ કાર્ય જોઈને દેવકી અને વાસુદેવ રડી પડતાં હતા. આ રીતે દેવકીના સર્વ બાળકોને મારી નાખ્યા હતા। એક સમયે દિવસમાં દેવકી પાણી લેવાના બહાને ઘડો લઈને એક તળાવ પર પાણી ભરવા ગઈ. તે જગ્યા પાસે તળાવના કિનારે એક ઝાડ નીચે બેસીને રડી રહી હતી. ત્યારે એક યશોદા નામની એક સુંદર સ્ત્રી ત્યાં આવીને દેવકીને પ્રેમથી પૂછ્યું - કેમ તુ આ રીતે કેમ વિલાપ કરી રડી રહી છે. તારા રડવાનું કારણ મને બતાવ. ત્યારે દુ:ખિ દેવકીએ તે યશોદાને કહ્યું - હે બહેન નીચ કર્મોથી ટેવાયેલો દુરાચારી મારો મોટો ભાઈ કંસ છે તેણે મારા અત્યાર સુધી જન્મેલા બધા જ પુત્રોને મારી નાખ્યા છે. આ સમયે મારા ગર્ભમાં આઠમો પુત્ર આકાર લઇ રહ્યો છે, તે એને પણ મારી નાખશે. આ વાતમાં કોઈ શંકા નથી. કારણકે તેને એ વાતનો ભય છે કે મારો આઠમો પુત્ર તેને માટી નાખશે. કૃષ્ણ જન્માષ્ટમીનો ઉપયોગ કરવાની શ્રેષ્ઠ રીતો
કૃષ્ણ જન્માષ્ટમી કેવી રીતે શ્રેષ્ઠ બની? શોધો.
દેવકીની વાત સાંભળીને યશોદાએ કહ્યું - અરે બહેન, ચિંતા ન કરો. હું પણ ગર્ભવતી છું. જો હું કોઈ છોકરીને જન્મ આપું, તો તમે તમારા છોકરાને બદલે મારી છોકરીને લઈ શકો છો. આ રીતે તમારો પુત્ર કંસના હાથે મરશે નહીં. પરંતુ હવે ખરાબ સમય પસાર થઈ અને અંધકાર દૂર થઈ પ્રકાશ પથરાવવાનો સમય આવી ગયો હતો. ભગવાન વિષ્ણુના જન્મના સમયના ચિન્હ દેખાવા લાગ્યા હતા॰ તથા દેવકીના મુખ પર ચમકના લક્ષણ સાફ સાફ દેખાવા લાગ્યા હતા. આ વાત કંશથી પણ છાની રહી શકી નહોતી. કેમ કે આવી ચમક દેવકીના મુખ પર ક્યારેય જોઈ નહોતી.
5 અમેઝિંગ કૃષ્ણ જન્માષ્ટમી ચિત્રો
કંશે તેના દરવાનને પૂછ્યું કે દેવકી ક્યાં છે? તે અહીં ક્યાંય દેખાતી નહોતી. ત્યારે દારપાલે કહ્યું - મહારાજ, તમારી બહેન તળાવમાં પાણી લાવવા ગઈ છે. પછી કાનસે ગુસ્સામાં દારપાલને થપ્પડ મારી અને તેને દેવકીની પાછળ પણ મોકલ્યો. દરવાને દેવકીને પૂછ્યું કે તે અહીં કેમ આવી છે? દેવકીએ કહ્યું કે મારા ઘરમાં પાણી નહોતું તેથી હું અહીં પાણી લાવવા આવી છું. તે સાથે, તે તેના ઘરે દોડી ગયો.
કંશે દ્વારપાળને કહ્યું કે મારી બહેન દેવકીને અહીં રક્ષણ આપો કારણ કે દેવકીને આઠમો પુત્ર આવવાનો હતો જેણે કંશને મારવાનો હતો. તેથી કંશ વધુ ને વધુ ડરી ગયો. દ્વારપાળને કહ્યું કે દેવકીને આઠમો પુત્રનો જન્મ થતાં જ તુરંત જાણ કરજો.
અવિશ્વસનીય કૃષ્ણ જન્માષ્ટમી સફળતા વાર્તાઓ
બહેન દેવકી અને તેનો પતિ વાસુદેવ બંને દેખરેખ હેઠળ જેલમાં બંધ હતા. કારણ કે કંશને ડર હતો કે પણ તે સમયે પૃથ્વી પર ભગવાન વિષ્ણુનું આગમન થયું. પરંતુ આખરે એ સમય આવી ગયો સમય જતાં દેવકીએ એક સુંદર બાળકને જન્મ આપ્યો. તેને જોઈને દેવકી અને વાસુદેવ ચકિત થઈ ગયા. તથા બંનેએ હાથ જોડી એ દેવીય બાળકને પ્રણામ કર્યા. અને વાસુદેવે કહ્યું હે ભગવંત પૃથ્વીની રક્ષા કરવા આપે જન્મ લીધો છે પણ આપના જન્મની કંશને જાણ થતાં જ તે આપનો પ્રાણ લઈ લેશે. દેવકીએ કહ્યું હે ભગવંત આપજ મારી રક્ષા કરો પણ આવા દિવ્ય રૂપમાં કંશ સામે નહીં આવતા. આપણે મારી વિનંતી છે કે આપ સાધારણ રૂપ જ ધારણ કરો. ત્યારે એ બાળકે કહ્યું કે પ્રિય માતાપિતા આપના દુઃખના દિવસો હવે સમાપ્ત થઈ ગયા છે.રાક્ષશોનો ભાર પૃથ્વીમાતાએ ખુબ જ સહન કર્યો છે તથા તેમનો સંહાર કરવા માટે જ મે જન્મ લીધો છે. અને આ રૂપ ધારણ કર્યું છે. હે પિતા વાસુદેવ મને તમારા મિત્ર નંદને ત્યાં લઈ જાઓ તે માટે તૈયારી કરો આટલું કહીને ભગવાન શ્રી વિષ્ણુ અદ્રશ્ય થઈ ગયા. તથા તે બાળક અન્ય સામાન્ય બાળકની જેમ દેખાવા લાગ્યો.
કૃષ્ણ જન્માષ્ટમી માટે 5 શ્રેષ્ઠ સંસાધનો
તે રાત્રે ખૂબ જ અંધારું હતું અને ખૂબ જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. વરસતા વરસાદમાં દેવકીની મિત્ર યશોદા તેના બાળકને ત્યાં મૂકવા અને ત્યાં જન્મેલી યશોદાની બાળકીને લાવવા જાય છે પરંતુ બહાર કેવી રીતે જવું તે રક્ષકો અને સૈનિકો દ્વારા રક્ષિત છે. તથા ચમચકાર થઈ ગયો. પરંતુ ઈશ્વરની ચમત્કારિક શક્તિ સામે કોણ જઈ રહ્યું છે? બધા રક્ષકો અચાનક ગાઢ નિંદ્રામાં પડ્યા અને સૈનિકોને પણ ગાઢ નિંદ્રામાં મૂકી દીધા. ભગવાનની અદભૂત શક્તિ જુઓ. જેલના દરવાજા પણ આપોઆપ ખુલી ગયા. દેવકી અને વાસુદેવ બંધન મુક્ત થઈ ગયા. દેવકીના પતિ વાસુદેવે જોયું કે જેલના દરવાજા ખુલ્લા છે અને સૈનિકો અને રક્ષકો ઝડપથી સૂઈ રહ્યા છે. ટૂંક સમયમાં તેણે બાળક કૃષ્ણને એક ટોપલીમાં સૂવા માટે મૂક્યો અને ધીમે ધીમે રાજા નંદના મહેલ તરફ ચાલવાનું શરૂ કર્યું નંદ રાજાના મહેલ તરફ ચાલવા લાગ્યાં રસ્તામાં નદીમાં પૂર આવ્યું હતું વાસુદેવે કહ્યું કે મારે ગોકુળ જવા આ નદી પસાર કરવી જ પડશે હે ભગવાન તમે જ કોઈ માર્ગ બતાવો અને તુરંત ચમચકાર થયો નદી બે ભાગમાં વિભાજિત થઈ ગઈ અને વચ્ચે માર્ગ થઈ ગયો. બીજી બાજુ જ્યાં રાજા તેની રાહ જોઈ રહ્યા હતા. રાણી યશોદાએ પોતાની પુત્રી વાસુદેવને આપી અને બાળક કૃષ્ણને પોતાની સાથે લઈ ગયા. વાસુદેવ પાછા ગયા અને જેલમાં પાછા ફર્યા. બંને ફરી પાછા સાકડના બંધનથી બંધાઈ ગયા. દીકરો બદલ્યો અને દીકરીને દેવકીની બાજુમાં મૂકી. આ દ્વારપાલે જાગી જોયું કે જેલમાં દેવકીને ત્યાં બાળકનો જન્મ થયો છે અને બોલ્યો કે આ વાતની જાણ મારે રાજા કંશને કરવી જોઈએ એમ કહી તે કંશ પાસે ગયો અને કહ્યું કે કંશ મહારાજ જેલમાં દેવકીને એક બાળકનો જન્મે થયો છે. રાજા કંશને ખબર પડી કે દેવકીએ તેના આઠમા બાળકને જન્મ આપ્યો છે તેથી તે તરત જ જેલમાં દેવકી પાસે ગયો અને બાળકને દેવકીના ખોળામાંથી છીનવી લીધો અને બાળકને મારવા માટે તેને જમીન પર સખત ફેંકી દીધો પરંતુ ત્યાં અચાનક અવાજ આવ્યો એ મૂરખ હત્યારા કંશ તે અત્યાર સુધી નિર્દોષ બાળકોનો વધ કર્યા છે. તારો સંહાર કરનાર બાળકનો જન્મ ગોકુલમાં જન્મી ચૂક્યો છે તથા નિશ્ચિત સમયે તારો નાશ અવશ્ય કરશે એટલા માટે વિદ્ધિના વિધાનમાં હસ્તક્ષેપ નહીં કર અને એમ કહી છોકરી ગાયબ થઈ ગઈ છે. કંશ આશ્ચર્યથી ગભરાઈ ગયો અને વિચારવા લાગ્યો કે ભલે મેં બહેન દેવકીના આઠમા બાળકને મારી નાખ્યું હોય, પણ તે વ્યક્તિ મને મારી નાખશે એવું કર્મ થઈ શકે છે કે તે બાળકનો જન્મ ગોકુળમાં થયો છે. તુરંત કંશે પોતાના રાક્ષસ મિત્રો ને બોલાવ્યા. રાક્ષસ મિત્રો એ કહ્યું કે કંશ મિત્ર શું વાત છે આમ અચાનક અમને બોલાવ્યા. કંશે કહ્યું કે હું ભયભીત થઈ ગયો છું હું મારા શત્રુનો નાશ કરવામાં અસફળ થયો છું. મારો વધ કરનાર જન્મ લઈ ચૂક્યો છે માટે તમે જ કોઈ માર્ગ બતાવો ત્યારે મિત્રોએ કહ્યું કે શું વાત કરો છો મહારાજ કંશ. અને રાક્ષશમિત્રોએ કહ્યું કે આસપાસના ગામના બધાજ બાળકોનો વધ કરી નાખો. પરંતુ આ કામ કરશે કોણ? રાક્ષસ મિત્રોએ કહ્યું કે તમારી બહેન પૂતના. કંશે કહ્યું કે પૂતના એ આ કામ કરી શકશે. તને પોતાના બાળકોની પાસે આવવા કોણ દેશે? (પૂતનાનો દેખાવ રાક્ષસ જેવો હતો) એટ્લે પૂતના બોલી મહારાજ કંશ તમે મારી શક્તિ વિષે ભૂલી ગયા કે શું?. એમ કહી પૂતનાએ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. એટ્લે કંશે કહ્યું કે હવે મને પૂર્ણ વિશ્વાસ બેસી ગયો છે કે હા તું જ આ કામ કરી શકશે. જા પૂતના જા ગોકુળ જઈ મારા દુશ્મનનો નાશ કરી અને તેના શુભ સમાચાર મને જલ્દી આપ. કંશના રાક્ષસ મિત્રો કૃષ્ણને મારવાની યોજના બનાવી રહ્યા હતા પરંતુ આ વાતથી અજાણ ગોકુળ/વ્રજવાસીઓ ક્રુષ્ણ જન્મની ખુશી મનાવી રહ્યા હતા. કૃષ્ણ જન્માષ્ટમી કેવી રીતે ઉજવવામાં આવે છે
જેમ ગોકુલના લોકોએ ભગવાન શ્રીકૃષ્ણના જન્મના સમાચાર સાંભળ્યા, તેમ ગોકુલનું આખું ગામ આનંદિત થયું. ગોકુલના તમામ લોકો આનંદથી ગાવા લાગ્યા કે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલલકી .... નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલલકી .... નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલલકી .... આનંદ સમગ્ર ગોકુલમાં પ્રસરી ગયો. વહેલી સવારે, નંદરાજાના ઘરની પાસે સ્ત્રીઓ તથા બાળકો અને ગોકુલવાસીઓના ટોળાં ને ટોળાં ઉમટી રહ્યા હતા. ગોકુલના તમામ લોકો નંદ રાજાના ઘરે આવ્યા અને ભગવાન બાલકૃષ્ણ-શ્રી કૃષ્ણ-બાલ ગોપાલ કૃષ્ણ-કનૈયાના દર્શન કરવા બેચેન બન્યા. વિશ્વના પાલનહાર ભગવાન શ્રીકૃષ્ણનો ચહેરો ખૂબ જ તેજસ્વી હતો. આખા ગોકુલ ગામમાં અદભુત ચમક હતી. ગોકુલના લોકોએ ભગવાન વિષ્ણુના અવતાર શ્રી બાલ કૃષ્ણ ગોપાલના ગોકુલમાં આનંદના ગીતો ગાવા અને નાચી રહ્યા હતા. અમુક સ્ત્રીઓ માખણ ઉછાલી રહી હતી॰ ગોકુલના તમામ લોકો રાજા નંદને અભિનંદન આપવા લાગ્યા. ચારેય બાજુ આનંદ વરશી રહ્યો હતો. પરંતુ આ વચ્ચે સંકટની ખબર કોઈને પણ હતી નહીં આ સંકટ હતું કંશની રાક્ષસી બહેન પૂતનાનું. ત્યાં યશોદામાંએ બધાને કહ્યું કે હવે ચાલો બધા લાલાએ ખૂબ રમી લીધું હવે બધા પોતપોતાના ઘરે જાઓ. ત્યાં પૂતનાને જોઈને યસોદાએ કહ્યું શું જોઈએ તો પૂતનાએ કહ્યું કે હું હજી હમણાં જ આવી છું અને મે બાળકનું મુખ પણ નથી જોયું હું થોડીવાર રોકાઈ જાઉં? જન્માષ્ટમીની પૂજા કેવી રીતે કરવી
કૃષ્ણ જન્માષ્ટમી શુભેચ્છાઓ અવતરણ
યશોદામાંએ કહ્યું કે હા હા કેમ નહીં પણ લાલાને જગાડતી નહિઁ તેને સુવા દેજે. પૂતના કહે હા હા નહીં જગાડું. આપ ચિંતા ન કરો હું આનું પુર્ણ ધ્યાન રાખીશ. યશોદા ગયા પછી પૂતના બોલી કે હું આનું એવું ધ્યાન રાખીશ કે બાળક હમેશા નિદ્રામાં પોઢી જશે. એમ કહી બાલગોપાલ ક્રિષ્ના લાલાને દૂર લઈ જઈ પોતાનું દૂધ પીવડાવતા બોલી આ મારુ ઝેર વાળું દૂધ પીવાથી તારા શરીરમાં ઝેર ફેલાતા તારું આયુષ્ય નાશ પામશે. હા.. હા.. હા. કહી હસવા લાગી. પરંતુ લાલા ક્રુષ્ણ તો ભગવાન હતા તેણે તો પૂતનાનું દૂધ પીવાના બહાને એવી રીતે પીધું કે પૂતના રાડો પાડવા લાગી કે છોડ મને છોડ પરંતુ દૂધ પીતા પીતા પૂતનાને એવી ચૂસી કે પૂતનાનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું આ ઘટના ગોકુલવાસીઓએ નજરે જોઈ. અને આ કૃષ્ણા લીલાનો તો પ્રથમવાર જ જોયો હતો. હજી તો આવા ઘણા ચમત્કાર જોવાના છે. એક સમયે યશોદામાતા ઘર કામમાં વ્યસ્ત હોવાથી કનૈયાને ઊંઘમાં હોવાથી બળદગાડીના છાયામાં મૂકી આવી અને ત્યારબાદ યશોદા પોતાના કામમાં પરોવાઈ ગઈ. કૃષ્ણના જાગી જવાની એને જાણ જ ન થઈ. ત્યાં કૃષ્ણએ બળદગાડીને એક લાત મારી તો બળદગાડી ક્યાય દૂર જઈને પડી. ત્યાં ઉભેલા નાના બાળકો તો જોઈએ જ રહ્યા. ત્યાં ઉભેલા લોકોમાંથી એક બોલ્યું કે આટલી બધી વજનદાર બળદગાડી એની મેળે હવામાં કેવી રીતે ઊડી ગઈ. ત્યાં એક બાળક બોલ્યો કે મે જોયું કે કૃષ્ણના એક પગ મારવાથી બળદગાડી દૂર જઈને ઊડી ગઈ. ત્યાં ઉભેલા મોટા લોકો બોલ્યા કે શું આવી અર્થહીન વાતો કરી રહ્યા છો બાળકો. તમે ખોટું બોલો નહિઁ. આ ઘટનાથી ગોકુલવાસીઓ તો ચકિત થઈ ગયા. તથા કંશને પણ આ વાત સાંભળીને આશ્ચર્ય થયું. અને ત્યારે કંશને પૂતનાના મૃત્યુના સમાચાર મળ્યા એ સાંભળીને કંશે વિચાર કર્યો કે હોય ન હોય આ બાળક દેવકીનો આઠમો પુત્ર હોવો જોઈએ. એકલે એણે એક બીજા રાક્ષસ તૃષ્ણવધને એ બાળકનો નાશ કરવા આદેશ આપ્યો. આ રાક્ષસ પૂતનાથી પણ વધુ ચાલાક અને શક્તિશાળી હતો એ વંટોળનું રૂપ ધારણ કરીને જમીનપરની ભરી વસ્તુને પણ હવામાં ઉડાડી શકતો હતો.ગોકુળમાં વંટોળનું તોફાન ચલાવીને ત્યાના લોકોને પરેશાન કરવાનું શરૂ કરી દીધું ગોકુલવાસીઓએ આવું ભયંકર તોફાન પહેલીવાર જોયું હતું. પરંતુ તૃષ્ણવધનું મુખ્ય લક્ષ્ય હતું નંદનું ઘર. તૃષ્ણવધ નંદના ઘરની દિશામાં આગળ વધી રહ્યો હતો. પરંતુ યશોદાને આ વાતની જરા પણ જાણ ન હતી યશોદા કૃષ્ણને વ્હાલ કરી રહી હતી અને તોફાનની એને ખબર જ નહોતી પરંતુ ક્રુષ્ણ આ વાતની જાણ હતી જ અને કૃષ્ણલીલા કરવાનું ચાલુ કર્યું યશોદાને અચાનક બાળક ક્રુષ્ણનો વજન વધવા લાગ્યો હતો ક્રુષ્ણ ભારે ભારે લાગવા લાગ્યો હતો અને ભાર સહન ન કરવાને લીધે બાળક કૃષ્ણને જમીન પર સુવડાવીને ઘરના કામમાં લાગી ગઈ. થોડીવા પછી તેને લેવા આવી અને જોયું તો ગભરાઈને બોલી કે અરે! મારુ બાળક ક્યાં ગયું આ વંટોળ તેને ઉડાવી નહીં ગયો હોય ને? બીજી બાજુ તૃષ્ણવધ સામે બાથ ભીડતો આ ક્રુષ્ણને જોઈ બોલ્યો આ બાળક આટલો વજનદાર કેમ છે મારા વંટોળની તેજ શક્તિથી પણ મારી સામે આવે છે અને આ બાળક તો અત્યાધિક ભારે થતું જાય છે. તૃષ્ણવધ ગમે તેટલી શક્તિથી કૃષ્ણની સામો થાય પરંતુ ક્રુષ્ણની સામે તે અસહાય થઈ ગયો કરગરવા લાગ્યો કે હવે મારાથી સહન નથી થતું પણ ક્રુષ્ણ તેની સામે બાથ ભીડીને તેને નબળો પડી દીધો અને અંતે તે મૃત્યુને શરણે થયો. ગોકુળ ગામમાં તોફાન શાંત થઈ ગયું. યશોદા આમ તેમ શોધતી પોતાના બાળક ક્રુષ્ણ મળતા જ બોલી કે મારા લાલ હવે તને ક્યારેય એકલો નહીં મૂકું મારો લાલ મારુ બાળક એમ કહી ગળે વળગાડી વ્હાલ કરી રહી હતી. ગામ લોકોમાથી કોઈ બોલ્યું આ બાળક મને વિલક્ષણ લાગી રહ્યું છે કેમ કે રાક્ષસના હાથમાથી કોઈ બાળક બે વખત બચી શકે? બીજા કહે સત્ય કહ્યું તમે એની પાસે જરૂર કોઈ અલૌકિક શક્તિ હોવી જોઈએ. નંદના આ બાળકની આવા કર્મ જોઈ સૌ કોઈ એજ વાત કરવા લાગ્યા કે આ બાળકમાં કોઈ અદ્ભુત શક્તિ હોવી જોઈએ. પણ કોઈને એ વાતની ખબર ના હતી કે આ ગામને રાક્ષશોથી મુક્તિ અપાવવા માટે સ્વયં પર્મેશ્વર ભગવાને જ અવતાર લીધો છે. તથા યાદવકુળના ગુરુએ નંદના આ બાળકનું નામ રાખ્યું ક્રુષ્ણ. અને આ નામ એને તેના શ્યામ વર્ણના કારણે મળ્યું. સમય વિત્યો જાય છે તેમ કૃષ્ણના તોફાન પણ વધતાં ગયા.
કૃષ્ણા તથા બલરામ (કૃષ્ણના મોટા ભાઈ) કઈ ને કઈ તોફાન કર્યા કરતાં. ત્યારે યશોદામાતા કહ્યું કે કેમ નટખટ આ શું કામ કર્યું. ત્યારે ક્રુષ્ણ જવાબ આપતો મે ક્યાં કઈ કર્યું છે હું તો હજુ નાનો છું. પરંતુ યશોદામાંને ક્યાં ખબર હતી કે શ્રુષ્ટિના પાલનહાર ભગવાન કૃષ્ણએ તેને ત્યાં જન્મ લીધો છે॰ કૃષ્ણનું મુખ જ એવું સુંદર હતું કે તેને જોતાં જ સર્વ કોઈ તેને માફ કરી દેતું. જેને કારણે તેના તોફાનો દિવસે ને દિવસે વધતાં જ જતાં હતા. એકવાર કૃષ્ણના નાના મિત્રો યશોદામાતા પાસે આવ્યા એટલે યશોદામાતા બોલ્યા હવે શું કાનાએ તોફાન કર્યું છે બાલસખા બોલ્યા કાનાએ તોફાન નથી કર્યું પણ તેને માટી ખાધી છે. યશોદામાતા બોલ્યા શું કહ્યું. હે ભગવ્વ્ન આ છોકરો તો રોજ કઈ ને કઈ તોફાન કરતો જ હોય છે. યશોદામાતા કહ્યું ક્યાં છે એ ત્યાં જ કાનો આવ્યો. તો બોલ્યા તો અહિયાં છે તું તેના બાલસખાને કહ્યું કે હવે તમે બધા ઘરે જાઓ. યશોદામાતાએ કાનાને કહ્યું કે આજે તે નવું તોફાન કર્યું તે માટી શું કામ ખાધી? ક્રુષ્ણ બોલ્યા કે નહીં માતા મે માટી નથી ખાધી બધ ખોટું બોલે છે. યશોદા બોલ્યા બલરામ પણ ખોટું બોલે છે. ક્રુષ્ણએ કહ્યું કે હા માતા સવારે મારે બલરામ સાથે જગડો થઈ ગયો હતો એટલે ખોટું બોલે છે. યશોદા બોલ્યા એટલે તે માટી નથી ખાધી જાઉં તો મોઢું ખોલ તો જરા જેવુ કાનાએ મોઢું ખોલ્યું કે સમગ્ર શ્રુષ્ટિના દર્શન ક્રુષ્ણ-કનૈયા-કાનાના મુખમાં થયા યશોદામાતાએ આ સર્વ પ્રથમ લીલાના દર્શન થયા હતા. જેને જોઈ યશોદામાતા આશ્ચર્યચકિત થઈ ગઈ એને આખું જગત કૃષ્ણાના મુખના દેખા
એકવાર યશોદામાતા જ્યારે કૃષ્ણને જમાડતી હતી ત્યારે અચાનક તેને યાદ આવ્યું કે તેણે દૂધ ગરમ મૂક્યું છે જેવી તે દૂધ જોવા ગઈ તો ક્રુષ્ણ રડવા લાગ્યો અને ગુસ્સે થઈને તેણે માખણ ભરેલું વાસણ પછાડીને તોડી નાખ્યું અને રિસાઇને બહાર ચાલ્યો ગયો. જ્યારે યશોદામાતા આવીને જાયુ તો તુરંત કૃષ્ણને શોધવા લાગ્યા અને ક્રુષ્ણ એક કોઠીની પાછળ સંતાઈને ઊભો હતો તેણે પકડીને કૃષ્ણને દોરડાથી બાંધવા માટે દોરડું લાવી પણ એને ક્યાં ખબર હતી ક્રુષ્ણ તો ભગવાન છે જ્યારે દોરડું બાંધે ત્યારે ત્યારે દોરડું ટુકું જ થતું હતું. તે દોરડા લાવી લાવી ને થકી ગઈ અને વિચારવા લાગી આવું કેમ થાય છે. ખૂબ મહેનત કરવા છતાં સફળતા નહોતી મળતી એટલે કૃષ્ણને દયા આવી અને કૃષ્ણએ દોરડું બાંધવા દીધું. યશોદામાતા કાનાને દોરડું બાંધીને પોતાનું ઘરકામ કરવા ચાલી ગઈ. પણ કઈ પણ કર્યા વિના ઊભો રહે તો તે કૃષ્ણા ન કહેવાય ને? કૃષ્ણ બોલ્યા મારે આ બંધનમાથી છૂટવા માટે કઈક યુક્તિ તો કરવી જ પડશે. ત્યારે કૃષ્ણ એ બંધન સાથે ત્યાથી નીકળીને દૂર ચાલ્યો આવ્યો તથા તે બે અર્જુન વૃક્ષ વચ્ચે અટવાઈ ગયો અને તાકાત કરવા લાગ્યો કેમકે તેણે મોટા લોખંડના બેરલ સાથે બાંધ્યો હતો જે બે ઝાડ વચ્ચેથી પસાર થઈ શકતું નહતું. પણ કૃષ્ણએ તો એટલું જોર લગાડ્યું એટલું જોર લગાડ્યું કે બંને અર્જુન વૃક્ષો ઉખડીને ધરાશાયી થઈ ગયા. જેવુ એ વૃક્ષ ધરાશાયી થઈ ગયા એટલે તે વૃક્ષોના બે પુરુષો બની ગયા અને કૃષ્ણને પ્રણામ કરી અદ્રશ્ય થઈ ગયા. આ દ્રશ્યા જોઈ ગોકુલવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને સ્વયંની આંખો પર વિશ્વાસ ન આવ્યો. ગામવાસીઓથી એક માણસ બોલ્યા મને તો લાગે કે જાણે વીજળી પડી બીજો કહે મને પણ એવું જ લાગ્યું પેલા વૃક્ષને તો જુઓ અરે પણ આ કૃષ્ણા શું કરે છે અહિયાં તો તેમાથી એક બાળક બોલ્યો કે મે કૃષ્ણને એ વૃક્ષ પાડતા જોયો. ત્યારે બીજા ભાઈ બોલ્યા શું? શું કઈ પણ બોલે છે તું અસંભવ આટલો નાનો છોકરો ભલા આવું કઈ રીતે કરી શકે છે. છોકરાઓ બોલ્યા અમે સ્વયં જોયો છે એ વૃક્ષ પાડતા હા તથા તેમાથી બે તેજશ્વિ બે પુરુષો બહાર નીકળીને અદ્રશ્ય થઈ ગયા. આ સાંભળી એક સજજને કહ્યું કે બધાને ભલે તમારા પર વિશ્વાસ ન હોય પણ મને તો બાળકો તમારી વાત પર પુર્ણ વિશ્વાસ છે.
કેમ કે આ નાનો છોકરો જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં કોઈ ને કોઈ વિલક્ષણ ઘટનાઓ ઘટી રહી છે॰ ત્યાર બાદ ગામમાં સભામાં આ ઘટના પર ચર્ચા થઈ અને અમુક ગોકુલવાસીઓએ પોતાનો વિચાર મૂક્યો કે સમગ્ર ગોકુલવાસીઓએ ગોકુળ છોડી વૃંદાવનમાં વાસી જવું જોઈએ સર્વએ આ સૂચન પર પોત પોતાનું સમર્થન આપ્યું. તુરંત ગામવાસીઓ ગોકુળ ગામ છોડવા તૈયાર થઈ ગયા. સર્વએ ગામ છોડવાની તૈયારી કરી લીધી. સરવા લોકો વૃંદાવન જવા માટે નીકળી પડ્યા. એ નાચતા ગાતા વૃંદાવન જવા નીકળી પડ્યા. બધો ઘરનો સામાન બળદગાડીમાં લઈ જતાં હતા. વૃંદાવન આવતા જ ચારેય બાજુ લીલાછમ વૃક્ષો પ્રાકૃતિક સૌંદર્ય ગોવર્ધન પર્વત તથા યમુના નદી જોઈને બધાને અત્યાધિક આનંદ આવ્યો. સૌએ પોતપોતાના ઘર વસાવ્યા તથા જોત જોતામાં પુર્ણા ગામ સ્થાપિત થઈ ગયું. લોકોએ પોતાનું દૈનિક કામકાજ પાછું શરૂ કરી દીધું. ક્રુષ્ણ હવે સાત વર્ષનો થઈ ગયો હતો. એકવાર કૃષ્ણએ યશોદામાતાને કહ્યું કે માં હું મારા મિત્રો સાથે સીમમાં ગાય ચરાવવા જાઉં. યશોદાએ ના પાડી અને કહ્યું કે નહીં તું હજી નાનો છે. તો કૃષ્ણએ કહ્યું કે મારી ઉમરના બીજા ગોવાળિયા તો જયા જ છે એટલે નંદરાજાએ કહ્યું એને જવાદે યશોદા પણ કૃષ્ણે તું મને વચન આપ કે તું વધુ દૂર નહીં જાય. કૃષ્ણએ કહ્યું કે હા હું વચન આપું છું હા મજા પડી જશે! ગાયોને ચરતી મૂકીને અમુક ગોવાળ કૃષ્ણની મોરલીની ધૂન પર નાચતા હતા તો અમુક ગોવાળ રમતા હતા. આ રોજનો નિયમ થઈ ગયો. આ વાતને ઘણા દિવસ વીતી ગયા. એક દિવસ વાતાસૂર નામનો રાક્ષસ બળદના રૂપમાં ત્યાં આવ્યો. અને અન્ય ગયો વચ્ચે ઘાસ ચરવા લાગ્યો એ જોઈને બલરામે કહ્યું ક્રુષ્ણ આપણી ગયો વચ્ચે પેલો કાળો બળદ જોયો? એ કઈ અલગ પ્રકારનો લાગે છે? છે ને? કૃષ્ણએ કહ્યું હા મને પણ એ કઈક અલગ પ્રકારનો લાગે છે. ચાલ જઈને જોઈએ કૃષ્ણએ કહ્યું શૂ.... આપણે એને છાનામાના જોઈએ જેથી એને જાણ જ ન થાય. ચાલો જઈએ કૃષ્ણ છાનોમાનો તેની પાસે જઈને પાછળનો એક પગ પકડીને જે ઉપાડીને ફેરવીને ફેકયો કે તેનું અસલી રૂપ બહાર આવ્યું અને વાતાસુર રાક્ષસ મૃત્યુ પામ્યો. આ જોઈને બીજા ગોવાળિયા બોલ્યા ક્રુષ્ણ તારી જગ્યાએ હું હોટ તો એ બળદનો એક પગ હલાવી પણ ન શકત. આ જોઈને બધા ગોવાળિયાઓમાં હિંમત આવી ગઈ. આવી રીતે દરરોજ આ ગોવાળો એક વંઠી બીજા વનમાં ગાયો ચરાવવા જવા લાગ્યા. આવા અનેક કૃષ્ણના પરાક્રમો જોઈને આશ્ચર્યચકિત થઈ જતાં અને ઘરે આવીને જ્યારે આ વાત પોતાના માતપિતાને કરતાં તો તેમના માતપિતા આશ્ચર્યચકિત થઈ જતાં અને હવે તેમણે પુર્ણ વિશ્વાસ થઈ ગયો કે કૃષ્ણના રૂપમાં શાક્ષાત ભગવાને જન્મ લીધો છે. હવે ગોવાળિયાઓનો આ નિત્યા ક્રમ બની ગયો હતો ગાયોને ચરતી મૂકી ગોવાળિયાઓ વિવિધ પ્રકારની રમતો રમતા. ત્યાં એક અદાસુર નામનો રાક્ષસ અજગરનું રૂપ ધરી તેમનું મુખ ખૂલું રાખી ત્યાં બેઠો ગોવાળિયાઓ નો દડો રમતા રમતા ત્યાં જતાં તે અદાસુર અજગર રાક્ષસનું મુખ જોઈ એક ગોવાળ બોલ્યો બધા અહી આવો હું તમને એક રસપ્રદ વસ્તુ બતાવું આ જુઓ આપણે તેમાં આપણે જઈને જોઈએ મઝા પડશે પણ બીજો ગોવાળ બોલ્યો ના ના અંદર જાશું અને તે અજગર તનુ મુખ બંધ કરી દેશે તો? એ ગોવાળ બોલ્યો કૃષ્ણ તો છે ને? એ આપણને જરૂર બચાવશે. એમ કહી બધા ગોવાળો અંદર ગયા. કૃષ્ણને જ્યારે કોઈ અવાજ ન સંભળાયો ત્યારે જોયું તો કોઈ ગોવાળ ત્યાં ન હતા એટલે તેને જોયું તો બધા એ અજગરના મુખમાં જતાં હતા કૃષ્ણએ રાડ પાડી અને કહ્યું કે ઊભા રહો ત્યાં તમે ન જાઓ પણ બધા ગોવાળો અંદર ચાલ્યા ગયા એટલાએ અજગર રાક્ષસ બોલ્યો આવ ક્રુષ્ણ આવ હું તારી જ આરાહ જોતો હતો મને ખબર જ હતી કે આ ગોવાળિયાઓની પાછળ તું જરૂર આવીશ તે મારી બહેન પૂતનાનો વધ કર્યો હતોને હવે હું તારો વધ કરી નાખીશ એટલે ન છૂટકે કૃષ્ણએ તેના મુખમાં જઈ પોતાનું શરીર એટલું વિશાળ બનાવ્યું કે અજગર રાક્ષસનું મુખ ફાટીને લોહી લોહાણ થઈ ગયું અને મૃત્યુ પામ્યો.
પછી બધા ગોવાળિયાઓ બહાર આવ્યા પણ એમને ખબર ન હતી કે આ કામ કૃષ્ણએ કર્યું હતું. આવા તો કેટલીય લીલા ક્રુષ્ણએ કેટલાય માયાવી રાક્ષસોને માર્યા હતા. અને ક્રુષ્ણ બધા મિત્રોની આવી જ રીતે રક્ષા કરતો હતો. ક્રુષ્ણ બધા મિત્રોમા પ્રખ્યાત અને વ્હાલો થઈ ગયો હતો. બધા બાળકોએ કૃષ્ણએ અમે જ્યારે ગાયો ચરાવવા જતાં ત્યારે અમને હેરાન કરતાં કેટલાય રાક્ષસોને મારી નાખ્યા છે અને આ વાત સાંભળીને ગામ લોકોને વિશ્વાસ બેસી ગયો કે કૃષ્ણમાં જરૂર કોઈ દૈવી શક્તિ છે. એક વાર બધા ગોવાળિયાઓ એક નદીને કિનારે ગાયો ચરાવવા ગયા ત્યાં કેટલીક ગાયોએ નદીનું પાણી પીધા પછી ભાંભરી ભાંભરીને ઢળી પડી ત્યારે કૃષ્ણએ જોયું તો તે તુરંત દોડ્યો એટલે બાળકોએ કયું જો કૃષ્ણ આપણી ગાયોએ આ નદીનું પાણી પીધા પછી આવી રીતે બેશુદ્ધ થઈ ગઈ જરૂર આ નદીનું પાણી ઝેરી હોવું જોઈએ બીજો કહે હા મે સાંભળ્યુ છે કે આ નદીમાં કળીઓ ઝેરી નાગ રહે છે. તેના વિષના કારણે જ આ નદીનું પાણી વિષયુક્ત બની ગયું હશે. ત્યાં ગેડી દડે રમતા ગોવાલીઓથી દડો નદીના પાણીમાં પડી ગયો. અને કૃષ્ણએ જોયું એટલે તે દોડીને નદીમાં જપલાવ્યું અને બોલ્યો કે જો કળીઓ નાગ આ નદીમાં હશે તો જરૂર મૃત્યુને ભેટશે. કાળિયો નાગ તુરંત બહાર આવ્યો અને કૃષ્ણને લપેટીને પકડી લઈ અને નદીમાં લઈ ગયો એટલે એક બાળક બોલ્યો કે લાગે છે કે કૃષ્ણને નાગે પકડી લીધો છે મારે ગામવાળાઓને જાણ કરવી પડશે તેણે ગામમાં જઇ ઘટના વિષે જાણ કરી યશોદામાં સહિત બધા નકીના કિનારે કાના કાના કરવા લાગ્યા. ક્રુષ્ણ અને કાળિયા નાગ વચ્ચે ધમાસાણ યુદ્ધ થયું અને અંતે કૃષ્ણએ નાગને હરાવે વશમાં કરી લીધો નાગની નાગણીઓ વિનંતી કરવા લાગી કે હે ક્રુષ્ણ અમારા નાગને છોડી દો અમારા પર દયા કરો. એટલે કૃષ્ણએ કહ્યું કે ઠીક છે એક શરતે છોડું તમે આ નદી છોડીને સમુદ્રમાં ચાલ્યા જાઓ એટલે આ નાગ અને નાગણીઓએ સ્વીકારી અને કહ્યું કે જેવી તમારી આજ્ઞા ક્રુષ્ણ. યશોદામાં એ કૃષ્ણને ગળે લગાડી મારા ક્રુષ્ણ મારા લાલ. આ ઘટના પછી વૃંદાવન વાસીઓ કૃષ્ણની પૂજા કરવા લાગ્યા. સમય વીતવા લાગ્યો એક વાર જોરદાર વરસાદ થવા લાગ્યો એટલે વૃંદાવન વાસીઓએ ઇન્દ્રને મનાવવા યજ્ઞ કરી વરસાદને શાંત કરવા પ્રાથના કરવા લાગ્યા પણ કૃષ્ણએ કહ્યું કે ઇન્દ્રને યજ્ઞ કરવા કરતાં ગોવર્ધન પર્વતની પુજા કરો. આ સંભાની ઇન્દ્ર દેવ ગુસ્સે થયા અને વૃંદાવન પર જોરદાર તોફાની વરસાદ વરસાવવાનું શરૂ કર્યું. વૃંદાવનવાસીઓ આ સંકટ માટે તૈયાર ન હતા અંતે ગામવાસીઓએ કૃષ્ણને આ સંકટમાથી બચાવવા વિનંતી કરી. તથા કૃષ્ણએ એમની વિનંતી સ્વીકારી. ક્રુષ્ણ સર્વ ગામવાસીઓને ગોવર્ધન પર્વત નિકટ લઈ ગયો. તથા કૃષ્ણએ એ ગોવર્ધન પર્વત ટચલી આંગણીથી ઊચકી લોધો. સર્વ ગામવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. કૃષ્ણએ એમને પર્વતની નીચે આવી જવા કહ્યું. સાત દિવસ સુધી સતત વર્ષા થતી રહી ત્યાં સુધી ગામવાસીઓ પર્વતની નીચે રહ્યા. અને આ જોઈ ઇન્દ્રદેવને પોતાની ભૂલ સમજાઈ તથા એમણે વર્ષા અટકાવી દીધી.
એણે કૃષ્ણની ક્ષમા માંગી એટલે જેમ સર્વ ભક્તોને માફ કરી દે છે તેમ ઇંદ્રદેવને પણ ક્ષમા આપી. તુરંત કંશને આ ઘટનાના સમાચાર મળ્યા. કંશને સંદેહ થયો કે આ ક્રુષ્ણ જ દેવકીનો આઠમો પુત્ર હોવો જોઈએ. કંશે તુરંત એક યોજના બનાવી કે હું એક કુસ્તીનું આયોજન કરીશ જેમાં મારા બળવાન કુસ્તીબાજો કૃષ્ણા અને બલરામને હરાવી અને ત્યાં ને ત્યાં જ ખત્મ કરી દેશે. એમાં એવી શરત મૂકી કી કુસ્તી લડતા પહેલા એણે મારા હજાર હાથવાળી શક્તિ ધરાવતા શક્તિશાળી હાથી સાથે લડવું પડશે. એની સામે ક્રુષ્ણ આવ્યો મારો હાથી એને સહેલાઇથી કચડી નાખશે તો એ જરૂર મૃત્યુ પામશે. હા હા હા....! આ નક્કી કર્યા પછી એણે પોતાના માણસને મોકલી ક્રુષ્ણ તથા બલરામને આ કુસ્તી પ્રતિયોગીતાનું આમંત્રણ આપ્યું. કૃષ્ણએ નિમંત્રણને સ્વીકાર કરી લીધું. તથા નિશ્ચિત સમયે ક્રુષ્ણ તથા બલરામ બંને ભાઈઓએ મથુરા તરફ પ્રયાણ કર્યું. કૃષ્ણના આવવાના સમાચાર કંશને મળ્યા કંશ ખૂબ ખુશ થયો. મથુરામાં અનેક સ્થાને ભેટ કરીને ક્રુષ્ણ તથા બલરામ કુસ્તીના સ્થાને પહોચ્યા. ત્યાં કંશે પહેરામાં ધનુષ યજ્ઞ માટે એક ધનુષ રાખ્યું હતું. કૃષ્ણએ આ ધનુષ જોઈ કહ્યું કે આ ધનુષ તો બહુ જ સુંદર છે. શું તે મજબૂત પણ તેવું જ છે? બાલરામે કહ્યું કે માટે તો આપણે તેનું નિરક્ષણ કરવું પડશે અને જેવા એ જોવા આગળ વધ્યા રાક્ષસોએ તમને રોક્યા. ક્રુષ્ણ તથા બલરામ એ રાક્ષસોનો નાશ કરી ધનુષ હાથમાં લઈ લીધું ત્યાં જ એ ધનુષના બે ટુકડા થઈ ગયા. કંશને આ વાતની જાણ થઈ અને બોલ્યો કોઈએ મારા ધનુષ યજ્ઞમાં રાખેલું ધનુષ તોડી નાખ્યું લાગે છે કોણ હોઈ શકે એ? આ બંને પરાક્રમી દ્વારા કરવામાં આવેલા પરાક્રમ જોઈ કંશને આઘાત લાગ્યો. એની ઊંઘ ઊડી ગઈ.
જાત જાતના ભયવાળા વિચારો આવવા લાગ્યા. અને બોલ્યો કે આ કૃષ્ણએ તો મારી જિંદગી હરામ કરી દીધી છે. મને નીંદર નથી આવતી હવે કેવળ એક દિવસ આવવા દો એણે કુસ્તીના મેદાનમાં હું એનો ત્યાં જ વધ કરી નાખીશ તારો અવતાર સમાપ્ત થઈ જશે ક્રુષ્ણ બીજે દિવસે કુસ્તીના મેદાનમાં સમગ્ર ગામવાસીઓ આ કુસ્તી જોવા ઉમટી પડ્યા હતા ત્યારે કંશ બોલ્યો આવ ક્રુષ્ણ આવ મારા બાહુબલીઓ તને કચડી નાખવા તૈયાર બેઠા છે હું તારી પ્રતિક્ષા કરી રહ્યો છું હા... હા..... હા.... કૃષ્ણ જેવા ત્યાં આવ્યા ત્યારે મહાવત સાથે હજાર હાથવાળી શક્તિ ધરાવતો હાથીએ રસ્તો રોક્યો એટલે કૃષ્ણએ કહ્યું કે એ મહાવત તમે મારા રસતામથી હતી જાઓ અમારે અંદર જવું છે પણ મહાવતે હસી કાઢ્યો અને બંનેને મારવા માટે પ્રત્યન કર્યો હાથીએ રથને એક પગમારી તોડી નાખ્યો અને ક્રુષ્ણ અને બલરામને મારવાની કોશિશ કરવા લાગ્યો પરંતુ ક્રુષ્ણ તથા બાલારામે આ અસૂરી શક્તિ વાળો હાથીના દાંત તોડી નાખ્યા અને મારી મારીને મોતના મુખમાં ધકેલી દીધો. કંશને થયું કે બંને મૃત્યુને શરણ થઈ ગયા લાગે છે. પણ થોડી વારમાં બંને હાથીના દાંત લઈ ગામવાસીઓએ આવતા જોયા કંશે કહ્યું કે હવે તમને બંનેનો મારા બાહુબલીઓ કુસ્તીમાં મારીને નાશ કરી દેશે. કૃષ્ણએ અને બલરામે આ પડકાર સ્વીકાર કરી લીધો. અને કુસ્તી શરૂ થઈ. કંશે બંને પોતાના બાહુબળીને કુસ્તીના મેદાનમાં ક્રુષ્ણ તથા બલરામ સામે લડવા મોકલ્યા. પણ આ બાહુબલીઓનું ક્રુષ્ણ અને બલરામ સામે જરાક પણ જોર ન ચાલ્યું. ચારેય વચ્ચે જોરદાર કુસ્તી ચાલી અને બંને બાહુબલીઓને ક્રુષ્ણ અને બાલારામે ખૂબ મારી મારીને મૃત્યુને શરણ પહોચાડી દીધા. હવે કંશ ખૂબ જ ક્રોધિત થઈ ગયો હતો. એણે એના અન્ય બાહુબલીઓને પણ કુસ્તીના અખાડામાં મોકલ્યા. ક્રુષ્ણ તથા બાલારામે સર્વ બાહુબલીઓને મારીને મૃત્યુલોક પહોચાડી દીધા. કંશ હવે ખૂબ જ વધારે ક્રોધિત થઈ ગયો ક્રોધમાં એણે પોતાના રક્ષકોને ક્રુષ્ણ તથા બલરામનો વધ કરવા આદેશ આપ્યો. આ બધા રક્ષકો સામે લડવા તો બલરામ જ પહોચી વડે તેવો હતો. તથા ક્રુષ્ણ તો કંશ સામે લડવા લાગ્યો કંશને પછાડ્યો કંશે બે હાથ જોડી માફી માગી અને કૃષ્ણને એ કંશમાં શાક્ષાત શ્રી હરી વિષ્ણુના દર્શન થયા. અને આ રીતે કંશનો અંત થયો. જ્યારથી દેવકીનો આઠમો પુત્ર એનો વધ કરશે એની ખબર થતાં એણે સમગ્ર લોકોને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું અને દેવકી તથા વાસુદેવને જેલમાં બંધ કરી દીધા હતા.
કૃષ્ણએ માતપિતા કેવકી અને વાસુદેવને જેલમાથી મુક્ત કર્યા અને કંશના પિતા ઉગ્રસેનને અને બીજા કંશથી ત્રાસીત થયેલા રાજાઓને મુક્ત કર્યા. પરંતુ કૃષ્ણએ હવે પછી આનાથી પણ મહત્વની ભૂમિકા કરવાની હતી અને એ છે મહાભારતના યુદ્ધમાં પાંડવો સાથે રહી કૌરવો સામે યુદ્ધમાં પાંડવોને જીતાડવાની હતી.
જય શ્રી કૃષ્ણ.
No comments